Get The App

સપનાના આકાશે ઊંચી ઊડાન .

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
સપનાના આકાશે ઊંચી ઊડાન                             . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- હમ ક્યું બહારોંસે ખુશીયા ઊધાર લે,ક્યું ના મીલકે ખુદકા જીવન સંવારે...

સા માન્ય રીતે આપણી શાળાઓમાં, જે વિદ્યાર્થીઓ ભણવામાં હોંશિયાર હોય અને ડોકટર, એનજીનીયર, સી.એ., એમબીએ કરવાની ક્ષમતા ધરાવતા હોય, તેને જ શાળાના શિક્ષણ દરમ્યાન મહત્વ, પ્રેરણા અને ઉત્સાહ આપવામાં આવે છે. ભણવામાં થોડા નબળા હોય પરંતુ બીજા ક્ષેત્રમાં નિપૂણ હોય અને તેમાં આગળ વધવાનું વલણ ધરાવતા હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રેરણા ઉત્સાહ અને મહત્વ અપાતું નથી.

'મારી સાથે પણ કંઈ આવું જ બન્યું શાળાજીવન દરમ્યાન હું ભણવામાં પાછળ હતી. છોકરાઓની જેમ ટીખળ અને તોફાન મસ્તી કર્યા કરતી. આથી મારી શાળાના શિક્ષકો હંમેશા કહેતા કે, તું ભણવામાં અને જીવનમાં કંઈ કરી શકીન નહિ. તું સદંતર નિષ્ફળ જ રહેવાની.' આ શબ્દો છે ભારતની પ્રથમ સ્કેટ બોર્ડ સ્કેટર યુવતીના. જેણે ભારતમાં યુવતીઓ અને મહિલાઓમાં સ્કેબોર્ડ સ્કેટીંગની શરૂઆત કરી અને આ રમત પ્રચલીત કરી.

આ યુવતીએ અતીતા વૅગીસ જે, 'અત્તી' તરીકે અથવા 'સ્કેટગર્લ' તરીકે ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ જાણીતી છે.

અતીતવૅગીસે આ ટોચની કારકીર્દી સુધી પહોંચવા અથાગ પરિશ્રમ કર્યો છે અને પછી સફળતા મેળવી છે.

અતિ સામાન્ય કુટુંબમાં જન્મેલી વૅગીસને નાનપણથી કંઈક જુદું કરવાની વૃત્તિ હતી. ેને શાળાના શિક્ષણમાં કંઈક ખૂટતં લાગતું. તે ચાલુ શિક્ષણમાં બીજા વિદ્યાર્થીઓ કરતા જુદી પડતી. તેને ફોટોગ્રાફીનો શોખ હતો. આથી તેણી કોઈ ચીલાચાલુ સમાજથી જુદી પડતી હોય તેવી જ યુવતી કે મહિલાની ફોટોગ્રાફી કરતી.

અત્તીનું શાળાનું ભણવાનું પૂરું થયું. તેણીને કોલેજ જવાનો સમય આવ્યો. પણ અત્તીને લાગતું કે તેના જીવનમાં કંઈક ખૂટે છે. તેને જે આગવું કરવું છે, તે મંઝિલ હજુ તેને મળી નથી.

અને જાણે ઈશ્વરે તેના મનની વાત સાંભળી અને જેમ વાસુદેવને પૂરમાંથી રસ્તો કરી આપ્યો હતો એ રીતે અતીતાને જીવનમાં રસ્તો કરી આપ્યો.

શાળાનું ભણતર પૂરું થયા પછી અતીતાને કોલેજમાં જવાનું હતું પરંતુ અતીતાના પિતાજીનું અકાળે અવસાન થયું.

આથી નબળી આર્થિક સ્થિતિને કારણે અત્તીને ૧ વર્ષ સુધી ઘેર રહેવાનો વારો આવ્યો. અતીતાને તો જાણે ઊડવા માટે આકાશ મળ્યું.

અતીતાએ નક્કી કર્યું કે જીવનમાં જે ખૂટતું લાગે છે, તે આ એક વર્ષના ગાળામાં શોધી લેવું.

આ સમય દરમ્યાન અતીતાના એક મિત્ર અભિષેકે તેને 'સ્કેટબોર્ડ' વિષે માહિતી આપી અને 'સ્કેટબોર્ડ' સ્કેટીંગના ટ્રેનીંગ ક્લાસમાં લઈ ગયો.

બસ, અતીતાને જે પૂરતું લાગતું હતું તે મળી ગયું. એને તો જાણે ગરૂડની પાંખો મળી, અને તેણે આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું.

અતીતાનો મિત્ર, તેણીને સ્કેટબોર્ડની ટ્રેનીંગના ક્લાસમાં લઈ ગયો પરંતુ અતીતાને જે કોલેજના શિક્ષણ માટે મુશ્કેલી નડી હતી, એ જ સ્કેટબોર્ડના ટ્રેનીંગ ક્લાસ માટે નડી. તેની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેણી, સ્કેટબોર્ડ ખરીદી શકે તેમ ન હતી પરંતુ તે નીરાશ ના થઈ. સ્કેટબોર્ડ સ્કેટીંગ રમતની ટેકનીક બધી બેસીને જોતી રહી અને માનસપટ પર અંકીત કરતી રહી.

જ્યારે સ્કેટબોર્ડ સ્કેટીંગના ક્લાસ પૂરા થાય અને સ્કેટબોર્ડ નવરા પડે ત્યારે, કોઈને વિનંતી કરી સ્કેટબોર્ડ થોડો વખત લેતી અને ટ્રેનીંગમાં જે શીખી હોય તે રસ્તા પર કરતી. તે સ્કેટબોર્ડ પર બેલેન્સ રાખતા, રોડ પરની ઓટોરીક્ષાને પકડીને ચાલતી ઓટોએ એ સ્કેટબોર્ડ પર સ્કેટ કરતી અને બેલેન્સ રાખી સ્કેટ કરતાં શીખી.

હિન્દીમાં કહેવાત છે ને, 'આપ દિલસે કોઈ ભી ચીજ માંગો, તો કાયનાત ભી આપકી મદદ કરતા હૈ.' સ્કેટબોર્ડ સ્કેટીંગમાં છોકરીઓ એકપણ હતી જ નહિ, અતીતા વેગીસ પ્રથમ યુવતી હતી. આ પ્રમાણે તેણીને ખાસ સ્કેટબોર્ડની જરૂર હતી અને કાયનાતે તેને મદદ કરી. તેના મિત્ર અભિષેકને યુ.એસ.એ.થી સ્કેટબોર્ડ ભેટમાં મળ્યું. એટલે તેણે પોતાનું સ્કેટબોર્ડ 'અત્તી'ને ભેટ આપ્યું.

અને હવે ખરેખરી સ્કેટબોર્ડ સ્કેટીંગની યાત્રા શરૂ થઈ. અતીતા ક્લાસમાં વગેરે જગ્યાએ પ્રેકટીસ કરી નિપૂણતા તરફ આગળ વધી રહી હતી ને, ફરી એક મુશ્કેલી તેના જીવનને ઘેરી વળી.

અતીતાની માતા પર એસીડ એટેક થયો. અતીતાની જેમજ તેની માતા પણ હિમ્મતવાળી અને સમાજના વહેણ સામે મુશ્કેલીનો સામનો કરી હટકે ચાલનારી હતી. અતીતાની માતાને વેસ્ટન વસ્ત્રો પહેરવાનો શોખ હતો. આથી તે શોટસ કે મીની સ્કટ જ પહેરતી. 

ભારતીય પોશાક સાડીને બદલે તેણી અંગ્રેજી પોશાક પહેરતી. આથીતાના ગામના લોકોએ વિરોધ કર્યો અને કોઈએ એસીડ ફેંક્યો. અતીતાની માતા બચી તો ગયા પરંતુ તેમને આરામ કરવાનો હતો અને તેઓ જે નાનું ગેસ્ટહાઉસ ચલાવતા હતા, તેની આવક પૂરતી ન હતી આથી અતીતાને બીજું કામ કરવા જવું પડયું.

'અત્તી' આ અંગે કહે છે કે ''દિવસે મેં મારા કુટુંબની આર્થિક આવક માટે રોડ પર ડામર, રેતી અને સીમેન્ટના તગારા પણ ઊઠાવ્યા છે. દિવસે હું કામ કરતી ને સાંજે સ્કેટબોર્ડ સ્કેટીંગના ટ્રેનીંગ ક્લાસમાં જતી. નદી ક્યારે પણ રોકાય છે ? તે તો ગમે તેવી પરિસ્થિતિમાં પથ્થરને અડકીને આગળ વહી જાય છે. મેં પણ આજ સુત્ર અપનાવ્યું.''

આમ અનેક મુશ્કેલીઓ છતાં, હું સ્કેટીંગ બોર્ડ સ્કેટીંગ શીખી. હવે મેં સ્કેટબોર્ડ પર સ્કેટીંગ શીખવાડવાનો બેંગ્લોરમાં પાર્ક શરૂ કર્યો. જેમાં મારા મિત્રોએ મદદ કરી.

અમે આ સ્કેટપાર્કમાં, ગરીબ વસ્તીના બાળકો જેને સ્કેટીંગ પરવડી ના શકે, તેને સ્કેટીંગ શીખવાડતા હતા. આ ઉપરાંત તે લોકોને ગણિત ને વિજ્ઞાાન તેમજ ફોટોગ્રાફી પણ શીખવાડતા હતા.

અમારા આ પાર્કને જર્મન સ્કેટબોર્ડના એક એન.જી.ઓ.ની મદદ મળી. આ મદદને કારણે અતીતા વૅગીસે બેંગ્લોરમાં બીજા બે સ્કેટબોર્ડ સ્કેટીંગના પાર્ક કર્યા અને બીજા બે ભારતના બીજા શહેરોમાં કર્યા. આ ઉપરાંત તેણીએ 'ગર્લ્સ સ્કેટ ઈન્ડીયા' નામની સંસ્થા ઊભી કરી.

અતીતાનું નાનપણથી એવું વલણ રહ્યું હતું કે છોકરીઓ પાવરફુલ બને અને પોતાની શક્તિનું સંકરણ કરે. આ સંસ્થાનો એ જ ઉદ્દેશ હતો.

ધીરે ધીરે ભારતમાં 'સ્કેટબોર્ડ સ્કેટીંગ' રમત પ્રચલિત બનવા માંડી. એક વર્ષ પછી અતીતાએ મદ્રાસના તેના સ્કેટબોર્ડ સ્કેટીંગ પાર્કમાં ઓલ ઓવર વર્લ્ડ યુવતીઓની સ્કોરબોડ સ્કેટીંગ શો યોજ્યો. જેમાં ૯ દેશોની છોકરીઓએ ભાગ લીધો. તેઓ ભારતના જુદા જુદા શહેરોમાં બસ દ્વારા ફર્યા તેમણે સ્કેટબોર્ડ સ્કેટ શો યોજ્યો.

અતીતા વરગીસ આજે ભારતમાં નહિ વિશ્વમાં પ્રસિદ્ધિ પામી છે. તેની શાળાના શિક્ષકના શબ્દો ખોટા પડયા છે.

અતીતા વરગીસ આખા ભારતમાં 'સ્કેટીસસ્થાન' સ્થાપવા માગે છે. 'અત્તી'નો મુખ્ય જીવન ઉદ્દેશ છે : આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને શક્તિમાન કરવી.


Google NewsGoogle News