વિશ્વબંધુત્વના વૈતાલિક, વ્યાપક વિવેકાનંદ...
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
'મ ને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.' આજે પણ સમગ્ર વિશ્વમાં શિકાગોની ધર્મસભાના સ્વામી વિવેકનંદના આ શબ્દો ગૂંજે છે. પ્રથમ 'માણસ' બનો પછી જુઓ કે બીજું બધું તમારી પાછળ દોડતું આવશે. કોઈ પણ દેશની સંસ્કૃતિમાં બધા ધર્મના, આધ્યાત્મિક વિચારોના મૂળમાં ત્યાગ છે. જેટલા પ્રમાણમાં ત્યાગ ઓછો, ત્યાગ અધૂરો રહે તેટલા પ્રમાણમાં ધર્મમય જીવનમાં વિલાસિતા વધશે... ભૂખ્યાં મોંમાં અન્નનો કોળિયો મૂકતાં જો કીર્તિ અને ચીજો નાશ પામે તો એ પણ મંજૂર છે. ગરીબોને પ્રેમ કરો એ ઈશ્વરને વધુ ગમશે. પ્રેમ જ જ્ઞાાાન અપાવે છે અને પ્રેમ જ મુક્તિ. પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં જ વિઘ્નો જીતી લે છે. સનાતનના સંદેશવાહક અને વંચિતોના વાણોતરનો વિવેકાનંદનો તારીખ ૧૨-૧-૧૮૬૩ના રોજ કોલકાતાના વિખ્યાત વિદ્યાનુરાગી દત્ત પરિવારમાં જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. તેઓ ભૌતિક, બૌદ્ધિક અને અલૌકિકનો ત્રિવેણી સંગમ હતા.
નરેન્દ્રના પ્રપિતામહ રામમોહન દત્ત અંગ્રેજ સૉલિસિટરને ત્યાં કામ કરતા હતા. ઘરમાં શિક્ષણનું વાતાવરણ પહેલાથી જ હતું. લગભગ તમામ પ્રવૃત્તિ સાથે નરેન્દ્ર જોડાયેલા હતા અને એમાં અવ્વલ રહેતા હતા. બાળપણથી ધર્મ પ્રત્યે ભારે આકર્ષણ હતું. જ્યાં સાધુ જોયા નથી અને એમની સાથે પલાઠી વળીને બેસી ગયા નથી. શાળામાં શિક્ષક એક સવાલ પૂછે તો એના બે રીતે જવાબ આપે. એની બુદ્ધિથી શિક્ષકો આશ્ચર્ય ચકિત હતા. નરેન્દ્ર મહાન બનશે એના લક્ષણો પારણામાંથી જ આવી ગયા હતા. બાલ્ય અવસ્થામાં તેઓ ખૂબ જ તોફાની હતી. મસ્તક પાણીમાં ડૂબાડવામાં આવતું ત્યારે શાંત થતા.
૧૮૮૧માં ફર્સ્ટ આર્ટ્સની પરીક્ષા પાસ કરી અને એ જ વર્ષે શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવાનું થયેલું. એ એમના જીવનનો મહત્વપૂર્ણ પડાવ હતો. નરેન્દ્રને ગળ્યું ખાવાનો બહુ શોક હતો, જ્યારે રામકૃષ્ણને મળવાની વાત કરી ત્યારે એમણે કહ્યું કે 'એ રસગુલ્લા ખવડાવે તો હું મળું' એમની સેન્સ ઓફ હ્યુમર અદભુત હતી. એ હંમેશા પોતાના પર કટાક્ષ કરતા હતા. મજાકમાં પોતાને જાડા સ્વામી પણ કહેતા હતા. અમેરિકામાં કડકડતી ઠંડીમાં પણ આઈસક્રીમ ખાતા. જામફળ તેમનું અતિ પ્રિય હતું. એમની પાસે કોઈ કામ કરાવવું હોય તો જામફળની લાલચ આપવામાં આવતી હતી.
તેઓ એકવાર ટેક લે તો એ કરીને જ ઝંપે. એકવાર વૈદ્યે પાણી પીવાની અને નમક ખાવાની ના પડી તો ૨૧ દિવસ સુધી પાણી પીધું નહીં. સ્વામીજીને માનવ જાતી જેમ પશુ પક્ષીઓ માટે પણ અપાર સ્નેહ હતો. તેમને પશુ પાળવાનો શોખ હતો. સ્વામીજી બકરીનું દૂધ પીતા. જેમ બૌદ્ધિક એમ શારીરિક રીતે પણ એમને હરાવવા મુશ્કેલ હતા. એકવાર વાંચેલું વર્ષો સુધી યાદ રહેતું હતું. કદી હાર માનતા નહીં, છેક છેલ્લી ક્ષણ સુધી લડી લેતા. બહુ જ આશાવાદી હતા. તેઓ ઉત્તમ ગાયક પણ હતા. રામકૃષ્ણએ એમના ઉત્તરાધિકારી તરીકે વિવેકાનંદને નિમ્યા, એમને ગળા સુધી ખાતરી હતી કે એમનાથી અનેકગણું સારું કામ તેઓ કરશે. ભારતભ્રમણ કરી દેશની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં ફરીને માનવતાનો મંત્ર વહેતો કર્યો હતો. ભારત સરકારે ૧૯૮૪માં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.
અલવરના દીવાન રાજા મંગલ સિંહે વિવેકાનંદને પૂછયું , 'હું મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી કરતો.' સ્વામીજીએ કહ્યું કે, 'સૌ કોઈને તેમનો વિશ્વાસ મુબારક.' બાદમાં સ્વામીજીએ એમને રાજાના ચિત્ર પર થૂંકવા કહ્યું, આ સાંભળીને દીવાન આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા. ત્યારે સ્વામીજીએ કહ્યું, 'આ તો કાગળનો માત્ર એક ટુકડો છે છતાં તમે અચકાઈ રહ્યા છો કારણ કે, તમને સૌને ખબર છે કે, આ તમારા રાજાનું પ્રતીક છે. એમ જે લાકડાં, માટી અને પથ્થરની બનેલી મૂર્તિની પૂજા કરે છે. તેઓ એ ધાતુની નહીં પણ પોતાના ઈશ્વરના પ્રતીકની પૂજા કરે છે.' સતત અને સખત મહેનતનો પર્યાય હતા માનવજાતિનું વિસ્તાર એમનું ધ્યેય રહ્યું. એમનું સૂત્ર ઔષધ બનીને જીવનમાં કામ લાગે તેવું છે. 'જીઋત્ન્ઘઞ્। (્ટ્ર। ાૃ્રૂપ્ શ્નઝ્ઋવ્ઝ્રદ્ધ્યષ્। ળ' ૧૯૦૧માં ફરી બેલૂર મઠમાં આવ્યા અને ખૂબ પ્રવૃત્તિઓના વચ્ચે શરીરનું ધ્યાન આપ્યું નહીં. તા. ૪-૭-૧૯૦૨ ના રોજ જાણે બબ્બે સૂર્ય આથમ્યા.
અંતે...
મેં કેવું આલિશાન ઘર બાંધ્યું તેમાં ભવ્યતા નથી પણ મારું ઘર કેટલા લોકો માટે વિસામારૂપ બન્યું, કેટલાંને તેનાથી આશ્વાસન મળ્યું, કેટલાને ટાઢક, આત્મીયતા, હૂંફ મળી, એમાં જ એની ભવ્યતા છુપાયેલી છે.
- કુન્દનિકા કાપડિયા