Get The App

ભારતીય ગ્રામનારીનું ફોટોગ્રાફિક ચિત્રણ .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
ભારતીય ગ્રામનારીનું ફોટોગ્રાફિક ચિત્રણ                   . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

કે ટલીક મહિલાઓ અને યુવતીઓના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવે છે. તેઓ તેમાંથી બહાર નીકળે જ છે. પણ સાથે બીજી મહિલા અને યુવતીઓને મદદરૂપ થાય છે.

મહિલા ફોટોગ્રાફર દીપ્તી અસ્થાના વર્તમાન જીવનમાં આવું જ કાર્ય કરી રહી છે. તેનું જીવન એક જબરજસ્ત સંઘર્ષ કથા રહી ચૂક્યું છે. પરંતુ પોતે તો બહાર નીકળી જ છે. પરંતુ ફોટોગ્રાફી દ્વારા ગ્રામીણ બહેનોની સમસ્યાઓ રાષ્ટ્રીયકક્ષાએ લાવી તેમની મુશ્કેલીઓમાં મદદરૂપ થવા અને માર્ગદર્શિકા તરીકે કામગીરી કરી રહી છે.

દીપ્તી અસ્થાનાની ડોક્યુમેન્ટ સ્ટોરીનું ટાઈટલ છે, 'વુમન ઈન ઈન્ડીયા'

દીપ્તી અસ્થાનાનો જન્મ ઉ.પ્રદેશના એક નાના ગામમાં સામાન્ય પરિવારમાં થયો હતો. તેનું બાળપણ અત્યંત મુશ્કેલીભર્યું હતું. કોઈ સગવડ નહિ, બે ટંક માંડ પેટ પૂરતું કુટુંબ ખાતુ, ઘર સાવ જર્જરીત હતું આથી સતત કંઇ થશે અથવા કોઈ હુમલો કરશે તેવો ભય રહ્યા કરતો. આવા ભયગ્રસ્ત અને અગવડભર્યા બાળપણમાં દીપ્તીના ૪ વર્ષે પિતા ગુજરી ગયા. માતા પર દીપ્તી અને તેના બે ભાઈઓની જવાબદારી આવી પડી. માતા મહેનત કરી બાળકોને ઉછેરવા માંડયા, પરંતુ આ પરિસ્થિતિમાં સગવડ અને આરામ તો દીપ્તીને કુટુંબીજનો માટે જોજનો દૂર હતા, ત્યાં ફોટોગ્રાફીનો તો પ્રશ્ન જ ક્યાં આવે.

દીપ્તીની મા બાળકોને સારું શિક્ષણ આપવા માગતી હતી અને હવે સમજણી દીપ્તી અને તેના ભાઈઓને પણ ખ્યાલ આવ્યો હતો કે આ ગરીબી અને જીલ્લતભરી જિંદગીમાંથી બહાર નીકળવા માટે ઉચ્ચ શિક્ષણ એ પાસપોર્ટ છે. અને આ વિચારોને ફળીભૂત કરી દીપ્તીે ઉ.પ્રદેશની એન્જિનિયરિંગ કોલેજમાં શિક્ષણ લીધું.

અહીં શોખ તરીકે દીપ્તી અસ્થાનાએ ફોટોગ્રાફીની શરૂઆત કરી, પરંતુ તે બહુ સાદી અને નીમ્નકક્ષાની ફોટોગ્રાફીની ઓળખ હતી.

એન્જિનિયરીંગ થઇ દીપ્તીને પ્રોજેક્ટના કામથી લંડન જવાનું થયું. ત્યાં તેને બરાબર કેમેરા સામે ફોટોગ્રાફી ની ઓળખ મળી અને શરૂ થઇ.

ફોટોગ્રાફીની યાત્રા.

દીપ્તી અસ્થાના ભારત આવી, ફોટોગ્રાફીના વ્યવસાયમાં આગળ વધવાનો નિર્ણય લીધો. પરંતુ ફોટો ગ્રાફીમાં અનેક ફાંટાઓ હતા, આથી કયા વિષય પર ફોક્સ કરવું તેમાં દીપ્તી મૂંઝાઈ. દીપ્તીને નાનપણથી ફરવાનો શોખ આથી. તેણીએ ટ્રાવેલીંગ ફોટોગ્રાફીને ટ્રાવેલીંગ બ્લોગ પર ફોક્સ કર્યું. અહીં તહીં ફરતીને ફોટોગ્રાફી કરતી દીપ્તીએ લગ્નજીવનમાં પગરણ માંડયા. સાથે ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફીના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું.

તે સમયમાં પતિ સાથે મુંબઇ રહેતી હતી. આ સમયમાં મહારાષ્ટ્રમાં ખેડૂતો નિષ્ફળ પાક, જજમીનદારોના દેવા વગેરેને લીધે વારંવાર આપઘાત કરતા હતા. આ વિષયને લઇને તેની માહિતી તેમજ ખેડૂતોની વિધવાએ અને તેમની મુશ્કેલીઓ પર દીપ્તી અસ્થાનાએ પ્રથમ ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી કરીને સ્ટોરી બનાવી.

પરંતુ હજુ મુશ્કેલીના અજગરનો ભરડો ચાલુ હતો.

દીપ્તીના લગ્ન જીવનમાં છૂટાછેડા થયા અને તેનું કારણ તેની નાનપણની ભયંકર ઘટના હતી.

આ અંગે દીપ્તી જણાવે છે કે મારા બાળપણમાં એક સગા દ્વારા મારું શારિરીક શોષણ થયેલું. એ સમયે હું મારી માને આ કહી ના શકી. પરંતુ સમય જતાં, જ્યારે મારી માને વાત કરી ત્યારે, ઊલ્ટી તે મારા પર ગુસ્સે થઇ અને કુટુંબની આબરૂની ખાતર દીપ્તીને આ ઘટના ભૂલી જવા કહ્યું. પરંતુ મારા માનસ પર આ ઘટનાની એટલી બધી ખરાબ અસરો હતી કે, હું ખૂબ શરમાળ અને સંકોચભરેલા સ્વભાવની બની ગઈ. આથી હું મારા લગ્નજીવનમાં પતિ સાથે શારિરીક તાદતમ્ય કેળવી ના શકી અને આ કારણે મારા છૂટાછેડા થયા.

માંડ દીપ્તી ફોટોગ્રાફીની દુનિયામાં સેટ થઇ રહી હતી ને 

છૂટાછેડા થયા આથી ઘોર નિરાશા તેને ઘેરી વળી. કારકિર્દી અને લગ્ન જીવનના દ્વિભેટે આવી દીપ્તી તેના જીવનમાં ઊભી રહી. શું કરવું ? તે પ્રશ્ન હતો. પરંતુ કહેવાય છે ને કે કુદરત એક બારણું બંધ કરે તો બીજું બારણું જરૂર ખોલે છે. દીપ્તી અસ્થાનાને ડેનમાર્કમાં ડેનીશ સ્કુલ ઓફ મીડીયા અને જર્નાલીઝમમાં ૬ મહીના માટે ભણવાની સ્કોલરશીપ મળી અને અહી રહી દીપ્તી ફોટોગ્રાફી વિષે ઊંડાણમાં ભણી અને પોતાની જાતને સંપૂર્ણ ફોટોગ્રાફીમાં સમર્પણ કરવાનું નક્કી કર્યું.

દીપ્તી અસ્થાનાએ એક ગ્રામીણ કન્યા તરીકે શારિરીક શોષણ ઉપરાંત ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. તેમના જાત અનુભવ પરથી અનુભવી શક્યા છે કે, ભારતીયનારીમાં ઘણો બદલાવ છે. પરંતુ તે શહેરની મહિલાઓ અને યુવતીઓ પૂરતો જ ગ્રામીણ નારીઓ ને હજુ એક આંખે આંસુ ને બીજી આંખે મુશ્કેલીનો ભય સતાવ્યા કરે છે. હજુ ગ્રામીણ નારીઓ પોતાની વાતો જાહેરમાં રજૂ કરી શક્તી નથી કે, પોતાના નિર્ણયો લઇ શક્તી નથી. ફોટોગ્રાફી, ચિત્રો, સાહિત્ય વગેરેમાં તેની સુંદર ચામડી, ઘરેણા, પોશાક વગેરેનું જ ચિત્રણ કરવામાં આવે છે, સાચી મુશ્કેલીઓ અને તેની આંતરિક વેદનાની વાતો રજૂ કરવામાં આવતી નથી.

આથી દીપ્તી અસ્થાનાએ ભારતીય ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓની મુશ્કેલીભરી જિંદગીને તેનીવાતો પર ડોક્યુમેન્ટરી બનાવી તેને જાહેરમાં લાવવાનું નક્કી કર્યું.

અને ભારતીય ગ્રામીણ મહિલાની આંતરિક વાતોની વેદનાાને ફોટોગ્રાફીનું નામ આપ્યું. વુમન ઓફ ઇન્ડીયા.

દીપ્તી અસ્થાનાએ 'એ ટેલ ઓફ ટુ ગર્લ્સ' કરીને હીમાચલ પ્રદેસમાં રહેતી બે છોકરીઓને દ્રષ્ટાંત તરીકે લઇત્યાંની મહિલાને યુવતીઓની વાત કરી છે. તેમને ઘર, ખેતર સંભાળવાના, કુટુંબને ભાઈબહેનોની સંભાળ રાખવાની નાના એક રૂમના ઘરમાં રસોઈ કરવાની દૂરથી પાણી લઇ આવવાનું જેમા માથે બેડાને પાણીનું વજન ના રહે વગેરે. સાથે શાળા અને આ ગૃહકાર્યોનું સમતોલન ન થતાં, તેમને શાળા છોડવી પડે એટલે અલ્પશિક્ષિત રહે. ક્યારેક કોઈ સગા, પડોશી દ્વારા શારિરીક શોષણ પણ થઇ શકે. આ બધા પ્રસંગો ફોટોગ્રાફી દ્વારા દીપ્તી અસ્થાનાએ ડોક્યુમેન્ટરી બનાવી છે.

'એ થાઉસ થ્રોન' એ રાજસ્થાનની એક વિધવા ને ત્યક્તા સ્ત્રીઓની સ્ટોરી છે. જેઓ કામ ન મળતાં બાળકોને પોતાની સ્વબચાવ માટે રણમાં ગાર્ડનું કામ કરે છે અને તેની મુશ્કેલીઓનું ચિત્રણ કર્યું છે. જે રાજસ્થાની ગ્રામ્ય મહિલાઓનું ચિત્રણ છે.

આ ઉપરાંત ગુજરાતના મીઠાના અગરોમાં કામ કરતી નાની છોકરી જે તગારા ઊંચકી શક્તી નથી છતાં, તેને તે કામ કરવું પડે છે.

આ ઉપરાંત દીપ્તી અસ્થાના પર્યાવરણવાદી ફોટોગ્રાફર પણ છે. મહિલાઓના ૧૨૧ જેટલી ગ્રામ્ય ડોક્યુમેન્ટરી દીપ્તી અસ્થાનાએ ઉતારી છે. સ્ત્રી ધારે તો પોતાની નારાયણી શક્તિ દ્વારા શું ન કરી શકે ?


Google NewsGoogle News