જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી સર્વપલ્લીરાધાકૃષ્ણન ...

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી સર્વપલ્લીરાધાકૃષ્ણન ... 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

પ શ્ચિમના પ્રસિદ્ધ ચિંતક કાર્લાઈલે કહેલું મારું માથું માત્ર બે જ જણને નમે છેઃ એક ખેડૂતને અને બીજું શિક્ષકને. પ્રાચીન સમયથી જ આપણી શિક્ષણ પરંપરામાં શિક્ષક એટલે કે ગુરુનું મહત્વ વિશેષ રહ્યું છે. આદિ શંકરાચાર્યજીને કોઈએ કહ્યું કે તમે ભગવાન છો એટલે હવે અમે તમારી પૂજા કરીશું. ત્યારે શંકરાચાર્યજીએ કહ્યું કે 'હું ભગવાન નથી, તમે મને ભગવાન ન કહો, હું એક આચાર્ય છું અને આચાર્ય જ રહેવા માંગું છું અને આચાર્યનું કામ છે ભગવાનની સાચી ઓળખ આપવાનું અને હું તે કરી રહ્યો છું તેનું મને ગૌરવ છે'. ભારતીય કેળવણીની પરંપરા એ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા છે. દધિચિ હોય કે ચરક, સુશ્રુત હોય કે આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્યથી લઇ ચાણક્ય કે પછી સર્વપલ્લીરાધાકૃષ્ણનજી હોય કે આપણા મૂછાળી મા એવા ગીજુભાઈ હોય. ભારતના દરેક શિક્ષકોએ કેળવણીનો મહિમા કરવાની સાથે- સાથે નૂતન અભિગમો અને સંશોધનો દ્વારા ભારતીય સમાજમાં અજવાળા પાથરવાનું કામ કર્યું છે. આજે આવા જ એક શિક્ષકનું સહજ સ્મરણ થઇ આવે છે. જે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ પોતે શિક્ષક તરીકે ઓળખાવાનું વધુ પસંદ કર્યું તેવા વિદ્યા પુરુષ એટલે ડો. સર્વપલ્લીરાધાકૃષ્ણનજી. વર્ષ ૧૯૪૮માં જયારે ગાંધીજીની હત્યા થઇ ત્યારે તેમને દુનિયાભરમાંથી અંજલિ આપવામાં આવી હતી. અમેરિકાના જાણીતા સામયિક 'TIME' મેગેઝીન તેના લાંબા લેખને અંત ેલખેલું, 'તેમને સાચી અંજલિ તેમના વિશેની વાત ફરી ફરીને કહેવાતી રહે તેમાં રહેલી છે.'શ્રીરાધાકૃષ્ણનજી માટે પણ તેમ કહેવું યથાથ ર્છે.એ ન્યાયે દર શિક્ષક દિને આપણે તેમને યાદ કરીએ છીએ. આટલા વર્ષોથી શિક્ષક દિવસ ઉજવાતો રહે છે પણ શું આપણે સાચા રાધાકૃષ્ણનને પામી શક્યા છીએ ખરા? રાધાકૃષ્ણનજીના કયા મૂલ્યો આજે આત્મસાત કરવા અને આચરવા જેવા છે.? તેના પર વિશેષ વિચાર કરવો રહ્યો. 

શ્રીરાધાકૃષ્ણનજીનું સમગ્ર વ્યક્તિત્વ માનવતાવાદી, કરુણામય, રાષ્ટ્રભક્તિથી છલોછલ અને વિદ્વતાપૂર્ણ હતું. એમના વિચારોમાં ક્યાંય આક્રોશ ન હોતો. તેમનું સમગ્ર જીવનએ કવિ ચાર યાત્રા છે. જેમાંથી પ્રત્યેક વ્યક્તિને શુભ વિચાર પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં કહેવાયું છે કે'શિવો ભૂત્વા શિવં યજેત'-શિવ થઈને જ શિવની ઉપાસના કરવી. તેમ આવા વિરાટ વ્યક્તિત્વને પામવા વિરાટ દ્રષ્ટિ જોઈએ. વિરાટને પામવા વિરાટ બનવુ ંપડે. આજે આપણા શિક્ષકોએ વિરાટ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની જરૂર છે. મારા વિષયમાં દુનિયામાં નવું શું થઇ રહ્યું છે? શું હું તેનાથી પરિચિત છું? સમાજનાં વાસ્તવ અને મારા વર્ગખંડ વચ્ચે કેટલું અંતર છે? નિયમિત સ્વાધ્યાય, વાંચન અને ચિંતનમાં મારો કેટલો સમય અપાય છે? આવા, અંતદ્રષ્ટિવાળા વિચારો કરવા પડશે ત્યારે સાચા રાધાકૃષ્ણનને પામી શકાશે. ઘણી વાર શિક્ષકો એવું કહેતા જોવા મળે છે કે અમારે તો ભણાવવું છે પણ સરકાર ભણાવવા દે તો ને? આ માત્ર એક બહાનું હોઈ શકે. રાધાકૃષ્ણનજીએ પણ અધ્યાપનની સાથે-સાથે હોસ્ટેલનારેકટર તરીકે અનેક વહીવટી કાર્ય પણ કર્યા જ છે. રાધાકૃષ્ણનજીની ભૂમિકાઓનો વિસ્તાર જુઓ ઃ અધ્યાપક, લેખક, દાર્શનિક, ચિંતક, કુલપતિ, ભારતના રાજદૂત, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિરાધાકૃષ્ણનજીથી ફરી પાછા કોમનમેન રાધાકૃષ્ણનજી. આ બધી જ ભૂમિકામાં આપણન ેસાદગીપૂર્ણ, વિદ્વાન, પવિત્ર, આધ્યાત્મિક એવા ભારતીયતાના બ્રાન્ડએમ્બેસેડર રાધાકૃષ્ણનજીનો પરિચય થાય છે. 'વ્યાસોચ્છીષ્ટમ જગત સર્વમ'-વ્યાસજીએ મહાભારતમાં જગતના કોઈ પ્રશ્નને છોડયો નથી તેમ દર્શનશાસ્ત્ર- તત્વ જ્ઞાનની બાબતમાં રાધાકૃષ્ણનજીને લાગુ પડે છે.રાધાકૃષ્ણનજી વિદ્વાન હતા પણ માત્ર પોથી પંડિત નહોતા. વિદ્વાન હોવાની સાથે-સાથે સમાજના વાસ્તવને બદલવા માટે એક શિક્ષક શું કરી શકે તે રાધાકૃષ્ણનજીએ કરી બતાવ્યું હતું. તેજમાનામાં યુનિવસટીમા ંજ્ઞાતિ વાર રસોડા ચાલતા.બ્રાહમણનું જુદું, દલિતોનું જુદું, અન્ય વર્ગો પ્રમાણે જુદા-જુદા રસોડા ચાલે. ડો.રાધાકૃષ્ણને આંધ્ર. યુનિ.માં સૌ માટે સામાન્ય રસોડું શરુ કર્યું. આ જમાનામાં આવી ક્રાંતિકારી વ્યવસ્થા એમને કારણે જ નભી અને ત્યાંથી જ્ઞાતિ રહિત રસોડાનો પ્રારંભ થયો. પોતે મૃદુહૃદય કોમળ શિક્ષક છતાંય સ્વાધ્યાયમાં કડક. વિદ્યાર્થીઓને એમનું અનન્ય આકર્ષણ અને તે આકર્ષણ ન હોય તો જ નવાઈ કહેવાય. કારણ કે એમના નામમાં જ રાધા અને કૃષ્ણનો સંગમ છે.કૃષ્ણનો પ્રેમ અને રાધાનું સમર્પણ એક ખોળિયામાં સમાય ત્યારે રાધાકૃષ્ણન જેવા શિક્ષકો મળે છે. 

આપણા ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, કળા-સાહિત્યએ સઘળું આખરે તો વ્યક્તિના, સમાજના ઉર્ધ્વગામી થવાના પ્રતીકો છે. રાધાકૃષ્ણનજીના જીવનથી વ્યક્તિને ઉર્ધ્વગામી થવાની પ્રેરણા મળે છે.  ઋગ્વેદ સંહિતામાં એક નાની પ્રાર્થનાછે. 'પ્રાણેનય' - અમને આગળ લઇ જાઓ. આંતર કોષને સમૃધ્ધ- પ્રબુધ્ધ કરવો અને વહેતા રહેવું એ પ્રત્યેક શિક્ષકનાં જીવનનો જીવનનો સ્વભાવ બનવો જોઈએ. 

અંતે, 

જીવનમાં આપણી મુખ્ય જરૂરિયાત છે, કોઈ એવી વ્યક્તિની કે, જે આપણે કંઇક  કરી શકીએ તેમ હોઈએ તે આપણી પાસે કરાવે. આવી વ્યક્તિને સદીઓથી લોકો 'શિક્ષક' કહેતા આવ્યા છે. 

-રાલ્ફવાલ્ડોએમર્સન


Google NewsGoogle News