આપણા ઘડવૈયા, બાંધવ આપણે .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- મારે માટે ટેનીસ શુઝ અને ટેનીસ રેકટની રફટફ વ્યક્તિત્વમાંથી હાઈદીલ અને બ્લશોન માટેનું બ્રશ પકડવું અઘરું હતું પરંતુ અશક્ય ન હતું
કો ઈપણ વ્યક્તિ પોતાના અસ્તિત્વનું ઘડતર જાતે જ કરી શકે છે. ભલે પછી તેના જીવનમાં શારીરિક ક્ષતિ આવે, આર્થિક ક્ષતિ આવે કે સામાજીક ક્ષતિ આવે. પંડની પેટીમાં પારસ છે પડયો, ફૂટેલાં ફૂટે કરંમજી, વાવરી જાણે તે બડભાગિયો, ઝળહળ એનાં રે ભવન.
આ જીવનનું સમીકરણ મુઝફરનગરની એક યુવતી, આધુનીકા વિદીશા બલયાનીએ સચોટ કરી બતાવ્યું. તે 'મીસ ડફ ઈન્ડીયા' અને 'મીસ કફ વર્લ્ડ'નો બ્યુટીપેજન્ટનો ખિતાબ પણ જીતી અને 'ડેફલપીક્સ' (Deaflympics) માં ટેનીસમાં પણ મેડલ્સ મેળવ્યા.
આ બન્ને સ્પર્ધાઓ રાષ્ટ્રીય અને વિશ્વ કક્ષાએ ન સાંભળી શકતી વ્યક્તિઓ માટે હોય છે.
ફીક્સ કરીએ, વિદીશા બલયાનીની પ્રેરણાદાયક જીવનસફર પર.
વિદીશાના જન્મ પછીના થોડા જ સમયમાં તેના માતા-પિતાને ખ્યાલ આવ્યા કે નાની સુંદર વિદીશા સાંભળી નથી શકતી અને તેણીને બોલવામાં પણ તકલીફ પડે છે. જ્યારે ડૉકટરની સલાહ લીધી ત્યારે, ડૉકટરે વિદીશાને બ્હેરામુંગાની શાળામાં ભણવા મૂકવાનું જણાવ્યું. ડૉકટર માતા અને પિતાએ તેનો સખી વિરોધ કર્યો અને મુઝફરનગરની એમ. એન. પબ્લીક શાળામાં મૂકી. ક્લાસમાં જ્યારે શિક્ષક ભણાવે ત્યારે મોઢાની શબ્દોના હાવભાવ પરથી વિદીશાએ પુસ્તકના વિષયોને સમજવા પ્રયત્ન કરતી પરંતુ તે અત્યંત કઠીન કામ હતું. શાળા છૂટયા પછી એ જ વિષયનું ટયુશન શિક્ષક લેતાં અને ઘેર માતા પિતા તેને વિષયો ભણવામાં મદદ કરતા. આટલા પ્રયત્નો છતાં વિદીશાને વિષયોની ખૂબ ઓછી સમજ કેળવાતી.
વિદીશા કહે છે, 'મારે માટે શિક્ષણ હરક્યુલીસ ટાસ્ક હતો. શાળામાં કોઈ મશ્કરી કરતું તો ઘણા વાત કરવાનું ટાળતા. પરંતુ મારા માતા-પિતા ઈચ્છતા હતા કે નાનપણથી જ હું મારી શારીરિક ક્ષતિને સ્વીકારીને, તેને અનુકૂળ થઈ પડકાર ઝીલી જીવનમાં આગળ વધું.'
આ પરિસ્થિતિમાં, વિદીશાનો શૈક્ષણિક સ્કોર ખૂબ ઓછો આવતો. ચકોર અને બુદ્ધિમાન વિદીશાએ નક્કી કર્યું કે શૈક્ષણિક કારકીર્દી બની શકશે નહિ. આથી ૧૨ વર્ષની ઉંમરે રમતગમત ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેણીએ વોલીબોલ, ટેનીસ અને બાસ્કેટ બોલ રમતો રમવા માંડી. જેમાં વિદીશાને ટેનીસ પર વધારે ફાવટ આવી અને વિદીશાએ ટેનીસની રમતમાં કારકીર્દી બનાવવાનું નક્કી કર્યું. જે આગળ જતાં ટેનીસ તેની પેશન રમત તેની પેશન બની ગઈ.
વિદીશાએ ખૂબ મહેનત સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું પછી સ્નાતક સુધીનું ભણી અને અનુસ્નાતક ફીઝીકલ એજ્યુકેશનમાં કર્યું.
સાથે સમાંતર કક્ષાએ વિદીશા ટેનીસને પ્રેકટીસ અને શીખવાનું ચાલુ રાખ્યું. ટેનીસની રમતમાં જેમ જેમ ફાવટ આવતી ગઈ તેમ તેમ ટેનીસની રમત તેની પેશન બનતી અને આખરે તેણીએ તેમાં નીપુણતા કેળવી લીધી.
વિદીશાએ તેની માતાના શબ્દો જાણે આત્મસત કરી લીધા હતા. જો તારે સફળતાની ટોચ પર આ સમાજમાં રહીને પ્હોંચવું હોય તો, તારે તારી જાત જેવી હોય તેવી સ્વીકારી, તેમાંથી રસ્તો કાઢી આગળ વધવું પડશે. આધુનીક સમયમાં ઘેટાના ટોળામાં ચાલવું સહેલું છે, પરંતુ થ્રોટ કટ કોમ્પીટીશનમાં તારી જાતને લોન્ચ કરવી અઘરી છે. તારે જ તારી તાકાત વડે આગળ વધવું પડશે, કોઈ તારો હાથ પકડવા નહિ આવે.
અને વિદીશા પ્રથમ રાજ્ય કક્ષાએ ટેનીસની સ્પર્ધા જીતી, પછી રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ગેમ્સમાં બે મેડલ જીતી અને પછી Deafly mpic,,ની વિશ્વ કક્ષાએ ટેનીસની રમતમાં ભાગ લીધો.
પરંતુ અહીં પાછો એક નસીબનો પડકાર આવ્યો. ટેનીસની પ્રેકટીસ કરતા તેને કમરમાં, મણકા ન્૪, ન્૫ અને જી૧ ગાદીમાં ઈજા થઈ. આમ છતાં તેણે ડબ્બલસમાં સીલ્વર મેડલ જીત્યો અને સીંગલ્સમાં પાંચમા ક્રમાંકે આવી, મુશ્કેલીમાં પણ પોતાની જાતને લોન્ચ કરી.
પરંતુ અહીં તેના જીવનમાં મોટો વળાંક આવ્યો. કમરની ઈજાને કારણે વિદીશાને ૧૧ મહિનાનો પથારીમાં આરામ કરવાનો વારો આવ્યો.
શરૂઆતમાં તે ખૂબ નીરાશ થઈ ગઈ. પરંતુ ઈન્ટરનેટના સૅફીંગમાં તેણીને 'મીસ ડફ ઈન્ડીયા' અને 'મીસ ડફ યુનિર્વસ'ના બ્યુટીપેજન્ટ વિષે માહિતી મળી અને ફરી એકવાર વિદીશા આ સ્પર્ધા માટે તૈયાર થઈ ગઈ.
આ માટે તેણે પ્રથમ મોડલીંગ શરૂ કર્યું. નાનપણથી તેને બોલીવુડના ગીતો પર ડાન્સ કરવાનો, ડાયલોગો બોલવાનો શોખ હતો. આથી તેની એ શક્તિને અનુરૂપ કામ કરી મોડલીંગ કરવા લાગી અને સાથેસાથે બ્યુટી પેજન્ટની પણ તૈયારી કરવા લાગી.
વિદીશા કહે છે કે : ટેનીસ શુઝ અને રેકેટ પરથી હાઈદીલ અને બ્લશોનનું બ્રશ પકડવું અઘરું હતું, પણ અશક્ય ન હતું. અને અઘરા રસ્તે ચાલવું એ તો મારી ફીદરત હતી અને મેં એ અઘરા રસ્તા પર સફળતાની ટોચ પર પ્હોંચવા ચાલવા માંડયું.
બ્યુટીપેજન્ટની ટ્રેનીંગ માટે આર્થિક સદ્ધરતા જરૂરી હતી. વિદીશાએ જુદી જુદી કંપનીઓનો સંપર્ક સાધ્યો. તેમાં 'વીલીંગ હેપીનેસ' સંસ્થા આગળ પોતાનો કેસ રજૂ કર્યો, દલીલો કરી અને આર્થિક મદદ મેળવી. આ સંસ્થાએ વિદીશાનો બ્યુટીપેજન્ટ સ્પર્ધા માટેની ટ્રેનીંગ, મેકઅપ, ટ્રાવેલીંગ, ફીલ્મીંગનો ખર્ચો ઉપાડી લીધો અને વિદીશાએ બધી જ ટ્રેનીંગ લીધી તેમજ પોતાની શારીરિક અપગ્રેડેશન મેળવ્યું.
અને ૨૦૧૯માં પ્રથમ રાષ્ટ્રીય કક્ષાએ 'મીસ ડેફ ઈન્ડીયા' અને પછી 'મીસ વર્લ્ડ ડેફ' બ્યુટી પેજન્ટમાં જીતી કાઉન મેળવ્યો. વિદીશા આ પેજન્ટની તૈયારી કરતા જ્યારે જ્યારે તનાવ અનુભવતી ત્યારે ત્યારે, તે ધ્યાન કરતી અને રોજના દિવસમાં યોગા અને ધ્યાન કરતી.
આજે વિદીશાએ પોતાના જીવનમાં આવતા પડકારોને ઝીલી એ કક્ષાએ પ્હોંચી કે, બીજા શારીરિક ક્ષતિવાળા લોકોને માટે ટેડેક્સ-૩ મોટી વેશનલ સ્પીકર તરીકે ભાષણો આપે છે.
વિદીશા તેના સંદેશામાં હંમેશા કહે છે કે : તમારા જીવનમાં 'નેવર ડાય' એટીટયુડ કેળવો. તમારા જીવનમાં આવતા પડકારોને ઝીલો. તેની સામે હારી ના જાવ. તમારા શારીરિક કે કોઈપણ ક્ષતિને સ્વીકારો તેનાથી હારી ના જાવ. તેને માટે મહેનત કરો, જાતને ઓળખો અને ઈશ્વરે જે જિંદગી આપી છે તેનો સંપુર્ણ ઉપયોગ કરો અને સફળતા મેળવો. વિદીશાને સો સો સલામ !