'હું સાક્ષી બનીને કહેવા તૈયાર છું કે મેં ટ્રમ્પને નગ્ન હાલતમાં જોયા છે'
- ટ્રમ્પના કપડાં ઉતારી નાંખનાર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ કોણ છે? ટ્રમ્પ સેકસ સંબંધને લીધે નહીં ખોટી એકાઉન્ટન્ટિંગ એન્ટ્રીને લીધે ફસાયા છે!
- વિવિધા-ભવેન કચ્છી
- 'મને ટ્રમ્પનો જરા પણ ડર નથી પણ તેના ગુંડાઓ અમેરિકામાં હિંસા, હત્યા અને તોડફોડ સાથે અરાજકતા ફેલાવી શકે છે તેવી કલ્પના સાથે ધ્રુજી ઉઠું છું.'
- છેલ્લા અઠવાડિયામાં ટ્રમ્પને જંગી ફંડ સાથે મળી રહેલ જનસમર્થન બાઇડેન અને ડેમોક્રેટિક પક્ષ માટે ચિંતાનો વિષય
- બરાબરનો ફસાયો તો છું.. જોઈએ કેવો રસ્તો નીકળે છે
અ મેરિકામાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ માટે કોર્ટ ટ્રાયલ અને સજા તેની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દે છે કે પછી જનસમુદાયની રીતે વિભાજિત (ડીવાઈડેડ) થઈ ચુકેલ અમેરિકા વધુ સહાનુભૂતિ સાથે તેમને પ્રચંડ સમર્થન આપી ફરી પ્રમુખ માટેની રેસમાં આગળ કરે છે તેનો ઉત્તર તો ભાવિ સમય જ આપી શકે તેમ છે.
ટ્રમ્પની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવા ચુકાદા પછીના ૨૪ કલાકમાં જ ટ્રમ્પના સમર્થનમાં નાગરિકોએ તેના ફંડ માટે ૪૦ લાખ ડોલર ભેગા કરી આપ્યા છે.આ કોઈ કોર્પોરેટ કે ધનિકો દ્વારા એકઠું થયેલું ફંડ નથી પણ કર્મચારીઓ અને શ્રમિકોએ તેમની મહેનત કરીને કમાયેલ એક એક દિવસની રકમ આ રીતે આપી છે.
ડેમોક્રેેટિક પક્ષના એક બહોળા વર્ગને પેટમાં ફાળ પણ પડી છે કે ક્યાંક બાઈડેન સરકારનો આવી કાર્યવાહી કરવાનો નિર્ણય બૂમરેંગ સાબિત નહીં થાય ને.
જો કે ટ્રમ્પ કરતા આજકાલ મીડિયામાં પોર્નો ફિલ્મની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સ વધુ છવાઈ ગઈ છે. તેના નામ પ્રમાણે જ તેણે 'સ્ટોર્મ' એટલે કે વાવાઝોડું સર્જ્યું છે.
૪૪ વર્ષની વયે પણ તપોભંગ શકે તેવી બ્યુટીફુલ અને તેના કરતાં પણ વિશેષ વિસ્ફોટક દેહ સૌષ્ઠવ ધરાવતી સ્ટોર્મી બોલવામા પણ બોલ્ડ છે. તેણે 'સન્ડે ટાઈમ્સ' પાસેથી અમુક લાખ ડોલર લઈને અલાયદો ઇન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે બેશર્મ અંદાજમાં જણાવ્યું છે કે 'હું તો દુનિયાની નજરે (મારી પોર્ન ફિલ્મોમાં) નગ્ન થઈ જ ચૂકી છું પણ ટ્રમ્પ પહેરેલા કપડાં સાથે પણ કોર્ટે રૂમમાં મારી સામે ઊભા રહેશે તો પણ વિશ્વની નજરે કેવા કઢંગા લાગશે.
ટ્રમ્પને મેં તો નગ્ન જોયા છે. ખૂબ જ અરુચિકર દેહ અને પાંગળી સેકસ ક્ષમતા ધરાવતો તેના જેવો ગ્રાહક મેં નથી જોયો. મારી સામે કપડાં પહેરીને ઊભા રહેતા તો તેવો ક્ષોભ નહીં જ અનુભવે.'
ઘણા વાચકોને કદાચ એમ સવાલ થતો હશે કે અમેરિકા તો મુક્ત માનસ ધરાવતો દેશ છે. કોઈપણ દેશમાં પુખ્ત પુરુષ કે મહિલા એકબીજાની સંમતિથી સેકસ સંબંધ તેના ઘરેલુ પરિણામ ભોગવવાની તૈયારી સાથે બાંધી જ શકે. ટ્રમ્પે બળાત્કાર તો કર્યો નહોતો. ટ્રમ્પની પત્નીને પણ આ સંબંધની ખબર હતી છતાં તેને વાંધો નહોતો તો પછી ટ્રમ્પ તેના અંગત જીવનમાં જે પણ કરે તેમાં બાઈડેન સરકાર કે કોર્ટને આ હદ સુધી જવાની અને ટ્ર્રાયલ માટે ઐતિહાસિક નિર્ણય લેવાની પરવાનગી જ શું કામ મળી શકે?
તો જાણી લો કે ટ્રમ્પ સામે ખટલો ચલાવવાનું કારણ તેમણે પોર્નો અભિનેત્રી જોડે સેકસ સંબંધ રાખ્યા હતા તે નથી પણ કારણ જરા વિચિત્ર અને હાસ્યાસ્પદ પણ છે. ટ્રમ્પનો દોષ એવો છે કે તેમણે હિસાબમાં કે ખર્ચ જે મથાળા હેઠળ કાયદાકીય રીતે બતાવવો જોઈએ તે ખર્ચ બીઝનેસ ખર્ચ તરીકે બતાવ્યો હતો. 'લો કર લો બાત' જેવા ઉદગાર મોંમાંથી સરકી પડે તેવી વાત છે ને.
૨૦૧૬ની પ્રમુખપદની ચુંટણી વખતે જ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને તેના એટર્ની અને ખાસ વિશ્વાસુ કોહેન દ્વારા મેસેજ પાઠવ્યો કે તેઓ વચ્ચે ૨૦૦૬માં સેકસ સંબંધ બંધાયેલો તેવો જાહેરમાં બફાટ ન કરે. સ્ટોર્મીને ટ્રમ્પે ગુપ્તતાની જાળવણી કરે તે રીતની આડકતરી લાંચ આપતા ૧,૩૦,૦૦૦ ડોલર વાયરથી ટ્ર્રાન્સફર પણ કરી દીધા. બસ, આ જ તેઓની મહામૂર્ખામી પુરવાર થઈ. ખર્ચને સત્તાવાર એન્ટ્રી બીઝનેસ વ્યવહાર તરીકે બતાવાઈ હતી.
અમેરિકામાં એક વ્યક્તિ ધારે તો બીજી વ્યક્તિની સંમતિ સાથે તેઓ વચ્ચેની ગોપનીય બાબતો ગોપનીય જ રહે તેવો લીગલ કરાર કરી શકે છે બદલામાં જે વ્યક્તિ વાતચીત કે કોઈ ઘટના ગોપનીય રાખવા માંગતી હોય તે સામી વ્યક્તિને નક્કી થયેલ રકમ સત્તાવાર બેંક એન્ટ્રી બતાવી ચુકવી શકે. એવું કહેવાય છે કે અમેરિકાના રાજકારણીઓ, કોર્પોરેટ હસ્તીઓ, શ્રીમંતો એવા કેટલાયે બંધબારણે અનૈતિક સંબંધો બાંધતા હોય છે. માત્ર સેકસ સંબંધ જ નહીં કોઈ વ્યક્તિ અન્યની અતિ ગુપ્ત વાતો, માહિતી, જીવનશૈલી કે આદતો, ખૂબી - ખામીઓ જાણતો હોય તો જે જાણીને જેને ફાયદો થાય તે વ્યક્તિ, ગુ્રપ, પક્ષ કે કંપની સાથે આવી વ્યક્તિ નક્કી કરેલ રકમ મેળવીને કાયદાકીય રીતે બંધાયેલ ગોપનીય કરાર કરતા જ હોય છે. આ રકમ પણ વ્હાઈટની હોય છે એકાઉન્ટમાં તેને 'નોન ડીસ્કલોઝર એગ્રીમેન્ટ' એટલે કે ગોપનીયતા રાખવાના કરાર ખર્ચ તરીકે બતાવી શકાય.
ટ્રમ્પે પોર્ન સ્ટારને રોકડ રકમ આપી દીધી હોત કે પછી સત્તાવાર 'નોન ડીસ્કલોઝર એગ્રીમેન્ટ ખર્ચ તરીકે બતાવ્યો હોત તો વાંધો જ નહોતો. આ જ તો અમેરિકાના વકીલોનો અને દસ્તાવેજ કરી આપનારાઓને મોટો ધંધો છે. પણ ટ્ર્રમ્પને કોહેન જેવા અંગત સલાહકારોએ સૂચન કર્યું કે 'નોન ડીસકલોઝર એગ્રીમેન્ટટ્રમાં શું છે તે વિરોધ પક્ષ શોધી કાઢશે કે પછી તેના નામે હોબાળો મચાવે તેના કરતાં પોર્ન સ્ટાર સ્ટોર્મીને જ એગ્રીમેન્ટ વગર રકમ આપી દઈએ.
પોર્ન સ્ટારને રકમ તો આપી પણ તે પછી ટ્રમ્પ માફિયાની જેમ વારંવાર તેના ગુંડાઓ દ્વારા સ્ટોર્મીની તમામ ગતિવિધિ, ફોન, મીડિયા મિટિંગની જાસૂસી કરાવતા હતા. સ્ટોર્મીના કહેવા પ્રમાણે તો એક વખત તેની પુત્રીની હાજરીમાં જ ફિલ્મી સંવાદની અદામાં કેટલાક ગુંડાઓએ તેને ધમકી આપી હતી કે 'તું તારી પુત્રીને ઉંમરમાં મોટી થતી જોવા માંગે છે ને...તો યાદ રાખજે તારે શું નથી કરવાનું.'
સાચું ખોટું ખ્યાલ ન આવે પણ પોર્ન સ્ટાર સ્ટોર્મી પણ સાવ નિર્લજ્જ હોઇ તે ટ્ર્રમ્પને બ્લેક મેઇલ કરતી હોય તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી. તેણે જ નોન ડીસ્કલોઝર એગ્રીમેન્ટની ઓફર ઠુકરાવી હોઇ અને તેના કરતાં પણ તગડી રકમ મીડિયામાંથી કમાણી કરવાની યોજના બનાવી હોઇ. નાછૂટકે ટ્રમ્પે આ રીતે રકમ આપી મોં બંધ કરાવવા રકમ આપી હોય.
ટ્રમ્પને જો કે વજ્રઘાત જેવો ફટકો સ્ટોર્મી કરતા ટ્રમ્પના ખાસ વિશ્વાસુ કોહેને જ આપ્યો અને તેણે કોર્ટે સમક્ષ કબૂલી લીધું કે સ્ટોર્મીને તેણે જ રકમ ટ્રાન્સફર કરી હતી જેની એન્ટ્રી ખોટી રીતે બીઝનેસ ખર્ચ તરીકે બતાવાઈ હતી.
સ્ટોર્મી પણ જે રીતે ટ્રમ્પ અને તેના ગુંડાઓ દ્વારા તેને અને પુત્રીને વર્ષોથી માનસિક ત્રાસ અને ગમે ત્યારે હત્યા થઈ શકે તેવી ધમકી અપાતી હોઇ તે ત્રાસી ગઈ હતી અને તકની રાહ જ જોતી હતી.
પોર્ન સ્ટાર હોય એટલે અંધારી આલમથી માંડી ખૂબ પહોંચેલ ઠંડા દિમાગના અસંખ્ય ગ્રાહકો સાથે શયન કર્યું હોય. સ્ટોર્મીએ તેના પરની આફતને અવસરમાં ફેરવતા જંગી કમાણી અને પબ્લિસિટીની તક શોધી લીધી. આમ પણ કોહેન કબૂલાત કરી ચુક્યા હતા. સ્ટોર્મીએ કેટલાક પ્રકાશનો અને ડિજિટલ અને ટીવી મીડિયા જોડે મોટી રકમનો કરાર કરીને ટ્ર્રમ્પ જોડેના સેકસ કાંડ અને તે પછીની આપવીતી જણાવતા ઇન્ટરવ્યૂ આપ્યા. સ્વાભાવિક છે કે ગંદા બની ચુકેલા રાજકારણમાં ડેમોક્રેેટિક પક્ષ દ્વારા પણ પરોક્ષ રીતે તેને સારી એવી રકમ મળતી જ હોય. તેમાં પણ હવે પછી તો કોર્ટમાં તેની કબૂલાત અને ટ્રમ્પની માફિયા હરકતો ડેમોક્રેટિક પક્ષ માટે જ 'ટ્રમ્પ કાર્ડ' પુરવાર થશે.
સ્ટોર્મી જાણે અમેરિકાના નાગરિકોને ચેતવતી હોય તેમ ઇન્ટરવ્યૂમાં કહે છે કે 'ટ્રમ્પ માનવજગત માટે ખતરનાક છે. હું તો તેનો અસલી ચહેરો અને નગ્ન કાયા જોઈ ચુકી છું. મારે તો કંઈ છુપાવવાનું નથી. પણ હું જોઈ શકું છું કે આગામી સમયમાં ટ્રમ્પ તેના ગુંડાઓને જાહેર માર્ગોમાં ખુલ્લા મુકીને હિંસા, ખૂનામરકી, વર્ગવિગ્રહ સાથે અરાજકતા ફેલાવશે. આ ગુંડાઓ તેના સમર્થક નાગરિકો છે તેવી વૈશ્વિક હવા ઊભી કરશે. સમુદ્રના દરિયાનું પાણી રક્ત મિશ્રિત થાય તો શાર્ક સપાટી પર આવી વધુ ખૂંખાર સ્વરૂપ ધારણ કરતી હોય છે. ટ્રમ્પ અને તેના ગુંડાઓ આવા જ સ્તરના છે. હું ટ્ર્રમ્પ કે તેના ગુંડાઓથી સહેજ પણ ડરતી નથી પણ તેઓ અમેરિકામાં શું કરી શકે છે તે કલ્પના મને જરૂર ધુ્રજાવી મુકે છે. આ ઘટના અમેરિકાના અને વિશ્વના ભાવિના સુખદ પ્રકરણને જન્મ આપે છે કે આઘાતજનક તે પણ જોવાનું રહ્યું. અંગત રીતે હું ઇચ્છુ છું કે ટ્રમ્પ વધુ મજબૂત ન બને.'
સ્ટોર્મી કહે છે કે 'તમે ગમે તેવી સત્તા, સંપત્તિ અને તાકાત ધરાવતા હો પણ તમને યોગ્ય જગ્યાએ ન્યાયતંત્ર લાવીને મુકતું હોય છે .' સ્ટોર્મી જાણે મહિલા ગૌરવની પ્રતિનિધિ હોય તેમ ઉમેરે છે કે વિશ્વભરમાં મીડિયામાં આ કેસના કવરેજમાં મારા નામની આગળ પોર્ન સ્ટાર મુકવામાં આવે છે. શું ટ્રમ્પે ઉદાહરણ તરીકે કોઈ શિક્ષિકા કે એકાઉન્ટન્ટ કર્મચારી જોડે આ રીતે સેકસ સંબંધ બાંધ્યા હોત તો તેના કવરેજમાં તે મહિલાના નામ આગળ શિક્ષિકા સ્ટોર્મી કે એકાઉન્ટન્ટ સ્ટોર્મી તે રીતે કવરેજ થતું હોત? પોર્ન સ્ટાર એ કાયદેસરનો વ્યવસાય છે. પોર્ન સ્ટારને કોઈ હલકી, હનીટ્રેપર કે બ્લેક મેઇલર તરીકે જોવાની જરૂર નથી.'
રસપ્રદ વાત એ છે કે પોર્ન સ્ટાર તરીકે કાર્ય ઓછું કરીને તેણે ૨૦૦૯માં પુત્રીના જન્મ સાથે જ કૌટુંબિક જીવન વિતાવવાનો નિર્ણય લીધો હતો. પતિનો પણ તેને સાથ હતો ત્યાં જ મીડિયામાં સમાચાર ચમક્યા કે ટ્રમ્પને સ્ટોર્મી જોડે સંબંધ હતા. માંડ વર્ષો પછી પરિવાર સાથે સુખચેનથી જીવન ગુજારવા માંગતી હતી ત્યાં જ આ સમાચાર લીક થતાં તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક તરફ નવજાત બાળકી, બીજી તરફ પ્રેમાળ પતિ અને ત્રીજી તરફ આવા સમાચારની આંધી. તે વખતે પરિવારને જાળવી રાખવા અને બાળકીના ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રાધાન્ય હોઇ સ્ટોર્મીએ આ લીક થયેલ સમાચાર અફવા જ છે અને તે ટ્રમ્પને મળી છે પણ કોઈ સેકસ સંબંધ હતા તે વાત પાયા વગરની છે તેમ જણાવી મીડિયાને દૂર રાખ્યું. વખત જતાં તેને 'ઈન ટચ વિકલી' પ્રકાશન તરફથી ટ્રમ્પ જોડેના સંબંધનો ઇન્ટરવ્યૂ આપવા મોટી રકમ ઓફર થતાં તેણે હિંમત કરીને ઇન્ટરવ્યૂ આપ્યો. પણ ભારે નિરાશા સાથે પ્રકાશને આ ઇન્ટરવ્યૂ ્રટ્રમ્પને વેચી દીધો અને તે પ્રકાશિત જ ન થયો. હવે અન્ય મીડિયા અને પાપારાઝી પણ સ્ટોર્મીના ઇન્ટરવ્યૂ અને તસવીર ખેંચવા દિવસ રાત તેની પાછળ પડયા. સ્ટોર્મી અને તેનો પતિ અત્યંત તનાવ હેઠળ રહેવા માંડયા.બરાબર આવે વખતે જ ટ્રમ્પના ગુંડાઓની જાનથી મારી નાંખવાની, પુત્રીના અપહરણની ધમકી શરૂ થઈ.
આવી સ્થિતિમાં તેણે ચાર વર્ષ ભારે યાતનાપૂર્ણ વીતાવ્યા. ૨૦૧ની પ્રમુખપદની ચુંટણી માટે ટ્રમ્પ રિપબ્લિકન ઉમેદવાર જાહેર થયા અને સ્ટોર્મીને મોં બંધ રાખવા ૧,૩૦,૦૦૦ ડોલર ચુકવાયા. સ્ટોર્મી મૌન રહી પણ કોહેન ફૂટી ગયા. ટ્રમ્પે સ્ટોર્મી જોડે ક્યારેય સેકસ સંબંધ બાંધ્યો જ નથી તેવી કોમેન્ટ કરી. પણ સ્ટોર્મીના ખાતામાં એન્ટ્રી ખોટા હેડ સાથે બોલતી હતી અને કોહેન પણ રકમ ટ્રાન્સફર કરી હતી તે કોર્ટે સમક્ષ કબૂલ કરી ચૂક્યા હતા.
ટ્રમ્પના શાસનકાળ દરમ્યાન સ્ટોર્મીએ તેની જાન બચી શકે અને તેને કંઈ થાય તો ટ્રમ્પ પર શંકા જાય તેવું ભેજું ઉપયોગમાં લેતા ૨૦૧૮માં તેની પોર્નો કારકીર્દી દરમ્યાનના અનુભવો આધારિત પુસ્તક 'ધ ડીસકલોઝર' પુસ્તક જ બહાર પાડી સનસનાટી મચાવી દીધી. જેમાં કઈ રીતે ૨૦૦૬માં તે ટ્રમ્પના સંપર્કમાં આવી હતી તેની વિગતે વાત લખી છે. ટ્રમ્પ તે વખતે લાસ વેગસમાં તેમના નિર્માણ હેઠળની 'એપ્રેન્ટિસ' નામના ખૂબ જ લોકપ્રિય રિયાલિટી બ્યુટી ટીવી શોનું નિર્માણ કરતાં હતાં. તેમાં ચમકવાનું કોઈપણ મોડેલ કે ગ્લેમર વર્ર્લ્ડની સુંદરીનું સ્વપ્ન રહેતું. સ્ટોર્મીના કહેવા પ્રમાણે ટ્રમ્પે આ શ્રેણીમાં ચમકાવવાની લાલચ આપીને સેકસ સંબંધ માટે લેક ટાહોની હોટલમાં આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પ પાયજામો પહેરીને હું રૂમમાં પ્રવેશી ત્યારે મારું સ્વાગત કર્યું હતું.
આ પુસ્તકના પ્રકાશન સાથે જ સ્ટોર્મીએ વિખ્યાત ટીવી શો '૬૦ મિનિટસે', 'રોલિંગ સ્ટોન', સેટરડે નાઈટ લાઈવ' માં ઇન્ટરવ્યૂ આપ્યા. 'વોલ સ્ટ્રીટ જર્નલ'એ પણ સ્ટોર્મીની સ્ટોરી પ્રકાશિત કરી.
ટ્રમ્પ પર કોર્ટની કાર્યવાહી ચાલશે તેવા સમાચાર સાથે જ સ્ટોર્મીએ મીડિયાને કહ્યું કે 'જરૂર પડશે અને કોર્ટે બોલાવશે તો હું ટ્રમ્પ પરના આરોપોની સાક્ષી બનવા તૈયાર છું.'
આ ન્યુઝ બ્રેેક થયા ત્યારે સ્ટોર્મી ઘોડેસવારીની શોખીન હોઈ તેના 'રીડમ્પશન' નામના ઘોડા પર બેસીને મજા માણતી હતી. જોગાનુજોગ આ ઘોડો તેણે ટ્રમ્પે આપેલા ૧,૩૦,૦૦૦ ડોલરમાંથી જ ખરીદ્યો હતો.