ન્યૂરોસાયન્સ અને ધાર્મિકતા વચ્ચે સીધો સંબંધ છે
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
મા નવીના મન સાથે ઈશ્વરની ખરી કે ખોટી સૃષ્ટિને જરૂર કંઈ લાગતુંવળગતું હોવું જાઈઅ તેથી માનસશાસ્ત્રીઓ (સાઇકોલોજિસ્ટ), માનસરોગ તજજ્ઞાો (સાઇકિયાટ્રિસ્ટો) અને મગજના તજજ્ઞાો (ન્યુરોસાયન્ટિસ્ટો) અ એકઠા થઈને આ દિશામાં સંશોધનો શરૂ કર્યા છે, અને વિજ્ઞાાનમાં અક નવી જ શાખા વિકસી રહી છે, જેને 'ન્યુરોથીઓલોજી' એવું નામ આપવામાં આવ્યું છે. આ શાખાનો ઉદ્દેશ્ય મગજ અને ધામક્તા કે આધ્યાત્મિક્તા વચ્ચેનો સંબંધ શોધી કાઢવાનો છે. ધર્મ અથવા આધ્યાત્મ શરીર સાથે કેવી રીતે જાડાયેલો છે તે તેના સંશોનનો મહત્ત્વનો વિસ્તાર છે. અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રુ ન્યુબર્ગે આ દિશામાં અક નવું અને નક્કર કદમ ભર્યું છે. એમનું તારણ છે કે હિન્દુઓ અને બૌદ્ધો જેને નિર્વાણ, પરમબ્રહ્મ, તુર્યાવસ્થા કહે છે તેવું તત્ત્વ અસ્તિત્વ ધરાવે છે તેવી સ્થિતિ શક્ય છે. ગૂઢવાદીઓ જેને પરમતત્ત્વ કહે છે તે વાસ્તવિકતા છે. એન્ડ્રુ ન્યુબર્ગના આ કથનમાં અમના પોતાનાં જ સંશોધનોનો આધાર છે. અમનું કહેવું છે કે આ 'અસ્તિત્વ'ની હાજરી વિજ્ઞાાન સાથે વિસંગત નથી. એમણે આ નિષ્કર્ષ માત્ર વૈજ્ઞાાનિક રીતે નિરીક્ષણ કરીને પણ મેળવ્યો નથી, વૈજ્ઞાાનિક પરિભાષામાં કહીએ તો એેમણે એની તસવીર પણ ખેંચી છે.
એમિશ સંપ્રદાયના લોકો હજી કારને બદલે ઘોડા પર સવારી કરે છે
એમિશ નામના એક ખ્રિસ્તી સંપ્રદાયના લોકો હજી રૂઢિચુસ્ત છે. તેઓ કારને બદલે ઘોડા પર સવારી કરે છે. હવે તકલીફ અ થઈ છે કે વિસ્કોન્સીન શહેરના રસ્તા પર આ ઘોડાઓ ફરે છે અને લાદ કરે છે. આ રીતે શહેરના રસ્તાઓ ગંદા થઈ રહ્ના છે તેની સામે નાગરિકો અકઠા થયા અને અદાલતમાં ધાવ નાંખી. એમની માગણી છે કે ઘોડાઓને બાળોતિયાં, એટલે કે નેપ્પીઝ પહેરાવવામાં આવે, ઘોડાઓને આ રીતે ઉપવસ્ત્ર પહેરાવવા સામે એમિશના વડીલ લોકોને વાંધો છે. એમની દલીલ છે કે ઘોડાઓ જેટલી ગંદકી કરે છે તેના કરતા મોટરકારો વધુ પ્રદૂષણ ફેલાવે છે. વળી ઘોડાઓને થેલા પહેરાવવામાં આવશે તો ઘણા અકસ્માતો સર્જાશે.
કમળો થવાનું કારણ શરીરમાં એન્ઝાઇમ્સનું ઘટેલું પ્રમાણ છે
કમળાના દરદીને ગ્લુકોઝનું પ્રમાણ જેમાં સૌથી વધારે હોય અવો ખોરાક લેવાની ભલામણ કરાય છે. એને કારણે લોહી શુદ્ધ બને છે અને લીવરને પણ નવી શક્તિ પ્રાપ્ત થાય છે. માટે જ કમળાના દરદીને શેરડી ચાવીને ખાવા અને તેનો મીઠો રસ (રસવાળાઓને ત્યાં હોય છે અવા મશીન વડે કાઢેલો રસ નહી) ગળે ઉતારવાની સલાહ અપાય છે. શેરડીનો તાજા રસ શરીરની અંદર જમા થયેલા પીળા રંગના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. લોહી શુદ્ધ થતાં દરદીના શરીરમાં ફરી લાલી આવવા માંડે છે. દરદીને ચરબીયુક્ત, તળેલો ખોરાક અને આલ્કોહોલની સખત મનાઈ ફરમાવાય છે. અવી જ રીતે, ગંદી જગ્યાએ ઊભાં રહીને ખાવું નહીં. દરરોજ આરોગ્યપ્રદ ભોજન કરવાથી અને યોગ્ય દવાઓ લેવાથી શરીર ફરી રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરી લે છે. હેપેટાઇટિસ 'બી' ગંભીર પ્રકારનો કમળો ગણાય છે આ વાઇરસની રસી મૂકાવવાથી તેના ચેપ અને અસરથી મુક્ત રહી શકાય છે. હવે તો બાળક જન્મે ત્યારે જ એને આ વાઇરસની રસી આપી દેવાય છે. નવજાત શિશુઓના શરીરમાં હળવા પ્રમાણનો કમળો હોય છે, કારણ કે એ વખતે તેના શરીરમાં પિત્તરસને નાબૂદ કરતા એન્ઝાઇમ્સ (પાચક રસો) અને લાલ કણની કમી હોય છે. જાકે એન્ઝાઇમ્સ બનવા માંડે અ પછી શિશુની એ તકલીફ દૂર થઈ જાય છે. અમુક પુખ્ત વયના લોકોને પણ કમળો થવાનું કારણ તેમના શરીરમાં એન્ઝાઇમ્સનું
ઘટેલું પ્રમાણ હોય છે. કમળાના દરદીને શરીરમાં ખૂબ ખંજવાળ આવે છે, કોઇકને ઊલટીઓ થાય છે. પેટમાં દુખાવો રહે છે અને શરીરમાં અત્યંત નબળાઈ લાગે છે. ગંભીર પ્રકારના કેસમાં દરદીને ઘણા મહિનાઓ સુધી કમળો રહે છે અને તે માટે અસરકારક સારવારની જરૂર પડે છે.
કર્ણાટકમાં કૂકડાની લડાઈ માટે ખાસ પંચાંગ તૈયાર થતું હતું
અગાઉના જમાનામાં જ્યારે રાજાશાહીનો સૂર્ય ઝળહળતો હતો તે કાળમાં રાજાઓ ભેંશ, પાડા, આખલા, હરણ અને કૂકડાને અંદરોઅંદર લડાવીને મનોરંજન કરતા હતા. ઉત્તર ભારતથી કર્ણાટક સુધી કૂકડાની લડાઈ તો આજે પણ લડાવાય છે. કર્ણાટકમાં તો કૂકડાની લડાઈ માટે ખાસ પંચાંગ તૈયાર થતું અને તેમાં ત્રીસેય દિવસમાં કયે સમયે અને કયા સ્થળે કૂકડાની લડાઈ ગોઠવી શકાય તેનો સમય અગાઉથી નક્કી થતો. તેમાં લાલ, કાળા અને સફેદ રંગવાળા કૂકડાને કઈ લડાઇમા મૂકી શકાય તે પંચાંગકર્તા નક્કી કરતા. દિવાળી, મકરસંક્રાતિ અને ગોકુલાષ્ટમીને દિવસે ખાસ કૂકડાની લડાઈ થતી. આગ્રામાં ઊંટની લડાઈ થતી. ૧૫૨૯ની સાલમાં બાબર ખાસ ઉત્સવ યોજીને ઊંટને લડાવતાં. ઊંટને ભાંગ પીવરાવવામાં આવતી હતી. અંગ્રેજાને ઊંટની લડાઈમાં બહુ મઝા પડતી. અકબરના પુત્ર જહાંગીરના તબેલામાં ૨,૦૦૦ ઊંટ રખાતાં હતાં. મોગલોના સમયમાં હાથીને લડાવવામાં આવતા હતા. અકબર તો હાથીને ગાંડો કરીને પછી તેના ઉપર સવારી કરવાનો શોખીન હતો. અકબર તેની મરણપથારીએ હતો ત્યારે તેણે ચંચલ અને ગીરનબાર નામના બે હાથીને લડાવ્યા હતા. મોગલો માણસ અને સિંહને પણ લડાવતા હતા.
નિકોલસે પાંચસો વર્ષો બાદ લિઓનાર્દો દ'વિન્સીને સાચો સાબિત કર્યો!*
લિઓનાર્દો દ'વિન્સીઅ સન ૧૪૮૫ અક નોંધપોથીમાં લખેલું, ''જા દરેક બાજુથી ૧૨ મીટર લંબાઈ ધરાવતું અને બાર મીટર ઊંચું લીનન કાપડ હોય તો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ઊંચાઈએથી પડતું મુકી શકે છે. તેને કોઈ ઈજા થતી નથી.'' આ કપડું કેવું હશે તેનું સ્કેચ દર્શાવવામાં આવ્યું છે. આ બધાં પરથી બ્રિટીશ સ્કાય ડાઇવર ઍડ્રિઆન નિકોલસે લિઓનાર્દોએ વર્ણવેલી ડિઝાઈન પ્રમાણે નમૂનો તૈયાર કર્યો. ઍડ્રિઆન દક્ષિણ આફ્રિકામાં મ્પુમાલાંગા પ્રદેશમાં સાહસ કરીને ગરમ હવાના બલૂન વડે ત્રણેક કિલોમીટર ઊડયો. ત્યારબાદ આ નવતર પેરાશૂટના ભરોસે તેણે ભૂસકો લગાવ્યો! પેરાશુટ તથા ઍરોડાયનેમિક્સના નિષ્ણાતો કહેતાં હતાં કે કેન્વાસનું આ પિરામીડ જેવું પેરાશુટ નિષ્ફળ જવાનું. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ૨.૧૩ કિલોમીટર જેટલું અંતર કાપીને નિકોલસે સફળ લેન્ડિંગ કર્યું. નિકોલસે પાંચસો વર્ષો બાદ લિઓનાર્દો દ'વિન્સીને સાચો સાબિત કર્યો!