Get The App

માંહ્યલાની કક્ષા પસંદગીની બાબત નથી

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
માંહ્યલાની કક્ષા પસંદગીની બાબત નથી 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- કોઈ જ તાકાત તમને ''કક્ષા''ની બક્ષિસ આપી ન શકે. એ માણસનાં જન્મજન્માન્તરના આન્તરિક વિકાસની ભેટ છે

એ ક હાસ્ય કથા છે : અકબરે પોતાની કોઈ યાત્રા દરમ્યાન પોતાને મદદ કરનાર કોઈ જણને વચન આપી દીધેલું : ''આવતે મહિને મારા દરબારમાં આવજે. તું જે માગીશ એ તને આપીશ.'' અકબરે આ વચન ઉમળકાની કોઈ ક્ષણે આપી તો દીધું, પણ પછી તો એની ચિંતાનો, પાર ન રહ્યો. રખે પેલો જણ કાંઈક બહુ મોટું માગી લેશે તો ? બિરબલને બોલાવ્યો : ''બિરબલ ! રખે આ જણ મારું સમગ્ર સામ્રાજ્ય જ માગી લેશે તો ?''

બિરબલે પેલા જણની ઓળક પૂછી

અકબરે જણાવ્યું : ''એ તો એક-ખેતમજૂર હતો !''

બિરબલ ખડખડાટ હસ્યો ને કહ્યું ''જહાંપનાહ, આપ આરામ કરો ! એ કશું જ મોટું નહીં માગે !''

દરબાર ભરાયો. અકબરનો જીવ ઉચક હતો. પેલો આવી પહોંચ્યો : માગણી કરી : જહાંપનાહ, મને એક શેર સૂતરફેણી આપો! બાદશાહ નો જીવ હેઠે બેઠો. એમણે બિરબલને પૂછ્યું : તને કેમ ખાતરી હતી કે એ સામ્રાજ્ય નહીં માગે?

બિરબલે હસીને કહ્યું ''જહાંપનાહ, દરેક જણની અમુક કક્ષા હોય એની ઝંખના એની કક્ષા મુજબ જ હોય !''

''રત્નાકેર વહી ચાલ્યો જાય,

કરમહીણા નહીં ભરે મૂછડી,

છીપલે હાથ ભરાય !''

માણસની આ કક્ષા એનાં વ્યક્તિત્વની- સંપૂર્ણ સ્વતંત્ર વિશેષતા છે. કથા વાર્તા, કેટલા ચોપડા વાંચ્યા... મા,બાપ, સંપ્રદાયિક કોઈ જ તાકાત તમને ''કક્ષા''ની બક્ષિસ આપી ન શકે. એ માણસનાં જન્મજન્માન્તરના આન્તરિક વિકાસની ભેટ છે. ના. એને ડિગ્રીઓ, ચતુરાઈ, જનરલનો લેજ (ઈરાદાપૂર્વક આ અંગ્રેજી શબ્દ કારણ કે આ શબ્દની ''સબ બંદર કે વેપારી''ની ખાસ-અર્થચ્છાયા છે !) સાથે સંબંધ નથી. વ્યક્તિ-અંગૂઠા છાપ હોય છતાં એની આન્તરિક કક્ષા-ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એજીનીયર, કહેવાતા, મોટા માણસ કરતાં ઘણી વધુ ઊંચી હોઈ શકે.

માણસ જીવનની કોઈ પણ પસંદગી એની અંગત કક્ષા મુજથુજ કરે.

તમે તળમજલે કે તળેટીમાં ઊભા હો ત્યારે તમને જે દ્રશ્ય દેખાય એ મર્યાદિત હોય. તમે ચોથે પાંચ મે માળેથી જુઓ એ દ્રશ્ય જૂદું હોય અને જેટલા ઊંચે ચઢો તેટલું એ દ્રશ્ય બદલાય. જે જબદદસ્ત લાગતું હતું કે ક્ષુલ્લક લાગવા મંડે.

જૈન દર્શનમાં ચૌદ ગુભસ્થાનકોમાં વ્યક્તિત્વ વિકાસની વાત કહેવાઈ છે. મહર્ષિ પતંજલિ એ-મૂળાધારથી સહસ્ત્રારની માંહ્યલાની ઉન્નતિની વાત કરી છે એ આ સંદર્ભે સમજી શકાય.

અલબત્ત, આ વાત માત્ર બૌદ્ધિક ગણતરીના સ્તરે ન સમજી શકાય. કોઈ વ્યક્તિ ખૂબ જાહોજલાલી છોડીને વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કરે, તો દુનિયાની દ્રષ્ટિએ ચબરાક જણ એને-પૂછશે : આટલો વૈભવ છોડીને, આ ફકીરી જીવનમાં કેમ આનંદ આવે છે ?

તમે ભૂખ્યા હો, એક જ રોટલો તમારી પાસે હોય, કોઈ લાચાર, મજબૂર વ્યક્તિ તમારી પાસે હાથ લંબાવેને તમે અડધો કે આખો રોટલો સહજ રીતે એને આપી દો, એ-માંહ્યલાની કક્ષા છે. હું કે તમે એ કક્ષા-પસંદ કરી શક્તા નથી. એ આપણા માંહ્યલાનો સ્વભાવ છે. કક્ષા છે. તમે પસંદગીથી-ઉદાર કે સજ્જન બની શકતા નથી. એ સહજ કક્ષાનો વિષય છે.


Google NewsGoogle News