Get The App

વિનેશ ફોગાટ અને નિયતીનો ખેલ .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વિનેશ ફોગાટ અને નિયતીનો ખેલ                       . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- વિનેશ ફોગટનો પરિચય એટલું જ કહી જાય છે : તુફાન કો આના હૈ, આકર ચલે જાના હૈ, પરછાઈર્યા રહે જાતી, જિંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી નિયતી કી કહાની હૈ

૨૦ ૨૪ની ઓલેમપીક રમતોત્સવમાં, ૬ઠ્ઠી ઓગસ્ટનો દિવસ વિનેશફોગટ અને ભારત માટે અત્યંત કમનસીબ રહ્યો. કારણકે ભારતીય મહિલા અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગટ, ૧૦૦ ગ્રા. વજન માટે, ગોલ્ડમેડલ, ફાઈનલ કુસ્તી હરિફાઈ માટે ગેરલાયક ઠરી ગઈ. આ વિષે ઘણું લખાયું છે. વિશ્વ રમતગમત કોર્ટમાં પણ તેનો કેસની અપીલ નકારી કઢાઈ છે.

જે મહિલા કુસ્તીબાજની કારકીર્દી વિશ્વકક્ષાએ, જ્વલંત હોય અને આટલા નાનાકારણથી હરિફાઈમાંથી ગેરલાયક ઠરી જાય તો સહેજે મન વિચારતું થઈ જાય ક,

૧) શું કુસ્તીબાજની ઓલેમપીક તબીબી ટીમની બેદરકારી ?

૨) વિનેશ ફોગટ સાથે રમાયેલું રાજકારણ ?

૩) વિનેશ ફોગટની નીજી થોડી બેદરકારી ?

કારણ જે હોય તે પરંતુ વિનેશ ફોગટ ખાલી હાથે, ભારત પાછી ફરી, જે અત્યંત ખેદજનક છે.

વિનેશ ફોગટના જીવનમાં શરૂઆતથી મુશ્કેલીઓ આવતી રહી છે અને તેને પાર કરી તે હંમેશા યોદ્ધાની જેમ આગળ વધી છે. ત્યારે એક મહિલા વાચક તરીકે આપણે તેનો પરિચય મેળવયો રહતો, જે વિનેશ ફોગટને સાચા અર્થમાં સર્પોટ કર્યો ગણાશે.

વિનેશ ફોગટનો જન્મ ૧૯૯૪માં હરિયાણા રાજ્યના બલાલી ગામમાં થયો હતો. વિનેશનું કુટુંબએ સમયમાં આગવા વિચારો ધરાવતું, આધુનીક કુટુંબ હતું. તેના કુટુંબમાં જન્મના સમયથી જ કુસ્તીનું વાતાવરણ હતું. કાકા મહાવીર સીંગ ફોગટ, ભારતના જાણીતા કુસ્તીબાજ હતા. જેમણે કુસ્તી માટે ધ્યાનચંદ એવોર્ડ મળ્યો હતો. કાકાની દીકરીઓ ગીતાફોગટ, બબીતા અને રીકું ત્રણે મહિલા કુસ્તીબાજ તરીકેની કારકીર્દિ ધરાવતા હતા. આથી સમજણી થતા વિનેશે પણ કુસ્તીને કારકીર્દિ તરીકે લેવાનું ધ્યેય બનાવ્યું.

નવ વર્ષની ઉમરે, વિનેશ અને તેના ભાઇની કુસ્તીની ટ્રેનીંગ શરૂ થઈ. હજુ પાશેરામાં પહેલી પૂણી, મૂકાઈ હતી અને નાની ઉંમરમાં વિનેશનાં જીવનમાં મુશ્કેલીનો પહેલો અવરોધ આવ્યો.

વિનેશના પિતાનું ગ્રામ્ય તકરારના વેરને કારણે, ખૂન થયું. આ અચાનક ઘરના મોભીતા દેહાંતથી, વિનેશનું કુટુંબ હચમચી ગયું. વિનેશના ભાઈને કુસ્તી છોડવી પડી. પરંતુ વિનેશે મન મક્કમ કરી, કુસ્તીની ટ્રેનીંગ લેવાનું ચાલુ રાખ્યું. અને કાકા મહાવીરચંદે વિનેશને પોતાના તાલીમના પાંખ્યામાં લીધી.

વિનેશ જણાવે છે કે : શરૂઆતથી અમારી ટ્રેનીંગ ખૂબ જ કડક અને શિસ્ત પાલનવાળી હતી. મારા કાકા, કુસ્તીના મેદાન પર કાઠા ના રહેતા, ટ્રેની જ બની જતા, ફક્ત કડક ટ્રેનીંગ પર ફોક્સ રહેતું. સૌ પ્રથમ મારા વાળ કપાવી, એકમદ ટૂંકા છોકરા જેવા કરાવી નાખવામાં આવ્યા. ટ્રેનીંગ દરમ્યાન મોજશોખને સંપૂર્ણ તીલાંજલી આપવાની સૂચના મળી. ફક્ત ભણવાનું અને કુસ્તીની તાલીમ , આનંદ માટે ક્યારેક પુસ્તક વંચાય.

તાલીમનો સમય સવારે શાળાના સમય પહેલાને સાંજે શાળા છૂટયા પછી અડધો કલાક પછી રહેતો.

નાનપણથી કુસ્તીની ટ્રેનીંગ શરૂ થઈ. તેમાં સવારે સાડા ત્રણ વાગે સવારે ઉઠવું પડતું. કલાકો સુધી દોડથી માંડી પ્રેકટીસ કરવી પડતી. જો ભૂલ થાય તો ટ્રેની 

મહાવીર સીંઘનો માર પણ પડતો. એ ઘણીવાર એટલી થાકી જતી કે, કલાસરૂમમાં સૂઈ જતી. આથી શાળા શિક્ષકની વઢ ખાવી પડતી. કે.સી.એમ. હાયસેકન્ડરી શાળામાં પણ વિનેશ ફોગટ કુસ્તીમાં ભાગ લેતી. ૫ થી ૭ વર્ષની કડક ટ્રેનીંગ પછી વિશ્વ કથાએ કોમનવેલ્થમાં ૨૦૧૪ પ્રથમ વખત કુસ્તીની હરિફાઈમાં ઉતરી અને તેણે આંતરરાષ્ટ્રીય પ્રથમ કુસ્તીમાં મેડલ મેળવ્યો. પછી તો તેની કુસ્તીયાત્રાની શરૂઆતમાં થઈ ગઈ.

વિનેશ ફોગટ જાહેર મહિલા કુસ્તીબાજ બની ચૂકી, પરંતુ હવે તેના જીવનમાં, કુસ્તીબાજ તરીકે મુશ્કેલીનો બીજો અવરોધ આવ્યો. તેના ગામના લોકો ખૂબ જૂનવાણી વિચારના હતા. કુસ્તીનું ક્ષેત્ર તો ફક્ત પુરુષોનં  ક્ષેત્ર છે. તેમાં મહિલા ભાગ ન લઈ શકે. તો મે મહિલા કુસ્તીબાજ બને તો તે વંઠી જાય, આવી માન્યતા ધરાવતા ગામ લોકો ફોગટની કારકીર્દીમાં વિઘ્નોના રોડા નાખવાના પ્રયત્નો કર્યા, પરંતુ ટ્રેની અને કાકા ધ્યાનચંદની મદદ અને પોતાના મક્કમ મનથી વિનેશે તે અવરોધ પણ પાર કર્યો. અને એક સફળ અને ચુનંદી કુસ્તીબાજ તરીકે કારકીર્દી આગળ વધારવા માંડી.

આ પછી રીયો ઓલેમ્પીક મહોત્સવમાં, કવાટર ફાઈનલ સુધી પહોંચી, ભલે મેડલના મળ્યો પરંતુ કુસ્તીબાજીના ક્ષેત્રમાં આગળ વધી. પરંતુ આ પછી ૨૦૧૮માં રાષ્ટ્રીય રમતોત્સવમાં અને એશિયાઈ કુસ્તીઓની હરિફાઈમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. આ પછી નૂરસુલતાનમાં વિશ્વચેમ્પીયન મેડલ પ્રાપ્ત કર્યો અને એશિયાઈ કુસ્તીમાં તાંબાનો મેડલ પ્રાપ્ત કર્યો.

આમ પૂર ઝડપે વિનેશ ફોગટની કુસ્તીની કારકીર્દી આગળ વધી રહી હતી.

આ દરમ્યાન વિનેશે તેની અનુસ્નાતકની ડિ.ગ્રી સુધીનું ભણવાનું પૂરું કર્યું. ભણવામાં પણ તે કુસ્તી જેટલી જ કુશળ હતી. વિનેશનું માનવું છે કે, શિક્ષણ તમને તમારા જીવનનું સાચું હકારાત્મકને નકારાત્મક ફોક્સ આપે છે.

કારકીર્દી હવે ઓલેમ્પીકનાં લેવલ સુધી પહોંચી હતી. રીયો ઓલેમ્પીકમાં વિનેશ ફોગટ સેમીફાયનલ સુધી પહોંચી પરંતુ અહીં વિનેશને શારીરિક મુશ્કેલી આવી. વિનેશના પગમાં પ્રેકટીસ કરતાં સખત મચકોડ આવી. આથી વિનેશ ને તે ઓલમ્પીકની કુસ્તીની હરિફાઈમાંથી નીકળી જવું પડયું. પરંતુ બીજી વારની ઓલેમ્પીકમાં વિનેશ મેડલ જીતી. રાષ્ટ્રીય કક્ષાએ રમતમાં સુવર્ણચં ટૂક જીતનાર વિનેશ પ્રથમ મહિલા કુસ્તીબાજ છે.

વિનેશને અર્જુનએવોર્ડ, યજ્ઞા શ્રી ધ્યાનચંદ ખેલરત્ન વગેરે ભારતદેશ તરફથી એવોર્ડ મળેલા છે. અને વિશ્વના રમતગમતનો એવોર્ડ, લોરીએસ માટે નોમીનેટ થયેલી વિનેશફોગટ પ્રથમ કુસ્તી બાજ મહિલા છે.

વિનેશ ફોગટે તેના સાથી, સોમવીર રાઠી કુસ્તીબાજ સાથે લગ્ન કર્યા છે. તેઓએ લગ્નમાં સાતમા ફેરામાં બેટી બચાવો, બેટી પઢાવોને વિકસીત કરાવો ની પ્રતિજ્ઞાા લીધી હતી.

વિનેશ ફોગટ તેની કુસ્તીની સફળતા માટે, સોલ, બોડી અને માઈન્ડ માટેની જરૂરી વાતો કરતા એક ઇન્ટરવ્યુમાં કહે છે કે : કોઈપણ કુસ્તીબાજ માટે યોગ ખૂબ જરૂરી છે. જે કુસ્તીબાજનું ફોક્સ ને ધ્યાન કેન્દ્રીત કરે છે. તે દરરોજ સવારના અને સાંજના ૨૦ મિનિટ યોગા કરે છે. કસરતની હરિફાઈમાં ઉતરતા પહેલા ૫ મિનિટ પ્રાર્થનાને યોગા કરે છે.

વજન જાળવી અને બોડી મેનટેન કરવા તે રોજ જીમમાં જાય છે. શરીરના જુદા જુદા અવયવોની જુદી જુદી કસરત કરે છે અને જુદા જુદા વજનો ઉંચકા તેની કસરત કરે છે, ઉપરાંત કોચ સાથે કુસ્તીની પ્રેકટીસ કરે છે. તે સવારે ત્રણ કલાક ને સાંજે ત્રણ કલાક કુસ્તીની પ્રેકટીસ કરે છે. ખોરાકમાં પ્રોટીન અને સાદો ખોરાક જ લેવો પડે છે. જે સાત્તીવક સાથે પૌષ્ટીક હોય. ફરસાણ, ગળ્યું ખૂબ ભાવતું હોવા છતાં ખાવાની સખ્ત મનાઈ છે. ખૂબ મન થાય તો વિનેશ થોડું ચાખી લે છે.

સમયના અભાવને કારણે સારા પુસ્તકોનું વાંચન, સંગીત અને સફળ કુસ્તીબાજોની સ્પીચ તેનાં મનોરંજનના સાધનો છે.

વિનેશ ફોગટ સ્વભાવે ક્રાંતિકારી છે. આમ જીવન અને નિયતીના ખેલમાં ઉતાર-ચડાવ ચડતી, ઉતરતી વિનેશ ફોગટ ભારતીય મહિલાઓનું ગૌરવ છે.


Google NewsGoogle News