વિશ્વના ચર્મ ઉદ્યોગમાં ભારતનું તામિલનાડુ સૌથી આગળ
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ઇ ટાલીના લેધરની ક્વોલિટી સારી છે, કારણ કે લેધર ફિનિશિંગ માટેની તેમની પાસે અદ્યતન ટેક્નોલોજી છે. વિશ્વના ચર્મઉદ્યોગમાં ભારત ચોથા ક્રમે છે. અમેરિકાનું લેધર માર્કેટ હાલ ડાઉન છે. તેમણે ભારત અને અન્ય દેશો પાસેથી ચામડું આયાત કરવું પડે છે. ભારત વરસે દહાડે રૂ. બાર હજાર કરોડથી વધુ ચામડાનો વેપાર કરે છે. એમાંથી રૂ. નવ હજાર કરોડનું ચામડું ઍક્સપોર્ટ કરે છે. વિશ્વના કુલ ચર્મબજારમાં ભારત ૪.૬ ટકા ચામડું ઍક્સપોર્ટ કરી રહ્યાં છે. ચામડાના ઍક્સપોર્ટ માટેનાં મુખ્ય છ મથકો છે એમાંથી મુખ્ય છે ચેન્નાઈ. ભારતના ચામડાના કુલ ઍક્સપોર્ટમાંથી ૪૬ ટકા ઍક્સપોર્ટ એકલું ચેન્નાઇ જ કરે છે. તે ઉપરાંત દિલ્હી, કાનપુર, આગ્રા, કલકત્તા અને મુંબઈમાંથી ચામડું ઍક્સપોર્ટ થાય છે. મુંબઈનં્ પોતાનું ચામડાનું પ્રોડક્શન બે ટકા જ છે પણ અન્ય શહેરોમાંથી આવતો માલ અહીંથી ઍક્સપોર્ટ થાય છે. તામિલનાડુમાં ચામડાનો ઉદ્યોગ વધુ ફૂલ્યોફાલ્યો છે તેનું કારણ અ છે કે તામિલનાડુની રાજ્ય સરકાર આ ઉદ્યોગને સારું પ્રોત્સાહન આપી રહી છે. સરકાર ઉદ્યોગ માટે મૂડી અને સબસિડી આપે છે. લેધર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવા સરકાર અહીં ચમાર કમ્યુનિટીને સવલતો આપી રહી છે. આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ઘણા ફાયદાઓ આપ્યા છે. જેમ કે અહીં આયાત પર કોઈ વેરો નથી. લેધર ગુડ્સ બનાવવા માટેના લોક-ફિટિંગ વગેરે પાર્ટ્સની કિંમતમાં કન્સેશન આપવામાં આવે છે. મશીનરીઓ રાહતના દરે આપવામાં આવે છે.
અકડુ સ્વભાવને કારણે મોહમ્મદ અલી જીણા બ્રિટિશ જજોને પણ અકળાવતા હતા
પાકિસ્તાનના સ્થાપક કાયદેઆઝમ મહમ્મદ અલી જીણાએ પોતાની ચતુરાઈ અને કાનૂની નિપુણતાથી કોર્ટની પ્રૅક્ટિસ વધારી. અને પછી પાકિસ્તાન હાંસલ કરેલું એટલું જ નહીં. પણ તેમની વકીલાતવાળી બુદ્ધિથી એક પારસી છોકરીને પ્રેમ કરીને પત્ની પણ બનાવી હતી. લગ્ન કર્યા પછી મહમ્મદ અલી જીણા પોતાની વકીલાતમાં ગળાડૂબ થઈ ગયા. તેમનાથી ચોવીસ વર્ષ નાની અવી સ્વરૂપવાન રતનબાઈનાં અરમાનો લગ્ન પછી ધૂળમાં મળતાં રતનબાઈ અને મહમ્મદ અલી જીણાના ભાઈ કાનજી જીણા વચ્ચે સ્નેહસંબંધ બંધાયો હતો. આ પ્રકારની ચોદ્વકાવનારી વાત ઑક્સફર્ડ યુનિવર્સિટીએ પ્રગટ કરેલા 'જિન્નાહ ઑફ પાકિસ્તાન' નામના પુસ્તકમાં તેના લેખક સ્ટેનલી વૉલપોર્ટે કરી છે. મહમ્મદઅલી જીણા બરિસ્ટર બન્યા ત્યારથી જ તેમના અકડુ સ્વભાવ પ્રમાણે બ્રિટિશ જજોને પણ અકળાવતા હતા. જીણા એક વખત મુંબઈની હાઇકોર્ટમાં દલીલ કરતા હતા ત્યારે જજે કહ્નાં, 'મિસ્ટર જીણા, જરા જારથી બોલો 'તમારો અવાજ સંભળાતો નથી.' તુરંત જીણાઅ કહ્યું, ''સાહેબ, હું બૅરિસ્ટર છું. ઍક્ટર નથી.'' જજ થોડા અકળાયા છતાં શાંતિથી બોલ્યા : ''ભલે તમે બૅરિસ્ટર હો પણ મને તમારો અવાજ સંભળાતો નથી.'' જીણા ગાંજ્યા જાય તેવા નહોતા, તેમણે કહ્નાં, ''જજ સાહેબ, આપના ટેબલ સામે આપે કાનૂનનાં મોટાં મોટાં થોથાં ખડક્યાં છે એ જરા બાજુ પર લઈ લો તો મારો અવાજ ચોખ્ખો સંભળાશે.'' આ પ્રકારે જજને હંફાવનારા મહમ્મદઅલી જીણાના પૂર્વજ હિન્દુ હતા. વડદાદાઓ વટલાઈને ખોજા બન્યા હતા. મહમ્મદઅલી જીણાના પિતાનું નામ જીણાભાઈ પૂંજા હતું. તે બતાવે છે કે તેમના પિતાનું નામ હિન્દુ જેવું હતું.
પ્રાચીન ઇજીપ્શીયનો અને મય સંસ્કૃતિના લોકો પણ સૂર્યના ઉપાસક રહ્યા છે
નાસાના ટ્રાન્ઝિશન રિજીયન એન્ડ કોરોનલ ઍક્સપ્લોરર (ટ્રેસ) સ્પેસ ક્રોફટ દ્વારા સૂર્યથી વધુ નજીક જઈને અદ્યતન કેમેરા દ્વારા તસવીરો ખેદ્વચવામાં આવી તે સૂર્યની પ્રતિભાને ચાર ચાંદ લગાવી દે છે. કોરોનલ લૂપ્સ તરીકે ઓળખાતા ઇલેક્ટ્રો મેગ્નેટિક ગેસના વાદળાં જે લબકતી જવાળામાં સપાટી પરથી નીકળીને કમાનાકાર વળીને નીચે પાછા ફરે છે તેનાં દૃશ્યો રમણીય છે અને આ કમાન લાખો કિલોમીટર ઊંચી હોય છે. સાદા શબ્દોમાં કહીઅ તો સૂર્યના આગના લબકારા લાખો કિલોમીટર ઊંચા પહોંચે છે. માનવ સંસ્કૃતિના ઉગમથી જ માનવીને સૂર્ય પ્રત્યે અહોભાવ રહ્ના છે. પ્રાચીન ઇજીપ્શીયનો અને મય સંસ્કૃતિના લોકો સૂર્યના ઉપાસકો રહ્યા છે.
ઇજીપ્શીયનો સૂર્યને રા કહેતા અને રાજવીઓનો તે સત્તાવાર દેવતા ગણવામાં આવતો હતો. આમ છતાં આજની તારીખમાં સૂર્ય હજુ માનવી માટે રહસ્ય જ છે. ગ્રીક દંતકથા પ્રમાણે ઇકારસ સૂર્યથી ખૂબ નજીક ગયો ત્યારે તે સળગી ગયો હતો અને કદાચ પૃથ્વી પર ગરમી વધવાને કારણે કે અણુયુદ્ધને કારણે પૃથ્વીનો નાશ નહી થાય તો પણ પાંચ અબજ વર્ષ પછી ખૂદ સૂર્યને કારણે જ પૃથ્વીનો નાશ થશે. સૂર્ય ત્યારે આજના કરતા ખૂબ જ મોટા ગોળામાં ફેરવાઈ ગયો હશે. કહે છે કે સૂર્યના કેન્દ્રભાગ કરતાં તેની બહારની સપાટીનો ભાગ હજારો ગણો ગરમ છે.
તુલસીશ્યામ તીર્થધામનું મહત્ત્વ શા માટે?
હિંદુ ધર્મમાં સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં પવિત્ર તુલસીશ્યામ તીર્થધામનો ઉલ્લેખ છે. અવું મનાય છે કે જૂનાગઢ જિલ્લાના ગીરના મધ્ય જંગલમાં અદ્ભુત નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલા આ ધામમાં વનવાસના સમયે પાંડવોએ વસવાટ કર્યો હતો. લોકવાયકા મુજબ ભગવાન શ્યામસુંદરજી અહીં મૂર્તિ આકારે સ્વયંભૂ પ્રગટ થયા હતા. તુલસીશ્યામ યાત્રાધામ અહીંના ગરમ પાણીના કુંડ માટે પણ પ્રખ્યાત છે.
કેટલાક લોકો સંશોધનને નામે ચીટીંગ કરે છે
વૈજ્ઞાાનિક શોધખોળો અત્યંત ધીરજ અને ચીવટ માગી લે છે. સંશોધનમાં વર્ષો પણ લાગે અને છેવટે હાથમાં કંઈ ન આવે તેવું પણ બને. અટલે ઘણા આટલી લાંબી કડાકૂટમાં પડવાને બદલે રીતસર અંચઈ કરે છે. હાર્વર્ડ વિદ્યાપીઠના સંશોધક જહોન ડેર્સી હૃદયની કામગીરી અને રોગો પરના અભ્યાસ માટે પંકાયા હતા. પણ ૧૯૮૧માં અમેરિકાની રાષ્ટ્રીય સંસ્થાએ શોધી કાઢયું કે ડો. ડેર્સીએ પ્રસિદ્ધ કરેલા ૧૦૦ જેટલા અભ્યાસપત્રો માટેની માહિતી તેમણે વિવિધ રોગીઓની તબિયત અને સારવાર તપાસીને ભેગી કરી ન હતી પણ તદ્દન ઉપજાવી કાઢી હતી. કેલીફોર્નિયા યુનિવર્સિટીની સેન ડીએગો સ્કૂલ ઓફ મેડીસીનમાં નિષ્ણાત સંશોધક રોબર્ટસ્લટ્સ્કીનું ભારે માન. તેમના સાથીઓને ભારે અચંબો કે છાશવારે ડૉ. સ્લ્ટ્સ્કી સંશોધન લેખો કેવી રીતે લખતા. યુનિવર્સિટીઅ તપાસ કરતાં ખબર પડી કે રોબર્ટ તેમની સંશોધન પદ્ધતિઓ વિષે હંમેશા જૂઠું બોલતા અને મૂળ માહિતીમાં વગર અભ્યાસે ગમે તેવા સુધારા વધારા કરી અભ્યાસપત્રો તૈયાર કરતા.