Get The App

મોમ ઓન ધ રેસ... .

Updated: May 14th, 2024


Google NewsGoogle News
મોમ ઓન ધ રેસ...                                          . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- અનુપ્રિયાએ દીકરો સમજણો થતા, તેના પતિ સાથેના છૂટાછેડાના કારણો અને થયેલી સમજાવટ સમજાવી.

આ જે 'એક એકાકી માતા'ની વાત કરીએ. આ માતાનું નામ છે અનુપ્રિયા કપુર. અનુપ્રિયા કપુરનું દાંપત્ય જીવન લગભગ નવવર્ષ સુધી અખંડ રહ્યું. પરંતુ છેલ્લા બે વર્ષથી બન્ને પતિ-પત્ની વચ્ચે મતભેદ શરૂ થયા અને તેમાંથી મનભેદ થવા માંડયા. આથી બન્ને પતિ-પત્નીએ નક્કી કર્યું કે સમજણપૂર્વક છૂટા પડ્વું.

દાંપત્યજીવનના ફળસ્વરૂપે તેમને ૮ વર્ષનો એક દીકરો હતો. દીકરાની ઉમર એવી હતી કે તે બાળપણના સહજ સમજણ-અસમજણની દુનિયામાંથી, ટીનએજની સમજણની દુનિયામાં પ્રવેશી રહ્યો હતો. આથી માતા-પિતા કેમ છૂટા પડી રહ્યા છે, તે તેને સમજાવવું ખૂબ અઘરું હતું. અનુપ્રિયાના 'સીંગલમધર હુડ'નો આ પ્રથમ અને જબરજસ્ત પડકાર હતો.

શરૂઆતમાં અનુપ્રિયા ખૂબ ગુંચવાઈ પણ પછી તેણીએ નક્કી કર્યું કે, દીકરો વધારે સમજણોને પરિપકવ થાય ત્યાં સુધી તેને વાસ્તવિક હકીકત ના કહેવી. આમ અનુપ્રિયાએ એકાકી માતૃત્વનો પ્રથમ પડકાર પસાર કર્યો. અનુપ્રિયાના મતે, 'ભારતીય સમાજમાં સીંગલમધરની દશા યુનીકોન જેવી છે. હવે શરૂ થઈ અનુપ્રિયાની સામાજીક કસોટીઓ.

અનુપ્રિયા હવે સમાજના લોકો માટે એક વિષય બની ગઈ. કેટલાક લોકો તેની દયા ખાવા લાગ્યાં, કે આટલી જુવાન યુવતી બિચારી શું કરશે, તો કેટલાકે ટીકા કરી કે, અનુએ જ તેના પતિ સાથે સમજણપૂર્વક અને વિવેકથી વર્તવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. આથી જ પતિથી છૂટાછેડા થયા છે. તો કોઈ વળી એવી ટીકા કરી કે, આમ તો છૂટી થઈ છે ને કેવી બીનદાસ છોકરાને મૂકીને નોકરી કરવા જાય છે. જ્યારે અનુપ્રિયા તૈયાર થઈ બહાર નીકળતી ત્યારે લોકોની ટીકાભરી નજરો એવી રીતે જોતી કે જાણે એકલી સ્ત્રીએ કોઈ ગુન્હો કર્યો હોય અને તેને સુખી થવાનો, તૈયાર થઈ નીકળવાનો હક્ક જ ના હોય ! આમ સામાજીક ટીકાઓના પડકાર એક પછી એક તે પસાર કરતી ગઈ.

આ સામે અનુપ્રિયાની દલીલ છે કે, એકલી સ્ત્રીને જ આ બધી ટીકાઓ સહન કરવાની ! જ્યારે પુરુષ એકલો પડે છે ત્યારે કાંતો એ ફરીવાર પ્રભુતામાં પગલા પાડી દે છે અથવા પોતાના કામમાં ગળા ડૂબ થઈ જાય છે અથવા અન્ય માર્ગ લે છે. સમાજ પુરુષની ટીકા કરવાને બદલે દયા ખાય છે. આવો જાતીયભેદ સ્ત્રી સામે શા માટે ?

અનુપ્રિયાએ આ સામાજીક ટીકાઓનો પડકાર પણ ઝીલી લીધો અને તેની સામે આંખઆડા કાન કરી આગળ વધવા લાગી. હવે પ્રશ્ન આવ્યો આર્થિક જરૂરિયાતનો.

અનુપ્રિયાએ આર્થિક જરૂરિયાત માટે મલ્ટી મીડીયા પર કનસલટન્સી શરૂ કરી. ખાસ કરીને સ્ત્રીઓ માટે ફીટનેસ, લાઈફસ્ટાઈલ અને ટ્રાવેલ પર બ્લોગ શરૂ કરી કનસલટન્સી શરૂ કરી. અનુપ્રિયાના ફીટનેસ પરના બ્લોગમાં ખાસ એ વસ્તુ પર ભાર મૂક્યો કે આધુનિક સમયના તણાવભર્યા સમયમાં સામાન્ય કસરત અને તેમાં પણ ખાસ કરીને દોડ ખૂબ અગત્યની છે. તેમાંથી હકારાત્મક વિચારો આવે છે અને સંપૂર્ણ તાકાત મળે છે.

એટલે તેણે ખાસ કરીને માતાઓ માટે એક બ્લોગ શરૂ કર્યો. જેનું નામ આપ્યું, 'મોમ ઓન ધ રેસ.

આ બ્લોગ ખાસ કરીને એકાકી માતાઓ માટે છે. આ બ્લોગમાં અનુપ્રિયા, એકાકી માતાઓએ કસરત, ખાસ કરીને દોટ તરફ વધારે ધ્યાન આપવું જરૂરી છે. એ માટે ખાસ કેવા કપડા પહેરવા જીમમાં જવું, જેવી આધુનિક પધ્ધતિ અપનાવવી જેથી માનસિક તણાવ ઓછો રહે. આ ઉપરાંત લાઈફસ્ટાઈલ પણ પોતાની રીતે જીવવી વગેરે તરફ અનુપ્રિયાએ ધ્યાન દોર્યુ છે. આ માટે અનુપ્રિયાને બ્લોગ વાંચી ઘણી કનસલટન્સી આવવા લાગી. આ રીતે કામ કરતા તેણીને રાતના મોડું થતું. આથી તે દીકરાને સમય આપી શકતી નહિ.

અનુપ્રિયાનું કહેવું છે : 'એકાકીમાતા માટે, વ્યવસાય, ઘર અને સંતાનઉછેર ત્રણે બિંદુઓનું સમતોલન કરવા, ખૂબ અઘરાં છે. પણ તેની પાસે કોઈ બીજો ઉપાય નથી હોતો. તેને બધી રીતે અનુકૂળ આવી બધું સમતુલીત કરવું જ પડે છે. આ પ્રમાણે જ્યારે તેના છોકરાને તકલીફ પડવા લાગી ત્યારે તેણે રાત્રીના આઠ પછી કોઈપણ કામ લેવાનું બંધ કર્યું. અને પછીના સમયનું અને સવારનું રૂટીન દીકરા સાથે નક્કી કર્યું.

અનુપ્રિયાને ઘણીવાર રાત્રે દીકરો સૂઈ જાય પછી બ્લોગ લખવા પડતા.

અનુપ્રિયાના કુટુંબનો શરૂઆતમાં ખાસ સપોર્ટ હતો નહિ. તે લોકો પણ એમ જ માનતા કે અનુપ્રિયા તેના લગ્ન નીભાવી શકી નહીં. ખોટ તેના પક્ષે જ હશે. પરંતુ હકીકત સમજાવતા તેના પિતા તેની મદદે આવ્યા અને હવે તેનો બપોર દરમ્યાન સપોર્ટ મળે છે.

અનુપ્રિયાએ દીકરો સમજણો થતા, તેના પતિ સાથેના છૂટાછેડાના કારણો અને થયેલી સમજાવટ સમજાવી. આજે તેનો દીકરો 

૧૩ વર્ષનો છે. તે અનુપ્રિયાને પણ બરાબર સમજે છે અને તેના પપ્પાને પણ અને બન્ને સાથે લાગણીભર્યો સંબંધ રાખે છે.

આજે અનુપ્રિયાના ઇન્સટાગ્રામ પર બે લાખથી વધારે ફોલોઅર છે. તેણીએ 'ઇમબુલનેચરલ નામની કંપની સ્થાપી છે. સફળ ઇનટરપ્રીનર બની રહી છે.

બસ એ તો સ્ત્રીઓને, ખાસ કરીને એકાકી માતાઓને એટલું જ કહેવા માગે છે. દરેક સ્ત્રીએ આર્થિક રીતે સ્વતંત્ર થઈ પોતાના આગવા વિચારો સાથે પોતાની જિંદગી જીવવી જોઈએ. સમાજના લોકોની ટીકાને અવગણી, વિકાસના પંથે આગળ વધવું જોઈએ.


Google NewsGoogle News