ચતુરંગા, શતરંજ અને ચેસ .
- ચેસનો જન્મ ભારત કે ઈરાન બેમાંથી કયા દેશમાં થયો તે નિશ્ચિત નથી પણ ચેસના ઇતિહાસનો સૌથી નાની વયનો વિશ્વ ચેમ્પિયન ભારતનો ૧૮ વર્ષીય ડી.ગુકેશ છે તે નિર્વિવાદ છે
- વિવિધા-ભવેન કચ્છી
- સાતમી સદીમાં ભારતમાં ''ચતુરંગા''નામની રમત પણ ચેસ પ્રકારની જ હતી પણ તે જમાનાના પર્શિયામાં તેમાં વર્તમાન ચેસ જેવા ફેરફારો થયા હતા. ચેસ રમતા ખેલાડીઓના સદીઓ જૂના પેઇન્ટિંગ આજે પણ ઉપલબ્ધ છે
ચી નના ૩૨ વર્ષીય ડિંગ લીરેનને હરાવીને ભારતના ૧૮ વર્ષીય ડી.ગુકેશે ચેસ ઇતિહાસના સૌથી નાની વયના વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિધ્ધિ મેળવી છે. આજે ગૌરવ લેવા લાયક સ્થિતિ એવી છે કે વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં સૌથી યુવાન ભારતના ખેલાડીઓ છે. ડી.ગુકેશ ૧૮, પ્રજ્ઞાાનનંધા ૧૯ , અર્જુન એરગૈસી ૨૧, નિહાલ સરીન ૨૦, રોનક સાધવાની ૧૮ અને વિદિત ગુજરાતી ૩૦ વર્ષની જ વય ધરાવે છે. મહિલામાં પણ પ્રજ્ઞાાનનંધાની બહેન વૈશાલી ૨૩ વર્ષની છે.
ડી.ગુકેશની ચેસ જગતના ''કિંગ'' સુધીના સંઘર્ષ અને નિાની યાત્રા વિશે તો છેલ્લા કેટલાક દિવસોમાં ઘણું જાણવા મળ્યું છે પણ વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં રમાતી ચેસની રમતની શોધના પાયામાં જે રમત રહી તે ''ચતુરંગા'' રમતની શોધ ભારતમાં થઈ હતી તે પણ કોલર ઊંચા કરવા જેવી વાત છે. ચેસની રમતના ઇતિહાસ તરફ આ વખતે લેખમાં એક ચાલ ચાલીએ.
ચેસની રમત આમ જુઓ તો સફેદ સેના અને કાળી સેના વચ્ચેનું યુધ્ધ જ છે તેમાં પણ એક ખેલાડીનો રાજા ક્યાંય ચાલી ન શકે તેવી સ્થિતિમાં હરીફ ખેલાડીની વ્યુહજાળમાં ફસાઈ જાય અને લાચાર અવસ્થામાં મુકાઈ જાય એટલે તે ખેલાડી હારી ગયો કહેવાય. ચેસ આખરે તો બોર્ડ પર રમાતી રમત છે એટલે સ્વાભાવિક રીતે ખેલાડીને યુધ્ધ ભૂમિ જેવું શૌર્ય બતાવવાનું નથી. લોહી કે પીડા વહોર્યા વીના વર્ચ્યુઅલની જેમ બુધ્ધિથી કે કલ્પના જગતનો મોરચો ખડો કરીને આ સમરાંગણ જીતવાનું હોય છે.
કોઈ વખત યુધ્ધ જીતવા અમુક મહત્વના યોદ્ધાઓને શહાદત પણ વહોરવી પડે છે તેમ ચેસનો ખેલાડી અંતે તેને વ્યૂહાત્મક ફાયદો થશે તે ગણતરીએ તેના કેટલાક મહોરાઓનું બલિદાન પણ આપે છે. સામસામે મહોરા મોતને ભેટે તેમ પણ ચાલ ચાલે છે.
રમનાર ખેલાડી અને હરીફ ખેલાડીનો આખરી ધ્યેય તો એકબીજાના રાજા જે ડગલું ચાલે તેમાં તે મૃત્યુ પામે તેવી સ્થિતિમાં ફસાય જાય તેમ બાજી ગોઠવવાનો હોય છે.
હા, ચેસની રમત એક મહત્વનો મેસેજ આપે છે કે ''ભલે શસ્ત્ર સરંજામ બંને ખેલાડી પાસે સમાન હોય પણ વાસ્તવિક યુધ્ધ પણ શસ્ત્રની તાકાત માત્રથી નહીં પણ બુધ્ધિ અને કળથી જીતાતું હોય છે. ચેસની રમતને માત્ર યુધ્ધના સંદર્ભમાં જ નથી જોવાનું પણ રાજનીતિ અને કૂટનીતિમાં પણ ચેસ રમવાના ગુણો અમલમાં મૂકવાથી હરીફ પર સરસાઇ મેળવી શકાય છે તેમ બોધ લેવાનો છે. ચાલાકી કરતાં મુત્સદ્દીની રીતે તેને મૂલવવાની જરૂર છે.વ્યક્તિગત રીતે પણ જીવન અને કારકિર્દીમાં હકારાત્મક રીતે ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવું, ક્યારે શાંતિથી તો ક્યારે આક્રમકતાથી આગળ વધવું તે ચેસ શીખવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ચેસની રમત એવી રીતે રમવાના નિયમો છે કે તેમાં કોઈ અંચઈ, પીઠ પાછળનો હુમલો, છળકપટ કે દગાબાજીનો અવકાશ નથી. માત્ર અને માત્ર બુધ્ધિથી રમવાનું છે. તમે એક ચાલ ચાલો એટલે તમારા હરીફને પણ એક ચાલ ચાલવા મળે છે. તમે કોઈ વ્યૂહરચના માટે બાજી ગોઠવો છો તો તે દરમ્યાનની એક ચાલ પછી તરત હરીફ ટીમને તે વ્યૂહરચના પામી જવા માટે તક આપતી ચાલ મળે છે.
એટલે સુધી કે પ્રત્યેક મહોરાં કેટલું અને કઈ રીતે ચાલી શકે તેના ચુસ્ત નિયમો છે. રાજા એક ડગલું આજુ બાજુ કે ઉપર તરફ કે હરીફનાં મહોરાંને મારતી વખતે પણ એક ડગલું ક્રોસમાં ચાલી શકે છે.વજીર કે રાણી ઘોડાના અઢી પગલાં સિવાયની અન્ય સૈન્યની ખાસિયતો સાથેની ચાલ ચાલી શકતું હોય સૌથી શક્તિશાળી મનાય છે. જો કે બાહોશ અને બુદ્ધિશાળી ખેલાડી ઘણી વખત નજીકના કે લાંબા સમય બાદ તેની જીતવાની રણનીતિમાં વજીરને પણ જરૂર પડે તો શહીદ બનતા ખચકાતો નથી. જો હરીફ ખેલાડીનો વજીર માથાનો દુખાવો પુરવાર થાય તેમ તોડફોડ કરતો હોય તો ખેલાડી તેના વજીર અને હરિફના વજીરને સામસામે ખતમ થઈ જાય તેવી પણ ચાલ ચાલે છે. બે ઊંટ પૈકી એક ઊંટ સફેદ ચોકઠાં પર હોય તે સફેદ ચોકઠામાં તેની ત્રાંસના સફેદ ચોકઠાંમાં ચાલે અને કાળો ઊંટ કાળા ચોકઠાની ત્રાંસમાં ચાલે.પ્યાદું એક ડગલું આગળ તરફ અને હરીફ ટીમનું મહોરું તેની ક્રોસમાં એક ડગલે દૂર હોય તો તેને મારવાનું હોય તો જ એક ડગલું ક્રોસમાં ચાલી શકે.
૬૪ ચોકઠાંનું એક પછી એક એમ ૩૨ સફેદ અને ૩૨ કાળા ચોકઠાંનું બોર્ડ હોય છે. રમવા માટે સામસામે બેસેલા બે ખેલાડી રમવાની શરૂઆત કરતાં તેમના તરફના બોર્ડની પ્રથમ બે હરોળ કે જેમાં આઠ આઠ ચોકઠાં હોય છે તેના પર નિયમ મુજબ મહોરાં ગોઠવે છે. જેમ યુધ્ધમાં આગળ પાયદળ હોય તેમ ચેસમાં ખેલાડીની ગોઠવેલ બાજીમાં બીજી હરોળમાં તમામ આઠ ચોકઠાંમાં પ્યાદાં કે પાયદળ હોય છે. ખેલાડીની પ્રથમ હરોળમાં તેના સૈન્યમાં બે હાથી, બે ઊંટ, બે ઘોડા એક કાળા ચોકઠામાં અને એક ધોળા ચોકઠામાં ગોઠવેલ હોય છે. કાળા મહોરાનો રાજા ધોળામાં અને ધોળા મહોરાં ધરાવનારની ટીમનો રાજા કાળા ચોકઠાંમાં ગોઠવવાનો હોય છે. એક રાજા અને એક રાણી કે વજીર જે કહો તે હોય છે. ઘોડા સિવાય એક પણ મહોરું તેના માર્ગમાં બીજું મહોરું હોય તો તેને કૂદીને ચાલ ચાલી ન શકે.
આમ રમતમાં સમાન મોરચો, સમાન તાકાત અને સમાન નિયમો હોય છે. જીતવું હોય તો બુધ્ધિ અને વ્યૂહરચના કે રણનીનીતિમાં ચડિયાતા પુરવાર થાવ અને જીતો. બાળ વયથી જ ચેસની રમત અપનાવવાથી મગજ સક્રિય અને સતેજ તો બને છે પણ વિચાર,તર્ક અને વિશ્લેષણનું વિશ્વ વ્યાપક બને છે. ધ્યેય પ્રાપ્તિ તરફ જવા ધીરજ પણ કેવવી પડે તે ગુણ ખીલે છે. ધ્યેય પ્રાપ્તિ માટે કંઇક ગુમાવવું પડે તો તેની પણ તૈયારી રાખવી પડે છે.
ચેસની ઉત્પત્તિ સાતમી સદીમાં ગુપ્ત વંશના શાસન દરમ્યાન થઇ હોવાનું મનાય છે. જો કે તે વખતે તેનું નામ ચેસ નહોતું અને બરાબર આ જ રીતે તે રમાતું નહોતું. નિયમોમાં અને બોર્ડની રચનામાં ઘણો ફર્ક હતો. આમ છતાં તેમાં બે ખેલાડી આ જ રીતે સૈન્ય પાથરીને રમતાં હતાં. તે રમતનું નામ ''ચતુરંગા'' હતું. ''ચતુરંગા'' એટલે બંને હરીફની ચાર ચાર સેના વચ્ચેનો મુકાબલો. આ ચાર સેના પ્યાદાં, રણમાં યુધ્ધ કરતાં ઊંટ સાથેનું સૈન્ય ( ઊંટ), હાથી અને વજીર મુખ્ય હતા.
આ રમતનો આરબ આક્રમણ બાદ પ્રસાર વર્તમાન ઈરાન અને તે વખતના પર્શિયમાં થયો અને તેમાં કેટલાક ફેરફાર થયા. આ રમત ''શતરંજ'' તરીકે પરિવર્તન પામી. પર્શિયા ભાષામાં રાજા માટેનો શબ્દ ''શાહ'' હતો. જ્યારે તે વખતની શતરંજની રમતમાં ખેલાડી હરીફ ખેલાડીને ચેક આપતો એટલે કે રાજાને બચાવો તેમ કહેતી ચાલ ચાલતો તેની જગ્યાએ ''શાહ'' એમ બોલતો એટલે કે ''શાહ''ને બચાવો. આજે પણ ચેસમાં હિન્દીમાં ચેક આપ્યો કે રાજા હાર્યો તેનો અપભ્રંશ શબ્દ ''શેહ'' બોલાય છે.
વર્તમાનમાં જે ચેસ રમાય છે તે બદલાતા નિયમો સાથે યુરોપમાં ઇટાલી અને સ્પેન દ્વારા પ્રવેશી અને છેલ્લા ૧૫૦૦ વર્ષથી ક્રમશ: પ્રસાર થયો તેમ કહી શકાય. સિલ્ક રૂટથી ચીન સહિતના બૌદ્ધ પ્રભાવી દેશોમાં રમત લોકપ્રિય બની.
ચેસની રમત તે હદે તત્કાલીન યુવા પેઢી અને રાજાઓને વ્યસન જેમ રવાડે ચઢાવી ચૂકી હતી કે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મના ગુરુઓએ ચેસ રમવા પર તેના અનુયાયીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે યુરોપ અને બૌધ્ધ ધર્મી નાગરિકોએ આવા ફરમાનની પરવા નહોતી કરી અને યુરોપ ઉપરાંત સોવિયેત યુનિયન તેમજ ચીનમાં ચેસ છવાઈ ગયું.જો કે આજે પણ ઈસ્લામ ધર્મી ઘણા નાગરિકો અને તેવા દેશ ચેસની રમતથી દૂર રહે છે.
ભગવાન કૃષ્ણ અને રાધા ચતુરંગા રમે છે તેવા અને બે મુલ્કના રાજા કે વજીર સંધી, સુલેહ કે કોઈ મતભેદ માટે મંત્રણા શતરંજ રમતાં કરતાં હોય તેવા પેઇન્ટિંગ આજે પણ સચવાયા છે.
ન્યુયોર્ક મેટ્રોપોલિટન ઓફ આર્ટ મ્યુઝિયમમાં ૧૨મી સદીના ઈરાનીયન શતરંજના મહોરાં પ્રદર્શનમાં મુકાયેલ જોઈ શકાય છે.એક પેઇન્ટિંગ ભારતના રાજદૂત ઈરાનમાં ચતુરંગાની રમતના સૈન્ય અને રમતની રીત રાજાને સમજાવે છે તેવું પેઇન્ટિંગ છે. લુડવિગ ડોસચ્ નામના પેઈન્ટરની ૧૮૯૬માં તૈયાર કરાયેલ કેટલીક કૃતિઓમાં રાજા કે દીવાન શતરંજ રમતાં હોય તેનો સમાવેશ થાય છે.
પુરાતત્ત્વ વિભાગને પ્રાચીન સંસ્કૃતિના ખોદકામ દરમ્યાન માત્ર ચતુરંગા જ નહીં પણ પ્રાચીન સમયમાં ૧૦૦ ચોકઠાંની બોર્ડ ગેમ (તે વખતે પૂંઠાની જગ્યાએ કાપડ પર ચોકઠાંની ડીઝાઈન રહેતી) અને અન્ય મહોરાં, પાસા (ડાઇસ)ની રમતો પણ હશે તેવા અવશેષો મળી આવ્યા છે.મહાભારત વખતે ચોપાટની રમત હતી પણ તેમાં બુધ્ધિથી નહોતું રમવાનું માત્ર પાસા જ ફેંકવાના હતા.
આમ છતાં એટલું તો કહી શકાય કે જુદા જુદા રંગ અને આંકડા - ગણતરીનો ઉદ્દભવ હજારો વર્ષ પહેલાં થઈ ગયો હશે બાકી ચતુરંગા, અષ્ટપદા, નવપદા, દસપદા એમ જુદા જુદા આંકડાના ચોકઠાંની બોર્ડ ગેમ ક્યાંથી હોય.
સદીઓથી ચેસની રમતના મહોરાં કે સૈન્ય અંગ્રેજીમાં કોઈપણ જાતના બદલાવ વગર ઓળખાય છે.જેમ કે કિંગ,ક્વીન,બિશપ (હાથી), નાઈટ (ઘોડો), ચેઇરોટ( હાથી) અને પોન(પ્યાદાં) તે ચેસની રમતના મહોરાં કે સૈન્ય છે.
સૌથી પહેલી ચેસની ટુર્નામેન્ટ સ્પેનમાં ૧૫૭૫માં યોજાઈ હતી જેમાં નાગરિકો પણ ભાગ લઈ શકતા હતા.૧૮૫૧માં લંડન ચેસ ટુર્નામેન્ટ પછી તેનો પ્રસાર ખૂબ ઝડપથી થયો. આ ટુર્નામેન્ટમાં જર્મનીનો એડોલ્ફ એન્ડરસન ચેમ્પિયન બન્યો હતો. ચેસની એક ગેમમાં કલાકો વીતી જતા હોઇ ૧૮૬૧માં નિયત સમય મર્યાદામાં ચાલ ચાલવાનું નક્કી થયું.૧૮૮૬માં સૌપ્રથમ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ. તે વખતના વર્લ્ડ ચેસ એસોસિએશન દ્વારા યોજાઈ હતી.૧૩૮ વર્ષમાં ૧૮ ચેમ્પિયન થયા.ભારતનો ૧૮ વર્ષીય ડી.ગુકેશ ૧૮મો વર્લ્ડ ચેમ્પિયન છે તેમ કહી શકાય. રશિયાના કાસ્પારોવ અને કાર્પોવની ઈજારાશાહીનો ૭૦,૮૦,૯૦ના દાયકામાં યુગ હતો. તે પછી વિશ્વનાથન આનંદ અને ૨૦૧૩થી મેગનશ કાર્લસેન અને છેલ્લા બે વર્ષમાં ચીનનો લીરેન અને હવે ડી.ગુકેશનો જયજયકાર થયો.વિશ્વનાથન આનંદ ''ફિડહતા.
આમ છતાં એટલું તો કહી શકાય કે જુદા જુદા રંગ અને આંકડા - ગણતરીનો ઉદ્દભવ હજારો વર્ષ પહેલાં થઈ ગયો હશે બાકી ચતુરંગા, અષ્ટપદા, નવપદા,દસપદા એમ જુદા જુદા આંકડાના ચોકઠાંની બોર્ડ ગેમ ક્યાંથી હોય.
સદીઓથી ચેસની રમતના મહોરાં કે સૈન્ય અંગ્રેજીમાં કોઈપણ જાતના બદલાવ વગર ઓળખાય છે.જેમ કે કિંગ,ક્વીન,બિશપ ( હાથી),નાઈટ(ઘોડો), ચેઇરોટ( હાથી)અને પોન(પ્યાદાં)તે ચેસની રમતના મહોરાં કે સૈન્ય છે.
સૌથી પહેલી ચેસની ટુર્નામેન્ટ સ્પેનમાં ૧૫૭૫માં યોજાઈ હતી જેમાં નાગરિકો પણ ભાગ લઈ શકતા હતા.૧૮૫૧માં લંડન ચેસ ટુર્નામેન્ટ પછી તેનો પ્રસાર ખૂબ ઝડપથી થયો.આ ટુર્નામેન્ટમાં જર્મનીનો એડોલ્ફ એન્ડરસન ચેમ્પિયન બન્યો હતો. ચેસની એક ગેમમાં કલાકો વીતી જતા હોઇ ૧૮૬૧માં નિયત સમય મર્યાદામાં ચાલ ચાલવાનું નક્કી થયું.૧૮૮૬માં સૌપ્રથમ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ. તે વખતના વર્લ્ડ ચેસ એસોસિએશન દ્વારા યોજાઈ હતી.૧૩૮ વર્ષમાં ૧૮ ચેમ્પિયન થયા.ભારતનો ૧૮ વર્ષીય ડી.ગુકેશ ૧૮મો વર્લ્ડ ચેમ્પિયન છે તેમ કહી શકાય. રશિયાના કાસ્પારોવ અને કાર્પોવની ઈજારાશાહીનો ૭૦,૮૦,૯૦ના દાયકામાં યુગ હતો. તે પછી વિશ્વનાથન આનંદ અને ૨૦૧૩થી મેગનશ કાર્લસેન અને છેલ્લા બે વર્ષમાં ચીનનો લીરેન અને હવે ડી.ગુકેશનો જયજયકાર થયો. વિશ્વનાથન આનંદ ''ફિડ'' વર્લ્ડ ચેમ્પિયન ૨૦૦૦,૨૦૦૭,૨૦૦૮,૨૦૧૦,૨૦૧૨ એમ પાંચ વખત બન્યો છે.૨૦૧૩માં ડી. ગુકેશે વિશ્વનાથન આનંદ અને કાર્લસેન વચ્ચેની વર્લ્ડ ટાઈટલ ગેમ સાત વર્ષની વયે જોઈ હતી જેમાં વિશ્વનાથન આનંદ હાર્યો હતો ત્યારે જ ગુકેશે કહ્યું હતું કે ''ભવિષ્યમાં ફરી વર્લ્ડ ટાઈટલ હું ભારતના નામે કરી બતાવીશ.'' આને કહેવાય આત્મવિશ્વાસ અને મનોબળ.
હવે તો રેપિડ અને બ્લિટ્ઝ ચેસ પણ રમાય છે.ઓનલાઇન ચેસ વિશ્વના દસ કરોડથી વધુ તમામ વયજૂથના નાગરિકો રમે છે. આગામી દાયકાઓમાં માનવ અને રોબોટ વચ્ચેની સ્પર્ધા યોજાશે તે સમય દૂર નથી.
ભારત ચેસનું ઓલિમ્પિયાડ ચેમ્પિયન છે. ડી.ગૂકેશ ચેમ્પિયન બન્યો તે પછી ચેસની લોકપ્રિયતા નવી ઊંચાઈ આંબશે અને ઘણા ખેલાડીઓ પ્રાપ્તા થશે.