Get The App

અધમ ઓધારણ બનતી આધુનિકા રૂચિરા ગુપ્તા .

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
અધમ ઓધારણ બનતી આધુનિકા રૂચિરા ગુપ્તા                 . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- રૂચિરા ગુપ્તાએ યુનાઈટેડ નેશન સુધી આ ડોક્યુમેન્ટરી બતાવી અને આ રેડલાઈટ એરિયાની બહેનોને ન્યાય અપાવ્યો 

આ જે વાત કરવી છે, રૂચિરા ગુપ્તાની. જે, મહિલાઓ માટે કામ કરે છે. તે પણ એવી મહિલાઓ કે જે સમાજના અંધારા ખૂણામાં રહે છે, રેડલાઈટ એરીયા કે જ્યાં જીવનના અંધકાર સિવાય કંઈ છે જ નહિ.

રૂચીરા ગુપ્તાનું કહેવું છે કે, ભલે તેને 'એમી' એવોર્ડ અને 'ક્લીનટન ગ્લોબલ સીટીઝન' એવોર્ડ મળેલો છે, પણ આ કાર્યની શરૂઆત રેતીમાં નાવ ચલાવવા બરોબર હતી.

રૂચીરા ગુપ્તા એક આધુનિક સંશોધન કરતી ઊગતી પત્રકાર હતી. ભારત તેમજ જુદા જુદા દેશો જેવાં કે નેપાલ, શ્રીલંકા વગેરેની સેનશેનલ સ્ટોરી કરી, એક નવું જ સંશોધનાત્મક પત્રકાર તરીકે કામગીરી બજાવી રહી હતી. તેના કાર્યના ભાગરૂપે, રૂચીરા નેપાલ ગઈ. ત્યાંના ગામડાઓની સ્ટોરી બનાવવાની હતી, તે ગામડામાં ગઈ. ત્યાંની જુવાન છોકરીઓની ગેરહાજરી વર્તાઈ. આથી તેણીએ ગામલોકોને પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે 'સેક્સ ટ્રાફીઠીંગ' કરતી, ટોળીઓ તેમને મુંબઈના સૌથી મોટા રેડ એલર્ટ એરિયા કામથપુરામાં લઈ જવામાં આવી છે.

એક સંશોધનાત્મક પત્રકાર તરીકે, રૂચિરાને વધુ તપાસ કરવાની જરૂર લાગી. ભારત આવી, મુંબઈ જઈ જ્યારે તેણી કામથપુરા રેડ લાઈટ એરિયામાં ગઈ અને એ નેપાળી છોકરીઓની દશા જોઈ, અને રૂચીરાનું હૃદય દ્રવી ઊઠયું. કેટલીક છોકરીઓને કુટણખાનામાં વૈશ્યાપ્રવૃત્તિમાં જોતરી દેવામાં આવી હતી, તો કેટલીક નવયૌવનાઓને રૂમમાં પીંજરાની જેમ પૂરી દેવામાં આવી હતી, અને તે છોકરીઓનું વેચાણ કરવાનું હતું. તેમને સરખું ખાવા, પીવા પણ અપાતું ન હતું. જો છોકરીઓ સહેજ અવાજ ઊઠાવે તો તેને કોરડા મારવામાં આવતા. આ જોઈ રૂચિરાએ આ જ કુટણખાનાના ક્ષેત્રમાં, આ રેડલાઈટ એરિયાની યુવતીઓ અને મહિલાઓને તેમાંથી બહાર કાઢવાનું કાર્ય ઝડપ્યું.

રૂચિરાને સંશોધનાત્મક પત્રકારની કારકીર્દીને તીલાંજલી આપી અને કામથપુરાના રેડલાઈટ એરિયામાં, કામ કરવાનું શરૂ કર્યું. રૂચિરાએ સૌ પ્રથમ નોંધ્યું કે, આ રેડલાઈટ એરિયામાં કામ કરતી સ્ત્રીઓ, મોટેભાગે ગરીબીને કારણે મજબૂરીથી અથવા અનાથ યુવતીઓ તરીકે લાવવામાં આવે છે. આ બધી યુવતીઓ અને સ્ત્રીઓને આ રેડલાઈટ એરિયામાંથી બહાર કાઢવી કેવી રીતે ? અને દુનિયા સમક્ષ તેમના પ્રશ્નો કેવી રીતે રજૂ કરવા ? આ માટે તેણે ઉપાય તરીકે એક ડોક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કર્યું.

રૂચીરાએ કામથપુરાના રેડ લાઈટ એરિયા પર એક ડોક્યુમેન્ટરી બતાવી. 'ધ સેલીંગ ઓફ ઇનોસન્ટ' એટલે 'નિદોર્ષનું વેચાણ' આ ડોક્યુમેન્ટરીમાં ૨૨ કામથપુરાની વેશ્યા મહિલાઓએ પોતાની કહાની બતાવી, ભાગ લીધો કારણ કે તેઓ આ રેડલાઈટ એરિયાના રેકેટમાંથી બહાર નીકળવા માગતા હતા. રૂચીરા દિવસ રાત આ જગ્યાએ કામ કરવા લાગી. આ મહિલાઓની માગણીઓ વિષે જાણવા પ્રયત્ન કર્યો તો બધી મહિલાઓની માગણી એક જ હતી કે, તમે અમારા સંતાનોને ખાસ કરીને છોકરીઓ, જે આ કુટણખાનામાં જન્મી છે તે છોકરીઓ ભણે તો આ ધંધામાં ના જોડાવવું પડે.

રૂરિચાએ પાસેની શાળામાં આ બાળકોને ભણાવવા માટે એક રૂમની માગણી કરી. સમાજની સામાન્ય માન્યતા અને સંકુચીત વિચારસરણી પ્રમાણે એ શાળાના પ્રિન્સિપાલે સાફ ના પાડી દીધી. શાળાની આબરૂ ખરાબ થાય, વાલીઓ વિરોધ કરે વગેરે દલીલો કરી.

પણ હાર માને તે રૂચિરા શેની ! તેણે અને તે સંતાનોની માતાઓએ આ શાળા સામે અનેક દલીલો કરી, પ્રયત્નો કર્યા અને તેમને એક રૂમ મળ્યો. જ્યાં રૂચિરાએ એક શિક્ષક રાખ્યા અને સંતાનોનું ભણતર શરૂ થયું.

હવે બીજા સ્ટેપમાં આ મહિલાઓને બહાર કાઢવા માટે ત્રણ વસ્તુની જરૂર હતી.

૧. તેમને માટે સારી નોકરી.

૨. એક સાદો ચાલીનો રૂમ

૩. તેમને માટે સરકાર તરફથી આઇકાર્ડ જેથી તેમને બધી સવલતો મળે.

રેડલાઈટ બહેનોની રૂચિરા સાથેની અસ્તિત્ત્વ માટેની લડાઈ પણ જોરદાર હતી. સરકાર માટે તો બધા જ નાગરિકો સરખા હોય જ, પરંતુ આ માટે પણ આ ૨૨ બહેનોને ખાસ્સી લડત આપવી પડી. જેમાં રૂચિરાએ નેતાગીરી લીધી અને આખરે આ બહેનોને સરકાર તરફથી સવલિયતો તેમજ એક પ્રકારનું આઈકાર્ડ મળ્યું.

રૂચિરાને એમી એવોર્ડ તેની ડોક્યુમેન્ટરી 'નિર્દોષ વેચાણ' પર મળ્યો, એ જ્યારે તે એવોર્ડ ન્યૂયોર્કમાં લેવા ગઈ ત્યારે એવોર્ડ લેતી વખતે મહિલા યુએસે સરકારના સેક્રેટરીએ એવોર્ડ આપ્યો. જેની ઓળખાણની મદદથી રૂચિરા ગુપ્તાએ યુનાઈટેડ 

નેશન સુધી આ ડોક્યુમેન્ટરી બતાવી અને આ રેડલાઈટ એરિયાની બહેનોને ન્યાય અપાવ્યો તેટલું જ નહિ આ કુટણખાના સાથે જોડાયેલા દલાલો અને સેક્સ ટ્રાફીકીંગના મોટા ભાગના માફીયાઓને જેલ ભેગા કર્યા.

આજે આમાંની ઘણી બહેનો પટાવાળા તરીકે, નર્સ, શિક્ષિકા તરીકે વગેરે નોકરીઓ કરી અને જીવનમાં પુન:સ્થાપિત થઈ છે.

રૂચિરા ગુપ્તાએ જે આ રેડલાઈટ એરિયાના બાળકો માટે શિક્ષક રાખી ભણાવવાનું શરૂ કર્યું હતું, તેનો લાભ લગભગ ૩૦૦૦ છોકરીઓ-છોકરાઓએ લીધો. તેમાંના ઘણા સંતાનો સ્નાતક કક્ષાના શિક્ષણ સુધી પહોંચી, શિક્ષીકા, નર્સ, કલાર્ક જેવી નોકરીઓ કરી રહ્યાં છે.

આ પછી રૂચિરાએ ફોકસ કર્યું બિહાર પરના રેડલાઈટ એરીયામાં, જે ફોરબીસગંજ તરીકે ઓળખાય છે. અહીં લગભગ ૭૨ જેટલી મહિલાઓ આ વ્યવસાયમાં જોડાયેલી હતી. અહીં પણ રૂચિરાએ એજ પ્રમાણે લડત ચલાવી જાગૃતિ ફેલાવી અને આજે લગભગ ૭૦ જેટલી કુટણખાનાની રૂમો, સામાન્ય ઘરેલું વ્યવસ્થામાં ફેરવાઈ ચૂકી છે. જેમાં મહિલાઓ નાના મોટા વ્યવસાયો જેવા કે ચ્હાની દુકાન, મસાલાની દુકાન વગેરે કામ કરે છે.

આ ઉપરાંત રૂચિરા ગુપ્તાએ, કલકત્તાના બનજારા રેડલાઈટ એરિયા, દિલ્હીના પ્રેરણા વિસ્તાર વગેરેમાં રેડલાઈટની બહેનો માટે આ પ્રમાણે જ કામ કર્યું છે.

રૂચિરા ગુપ્તાએ બિહારની ફોરબીસગંજની એક છોકરીનો પ્રસંગ લઈને એક પુસ્તક લખ્યું છે : ધૈં ણૈબં ચહગ ૈં ખનઅ ! જેમાં આ છોકરી કુંગફુ-કરાટે શીખી પોતાના શરીરની યોગ્યતા જાણે છે અને આ રેડલાઈટ એરિયામાંથી છટકી જાય છે. સેલ્યુટ ટુ રૂચિરા ગુપ્તા !


Google NewsGoogle News