ફૂલોની રાણી .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- સંધ્યા યાદવ આજના માતા-પિતાને એટલું જ કહે છે : તમારા સંતાનોને તેમની પાંખો વડે, તેમના આકાશમાં ઊડવા દો. તમારા વિચારોના પીંજરામાં તેમને કેદ ન કરો
આ જના સાંપ્રત સમયમાં પણ ભારતીય સમાજમાં, માતા-પિતાની એ માન્યતા મોટાભાગે રહેલી છે કે, જો તેમના સંતાનો ડોક્ટર એનજીનીયર કે આઈ.ટી.માં કારકીર્દી બનાવે તો જ તે સફળ કારકીર્દિ ગણાય. બાકીના ક્ષેત્રોની કારકીર્દી માટે મોટાભાગના માતા-પિતાઓ, થોડો ક્ષુલ્ક અભિપ્રાય ધરાવે છે.
દિલ્હીની સંધ્યા યાદવે જ્યારે તેના પિતાને ખૂબ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે તેણી ફલોરીસ્ટ બનવા માગે છે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, ત્યારે તેના પિતાએ સંધ્યાને ઉત્સાહપૂર્વક પ્રેરણા આપવાને બદલે સામો કટાક્ષ યુક્ત સવાલ કર્યો, 'તું ક્યા રસ્તા પર, કેટલી પાણીની અને ફૂલોની ડોલો લઈને બેસવા માગે છે.'
પિતાજીના આ જવાબને કારણે, સંધ્યા ક્ષણિક ઝંખવાણી પડી ગઈ અને મુરઝાઈ ગઈ. પરંતુ તેણીએ તેના ફૂલો સાથે રહીને વ્યવસાય કરવાના સ્વપ્નાને મુરઝાવવા દીધું નહિ.
સંધ્યાના નાના હોટરીકલચરના ડાયરેક્ટર હતા. આથી સંધ્યાએ તેમનો સથવારો લીધો. નાની સંધ્યા નાનાના બગીચામાં કલાકો સુધી ઉભી રહેતી અને ત્યાં ખીલેલા ગુલાબોને જોયા કરતી. અહીં લગભગ ૧૫૦ જાતના વિવિધ વેરાઈટીના ગુલાબો હતા. સંધ્યા શાળાએથી આવીને, શાળામાં જતા પહેલાનો સમય લગભગ બાગમાં જ વીતાવતી. બાગીચો જાણે તેનું અસલી ઘર હતું. અહીં તે બીજની જાળવણી, ઉપરાંત ફૂલોની લાંબા સમય સુધીની જાળવણી તેમજ વિવિધ ફૂલો વિષે માહિતી તેના નાના પાસેથી શીખતી રહી. સાથે સાથે ઇન્ટરનેટ પરથી ફૂલો માટેના જુદા નાના કોર્સો પણ કરતી રહી. આમ સંધ્યા ફૂલો વિષેના ક્ષેત્રમાં ઘણી જાણકારી મેળવી ચૂકી હતી.
આમ શૈક્ષણિક શાળાકીય કારકીર્દીમાં અને સાથે સાથે ફૂલો એટલે હોટરીકલ્ચર ક્ષેત્રમાં સંધ્યા યાદવ પોતાની જાણકારી મેળવતી જતી હતી અને ફલોરીસ્ટ અને તે ક્ષેત્રમાં આગળ વધવાના સપનાને સાથે સાથે ઉછેરતી જતી હતી.
સંધ્યાનું શાળાકીય શિક્ષણ પૂરું થયું. આ પછી તેની આંતરિક ઇચ્છા આગળ ભણવાની હતી નહિ, પરંતુ ફલોરીસ્ટ તરીકે દુકાન કરી, તેમાં આગળ વધવાની હતી.
પરંતુ એ જ પિતાએ તેના સપના પર બ્રેક લગાવી. આગળ બી.એસ.સી, ઇલેક્ટ્રોનીક વિષય સાથે કરવાનું દબાણ કર્યું. માતા-પિતાનું સ્વપ્ન હતું, સંધ્યા ઇલેક્ટ્રોનીક વિષય સાથે, બીએસસી થઈ કોર્પોરેટ જોબ કરે. આથી સંધ્યાએ બીએસસી ઇલેક્ટ્રોનીક્સમાં એડમીશન લીધું અને ભણવાનું શરૂ કર્યું.
એના શાળાકીય શિક્ષણ દરમ્યાન ફૂલો સાથે રહીને તેણી જાપાનીઝ મહિલા પાસે 'ઇકાબાના' જાપાનીઝ ફલાવર એરેજમેન્ટ વિષે પણ શીખી ગઈ હતી.
સંધ્યા ફૂલો સાથે રહીને ખીલવાનું અને સાથે મસ્તીમાં રહેવાનું શીખી ગઈ હતી. આથી તેણે બીએસી કોલેજનું ભણતા ભણતા, પાર્ટટાઈમ બેંગ્લોરની જાણીતી ફલોરીસ્ટની દુકાનમાં નોકરી લીધી. અને એ કમાણીમાંથી ફલાવર એરેજમેન્ટના કલાસ શરૂ કર્યા.
સંધ્યાને ફૂલો વિષે ઘણી બધી જાણકારી મળી ચૂકી હતી. પરંતુ ફૂલો અંગેનો વ્યાપાર કઈ રીતે થાય છે, ગ્રાહકોની શું માગણી હોય છે અને તેની સાથે કેવી રીતે વર્તવૂ, ફૂલોના બુકે વગેરેની ડીઝાઈન કેવી રીતે બનાવવી વગેરે શીખવા સંધ્યાએ આ નોકરી કરવા માંડી.
સમય પસાર થતો ગયો, તે સારા માર્કસ અને ઇલેક્ટ્રોનીક વિષય સાથે બીએસસી થઈ, માતા-પિતાની ઇચ્છાઓ હજુ પૂરી નતી થઈ, આથી તેમની ઇચ્છાઓના શણગાર માટે તેણે કોર્પોરેટ જોબ શરૂ કરી.
પરંતુ ૨૦૦૫માં, તે પોતાના ફલોરીસ્ટ બનવાના સ્વપ્નાને રોકી ના શકી અને માતા-પિતાની જાણકારી વગર તુલીપ ફલોરી નામની ફૂલોની દુકાન શરૂ કરી. આમ શરૂ થઈ ખરેખર સંધ્યા યાદવની ફલોરીસ્ટ તરીકેની યાત્રા.
હવે સંધ્યા પાસે ફૂલો હતા ને પોતાનું ફલોરીસ્ટ તરીકેનું સ્વપ્ન હતું. ખીલવું... ખીલવું.. ને ખીલવું...ને કુદરતનું સૌદર્ય જુદી જુદી રીતે માનવમહેરામણને આપવું તે બન્નેનું કામ હતું.
સંધ્યા હોટેલ માટેના ફલાવર એરેજમેન્ટ મંદિરોના પ્રસંગો માટેના ફલાવર ડેકોરશન વગેરે ઓર્ડર લેવા માંડી. સ્કુટર પર ફૂલોના થેલાઓ ભરાવી પ્રસંગના સ્થળે પહોંચી જતી. પાસે ફક્ત એક જ મદદ કરનાર છોકરી હતી. બન્ને મળી સુંદર ફૂલોની સજાવટ જરૂરિયાત પ્રમાણે કરતા. આમ સંધ્યા અને ફૂલો બન્ને સાથે ખીલતાં જતા હતા. ત્યાં પાછી, સંધ્યાના 'તુલીપફલોરી'ને બ્રેક વાગી.
કોવીડને કારણે સંધ્યાનો ફલોરીસ્ટ તરીકેનો ધંધો સંપૂર્ણ બંધ થઈ ગયો. તેની પાસે કોઈ પ્રોજેક્ટસ જ ન હતા. સંધ્યાએ પોતાની ફૂલોના ક્ષેત્રમાં દિશા બદલવાનું નક્કી કર્યું. તેણીએ કનટેનર ગાર્ડનીંગ, કીચનગાર્ડનીંગ ટેરેસ ઓર બાલકની ગાર્ડનીંગ, ગાર્ડન ડીઝાઇનીંગ, આરટીફીશીયલ ફલોરલ ડીઝાઈન વેગેરેના કલાસીસ ઓન લાઈન શરૂ કર્યા અને આ ફૂલોની સજાવટની જાણકારી સંપૂર્ણ પણે આત્મસત કરી અને જ્યારે કોરોનાની તકલીફ ઓછી થઈ અને બધો જીવનવ્યવહાર નોર્મલ
થયો ત્યારે ફરી સંધ્યાએ 'તુલીપફબોરી' તરફથી 'કલોઝ ટુ નેચર' કરીને પ્રોજેક્ટ ચાલુ કર્યો તેમાં દરેક જાતના ગાર્ડીનીંગની સરવીસ આપવામાં આવી.
બે જણથી શરૂ કરેલી 'તુલીપફેરી'ની ફલોરીસ્ટની શોપમાં આજે ૬૦ જણથી વધારે લોકો કામ કરે છે. સંધ્યાયાદવની ફલોરીસ્ટ તરીકેની નીપૂણતા દેશવ્યાપી થઈ ચૂકી છે આથી, તેણીને આ બધી ફલાવર એરેજમેન્ટસ અને ગાર્ડનીંગ ડીઝાઈન ઉપરાંત જુદા જુદા રાજ્યો જેવા કે કર્ણાટકા, મહારાષ્ટ્ર, વગેરેમાં ફલાવર શો માટે બોલાવવામાં આવે છે.
કર્ણાટકમાં આ વખતના દશેરાનો દરબારદોલતો દાખલો લઈએ તો સંધ્યા યાદવ પહેલી મહિલા હતી, જેણે 'ગોલ્ડન થ્રોન' 'સુવર્ણસિંહાસન' બનાવ્યું ફૂલો અને પાંદડાઓ અને અન્ય ડેકોરેશન વડે. સંધ્યાએ એકલાખ જુદા જુદા રંગો જેવા કે ગુલાબી, પીળો, નારંગી, લાલ, સફેદ વગેરે રંગોના ગુલાબોનો ઉપયોગ કર્યો. આર્ટીફીશયલ મોતીનો કાંટામાં, તેમજ લીલી લખોટાઓનો પાંદડા વગેરેમાં ઉપયોગ કર્યો. જેની ઉંચાઈ ૧૨ ફૂટ હતી, પહોળાઈ ૮ ફૂટ હતી. આ ઉપરાંત કૃષ્ણનાગદમન, કૃષ્ણરાસલીલા, તીરૂપતી બાલાજી, બાર્બીડોલ, સીનરેલા, બ્રહ્મગીરી પર્વતો વહેરે અનેક મોડેલ્સ ફૂલોથી પ્રસંગો પ્રમાણે બનાવ્યા છે.
આજે સંધ્યાની ફલોલરઆર્ટમાં માસ્ટરી છે. બેંગ્લોરમાં બહુ મોટા ઇવેન્ટ એકસેલેટર ઇવેન્ટમાં ૨૫ ઇન્ટરપ્રીનરમાં તે એકલી ફલોરીસ્ટ મહિલા હતી.
સંધ્યા યાદવ ફલોરીસ્ટ તરીકે ભારતમાં અને વિદેશમાં નામના મેળવી ચૂકી છે. નેઘરલેન્ડ, જર્મની ફલોરીસ્ટરી શાળાઓમાં સંધ્યા ભણાવવા જાય છે. સંધ્યા પોતાની હોટરીકલ્ચરની સંસ્થા ખોલવા માગે છે.
બસ આજના આધુનીક માતાપિતાને એટલું જ કહે છે : તમારા સંતાનોને એમના આકાશમાં એમની પાંખે ઉડવા દો. તમારા વિચારોના પીંજરામાં કેદ કરી, તેમને પાલતું ના બનાવો.