Get The App

ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય યુવતી નીલિમા ઘોષ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય યુવતી નીલિમા ઘોષ 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- નીલીમાઘોષે ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં પ્રર્વતેલા અંધકારમાં પ્રકાશ ફેલાવ્યો અને ભારતીય મહિલા રમતવીરો માટે એક મજબૂત ને હિમ્મત ભરેલો માર્ગ કંડાર્યો

આ જથી ૭૨ વર્ષ પહેલા, ૧૯૫૨માં ફીનલેન્ડના હેલેસેનકીમાં, પ્રથમવાર ભારતીય મહિલાએ ઓલિમ્પિકમાં ભાગ લીધો. એ યુવતીનું નામ નીલીમા ઘોષ. માત્ર સત્તરવર્ષની ઉમરે, ૪ ભારતીય મહિલાઓનું ઓલેમ્પીક માટે નેતૃત્વ કર્યું અને પ્રથમવાર બધા સંજોગોને પાર કરી, ઓલિમ્પીકમાં ભાગ લીધો અને પ્રથમ ભારતીય યુવતી બની.

નીલીમાઘોષે ભારતીય રમતગમત ક્ષેત્રમાં એક ઇતિહાસ રચ્યો અને દરેક મહિલા વાચકે, તે જાણવો જરૂરી છે. ભારતીય મહિલાઓએ પ્રથમ વખત ઓલિમ્પીકમાં પ્રતિનિધિત્વ કર્યું.

નીલીમા ઘોષનો જન્મ, ૧૯૩૫ માં બંગાળના એક નાના ગામડામાં થયો હતો. નાનપણથી નીલીમાને દોડ પ્રત્યે, અને રમતો પ્રત્યે ખૂબ લગાવ હતો. નાની નીલીમા ખુલ્લા પગે, સખીઓ સાથે દોડની રેસ લગાવતી. તેના ગામડામાં ખુલ્લા ડાંગરના ખેતરો અને આસપાસ ખુલ્લા મેદાનો હતા. તેમાં તે રેસ લગાવતી. ઘણીવાર કોઈ સાથે દોડનાર ના મળે, તો નીલીમા જાતે દોડતી. આમ જાણે પુત્રીના લક્ષણ, રમત માટેનાં પારણામાંથી હતા.

નીલીમા વયસ્ક થતા. તેને શાળામાં મૂકવામાં આવી. નીલીમા શાળામાં પણ રમતગમતમાં ભાગ લેતી. તેને રમતનો પીરીયડ ખૂબ ગમતો. તેમાં જ્યારે દોડની રેસ થાય ત્યારે તે હંમેશા પ્રથમ આવતી. આ દરમ્યાન તેના પી.ટી.ના શિક્ષકે, નીલીમામાં દોડની ક્ષમતા પારખી અને તેને આગળ દોડતી રાષ્ટ્રીય સ્પર્ધા માટે ટ્રેનીંગ આપવાનું નક્કી કર્યું. અને જાણે શરૂ થયું નીલીમાનું ઓલેમ્પીક અવકાશી ઉડાનની શરૂઆત.

નીલીમા ઘોષે પૂરી ટ્રેનીંગ લીધી અને ૧૫ વર્ષની વયથી ઓલેમ્પીક રમતો માટે તૈયારી કરવા માંડી.

ઓલેમ્પીક રમતગમત દર ચાર વર્ષે થાય છે. અને તેમાં બધા જ વિશ્વના દેશો ભાગ લે છે.

૧૯૫૨ સુધી ભારતીય મહિલાઓએ ભાગ લીધો ન હતો. પરંતુ ૧૭ વર્ષની નીલીમા ઘોષે તૈયારી કરી અને ચાર જણની ટીમના નેતૃત્વમાં ફીનલેન્ડમાં રમાયેલી ઓલેમ્પીકમાં ભાગ લીધો.

આ સમયે ભારતીય ટીમમાં ૪૦ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ૪ મહિલાઓ હતી. ૧૯૫૨ની ઓલિમ્પીકમાં નીલીમા ઘોષે ભાગ લીધો.

નીલમા ઘોષની ઉમર એ વખતે ફક્ત ૧૦ વર્ષની હતી. ૧૯૫૨માં રમાયેલી ઓલમપીકની સૌથી નાની વયની રમતવીર હતી. નીલીમાએ ૧૦૦ મી. સ્પ્રીન્ટ (વેગીલીદોડ) અને ૮૦ મી. હરડલની રેસમાં ભાગ લીધો હતો.

૧૯૫૨ની ૨૧મી જુલાઈ સવારનો પડદો ઊંચકાયો અને નીલીમાઘોષે ૧૦૦ મીટરની સ્પ્રીન્ટ દોડમાં ભાગ લીધો. તેનો દોડનો સમય ૧૩.૮ સેકન્ડ્સ રહ્યો. જે બીજા હરીફો કરતાં ઘણો વધારે હતો. આથી, નીલીમા બીજા રાઉન્ડ માટે પસંદગી ના પામી શકી. પરંતુ તેણે ઇતિહાસ રચ્યો અને ઓલિમ્પીક રમતના દ્વાર ભારતીય મહિલાઓ માટે ખોલી આવ્યા.

બે દિવસ પછી નીલીમાએ ૮૦ મીટરની હરડલ રેસમાં ભાગ લીધો. જેમાં તેણે ૧૩.૦૭ સેંકડ લીધી અને બ્રોન્સ મેડલ મેળવનાર યુવતીથી ફક્ત ૨ સેંકડ જ પાછળ રહી ગઈ.

અત્યાર સુધીમાં આવેલા વર્ષોની ઓલિમ્પીક રમતમાં ઘણી ભારતીય મહિલાઓ અને યુવતીઓ ભાગ લઈ ચૂકી છે. જેમાં ૮ યુવતી/ મહિલાઓએ જુદા જુદા મેડલ મેડલ મેળવ્યા છે.

નીલીમાઘોષ ૧૯૫૨ની ઓલિમ્પીક રમતમાં એકપણ મેડલ ના મેળવી શકી પરંતુ ભારતીય યુવતી/મહિલાઓ માટે ઓલિમ્પીકના દ્વાર ખોલી, ભારતીય યુવતી/મહિલાઓને માટે ઓલેમ્પીક રમતગમતની વિશ્વકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરણાસ્ત્રોત બની. નીલીમાઘોષ અને તેની ટીમે ૧૯૫૦ જ્યારે ઓલિમ્પીક રમતમાં ભાગ લેવાનું નક્કી કર્યું, ત્યારે તેમને અનેક મુશ્કેલીઓ પડી. કારણકે એ વખતનો ભારતનો તેમજ વિશ્વના દેશોમાં સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ ખૂબ જ જૂનવાણી હતો.

દરેક ક્ષેત્રોની જેમ ખેલકૂદના ક્ષેત્રમાં પણ પુરુષોનું વર્ચસ્વ હતું. જેમાં દર્શકોનો રમતવીર પ્રત્યે દૃષ્ટિકોણ પણ રૂઢીવાદી અને જૂનવાણી હતો.

સ્ત્રી રમતવીરાંગનાઓ, તેમાં એથલેટસને અને જે ખેલકૂદ સ્પર્ધામાં ભાગ લે તેને સ્ત્રી સમાજના વિરોધી અને સ્ત્રીઓ સામે પડયા છે તેવી માન્યતા પ્રર્વતતી. કૌટુમ્બિક વાતાવરણ પણ ખૂબ જ જૂનવાણી વિચારો અને રૂઢિચુસ્ત વાતાવરણ ધરાવતું. કોઈપણ છોકરી જો ભાગ લે તો, તે કુટુંબનો સમાજ વિરોધ કરતું. અને સમાજની પકડમાં જીવતા નાગરિકો આ હિમ્મત દાખવતા નહિ.

પરંતુ, નીલીમાઘોષે ખૂબ નાની ઉંમરમાં આ હિમ્મત દાખવી, અને તેના કુટુંબીજનોએ પણ તેમાં સાથ આપ્યો.

નીલીમાઘોષની ટીમમાં, મેરીડીસોઝાએ પણ ભાગ લીધો. જે ભારતીય બીજા નંબરની ઓલિમ્પીક રમતમાં ભાગ લેનાર મહિલા બની. તેણે ૧૦૦ મીટર ને ૨૦૦ મીટરની દોડમાં ભાગ લીધો. પરંતુ પણ મરી પણ મેડલ ના મેળવી શકી. પરંતુ તેની ગણત્રી એશીયાની સૌથી ઝડપી દોડનારી મહિલામાં ગણત્રી થાય છે. ૨૦૧૩માં મેરી ડીસોઝાને ધ્યાનચંદ એવોર્ડ મળ્યો.

આ પછી આરતી સીન્હાએ તરણ સ્પર્ધામાં અને ડોલી નાઝીરે ૧૯૫૨ ઓલિમ્પીક સ્પર્ધામાં ભાગ લીધો.

આમ ચાર ભારતીય યુવતી/મહિલાઓએ ભારતની મહિલાઓનું પ્રથમવાર ઓલિમ્પીકમાં પ્રતિનિધિત્વ કર્યું.


Google NewsGoogle News