Get The App

સોલો ટ્રાવેલર વુમન ઓન વ્હીલચેર .

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
સોલો ટ્રાવેલર વુમન ઓન વ્હીલચેર                               . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ભોમિયા વિના, વ્હીલચેર પર, પરવીન્દર ચાવલાએ લગભગ, આખો ભારત દેશ, યુરોપ, ચીન, તાઈવાન જેવા 10 પરદેશના દેશો 6 ખંડો એકલાએ મુસાફરી કર્યા છે.

પ રવીન્દર ચાવલા, જે સ્ત્રી બે ડગલા, પણ જાતે ચાલી નથી શકતી, આખો સમય વીલચેરમાં જ પસાર કરે છે, તે ભારતમાં નહિ પણ વિદેશના દેશોમાં પણ એકલા ફરે છે અને તે પણ વીલચેર પર. જેને સોલો ટ્રાવેલર કહે છે.

પરવીન્દર ચાવલાની કહાની એક બહાદુર અને મક્કમ મનોબળ સ્ત્રીની કહાની છે. વીલચેર પર તેમણે ૬ ખંડો અને ૧૮ દેશોમાં અને અને આખા ભારતના રાજ્યોમાં એકલા વીલચેર પર, કોઈની મદદ લીધા વગર કે મદદનીશ વગર મુસાફરી કરી છે અને હજુ આખું વિશ્વ ઘુમવાની તેમની પ્રબળ મદેચ્છા અને પેશન છે.

પરવીન્દર નાનપણથી આ રીતે વીલચેરમાં બેસીને ફર્યા નથી. નાનપણ તો તેમનું ખૂબ સરસ હતું. તેઓ આનંદી સ્વભાવના હતા આથી હરવું-ફરવું ને આનંદ કરવો, ભણવું તેમજ બેડમીનટન, હોકી, તરવું વગેરેનો જબરજસ્ત શોખ હતો અને એ શોખ પૂરો કરતા કરતા મોટા થતા હતા. સાથે ટ્રેકીંગ અને ટ્રાવેલીંગ (પ્રવાસ) નો ૫ણ ખૂબ શોખ હતો.

શાળાની તેજસ્વીની પરવીન્દર લગભગ શાળા ભણવાનું પૂરું કરવા આવી અને તેના હાથ-પગમાં દર્દ થવા લાગ્યું. પરવીનદરને રૂમેટો આથરાઈટીસનો રોગ થયો અને તે ધીમે ધીમે વધવા લાગ્યો અને કોલેજ પૂરી થતા એટલે કે ૨૦ વર્ષ સુધીમાં પરવીનદરના આખા શરીરમાં રૂમેટો આથરાઈટીસ વ્યાપી ગયો. ચાલવાની તકલીફ વધી ગઈ, બે ડગલા પણ માંડ ચાલી શકે એવી પરિસ્થિતી આવી. આથી તેણીને વીલચેરનો સહારો લેવો પડયો. પરવીનદરના કોઈ અંગો હલતા નહિ. આમ શારીરિક પરિસ્થિતિએ તેને નીરાશાના ગર્તમાં ધકેલી દીધી.

પરવીનદર કોઈ અંગો હલાવી શકતી ન હી. આ તેનો ખાસ્સો નીરાશાનો ટાઈમ હતો. પરવીનદરના જ શબ્દોમાં જોઈએ તો : ''હું દિવસોના દિવસો સુધી વીલચેરમાં બેસી રહી. આંખમાંથી આંસુ પણ અનરાધાર ચાલ્યા જતા હતા. પણ પછી મેં મક્કમ મનોબળ કરી નક્કી કર્યું કે, આંખના આંસુઓને ગમની પેટીમાં મૂકી દેવા, અને ખુશીનો ખજાનો ખોલવો. મુસાફરી મારો શોખ હતો, તેને પેશન બનાવી જીવવું મારી નબળી શારીરિક પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈ, મારી પોતાની શરતો પ્રમાણે મારું જીવન જીવવું.''

અને પરવીનદરે આ મનના મજબૂત નિર્ણયને સાબિત કરી બતાવ્યો અને કરી  રહી છે અને વધુ કરશે.

પરવીનદરને વીલચેરમાં આવ્યા પછી અને પ્રવાસને જીવનની પેશન અને ધ્યેય બનાવ્યા પછી, તેના મિત્રોએ જમ્મુ-કાશ્મીર પ્રવાસ માટે નિમંત્રણ આપ્યું. પરવીનદરે હોંસે હોંસે સ્વીકાર્યું, અને તેણીએ એક મદદનીશ છોકરી લીધી.  અને આખું જમ્મુ-કાશ્મીર ફર્યા, પંરતુ પરવીનદરને આ પ્રવાસથી એટલો આત્મ વિશ્વાસ આવી ગયો કે તેણે મદદનીશ ન લેવાનું નક્કી કર્યું. પરવીનદરની વીલચેર ઓટોમેટીક છે. એટલે ગમે તેટલી મુસાફરી કરી શકે અને તેને જરૂરિયાત પ્રમાણે ચલાવી શકાય.

બીજું કારણ એકલા મુસાફરી કરાવાનું એ બન્યું કે, કુટુંબીજનો અને મિત્રોનો સપોર્ટ તો હતો, પણ આજની આધુનીક વ્યસ્ત જીવનમાં બધાને ધારે ત્યારે સમય મળતો ન હતો. ઉપરાંત ઉપરાછાપરી પ્રવાસ આર્થિક રીતે પણ પોસાતો ન હતો. આથી પરવીનદરે એકલા જ પ્રવાસ કરવાનું નક્કી કર્યું. આમ તેણી સોલો ટ્રાવેલર બની. આ નિર્ણય પછી તેણી પંજાબ, કેરાલા લગભગ આખું ભારત ફરી અને પછી બીજા દેશોમાં પ્રવાસ શરૂ કર્યો.

પુરોપ આખામાં વીલ ચેર પર બેકપેક લઈને ૧ લગભગ યુરોપમાં કોઈ આગવું આયોજન ન હતું. અરે, બુકીંગ હોટલ કે બસ વગેરેનું જગ્યા પર જઈને કરાવતી. આ પછી, ચીન, તાઈવાનમાં પરવીનદર ફરી. તાઈવાનમાં પેરા ગ્લાઈડીંગ પણ કર્યું. ઈકવા ડોરમાં પણ ગયા અને ત્યાં ઝીપ-લાઈનીંગ કર્યું. બાલી, મલેશિયા બીજા ઘણા દેશોમાં પરવીનદર 'સોલો' (એકલા) પ્રવાસી તરીકે ફરી.

 પરવીનદરને ઘરમાં અને પ્રવાસમાં ઘણી તકલીફો પડે છે તે માટે ઘરમાં તેમણે સૂવા માટે પલંગ ઉંચો રાખ્યો છે. ટોયલેટ સીટ પણ તે પ્રમાણે રાખી છે.

પરંતુ મુસાફરીમાંની તકલીફો વર્ણવતા તેઓ કહે છે : વિમાન મુસાફરીમાં ઘણી તકલીફ પડે છે. બોર્ડીંગમાં વીલચેર લઈ જવા માટે મુશ્કેલી હોય છે, ઘણીવાર ટો થઈ જાય ત્યારે પાછી મેળવતા ઘણી તકલીફ પડે છે. પરંતુ અંતે બધુ સારું થઈ જાય છે.

ટ્રેનમાં હું બે પગથિયા ચડી શકું, ઊંધી બેસીને પરંતુ વીલચેર ચડાવવા માટે ભારતમાં રેલ્વેકુલીને કહેવું પડે છે ચીન, તાઈવાન, મલેશિયા જેવા હાઈટેક દેશોમાં સ્ટેશન પર કુલી હોતા નથી. ટ્રેનો ઓટોમેટીક હોય છે એટલે ડબ્બાના ડોર પણ જલ્દી બંધ થઈ જાય છે. વીલચેર માટે ઢોળાવ હોય પણ ચડવામાં સાથે વીલચેર લેવામાં ઝડપ રાખવી પડે છે, એટલે ઘણીવર મુશ્કેલ કામ બની જાય છે. આ છતાં મારું મક્કમ મનોબળ મને મદદ કરી જાય છે અને હું મુસાફરી એકલી કરી શકું છું.

આટલા બધા પ્રવાસના ખર્ચ માટે, જ્યારે પરવીનદર ભારતમાં હોય ત્યારે, કોલસેન્ટરમાં, બેબીસીટીંગની નોકરી, ફાસ્ટફુડના કાઉનટર પર, કેટરીંગનો બીઝનેસ વગેરે કરીને પ્રવાસનો ખર્ચને પ્હોંચી વળે છે.

હસતા હસતા પરવીનદર કહે છે : આજકા કમાના ઓર આજકા ખાના, કલકી ચિંતા કીસકો દૈ, વો ઉપરવાલા કરતા હૈ, બીજા દેશમાં ભાષાની તકલીફ પડે છે ત્યારે, તેણી ઈશારાથી સમજાવી વાત કરે છે.

પરવીનદરનું કહેવું છે, પ્રવાસની પેશન રાખવાથી જીવનમાં તેમનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે, મનોબળ પણ વધુ મક્કમ બન્યું છે કારણ કે પ્રવાસમાં એકલા મુશ્કેલીઓ પણ ઘણી આવે છે પણ બીજા દેશની સંસ્કૃતિ, લોકો સાથે ભળવાથી ઘણું જાણવાનું મળે છે.

પરવીનદરનું સ્ત્રીઓને કહેવાનું છે કે : કોઈપણ મુશ્કેલીમં અંદરના ભયથી મુક્ત થઈ જાવ. એકવાર ઉપર તો જવાનું છે તો જિંદગી જીવો, યે જિંદગી ફિર ન મીલેગી દો બાર.


Google NewsGoogle News