સાઇકિક ડિટેક્ટિવ એનેટ માર્ટિને કલેરવોયન્સથી વિઝન પ્રાપ્ત કરી અનેક ગુનાઓ ઉકેલ્યા હતા!

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
સાઇકિક ડિટેક્ટિવ એનેટ માર્ટિને કલેરવોયન્સથી વિઝન પ્રાપ્ત કરી અનેક ગુનાઓ ઉકેલ્યા હતા! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- અતીન્દ્રિય જ્ઞાન દર્શનની ચૈતસિક શક્તિથી તેને 'વિઝન' થતું અને તેમના માનસ પટ પર ભૂતકાળ કે ભવિષ્યકાળની ઘટના ટેલિવિઝન સ્ક્રિન પર દ્રશ્યો દેખાય તેમ દેખાવા લાગતી. 

ચૈ તસિક ગુનાશોધક એનેટ માર્ટિન (Annette Martin)  અસાધારણ અતીન્દ્રિય શક્તિ ધરાવતાં હતાં. તેમને 'ઇન્ટરનેશનલ પેરાનોર્મલ એક્નોલેજમેન્ટ એવોર્ડ ફોર ૨૦૦૯' પ્રાપ્ત થયો હતો. તેમણે તેમની ઇન્દ્રિયાતીત જ્ઞાનશક્તિથી રોગ નિદાન, ગુમ થયેલા માણસો, મોટી ચોરીઓ, હત્યાઓના ભેદ ઉકેલ્યા હતા. એનેટ માર્ટિનનો જન્મ યુ.એસ.એ.ના કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્સિસ્કો કાઉન્ટીનમાં ૧૯૩૭માં થયો હતો અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ તેમનું મરણ કેન્સરના લીધે થયું હતું. તે ૭ વર્ષની ઉંમરના હતા ત્યારથી જ તેમનામાં ચૈતસિક શક્તિઓનો વિકાસ થવા માંડયો હતો. તે વખતે તે લોકોને તેમના શરીરમાં રહેલી તકલીફો, નજીકમાં આવનારી બીમારીઓ વિશએ કહેતા જે સાચું પુરવાર થતું. તે ખોવાઇ ગયેલ વ્યક્તિઓ ક્યાં  છે તે સચોટ કહી દેતા અને એ રીતે ખોવાઇ ગયેલ વસ્તુઓ ક્યાંથી મળી આવશે તે પણ કહી દેતાં. પાછળથી તે પ્રોફેશનલ સાઇકિક ડિટેક્ટિવ બન્યા અને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

કલેરવોયન્સ (Clairvoyance) એટલે કે અતીન્દ્રિય જ્ઞાન દર્શનની ચૈતસિક શક્તિથી તેને 'વિઝન' થતંન અને તેમના માનસ પટ પર ભૂતકાળ કે ભવિષ્યકાળની ઘટના ટેલિવિઝન સ્ક્રિન પર દ્રશ્યો દેખાય તેમ દેખાવા લાગતી. એકવાર એનેટને એક વિઝન આવ્યું તેમણે તેમાં એક ગુનો થયેલો હતો તે નિહાળ્યો તે પછી તેમણે ગુનાનું રૂબરૂ વર્ણન કર્યું જેની જાણ માત્ર પોલીસ વિભાગને જ હતી. પોલીસે તેનું સમર્થન કર્યું. તેમણે હત્યા કરાયેલ વ્યક્તિનો મૃતદેહ ક્યાં છે તે જણાવ્યું એ ગુનેગાર ક્યાં ભાગી ગયો છે તે સ્થળ પણ નકશા પર બતાવ્યું. એનેટે પોલીસને ભવિષ્યની બાબત પણ જણાવી. તેમણે કહ્યું કે ગુનેગાર હજુ પણ એક વધુ ગુનો કરશે. પણ એક વર્ષના ગાળામાં જ તે પકડાઇ જશે. જે વખતે તે પકડાશે તે વખતે તેણે સફેદ રંગના વસ્ત્રો પહેર્યા હશે. તે કોઇ હોસ્પિટલ કે હેલ્થ કેર સેન્ટરમાંથી પકડાશે. તે જગ્યા કેલિફોર્નિયાની બહારની હશે.

એનેટ માર્ટિને આ વિઝન જણાવ્યું તેને એક વર્ષ પૂરું થવાની તૈયારી હતી ત્યારે બીજા એક મર્ડર કેસની તપાસમાં તે પકડાઇ ગયો. તેણે તેના પહેલાંના બધા ગુના કબૂલ કરી લીધા. તે કેલિફોર્નિયાની બહાર વોશિંગ્ટનના સ્વાસ્થ્ય સુધારા ગૃહમાંથી પકડાયો હતો. એનેટે એક વર્ષ પહેલાં કહ્યું હતું તેમ તેણે તે વખતે સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલા હતાં ! 

ડેનિસ પ્રાડો નામના ૭૧ વર્ષના એક વૃધ્ધ ગુમ થઇ ગયા હતા. પેસિફિકાની પોલી, ક્રાઇમ ડિટેક્ટિવોએ ચોમેર તપાસ કરી પણ તેમનો પત્તો મેળવી શક્યા નહોતા. કોઇકે એનેટની મદદ લેવાનું સૂચન કર્યું. પોલીસ સાર્જન્ટ રિલિવેસ્કિવઝ (Realzvasques) ને હોસર (Hauser) ડેનિસનો ફોટો ફાઇલમાંથી લઇ આવ્યા. એનેટે એ ફોટો એમના હાથમાં રાખી વિઝન મેળવવાનો પ્રયત્ન કર્યો . તેમણે  જોયું કે પ્રાડો કાઉન્ટી પાર્કમાં ફરવા ગયા અને મુખ્ય રસ્તેથી આડા ફંટાઇ જતાં એક નાની ટેકરી તરફ વણવપરાતા આડરસ્તો પહોંચી ગયા હતા. રસ્તામાં થોડીવાર આરામ કરવા રોકાયા. તે વખતે એકાએક બ્લડપ્રેસર વધી જતા હૃદયરોગનો મોટો હુમલો આવ્યો અને ઢળી પડયા. ત્યાં જ એમનું મરણ થઇ ગયું. તેમનો મૃતદેહ હજુ પણ ત્યાં જ પડેલો છે. એનેટે નકશા પર  પેન્સિલથી એક જગ્યા પર વર્તુળ કરીને તેનો નિર્દેશ કર્યો. એનેટની મુલાકાત પછી પોલીસનું કામ એકદમ સરળ થઇ ગયું. બે હજાર એકરનું ક્ષેત્રફળ ધરાવતા એ વિશાળ પાર્કમાં ડેનિસને શોધવાનું કામ ઘાસની ગંજીમાં સોયને શોધવા જેવું અઘરૃં હતું પણ એનેટે જણાવ્યું હતું ત્યાં જ પોલીસ સાર્જન્ટ પહોંચી ગયા અને નાની ટેકરીની પાછળ, જમણી તરફ ઝાડીઓ પાસે જ્યાં વર્તુળ કરીને એનેટે બતાવ્યું હતું ત્યાં ડેનિસનો મૃતદેહ પડેલો હતો.

એનેટ માર્ટિને ઉકેલેલો એક ડબલ મર્ડર કેસ પણ નોંધપાત્ર છે. બિલિંગ્સ, મોન્ટાનામાં કેસ્કેડ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના બાવન વર્ષના પાતળા, દુબળા નાક અને લાલ રંગની દાઢીવાળા કોરન કીથ વોલ્ટરટનની ઓફિસમાં એનેટ. એમની સામે બેઠાં હતાં. તે આ કેસના ગુનેગાને એનેટની મદદથી પકડવા માંગતા હતા. ૧૬ વર્ષની પેટી કલિત્જકે (Patti Kalitzke) અને ૧૮ વર્ષના લોયડ ડુઆને બોગલ (Lloyd Duance Bolgle)પર ગોળીઓ છોડીને એમની હત્યા કરી દેવાઇ હતી. વોલ્ટરને એનેટને શકમંદોના ફોટાઓ આપ્યા હતા. એનેટે એ બધા ફોટા વારાફરતી હાથમાં લઇ કલેરવોયન્સથી વિઝન પ્રાપ્ત કર્યા પછી કહ્યું - 'ડબલ મર્ડર કેસનો હત્યારો આ છે. તેનું નામ રોબર્ટ કોક્ષી (Robert coxe) છે.' એનેટે કીથને પૂછ્યું હતું - હત્યા થઇ તે વખતના કોઇ પુરાવાઓ આપો. ડીથ વોલ્ટરટને ૩૫ વર્ષ પહેલાં થયેલી એ હત્યાઓના બે પુરાવાઓ રજૂ કર્યા - એક પેટીનો ભૂરા રંગનો કોટ જેના પર લોહીના ડાઘા હગતા પણ વર્ષો વીતવાને કારણે તે પીળા પડી ગયા હતા અને બીજા પેટીનો બટવો. એ બન્નેને હાથમાં પકડી એનેટ ટટ્રાન્સમાં ઉતરી ગયા અને વિઝન પ્રાપ્ત કર્યું. એમના માનસ પટ પર હત્યા થઇ તે વખતના દ્રશ્યો ચલચિત્રની જેમ દોડવા લાગ્યા.  કોક્ષીએ બન્નેની કેવી રીતે હત્યાઓ કરી તેનું સચોટ વર્ણન કર્યું. તેમણે કહ્યું - કોક્ષીએ આ મર્ડર પહેલાં બીજા અનેક ગુનાઓ કરેલા છે. અત્યારે તે ગંભીર બીમારીનો ભોગ બનેલો છે. ટૂંક સમયમાં તેનું મરણ થઇ જશે. વોલ્વરટન તેમની કારર્કિદીનો આ છેલ્લો કેસ ઉકેલવા કેલિફોર્નિયા પહોંચી ગયા. ત્યાં તપાસ કરતાં ખબર પડી કે કોક્ષીને હોસ્પિટલમાં દાખલ કરાયેલો છે. તે ટીબીના જીવલેણ એવા છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તેણે કેપ્ટન વોલ્ટરટન સમક્ષ પોતાના બધા ગુનાઓ અને કોટનવુડ ડબલ મર્ડરનો ગુનો પણ કબૂલ કરી લીધી. તેણે જણાવ્યું કે તેણે ભૂલથી એ બન્ને પર ગોળીઓ છોડી દીધી હતી. તે હત્યા તો કરવા માંગતો હતો પણ તે બન્નેની નહીં. તેણે એમ સમજી લીધું હતું કે, કોટનવડુ વિસ્તારના વૃક્ષો પાસે પ્રેમક્રીડા કરી રહેલી યુવતી અને યુવક તેની પત્ની અને તેની પત્નીઓ બોયફ્રેન્ડ છે. પોલીસે તેની ધરપકડ કરી આ થોડા સમય બાદ ટી.બી.ને લીધે તેનું મરણ થઇ ગયું હતું. આવા તો સોંકડો ગુનાઓ ઉકેલી એનેટે પોલીસને મદદ કરી તેમના તરફથી બહુમાન અને એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. અનેક વર્તમાનપત્રો, સામાયિકો, ટી.વી. પ્રોગ્રામોમાં એનેટ માર્ટિના વિશે અહેવાલો આવેલા છે. એબીસી, બીબીસી, સીબીએસ ન્યૂઝ, કોર્ટ ટી.વીઝ સાઇક્કિ ડિટેક્ટિવ, ધ નેન્સી ગ્રેસ શો, ફોર્ટી એઇડ અવર્સ, ધ ડિસ્કવરી ચેનલ, ધ હિસ્ટ્રી ચેનલ જેવા અનેક રેડિયો- ટેલિવિઝન શોમાં એનેટની મુલાકાતતો પ્રસારિત થઇ ચૂકેલી છે.


Google NewsGoogle News