Get The App

ઢોંસા ક્વીન .

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ઢોંસા ક્વીન                                                   . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર !

નાની એવી જાતક વાતનો મચાવી નહિ શોર,આભ ઝરે ભલે આગ, હસી હસી ઝરે ગુલમહોર

- રાજેન્દ્ર શાહ

ના મ છે, વીના અંબરીષ. વીનાનો જીવનમંત્ર છે ઃ 'આઈ હેવ લોસ્ટ માય ફુટ, બટ નોટ ધ વીલ ઓફ માય લાઇફ. એટલે મેં પગ ગુમાવ્યો છે. જીવન જીવવાનો ઉત્સાહ નહિ.'

વીના બેગલરૂની ૧૭ વર્ષની આધુનીક અને તરવરતી બારમા ધોરણમાં સાયન્સની તેજસ્વીની વિદ્યાર્થીની શૈક્ષણિક કારકીર્દી ઉજ્જવળ, સાથે કલાકાર પણ ખરી. ભારતનાટયમ છેલ્લા વર્ષમાં ૬ મહિના પછી આરંગેત્રમ્ (નૃત્યની ડિગ્રી) થવાનું હતું. આમ વીનાના જીવનચંદ્રનું અજવાળુ સંપૂર્ણ રીતે પથરાયેલું હતું.

અચાનક, આ જીવનપૂર્ણિમાના ચંદ્ર ઉપર જાણે અમાસનું કાળું અંધારૂ ઉતરી આવ્યું.

વીના ટયુશન ક્લાસમાં જવા માટે રસ્તો ક્રોસ કરી રહી હતી અને મ્યુનિસિપલ બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં, ક્રોસ કરી રહેલી વીનાને જોરથી પગ સાથે બસ અથડાઈ. વીના જમીન પર પડી ગઈ અને એક વ્હીલ તેના જમણા પગ પર ફરી વળ્યું. વીનાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ૬ મહિના સુધી તે હોસ્પિટલમાં રહી. ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા, પરંતુ ત્રણે પગનાં ઓપરેશન નિષ્ફળ ગયા. ૬ મહિના પછી વીના ઘેર આવી. રોજ તેના જમણાપગે પાટાપીંડી કરવાની રહેતી.

એક તેજસ્વીની વિદ્યાર્થીની અને લગભગ પૂર્ણ નૃત્યાંગનાના જીવનમાં અંધકાર ફરી વળ્યો.

વિજ્ઞાન અને નૃત્ય વીનાના જીવનનાં પેશન સમાન હતાં. આ બન્ને તેણીએ ગુમાવ્યા, આથી વીના ઘોર નીરાશામાં સરી પડી, અને જીવનનો ઉત્સાહ ગુમાવી બેઠો. આમ ચારપાંચ મહિનાનો સમય નિરાશાના વાદળો હેઠળ પસાર થઇ ગયો.

એક દિવસ તેને બેંગલુરૂની હોસ્પિટલમાં ડીસએબલ (અપંગતા)નું સર્ટીફીકેટ લેવા જવું પડયું. ત્યાં તેણીએ એક સ્ત્રીને જોઈ જેના બન્ને પગ કૃત્રિમ હતા. છતાં તે કેડમાં છોકરૂ ઉંચકીને ચાલતી હતી અને એટલા આનંદથી ચાલતા ચાલતા રમતી હતી.

આ દ્રશ્ય વીનાના હૃદયમાં જડાઈ ગયું. આ ઉપરાંત વીનાએ બીજા ડીસએબલ વ્યક્તિઓને ઘણી પ્રવૃત્તિ કરતાં જોયા અને વીનાનાં મગજમાં પ્રેરણાની વીજળી ચમકી. 'જો આ સ્ત્રી બે પગ વગર છોકરાને ઊંચકી ચાલી શકે અને આનંદથી છલોછલ જીવન જીવી શકે તો હું કેમ નહિ ?'

અને વીના અંધકારમય જીવનમાં ફરી આશાના ચંદ્રનું અજવાળું પથરાયું.

ઘેર પ્હોંચી વીનાએ એના પપ્પાને વાત કરી કે તે ૧૨મા ધોરણની પરીક્ષા આપવા માગે છે. પરંતુ તેને સાયન્સ ને બદલે કોમર્સ લેવાનું નક્કી કર્યું. કારણ કે વિજ્ઞાન શાખામાં પ્રેક્ટીકલ કરવા સતત ઊભા રહેવું પડે આથી તેણે કોમર્સ લાઈન પર પસંદગી ઉતારી. પરીક્ષાને બે મહિના જ બાકી હતા. અને તેણીએ સખ્ત મહેનત કરી બારમા ધોરણની પરીક્ષા આપી અને કોમર્સ સ્ટ્રીમમાં સારા માર્કે પાસ થઈ.

આ પછી વીના અંબરીષે બી.બી.એ કર્યું અને ત્યારબાદ એમબીએ માર્કેટીંગ વિષય સાથે પાસ કર્યું અને આઈટીના કોર્પોરેટ વર્લ્ડમાં નોકરી મેળવી.

વીના અંબરીષના શબ્દોમાં જ જોઇએ તો, 'શરૂઆતમાં મારે રસ્તો ક્રોસ કરતાં ખૂબ મુશ્કેલી પડતી કારણ કે શરૂઆતમાં વોકર અને પછી લાકડીના ટેકે મારે ચાલવું પડતું. પણ મારા મનમાં હવે જીવન જીવવાનો ઉત્સાહ અને એક નવી આશાનો સંચાર હતો જેણે મને સંપૂર્ણ તાકાત બક્ષી. હું ધીરે રહી રસ્તો પાર કરતી. મારા બસના અકસ્માતની બીક સંપૂર્ણપણે અદ્રશ્ય થઇ ચૂકી હતી. મારે માટે એક નઇ સુબહ અને એક નયા ઉજાલા મળી ચૂક્યા હતા. આથી હવે મને તે દુઃખ કે મુશ્કેલી લાગતા નહિ. મારી કારકીર્દી સાયન્સ તરફથી એકદમ કોમર્સ તરફ વળી હતી આથી મેં મહેનત કરવાની હતી જે મેં કરી અને હું મારી પસંદગીના આઈટી ક્ષેત્રમાં આગળ વધી અને કોર્પોરેટ વર્લ્ડમાં પ્રવેશી અને આઈ.ટી. ફર્મમાં નોકરી શરૂ કરી.'

આમ વીના અંબરીષની જીવનપ્રવાહ ધસમસતો આગળ વધ્યે જતો હતો. જેમાં તેઓના લગ્ન થયા અને દાંપત્યજીવનના ફળસ્વરૂપે બે સંતાન થયા. અને ૪ વર્ષ અને ૬ વર્ષની ઉંમરે પહોંચ્યા.

વીના અંબરીષ આઈટીની નોકરી કરતી ખરી. પરંતુ તેના પગની મુશ્કેલીને લીધે તકલીફ પડતી. તેનો સવારે નવથી સાંજે છ અને પછી મીટીંગો વગેરે સમય ઓફિસમાં જ જતો. આથી આટલો સમય ડેસ્કજોબ માટે અઘરો થઇ પડતો. 

પગે દુઃખાવો થતો, એક બે વાર તો ઇનફેકશન પણ થઇ ચૂક્યું. ઉપરાંત વીનાને ઓફિસમાં, અમેરીકન કંપની સાથે કોલેબરેશનમાં એક પ્રોજેક્ટ આવ્યો. જેમાં લગભગ દિવસના ચોવિસ કલાકના ૧૮થી ૨૦ કલાક કામ કરવું પડે તેવું હતું.

વીનાને પગની તકલીફ અને સંતાનો સાથે આ સમય વધારે લાગતા, તેણે કોર્પોરેટ વર્લ્ડની આઈટીની નોકરી છોડી દીધી.

 હવે, આર્થિક જરૂરિયાત કુુટંબ માટે તો હતી. હવે શું કરવું ?

વીના અંબરીષની ત્રીજી પેશન ફુડ વેરાઇટીઝ હતી. આથી તેણીએ તે ક્ષેત્ર પર ફોક્સ કરવાનું નક્કી કર્યું. આથી તેણીએ 'કરીઢોંસા' જે તામીલનાડુ વ્યંજનની એક આઈટમ છે. તે બનાવવાનું નક્કી કર્યું. કરીઢોંસા એટલે ઢોંસા સાથે, આમલેટ, ચીકન થીક કરી વગેરે ઉપરાંત સાદા ઢોંસા, મસાલા ઢોંસા વગેરે.

વીના અંબરીષ કોઈપણ કામ નીપુણતાથી કરવા માગતી હતી આથી તેણે બે મહિના જુદી જુદી રીતે આ ઢોંસાઓ બનાવ્યા અને વિવિધ વ્યંજનાત્મક પ્રયોગો કરી જોયો. આ પછી જ્યારે તેને લાગ્યું કે, તે પોતાની એક નવી ઢોંસાની નવીનતા ઊભી કરી શકે તેમ છે. 'સ્પેશીયાલીટી ઓફ વીના' એ પછી તેણીએ ઢોંસાની દુકાન શરૂ કરી. આજે લગભગ અનેક જાતના ઢોંસા, તેમાં કરી ઢોંસા બેગલરૂમાં ફક્ત એક જ હોવાથી, તેની દુકાને લાઈન લાગે છે.

'કરી ઢોંસા બાય વીના' સવારે ૭.૩૦ વાગે શરૂ થાય છે અને ૧૧.૩૦ વાગે સવારે પુરૂ કરે છે.

વીના અંબરીષની સવાર ૪.૩૦ વાગે પડે છે. ઢોંસા માટેની બધી તૈયારી કરે છે. શાક વગેરે લાવવાની બધી જવાબદારી તેના પતિ કરે છે.

શરૂઆતમાં કુટુંબીજનોને આટલુ ભણેલી, કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી મહિલા ઢોંસાની લારી કરે તે પસંદ ન હતું પરંતુ સમય જતાં તેણીએ કુટુંબીજનોને મનાવી લીધા. આજે તે ઢોંસા ક્વીન ગણાય છે.


Google NewsGoogle News