Get The App

સમુદ્રની બેટી રોમીતા બુંદેલા .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
સમુદ્રની બેટી રોમીતા બુંદેલા                            . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ''રત્નાકરના પાણીના મોજા જાણે મને તેની પાસે બોલાવી કહી રહ્યા હતા, ''રોમી મોટી થઈને તારી કારકીર્દી મારા પાણી પર જ બનાવજે'

આ જે વાત કરવી છે, મહારાષ્ટ્ર જલગાંવની રોમીતા બુંદેલાની. જે સમુદ્ર બેટી તરીકે જાણીતી છે. રોમીતાએ કાર્ગોશીપ પર પ્રથમ ETO (ઈલેક્ટ્રીક, ઈલેક્ટ્રોનીક એન્ડ ટેલી કોમ્યુનીકેશન) ઓફિસર બની. ભારતીય મહિલાઓના સમુદ્રમાં પણ પગરણ માંડયા છે.

ભારતની તે શીપ પરની પ્રથમ મહિલા ETO ઓફિસર બની છે, અને આ ક્ષેત્રમાં પુરુષોનું વર્ચસ્વ તોડી મહિલાઓ માટે દ્ધાર ખોલી આપ્યા છે.

'મને નાનપણથી સમુદ્ર માટે આર્કષણ હતું. મને લાગ્યા કરતું કે, હું નવ થી પાંચની બંધાયેલી નોકરી માટેની યુવતી છું જ નહિ.'

રત્નાકરના પાણીના મોજા જાણે મને તેની પાસે બોલાવી કહી રહ્યા હતા, 'રોમી મોટી થઈને તારી કારકીર્દી મારા પાણી પર બનાવજે અને રત્નાકરનું રત્ન બની રહેજે.' આ શબ્દો છે રોમીતા બુંદેલાના.

અને ખરેખર રોમીતાએ આ સ્વપ્નને પોતાના વય સાથે ઊછેર્યું અને ધોરણ ૧૨ પછી ભારતીય નેવી માટે એપ્લાય કર્યું. પરંતુ ભારતીય નેવીમાં તેણી પસંદગી ના પામી શકી. આથી તેણીએ ઈલેક્ટ્રીક એનજીનયરીંગનું ભણી ઈલેક્ટ્રીકલ એનજીનીયર બની.

આ પછી ભારતીય શીપિંગ કંપનીના કાર્ગો શીપ માટે તેણીએ એપલાય કર્યું. પરંતુ અહીંયા પણ તેણીનો શીંપિંગ માટે અસ્વીકાર થયો.

તેને કહેવામાં આવ્યું, 'પાછા જાવ અને ગુગલમાં તમારા ક્ષેત્રની કારકીર્દી માટેની તકની શોધ કરો.'

રોમીતાએ કારકીર્દીના બે જાળા ગુંથ્યા પરંતુ તે નીષ્ફળ ગયા. રોમીતાનો પ્રેરણા સ્ત્રોત હતા. તે રોમીતાને પીઠ થાબડીને દરેક વખતે કહેતા 'હિમ્મતે મર્દા તો મદદે ખુદા.' બસ આ પ્રેરણા લઈ રોમીતા બુંદેલા એ ગુગલમાં ભારતીય મરીન ક્ષેત્રમાં કારકીર્દી માટેની તકોની વેબસાઈટો જોવાનું શરૂ કર્યું. તેમાં રોમીતાને પુનાની તેલાની ઈનસ્ટીટયુટમાં ETO ઓફિસરની ટ્રેનીંગ માટેની અને પછી એ દિશામાં આગળ કારકીર્દી શીપ પર ETO ઓફિસર તરીકે કામ કરવાની દિશા મળી. રોમીતાબુંદેલાએ આ તક ઝડપી લીધી અને આ માટેની ટ્રેનીંગ શરૂ કરી.

આ ઈનસ્ટીટયુટની ટ્રેનીંગમાં ૪ મહિના તેલાની સંસ્થામાં રહી ભણવાનું હતું અને પછી ૮ મહિના શીપ વેસલ પર ETO તરીકે ટ્રેની તરીકે ફરજ બજાવવાની હતી. રોમીતાએ ડેનીશ શીપીંગ અને લોજીસ્ટીક કંપનીમાં ટ્રેની તરીકે જોડાવવાનું નક્કી કર્યું.

ટ્રેનીંગના પહેલા દિવસના અનુભવનું વર્ણન કરતાં રોમતા કહે છે : 'મેં જ્યારે પ્રથમ કાર્ગોશીપ જોઈ, તેનું વિશાળ કદ અને સૌદર્ય જોઈ હું એટલી બધી ખુશ થઈ ગઈ, અને મારા બાળપણમાં સેવેલા સ્વપ્નનું આકાશ ઘેરાતું લાગ્યું. એટલે હું દોડતી શીપ પર ચઢી ગઈ.'

હજુ કંઈ વિચારું એ પહેલા સામેથી એક કડક અવાજ આવ્યો, 'તું અહીં શું કરી રહી છે ?'

મારો જવાબ હતો, 'સર હું ETO ઓફિસર અંગેની ટ્રેની છું,

એ જ કડક અવાજમાં સામો જવાબ આવ્યો,' આ ટ્રેનીંગ અને જોબ તારા માટે સર્જાયેલી નથી કારણ કે તું યુવતી છું. શીપ હજુ બંદર પર જ ઊભું છે, ઘેર પાછી જા.

મેં હિમ્મત કરીને જવાબ આપ્યો, 'સર હું અહીં ETO ઓફિસરની ટ્રેનીંગ લેવા આવી છું, પાછી જવા નહિ.' આમ કહી મેં મારો ટ્રેનીગનું સર્ટીફીકેટ અને કંપનીનો પત્ર બતાવ્યો. ચીફ ટ્રેનીંગ ઈટીઓ ઓફિસરને મને કાર્ગો પર ટ્રેની તરીકે લેવી પડી અને મારી ETO ઓફિસર તરીકેની ટ્રેનીંગ શરૂ થઈ. ઈ.ટી.ઓ ઓફિસરને શીપનું ઈલટ્રીકનું ઈલેક્ટ્રોનીકસનું, ઓટોમેટીક પાવર સીસ્ટમનું તેમજ સફર માટેની ટેલીકોમ્યુનીકેશનનું ધ્યાન રાખવાનું તેમજ શીપની સફર અંગે મીનીટ ટુ મીનીટ ધ્યાન રાખવાની ફરજ બજાવવાની હોય છે.

જાતીયભેદ ધરાવતા ૨૦ જણાતા સ્ટાફમાં હું એકલી યુવતી હતી. તેણીને ટ્રેની તરીકેની કામગીરી કરતા, પુરુષવર્ગ સ્ટાફની પૂર્વધારણાઓ, પૂર્વગ્રહો અને મુક ટીકાઓ અને નજરોનો સામનો કરવો પડયો હતો.

પરંતુ રોમીતાએ તો જાણે, હરીવંશરાય બચ્ચન કવિવરની કવિતાના શબ્દો જીવનમાં ઊતારો લીધા હોય, કર શપથ, અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ. અને આ શીપ પરના ટ્રેનીંગનો અગ્નિપથ પાર કરી, મહેનત, ખંત અને કાર્ય પ્રત્યેનું સર્મપણ, જરૂરથી સારું પરિણામ આપે જ છે. જે મેનેજરે તેને શીપ પરથી પાછા જવાનું કહ્યું હતું તે જ શીપ મેનેજરે લખીને સર્ટીફીકેટ આપ્યું કે, દરેક કામમાં પરફેક્ટ અને અત્યંત સફળ ટ્રેની. સર્ટીફીકેટ આપતાં કહ્યું કે, હું મારા શબ્દો પાછા ખેંચું છું.

આનાથી મોટી કારકીર્દીની સફળતા કઈ હોઈ શકે ?

રોમીતા બુંદેલા જણાવે છે કે ઈટીઓ ઓફિસર એ કાર્યકારી ટીમનો મુખ્ય આધાર સ્તંભ છે. તેણે બોર્ડ અને આખા શીપની ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનીક, કન્ટ્રોલ રૂમની સ્વીચોને સાધનો, બધી જ ઓટોમેટીક પાવર સીસ્ટમ, બધાનું ધ્યાન રાખે છે. ઉપરાંત રેફ્રીજરેરેશન, લાઈટસ વગેરેની સંભાળ રાખવાની હોય છે. શીપની રોજની સમુદ્રની સફર, રસ્તો, હવામાન વગેરે કોમ્પ્યુટરમાં સતત મોનીટર થતું હોવાથી લગભગ ETO ને સતત કન્ટ્રોલરૂમમાં રહેવું પડે છે ઉપરાંત આખા શીપના દરેક માળે, ગોડાઉન વગેરેમાં સીસ્ટમો જોવા માટે જવું પડે છે આથી શારીરિક તાકાત હોવી ખુબ જરૂરી છે. સાથે મહિનાઓ સુધી કુટુંબથી દૂર રહેવાનું હોવાથી માનસિક તાકાત પણ હોવી જરૂરી છે.

જ્યારે રોમીતાને એક ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, મહિલા ઈટીઓ બન્યા પછી તમને આ ક્ષેત્રના ફાયદા વધારે લાગ્યા કે ગેરફાયદા ?

એના જવાબમાં રોમીતા જણાવે છે કે, તમે તમારા કાર્યને સર્મપીત હો, તો આ વિચાર જ ના આવે. પરંતુ મને તો આ મારી મનગમતી લાઈન છે, ઉપરાંત સતત સમુદ્ર સાથે રહેવાની મારી ઈચ્છા પૂર્ણ થાય છે. જ્યાં અફાટ કુદરતી સૌદર્ય છે. સવારનો સુર્યોદય અને સાંજનો સૂર્યાસ્ત ખૂબ સુંદર દેખાય છે. ઉપરાંત નીરવ શાંતિ એવી હોય છે જ્યાં તમે કલાકો ધ્યાનમાં બેસી શકો. (જોકે અમારી સતત કાર્યશીલતાને કારણે, ૧૦ મિનિટથી વધારે બેસવું શક્ય નથી હોતું) સમુદ્ર જીવોને નીરખવાનો પણ જબરજસ્ત આનંદ હોય છે. ઉપરાંત જુદા જુદા દેશોની મુલાકાત પણ તમે લઈ શકો છો. આ ઈટીઓની ફરજ બજાવતા, મરચન્ટ શીપ અને ક્રુઝમાં યુરોપ, નેઘરલેન્ડ વગેરે ફરી ચુકી છું.

રોમીતા જણાવે છે કે ખાસ ગેરફાયદા તો કોઈ હોતા નથી પરંતુ, ખાસ કરીને જ્યારે કન્ટ્રોલરૂમમાં સતત કામ કરવાનું આવે અને જેનું તાપમાન ૫૦થી ૫૫ ડિગ્રી હોય, પીરીયડમાં આ રૂમમાં કામ કરતા ઘણી તકલીફ પડે છે. પરંતુ લગભગ બધો પુરુષવર્ગ હોઈ, સ્ત્રીસહજ અમુક વાત કરતા સંકોચ થઈ જાય છે. ઘણીવાર ઘણા કારણોસર ટ્રીપ લંબાઈ જાય ત્યારે કુટુંબ, મિત્રોના ફોટો જોઈને તેમની યાદ કરવાના હોય છે.

કોરાના વખતે શીપને ચીનમાં રોકાણ કરવું પડયું હતું, જેમાં ૮ મહિના ટ્રીપ લંબાઈ હતી. ત્યારે માસ્ક, પીપીઈકીટ વગેરે પહેરીને કામ કરવું ઘણું મુશ્કેલ બનતું.

યુવાપેઢીને રોમીતા ખાસ કહે છે કે, નાનપણથી તમારી રૂચિ પ્રમાણે કારકીર્દી બનાવો. યુવતીઓ માટે મરીન ક્ષેત્ર પણ બીજા વ્યવસાયિક ક્ષેત્ર જેટલું જ સુંદર છે.


Google NewsGoogle News