દુનિયામાં સૌથી વધુ છિદ્રોવાળી સ્ત્રી કોણ છે?

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
દુનિયામાં સૌથી વધુ છિદ્રોવાળી સ્ત્રી કોણ છે? 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

જે અનુરાગ ઠાકુર નહીં કરી શક્યા એ અશ્વિની વૈષ્ણવ કરી શકશે ?

લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા કરતા સોશિયલ મીડિયા ભાજપને વધુ નડયું હતું. વર્તમાન રાજકારણીઓમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો પહેલાથી સમજી ગયા હતા કે રાજકારણમાં ડિજીટલ મીડિયાનું મહત્ત્વ ઘણું છે. લોકસભાની ચૂંટણી પહેલા ઘણા મહિનાથી ભાજપ - મોદી વિરોધી યુ-ટયુબરો મચી પડયા હતા. મોદી રાજકીય રીતે એટલા ચતુર તો છે જ કે આવા યુ-ટયુબરોને અવગણે નહીં. મોદી જાહેરમાં કદાચ આવા યુ-ટયુબરોને મહત્ત્વ નહીં આપે, પરંતુ જે તે મંત્રી પાસેથી એવી અપેક્ષા તો રાખે કે ધ્રુવ રાઠી જેવા યુ-ટયુબરોને કાબુમાં રાખી શકે. તત્કાલીન આઇબી મિનિસ્ટર અનુરાગ ઠાકુર ડિજીટલ મીડિયાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયા અને મોદીએ એમને ફરીથી મંત્રી બનાવ્યા નહીં. હવે આ જવાબદારી નવા આઇબી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પાસે છે, ત્યારે જોવુ રહ્યું કે જ્યાં ઠાકુર નિષ્ફળ રહ્યા ત્યાં વૈષ્ણવ સફળ થાય છે કે નહીં.

પતિને પાતળિયા જ રાખજો, પહેલવાન બનાવવામાં માલ નથી

દેશી લોકગીતોમાં કદી જ કન્યા માટે મસલ્સના ગઠ્ઠાવાળા, પહેલવાન કે કુસ્તીબાજ મુરતિયાની વાત આવી નથી. બધા જ પ્રાંતનાં ગીતોમાં પાતળિયો વરરાજા જ કન્યા માટે સોહામણો લાગ્યો છે. આ વાતનો પુરાવો લંડન ટાઇમ્સના એક સમાચાર ઉપરથી મળે છે. બ્રિટનમાં પઠ્ઠા-પહેલવાન પતિદેવોથી કંટાળેલી સ્ત્રીઓનું મંડળ સ્થપાયું છે. આ મંડળનું નામ 'ધ ઍનેબોલિક સ્ટેરોઇડ વાઇવ્ઝ અસોસિયેશન' છે. બ્રિટનમાં ટેલિવિઝન ઉપર કુસ્તી અને મસલ્સવાળા માણસો બહુ દેખાડાય છે એટલે વાદેવાદે પુરુષો પોતાના સ્નાયુ અને બાવડાના ગોટલા વધારવામાં પડયા છે. જુવાનિયાઓ ઇન્સ્ટંટ મસલ્સ ઉપસાવવા ઍનેબોલિક સ્ટ્રેરોઇડ નામની દવા લે છે. આ દવાને કારણે પતિદેવ પહેલવાન બને છે. પુરુષને લાગે છે કે મરદ દેખાવા માટે મસલ્સ જાઇઅ, પણ મસલ્સ મેળવવા જતાં મરદાની ચાલી જાય છે. ૧ વર્ષ સુધી સ્ટેરોઇડ લેવાથી પુરુષની સ્ત્રી માટેની આસક્તિ ખતમ થઈ જાય છે. એટલે પહેલવાન પતિદેવો પહેલવાની છોડીને પહેલાં હતા તેવા બની જાય તે માટે પહેલવાન પતિથી કંટાળેલી સ્ત્રીઓએ પોતાનું મંડળ બનાવ્યું છે. અને આ મંડળની સ્ત્રીઓ બીજી સ્ત્રીને ચેતવે છે કે પતિને પાતળિયા જ રાખજા, પહેલવાન બનાવવામાં માલ નથી.

શાહજહાએ એ જમાનામાં 2.9 કરોડ રૂપિયા ખર્ચીને મયૂરાસન બનાવ્યું હતું

તાજમહાલ રચનારા શાહજહાન ગાદીએ આવ્યા ત્યારે તેમનું નામ લાંબુલચક હતું - અબ્દુલ મુઝફર શાહબુદ્દીન મોહમ્મદ સાહિબ કુરાનસાની શાહજહાન બાદશાહ ગાઝી. શાહજહાન આખા વિશ્વનો શહેનશાહ હોય તેવું તેના નામમાં જ 

સૂચવાઈ જતું હતું. શાહજહાનના રાજ્યાભિષેક વખતે મહેમાનો સામે હીરા ભરેલી તાસક ધરીને તેમાંથી મુઠ્ઠી ભરીને હીરા ઉપાડવાનું કહેવામાં આવ્યું હતું. મુમતાઝને લગ્ન વખતે આપવાની દહેજની મોટી રકમ બમણી કરીને અપાઈ હતી. જે જે લોકો રાજ્યાભિષેકમાં આવ્યા તેમને હાથી, ખંજર, તલવાર વગેરે ભેટ અપાયા હતા. ઘણા સરદારોને ઇથોપિયાથી આયાત કરેલા ગુલામો ભેટ અપાયા હતા. શાહજહાન સુંદર ઇમારતોનો ભારે શોખીન હતો. તેણે તેના દાદા અને જહાંગીરે બનાવેલા મહેલોને તોડી નખાવ્યા અને નવેસરથી મહેલો બંધાવ્યા. મયૂરાસન બનાવનાર પણ શાહજહાન હતો. ''બાદશાહનામા'' નામના ગ્રન્થમાં અબ્દુલ હમીદ લાહોરીએ લખ્યું છે કે, આ મયૂરાસનમાં બેબાદલખાન નામના કારીગરે ૧૨૦૦ કિલો સોનું વાપરીને સાત વર્ષના સમયગાળામાં રૂ. ૨.૯ કરોડને ખર્ચે મયૂરાસન બનાવ્યું હતું. આ મયૂરાસનમાં રૂબી અને બીજા કીમતી નંગો મઢયા હતા. નાદિરશાહે દિલ્હીની લૂંટ ચલાવેલી ત્યારે ૧૭૩૯માં આ મયૂરાસન લૂંટીને પર્શિયા લઈ ગયો. ત્યાં તેણે મયૂરાસન તોડી નાખ્યું હતું.

શા માટે અમેરિકનો હવે વધુ કોર્ન ઓઇલ વાપરી રહ્યા છે?

વિવિધ પ્રકારનાં ખાદ્યતેલોની આરોગ્ય પર થતી અસરો વિશે વરસોથી સંશોધન થયા કરે છે. આવાં સંશોધનોના આધારે જ ડૉક્ટરો અને ડાયેટિશ્યનો જુદા જુદા તેલના વપરાશની ભલામણ કરતા રહે છે. પહેલા તેઓ સીંગતેલને બદલે સૂર્યમુખીના તેલ (સન ફલાવર ઓઇલ)ની ભલામણ કરતા, પછી પામતેલ આવ્યું, સોયાબીનનું તેલ આવ્યું અને હવે સૌથી લેટેસ્ટ છે કોર્ન ઓઇલ (મકાઈનું તેલ). આખા વિશ્વમાં મકાઈનો સૌથી વધુ પાક લેતા અમેરિકામાં લોકો હવે હાઇપર ટેન્શન, હાઇ બ્લડપ્રેશર અને હૃદયરોગથી બચવા કોર્ન ઓઇલ તરફ વળ્યા છે. ભારતમાંય ડોક્ટરો અને ડાયેટિશ્યનોએ કોર્ન ઓઇલના વપરાશની ભલામણ કરવી શરૂ કરી દીધી છે.

કાશ્મીરી હકીમો કહેતા કે, કેસર વાપરવાથી શરીરનો વાન ગોરો થાય છે

બુદ્ધની પ્રતિમાની પૂજા વખતે બર્માના લોકો કેસર વાપરે છે. શુદ્ધ બ્રાહ્મણો ત્રિપુંડનું ટીલું તાણે તેમાં કેસર વાપરે છે. મુસ્લિમોના મંત્રેલા તાવીજમાં પણ કેસરના તાંતણા મૂકવામાં આવે છે. કેસર જિન (ભૂત)ને ભગાડે છે. તેવી માન્યતા છે. હકીકતમાં તો કેસર અક કુદરતી જંતુનાશક ચીજ છે. કેસરનો સ્પર્શ થાય અટલે ગંદી ચીજ શુદ્ધ થઈ જાય છે. કેસરને હિન્દીમાં કેશર, મરાઠીમાં કેસર અને અરબી કે ઉર્દૂમાં ઝાફરાન કહે છે. મૂળ તો કાશ્મીરમાં કેસર થતું હતું. આરબો જમીનરસ્તે કાશ્મીર આવતાં અને કેસરના તાંતણા પોતાના દેશમાં લઈ જઇને ચા, કૉફી કે બિરયાની કે માંસમાં પણ કેસર નાખીને ખાતાં. કાશ્મીરી હકીમો કહેતા કે, કેસર વાપરવાથી શરીરનો વાન ગોરો થાય છે તેમજ કામશક્તિ વધે છે એટલે આરબોને કેસરનું ઘેલું લાગ્યું હતું.

વિ જ્ઞાાન કહે છે કે માનવીના મગજમાંના રસાયણો જ તેને અમુક રીતે વર્તન કરવા પ્રેરે છે. આ ન્યુરોકેમિકલ્સની જુદી જુદી માત્રા માનવીને બીજા માનવીથી ભિન્ન બનાવે છે અવા અવા માણસો છે જેમને બીજાને સૂગ ચડે તેવાં કામો કરવામાં આનંદ આવે છે. અક નવું ગાંડપણ નીકળ્યું છે શરીર પર વધુને વધુ છૂંદણાં છૂંદાવવાનું અને શરીર પર વધુને વધુ કાણાં પાડીને તેના પર આભૂષણોનાં બોર, ઠળિયા અને કડીઓ લટકાવવાનું. તેમાં પણ ગિન્નેસ બુક ઓફ રેકોર્ડસમાં નામ નોદ્વધાવવા માટે સ્પર્ધા જામે છે અને તે માટે ઘણા લોકો જાનના જાખમની પણ પરવા કરતા નથી. આમાંની અક છે બ્રિટનના ઍડીનબર્ગની કાળી મહિલા અલેઇન ડેવિડસન, ઍલેઇન દુનિયાની સૌથી વધુ છીદ્રોવાળી (મોસ્ટ પીઅર્સડ્ પર્સન) છે. ઍલેઇનના શરીર પર તો છીદ્રો અને છીદ્રો જ છે. એના દેહ ખૂણેખાંચરેનાં મળીને કુલ ૬૨૦ છીદ્રો હતાં અને એ વધુને વધુ કાણાં પડાવી રહી છે. ત્વચાના નિષ્ણાત ડૉક્ટરો ઍલેઇનને ચેતવણી આપી રહ્ના છે કે આ છીદ્રોને કારણે અના લોહીને ઝેરની અસર થઈ શકે છે અને એવું થયું પણ છે. લાનેલી નામના શહેરમાં લેસ્લી હોવેલ્સ નામના માણસે શરીર પર ૧૧૮ પીઅર્સિંગ કરાવ્યાં હતાં. એ પોતાના ધ્યેયમાં આગળ વધી રહ્ના હતો ત્યાં જ એને બ્લડ પોઇઝન થયું અને એ મરણ પામ્યો. એલેઇન કહે છે કે, ''શરીર પર સૂયા ભોદ્વકાવવાનું મને હવે બંધારણ થઈ પડયું છે. તેનાથી મને નશો ચડે છે.''


Google NewsGoogle News