Get The App

ધ આયર્ન લેડી .

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
ધ આયર્ન લેડી                                           . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- 'મુશ્કેલીથી ડરો નહિ અને હારો નહિ. તેનો ડટકર સામનો કરો, તો આ કઠીનમાર્ગે જરૂર સફળતા મેળવશો.' મુક્તા મણીદેવી દેવી. આયર્નલેડી

ક મળ કાદવમાં પોતાની સુંદરતા સાથે ખીલે છે, તેને કાદવની ગંદકી જરાપણ અકડતી નથી. તેવી જ રીતે કેટલીક મહિલાઓના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. પરંતુ તે મુશ્કેલીઓની કઠીનાઈ તેમને સ્પર્શતી નથી. ઉલ્ટું તેમનું જીવન પણ આ પરિસ્થિતિમાં વધારે ખીલે છે અને સફળતાની સુંદરતા પ્રાપ્ત કરે છે.

મણીપુર ઇમ્ફાલના મુક્તામની દેવીની વાત કંઈક આવી જ છે. તેમના જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી રહી, તેમાંથી માર્ગ કાઢતા તો રહ્યા જ, પરંતુ શૂન્યમાંથી સર્જન કરવાની તેમની કોઠાસૂઝ, ધગશ અને સખત મહેનતે તેમને સાદા શુઝ મેકરમાંથી 'મુક્તા શુઝ ઈન્ડસ્ટ્રીઝના ઇન્ટરપ્રીનર બનાવ્યા અને સફળતાના શિખરે પહોંચાડયા.

ઇમફાલ પાસેના ગામમાં ખેડૂતને ત્યાં જન્મેલા મુક્તામનીદેવી, નવમા ધોરણ સુધી ભણ્યા અને તેમની વિધવા માએ કુટુંબને બોજારૂપ સમજી પરણાવી દીધા. મુક્તામની દેવી, પહેલથી થોડા સ્વતંત્ર મીજાજના, ધાર્યુ હિમ્મતથી કરવાવાળા, આથી સાસરે જઈ દસમું પાસ કર્યું, અને બારમા ધોરણ સુધી ભણ્યા.

આ દરમ્યાન તેમના લગ્નજીવનના ફળસ્વરૂપે ચાર દીકરીઓ થઈ. તેમનું ભણવાનું પૂરું થયું, પરિવાર વિસ્તર્યો, પરંતુ પતિએ વ્યવસાયિક સંકુચીતતા શરૂ કરી. મુક્તામનીદેવીના પતિખાસ કંઈક કમાતા નહિ. આથી મનીદેવીએ પાસેના ડાંગરના ખેતરોમાં મજૂરી શરૂ કરી. મજૂરીના આર્થિક ઉર્પાજનથી કુટુંબનું ભરપોષણ પૂરું થતું ન હતું આથી તેઓ તેમની નણંદ પાસે ઉનનું ભરતકામ કામ શીખ્યા. અને રાત્રીના સમયમાં, ઘરકામ પરવારી, ટોપીઓ, મફલરો, મોજાઓ જેવી નાની નાની ઉનની ભરતકામની વસ્તુઓ બનાવી વેચવા માંડી.

પરંતુ પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી. માંડ માંડ બે ટંક જમવાનું કુટુંબને મળતું.

હવે જ મુક્તામની દેવીના જીવનમાં જે ઘટના બની, તે તેમના જીવનનું ટર્નિંગ પોઈન્ટ બની. અને જીવને સફળતા તરફ વળાંક લીધો.

મુક્તામનીની બીજા નંબરની દીકરીની શાળામાં, માર્ચ પાસ્ટનો પ્રસંગ હતો, તેમાં તેણીએ ભાગ લીધો. આ પ્રસંગમાં શાળાની વિદ્યાર્થીનીઓને યુનિફોમ સાથે બુટ પહેરવાના હતા. એ દીકરી પાસે યુનિફોમ તો હતો પણ બુટ ન હતા. આથી તેણે મુક્તામની માને પ્રશ્ન કર્યો, 'મા મારે નવા બુટ લેવા પડશે.'

મુક્તામની દેવી 'બેટા હાલમાં તો મારી પાસે એટલા ઓછા પણ પૈસા નથી કે હું તને સેકન્ડના બુટ પણ અપાવી શકું.'

દીકરી રડવા લાગી ને બોલી, 'મા મારે તો આ માર્ચ પાસ્ટમાં રહેવું જ છે. જો હું શુઝ નહિ પહેરું તો મારા શિક્ષક મને લડશે.'

જીવનની મુશ્કેલીથી હારે તે, મુક્તા મનીદેવી શાના !

મુક્તામની દેવી, 'બેટા, હું તને કોઈપણ પ્રકારે શુઝ તૈયાર કરી આપીશ. તું નાસીપાસ ના થઈશ. તારા પ્રસંગમાં ભાગ જરૂર લઈશ.'

દીકરી આનંદથી દોડી ને જતી રહી. હવે જ મુક્તામની દેવીની કસોટી શરૂ થઈ પરંતુ તેમણે હિમ્મતહાર્યા વગર, હકારાત્મક બાજુનો વિચાર શરૂ કર્યો. અને તેમની કલા અને કોઠાસૂઝ કામે આવી.

મુક્તામની દેવીએ એ દીકરીના ફાટેલાબુટના સારા સોલનો ઉપયોગ કર્યો. ઉપરનો ફાટેલો ભાગ કાતરથી કાપી નાખ્યો અને એ સોલ પર, ટાંકા લઈ ( જેમ ભરતતા સોયા પર લે તેમ) ઉપર લીલા અને સફેદ ઘરમાં જે ઊન પડયું હતું. તેમાંથી ઉપરના શુઝ પ્રમાણે ગૂંથી ઊનના સ્નીકર્સ બનાવી દીધા. (તેમણે વિચાર્યું કે જો, શણના શુઝ બની શકે તો ઊનતા બની જ શકે ને ) આ વિચારે દીકરીના શુઝ બની ગયા.

પરંતુ દીકરી રડતી ગઈ કારણકે તેના શિક્ષકના કહ્યા પ્રમાણેના શુઝ ન હતા. આથી શિક્ષક લડશે તેવી બીકથી ગઈ.

પરંતુ ઘટના કંઈક જુદી જ બની.

બધા શિક્ષકોને તે શુઝ ખૂબ ગમ્યા અને તેમાંના કલાસટીચરે આવા કાળા શૂઝ કરવાનો ઓર્ડર આપ્યો. આ ઘટના પરથી મુકતામનીને વિચાર આવ્યો કે, જો હું પ્રમાણેના શુઝ દરેક સાઈઝ અને સ્ત્રી-પુરુષને બાળકોના બતાવું તો તેનું બજાર સારું રહે.

આમ આ નાની ઘટનાએ, મુક્તામનીના જીવનને નવો વળાંક આપ્યો અને મુક્તા શુઝ ઇનડસ્ટ્રીઝ નો પાયો નંખાયો.

મુક્તામની દેવીએ શુઝની દુકાનની મુલાકાત લઈ લીધી અને ડીઝાઈનો જોઈ. હવે શુઝ બનાવવા માટે જરૂર પડે, સોલની અને કાચા માલની. તેમજ સોલ લઈ સાઈઝ પ્રમાણે તે કાપવા પડે. આથી તેમણે સ્થાનિક મોચીઓની મદદ લેવા પ્રયત્ન કર્યો. 

પરંતુ સ્થાનિક મોચીઓએ તેમની મશ્કરીઓ કરી, વાદ-વિવાદ કર્યા અને મહેણાટોણા માર્યા, એક સ્ત્રી તરીકે આવા કાર્ય અંગેની ટીકાઓ કરી. પરંતુ મુકતામની દેવી હિમ્મતહાર્યા નહિ, તેમણે બીજા પાસેના ગામના મોચીની મદદ લઈ સોલ કાપતા અને અન્ય શુઝ બનાવવાની કારીગરી ઝીણવટથી તે મોચી પાસે શીખ્યા.

હવે મુક્તામનીએ, શુઝના સોલની સાઇઝો ૩-૪ જાતની કાપી, તેના પર જુદા જુદા રંગના ઉનથી શુઝ બનાવ્યા. મણિપુર ઇમ્ફાલમાં સતત મીલીટરી પહેરો હોય, આથી એક મીલીટરીમેને આ બનાવટ જોઈ અને તેણે ૩ ઊનના શુઝનો ઓર્ડર આપ્યો. આ શુઝ જોઈ, બીજા તેમના સાથીઓએ વધારે ઓર્ડર આપ્યા. આમ મુક્તામની ઉનના સ્નીર્કસ અને શુઝની બનાવટ ઘરની બહાર નીકળ્યા.

હવે, મુક્તામનીની હિમ્મત અને જસળા વધી ગયા. તેમણે ડાંગરના ખેતીની મજૂરી છોડી, ઊનના શુઝના વ્યવસાય પર ફોકસીંગ કર્યુ અને ઇમ્ફાલમાં ધીરે ધીરે આ વ્યવસાય, ફેલાતો ગયો અને સ્થાનિક લોકોના ઓર્ડર મળવા માંડયા.

આ સમય દરમ્યાન ઇમ્ફાલમાં રાષ્ટ્રીયકક્ષાનો ટ્રેડ ફેર આવ્યો, જેમાં મુકતામની દેવીએ, પોતાના ઊનના શુઝના નમૂના મૂક્યા અને આ બનાવટની ખ્યાતિ રાષ્ટ્રીયકક્ષાએ થઈ અને તેમને ભારતના જુદા જુદા રાજયોમાંથી ઊનના શુઝ અને સ્નીર્કસના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટેના ઓર્ડર મળવા માંડયા.

કામ વધતા, મુક્તામનીએ પાંચ-સાત બહેનો રાખ્યા અને તેમની આ શુઝની બનાવટને મુક્તાશુઝ ઇનડસ્ટ્રી નામ આપ્યું. કામ વિસ્તરતા તેમણે લગભગ ૨૦ ડીઝાઈનો તૈયાર કરી. તેઓ હવે ઉન સારી જાતનું ઊઘીયાણાથી મંગાવતા અને સોલનો કાચોમાલ કલકતાથી. તેવામાં દિલ્હીમાં ઇનટર નેશનલ ટ્રેડ ફેર આવ્યો. જેમાં મુક્તામની દેવીએ પોતાના ઊનના શુઝ અને સ્નીર્કસની ૨૦ ડીઝાઈનો મૂકી અને પરદેશ ઓસ્ટ્રેલીયા, જાપાન, કોરીયા અને રશિયાના દેશોમાં આ પેર્ટન પ્રચલિત થઈ. ઓસ્ટ્રેલીયાથી મુકતામની દેવીના ઊનના શુઝની ૧૦૦૦ પેરોનો ઓર્ડર આવ્યો. આમ સ્થાનિક, પછી રાષ્ટ્રીય અને હવે મુક્તા ઇનસ્ટ્રીઝની બનાવટ વિશ્વકક્ષાએ પહોંચી. જુદા જુદા દેશોમાંથી અત્યારે ઓર્ડસ આવે છે.

હવે મુક્તામની દેવી, સાથે ૨૦ બહેનો કામ કરે છે. આજે આ કામને ત્રીસવર્ષ પૂરા થયા. અત્યારસુધીમાં ઘણા ઇમ્ફાલની બહેનોને તેમણે ટ્રેનીંગ આપી છે.

મુક્તામની દેવીની આ ઇનટરપ્રીનરની યાત્રાના સંઘર્ષ અને મહેનતને ઘણા એવોર્ડો મળ્યા છે.

૨૦૨૨માં તેઓ પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે.

ઊંચી ઉડાન ભરવા માટે પાંખો પ્રસારવી જ પડે છે.


Google NewsGoogle News