કેજીબી અને સીઆઇએ માટે ભારત લડાઈનો અખાડો બની ગયું હતું

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કેજીબી અને સીઆઇએ માટે ભારત લડાઈનો અખાડો બની ગયું હતું 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ભા રતની જાસુસી સંસ્થા 'રો'ના ભૂતપૂર્વ વડા વિક્રમ સુદે એક સ્ફોટક પુસ્તક લખ્યું છે. 'ધ અનઍન્ડિંગ ગેઇમ' નામના આ પુસ્તકમાં કહેવાયું છે કે રશિયાની જાસુસી સંસ્થા કેજીબી અને અમેરિકાની જાસુસી સંસ્થા સી.આઈ.અ. માટે ભારત, લડાઈનો અખાડો બની ગયુ હતું. એક સમયે ભારતનાં ૧૦ જેટલા અખબારો અને એક ન્યૂઝ અજન્સી કેજીબીનાં પેરોલ પર હતા, મતલબ કે એમને કેજીબી દ્વારા નાણા મળતા હતા. આ અખબારોમાં હજારો લેખ પ્લાન્ટ કરવામાં આવતા હતા. આ ઉપરાંત સોવિયેટ સરકાર ૩ કરોડ સામયિકો અને પૂસ્તકોને ખાનગીમાં પૈસા આપતી અને એમનું વિતરણ કરતી. પૂસ્તકમાં કહેવા પ્રમાણે મોરારજી દેસાઈની સરકારને પાડવામાં તેમજ વી.પી. સિંહને બદનામ કરવામાં મહત્વનો ભાગ ભજવનાર રાજકીય સાધુ ચન્દ્રાસ્વામી સી.આઇ.એ.ના એજન્ટ હતા. વી.પી.સિંહને સત્તા પર નહીં આવવા દેવા માટે સી.આઇ.એ. એ ચન્દ્રાસ્વામીનો ભરપુર ઉપયોગ કર્યો હતો. જાકે આમ છતાં વી.પી. સિંહ ચૂંટાઈને વડાપ્રધાન બન્યા એટલે ચન્દ્રાસ્વામીએ ચન્દ્રશેખરની મદદ વડે વી.પી. સિંહની સરકાર ગબડાવી હતી.

ન્યૂયોર્કમાં ઈઝરાયેલ કરતાંય વધુ યહૂદીઓ છે

ઈઝરાયલ કરતાં ઈઝરાયલની બહાર લાખો યહૂદીઓ વસે છે. અકલા ન્યૂયોર્કમાં જ ઈઝરાયલ કરતાંય વધુ યહૂદીઓ છે. બહાર વસતાં યહૂદીઓ પોતાના દેશ અને બાંધવોને મદદ કરવા સતત તત્પર હોય છે. યહૂદીઓ વિશ્વની સૌથી બુદ્ધિશાળી જાતિમાંની અક ગણાય છે અને શ્રીમંત પણ. વિશ્વમાં એમની કુલ વસ્તી પૂરી બે કરોડ નથી અને તોય વિશ્વસંસ્કૃતિની પ્રગતિમાં આ પ્રજાએ કેટલીયે મેધાવી પ્રતિભાઓ જમાપક્ષે નોંધાવી છે. જીસસ ક્રાઈસ્ટ યહૂદી હતા, ડો. આલ્બર્ટ આઈનસ્ટાઈન, ન્યૂટન, કાર્લ માર્ક્સ, ડૉ. ફ્રોઈડ, કાફકા... પશ્ચિમી વિશ્વના હજારો યહૂદી બુદ્ધિજીવીઓ, કલાકારો, લેખકોની લાંબી યાદીમાં ધનાઢયોનો પણ સમાવેશ થઈ જાય. વિશ્વને બીજી મહાન ભેટ પણ આ પ્રજાએ આપી બાઈબલની.

બ્રિટિશરો રાજ કરતા હતા ત્યારથી ભારતીયોમાં માછલીઓ પ્રત્યેનું આકર્ષણ પેદા થયું 

રૂપાળી માછલીઓને પાળવાનો શોખ સૌ પ્રથમ ઇજિપ્તમાં શરૂ થયો હતો અને તે પછી ચીનમાં ગોલ્ડફિશ અને જાપાનમાં કોઈ (ર્ણંૈં) અને ગોલ્ડફિશ નામની બે પ્રકારની માછલીઓને શોખરૂપે પાળવામાં આવતી હતી. તે પછી ૧૯મી સદીની શરૂઆતમાં યુરોપ અને અમેરિકા પણ માછલીઓમાં રુચિ લેવા લાગ્યા. અગાઉ ઘરનાં નાનકડાં તળાવોમાં માછલીઓ પાળવામાં આવતી હતી. તે પછી કાચના પાત્રમાં અને તે પછી લોખંડની ફ્રેમવાળા માછલીઘરો (ફિશ ટેન્ક) બનાવવામાં આવ્યાં. તે પછી માછલીઘરની ફ્રેમો ઍલ્યુમિનિયમની બનાવવામાં આવી, પણ હવે તો સંપૂર્ણ કાચની બનેલી પેટીના માછલીઘરમાં માછલીઓ રાખવામાં આવે છે. ભારતીયો માછલીઓમાં રુચિ ધરાવવા લાગ્યા ત્યારે શરૂઆતમાં પશ્ચિમ બંગાળના જમીનદારો ઘરના તળાવમાં માછલીઓ રાખતા હતા. કોઈ સ્પેશિયલ મહેમાન આવે ત્યારે તેઓ આ માછલીઓનો ઉપયોગ માત્ર ખાવા માટે જ કરતા હતા. પણ પછીથી બ્રિટિશરોનું રૂપાળી માછલીઓ પ્રત્યેનું આકર્ષણ જાતાં તેઓ પણ એ તરફ આકર્ષાયા હતા. બ્રિટિશરો ગોલ્ડફિશને માટલામાં કે પતરાના પાત્રમાં લઈ આવીને તળાવમાં રાખતા હતા. બ્રિટિશરો ભારતમાં રાજ કરતા હતા ત્યારથી ભારતીયોમાં પણ માછલીઓ પ્રત્યેનું આકર્ષણ પેદા થયું હતું અને હવે વધતું જાય છે.

દર દસ હજારમાંથી ચાર જણ 'બેલ્સ પાલ્સી'ના શિકાર બને છે

જો તમને ઓચિંતા જ તમારી  એક આંખ બંધ કરવામાં તકલીફ પડવા માંડે, આંખોના પલકારા અસાધારણ બની જાય, એક આંખ સૂકી થઈ ગઈ હોય, કપાળ પર એ તરફ કરચલી પડતી ન હોય, બોલવામાં તકલીફ પડતી હોય, ચહેરાની એક તરફના સ્નાયુઓ અક્કડ થઈ ગયા હોય, તમને ખોરાક ચાવવામાં તકલીફ પડે અને હોઠ પર અક તરફ કરચલીઓ પડવા માંડે તો તમને 'બેલ્સ પાલ્સી' રોગ થયો 

હોવો જાઇએ. આ રોગને ચહેરાનો લકવો કહે છે. એમાં ચહેરાની એક તરફની નસો નબળી પડી જાય છે. અને કારણે તમારો ચહેરો અ તરફના હાવભાવ દર્શાવી શકતો નથી. ચહેરો કદરૂપો પણ બની જાય છે. આમ તો આ રોગ બહુ જૂનો છે, પણ તે દર ૧૦,૦૦૦ લોકોમાંથી ચાર જણને થતો હોય છે. જાકે આજકાલ એના વધુ કિસ્સા સંભળાવા લાગ્યા છે. અમુક પ્રકારના વાયરલ હુમલાને કારણે ચહેરાની નસોને નુકસાન પહોંચે છે. હરપીસ રોગ માટે જે વાયરસ જવાબદાર હોય છે તે જ બેલ્સ પાલ્સી માટે પણ જવાબદાર હોય છે અવું તબીબોનું માનવું છે. ચહેરાની દરેક નસ એ તરફના તમામ સ્નાયુઓનું નિયંત્રણ કરતી હોય છે. ઘણી વખત મગજની ગાંઠ દૂર કરવા માટેની સર્જરી કરાયા બાદ દરદીને ચહેરાનો લકવો લાગુ પડતો હોય છે અથવા અકસ્માતમાં ઇજા કે માનસિક આઘાત લાગવાને પગલે પણ આ લકવો લાગુ પડે છે.

પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ ફિલિપ પણ સ્કૂલગર્લ જેવું સ્કર્ટ પહેરતા હતા

યુ.કે.ના એક પરગણા સ્કોટલેન્ડમાં સદીઓથી પુરુષો કિલ્ટ એટલે કે સ્કુલગર્લ કે નર્સ પહેરે તેવું સ્કર્ટ પહેરતાં આવ્યા છે. મહદઅંશે આ સ્કર્ટ ચેક્સની ડિઝાઇનમાં હોય છે. કમરપટ્ટાની અંદર શર્ટ ઇન કરેલું હોય છે. સ્કોટલેન્ડનું બેન્ડ પણ આ પહેરવેશ પહેરે છે, પ્રિન્સ ઑફ વેલ્સ ચાર્લ્સ અને અના પિતા ફિલિપ પણ પ્રસંગોપાત આવું સ્કર્ટ પહેરે છે. પોલેન્ડમાં બાળકોને સેક્સ એૅજ્યુકેશન આપવામાં આવે છે અને તેને લગતું પાઠયપુસ્તક પણ સરકારે બહાર પાડયું છે. તે પુસ્તકમાં હીજડાઓને લગતું પ્રકરણ છે તેમાં હીજડાઓની ઓળખ આપવા માટેના ચિત્રમાં આવા સ્કર્ટધારી સ્કોટ્સમેન દર્શાવવામાં આવ્યા છે. પ્રિન્સ ચાર્લ્સને અને પ્રિન્સ ફિલિપને આ રીતે આડકતરી ગાળ આપવામાં આવી છે.

જાસૂસી માટે હવે વાંદાની મદદ પણ લેવાય છે

ટેક્નોલોજી જે ધસમસતા પ્રવાહ સાથે આગળ વધી રહી છે અને કારણે જાતજાતનાં મશીનો મળતા થઈ ગયા છે. અરે, જાસૂસી કરવાનું પણ બહુ આસાન થઈ ગયું છે. જોકે અહીં જેનો ઉલ્લેખ કરવાનો છે અ વાત જાણીને તમને ખરેખર અચરજ થશે. જાસૂસીનાં યંત્રો તો ઘણા મળે છે. તેની સાઇઝ નાનામાં નાની બનાવવાની હરીફાઈ ચાલે છે. ઘડિયાળ, ચશ્મા કે બોલપેનમાં ફીટ કરાવી શકો અવા કેમેરા વડે તો હવે ભારતમાં પણ લોકો જાસૂસી કરી શકે છે. હવે તમે કલ્પના કરો કે કેટલી હદે નાનામાં નાની સાઇઝનું યંત્ર હોઈ શકે. વાંદા જેવા જીવજંતુના શરીર પર ફીટ કરી શકાય અવડા જાસૂસી યંત્રો નીકળ્યા છે. આવાં યંત્રો ખાસ કરીને દેશોના ગુપ્તચર વિભાગો કોઈ વિદેશી અલચી કચેરી કે પ્રધાનની ઓફિસમાં જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેતા હોય છે. આ સમાચાર જ્યારે વિશ્વના ખૂણે ખૂણે પ્રસિદ્ધ થશે અ પછી પ્રધાનો અને એલચી કચેરીના અધિકારીઓ જ્યાં કોઈ વાંદો ભાગતો દેખાશે એને ધારી ધારીને જાશે કે એના પર કોઈ કેમેરા તો ફિટ કરાયો નથીને. આમ, જીવજંતુઓનો ઉપયોગ પણ જાસૂસ તરીકે થઈ શકતો હોવાથી ગુપ્તચર વિભાગોની ફોજમાં હવે અનોખી રીતનો ઉમેરો થશે. 


Google NewsGoogle News