Get The App

જ્યોતિની જીવનજ્યોતિ .

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
જ્યોતિની જીવનજ્યોતિ                                     . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- જ્યોતિ રેડ્ડીએ પાંચ રૂપિયા ખેતમજૂરીમાંથી 1,65,000 ડોલરને વધુ સીઈઓ તરીકે કમાણી કરી

સા હસ વગર સિધ્ધિ મળતી નથી. આ ગુજરાતી કહેવતને જીવી બતાવી તેલંગણાની જ્યોતિ રેડ્ડીએ ખેતમજૂરમાંથી, સોફ્ટવેર વિકસાવી ૧.૫ અબજની સોફ્ટવેર કંપની સ્થાપી, તેની સિઈઓ બની.

ભારતના નાના ગામથી અમેરિકા સુધીની જ્યોતિ રેડ્ડીની સફળતાની સફરે, નારાયણી શક્તિનો જબરજસ્ત દાખલો ભારતીય સમાજમાં ઊભો કર્યો છે.

જ્યોતિનો જન્મ તેલંગણાના નાના ગામમાં થયો હતો. જ્યોતિ ચોથા નંબરની દીકરી પછી એક નાનો ભાઈ મોટા કુટુંબનું ભરણપોષણ આર્થિક તંગીને કારણે નહીં કરી શકવાથી જ્યોતિ અને તેના ભાઈને નાનપણમાં અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવ્યા.

જ્યોતિ રેડ્ડીએ કપરા દિવસોને યાદ કરતાં કહે છે કે : એક તો કુટુંબથી દૂર, એટલે ઘરની ને કુટુંબીજનોની યાદ આવે. અનાથ આશ્રમનાં બાથરૂમના નળો તૂટી ગયેલા, એટલે સવારે ન્હાવાનું પાણી દૂરથી એક ડોલ ચાલીને લઇ આવવું પડે. કાચો રાંધેલો, ખોરાક જમવામાં મળે.આ ઉપરાંત મારે મા નથી એવું કારણ દર્શાવવું પડતું રહેવા માટે ત્યારે અત્યંત દુ:ખ થતું.

આટલી હાડમારીઓ વચ્ચે જ્યોતિએ ૧૦મા ધોરણ સુધીનુ શિક્ષણ લીધું. આ સાથે જ્યોતિએ નક્કી કર્યું કે હું અનુસ્નાતક સુધી અને આગળ પીએચડી કરી ડૉક્ટરની પદવી મેળવીશ, પણ ૧૬ વર્ષની ઉંમરે મોટી ઉંમરના વ્યક્તિ જોડે પરણાવી દેવામાં આવી ત્યાં પણ એ જ ગરીબી સાથે અત્યંત જૂનવાણી વાતાવરણ ૧૭મે વર્ષે જ્યોતિને એક દીકરી અને ૧૮મે વર્ષે બીજી દીકરી. પતિની ગાળાગાળીને શાબ્દીક હિંસા કારણ કે તે દીકરો ના આપી શકી. જ્યોતિને ઘરની બહાર નીકળવાની. બીજા જોડે વાતો કરવાની મનાઇ હતી. દીકરીઓ મોટા, પણ ફીના પૈસા ક્યાંથી લાવવા? એટલે પતિએ તો દીકરીઓને શાળાએ મૂકવા અનીચ્છા દર્શાવી પરંતુ જ્યોતિએ ખેતમજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને બે દીકરીઓને સરકારી શાળામાં ભણવા મૂકી. જ્યોતિને સવારના પાંચ વાગ્યાથી ઘરનું કામ કરી ખેતરે જવું પડતું, આટલી બધી મુશ્કેલીઓમાં જ્યોતિ હસતા હસતા દીકરીઓ માટે ઘરનું ને ખેતરનું કામ કરતી પરંતુ વર હવે દારૂ પીને મારઝૂડ કરતો. આર્થિક સ્થિતિ સાવ નબળી હતી. બે ટંકના રોટલાથી માંડી, ઘર અને બે છોકરીઓનું ભણતર ને ઉછેર બધો ભાર એકલે હાથે વડેરવાનો હતો. પણ હિંમત હારે તો જ્યોતિ શેની ?

તેના ગામના વોકેશનલ વર્ક સેન્ટરમાં, ટ્રેનીંગ લેવાનું કામ શરૂ કર્યું. જ્યોતિ ખૂબ હોશિયાર હતી. આથી તેણીએ ત્યાં, સીલાઈ અને ડ્રાફ્ટ વર્કની ટ્રેનીંગ લીધી અને તેને ત્યાં જ નોકરી નજીવા પગારે મળી. સાથે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું. સખત મહેનત અને પરિશ્રમ કરી તેણે અંગ્રેજી વિષય સાથે બીએ પાસ કર્યું. આ સ્નાતકની ડીગ્રી આવતા જ્યોતિને એક સરકારી શાળામાં સહાયક શિક્ષિકાની નોકરી મળી. તેણીએ એમ.એ. અંગ્રેજી વિષય સાથે ભણવાનું શરૂ કર્યું અને એમ.એની ડિગ્રી લીધી અને અનુસ્નાતક કક્ષાના ભણતરની સિદ્ધિ મેળવી.

હવે જીવનમાં સ્થિર થઇ હતી. છોકરીઓ પણ મોટી થઇ હતી. તેની અનુસ્નાતકની ડિગ્રીને કારણે તેને બાલ કલ્યાણ કેન્દ્રમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ ઓફિસરની નોકરી મળી. ટ્રેનમાં ૨ કલાક મુસાફરી કરી જવું પડતું. આ સમયનો પણ તેણે સદઉપયોગ કર્યો. જ્યોતિ આ સમય દરમ્યાન ટ્રેનમાં સાડીઓ વેચતી.

જ્યોતિ રેડ્ડીની કાકાની દીકરી આ રીતે જ ગામમાં જીવન સંઘર્ષ કરી અમેરિકા ગઇ હતી. અને ખૂબ પૈસા કમાઈ ત્યાં વસી હતી. જ્યોતિનું ઊડાનનું સ્વપ્ન આકાશ ખૂબ વિશાળ હતું. તે પણ અમેરિકા જવા માંગતી હતી. કહેવત છે ને કે જીવનમાં નસીબનું પાદડું ખસે પછી ફળો આપ મેળે મળતા રહે છે. જ્યોતિની કાકાની દીકરી, ભારત આવી અને જ્યોતિએ તેને પોતાને અમેરિકા આવવાની ઇચ્છા છે તે જણાવ્યું. તેની બહેને તેને પ્રોત્સાહિત કરીને કહ્યું કે, 'તારા જેવી મહેનતી, ચકોર અને પથ્થરમાંથી પાણી કાઢનારી સ્ત્રી અમેરિકામાં જરૂર સફળ થાય. હું તને ટિકિટ મોકલીશ તું થોડી બચત કર. લગભગ ૪૦૦ ડોલર જેટલી.'

તેણે સખત મહેનત કરવા માંડી. કોમ્પ્યુટરના ક્લાસ શરૂ કર્યા અને કોમ્પ્યુટરનો કોર્સ શીખી. આ ઉપરાંત એક દોઢ વર્ષમાં બચત કરી, ૩૦,૦૦૦ જેટલા બચાવ્યા.

અને જ્યોતિની કાકાની દીકરીએ ટિકિટ મોકલતા, ગામની નોકરીમાં રાજીનામું આપી અમેરિકાની વાટ પકડી. અમેરિકામાં થોડા દિવસ તેની કાકાની દીકરીને ત્યાં રહી અને એક ગુજરાતી કુટુંબમાં પેઇંગગેસ્ટ તરીકે મહિના માટે રહી. તેની બચતના બધા જ લગભગ ડોલર તેણે તેમને આપ્યા. દિવસના ૧૨ કલાક સળંગ નોકરી કરતી શનિ-રવિનાં બે નોકરી કરતી. તેને દિવસના ૬૦ ડોલર મળતા. જ્યોતિ હોશિયાર હતી. તેની પાસે ભારતની અનુસ્નાતકની ડિગ્રી હતી, 

કોમ્પ્યુટરના કોર્સમાં પણ સારા ગ્રેડે પાસ થઇ હતી આથી નોકરીઓમાં એપ્લીકેશન કરવાથી એક નાની અમેરિકન કોમ્પ્યુટર કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી. બે વર્ષ પછી ભારત આવી. આ દરમ્યાન તેણે જોયં કે ભારતીય લોકોને વીસા માટે ઘણી તકલીફ પડે છે એટેલ એ અંગે જાણકારી મેળવવા માંડી. દીકરીઓને લઇ તે પાછી અમેરિકા ગઇ પછી તેણીને બીજી સારી કંપનીમાં નોકરી મળી. આ પછી તેણે ૨૦૦૧માં કી સોફ્ટવેર સોલ્યુશન ૈંશભ. વિકસાવ્યું અને પોતાની કંપની શરૂ કરી. ફોનીક્સમાં આ કંપનીએ ૪૦,૦૦૦ ડોલર મેળવ્યા. આ પછી જ્યોતિ અને તેની કંપનીએ સોફ્ટવેર વિકસાવ્યું, તે વીસાના પેપરવર્ક વગેરે માટે માર્ગદર્શન આપી શકે.

પ્રથમ વર્ષે આ નવી કંપનીએ ૧,૬૮,૦૦૦ ડોલરનો નફો કર્યો. અને આજે અબજોમાં તે કમાઇ પોતાની કંપનીની સીઈઓ બની છે.

રૂ. ૫ ખેતમજૂરીથી ૧,૬૮,૦૦૦ ડોલર સોફ્ટવેર કંપની સફર! શું સખત મહેનત, ધીરજ અને સ્વપ્નની ઊંચી ઉડાન ભરવાની જાંબાઝ હિંમતને સેલ્યુટ જ્યોતિ રેડ્ડી !


Google NewsGoogle News