જાણો કુંભમેળાની શરૂઆતનો ઇતિહાસ .
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
'કું ભ' એટલે ધાર્મિક અર્થમાં સામાન્યપણે 'અમૃતકુંભ'. આ અમૃતકુંભની મત્સ્યપુરાણમાં કથાનો અહીં આધાર લેવાય છે. આ કથા અવી છે કે દેવતાઓને એક ઋષિનો શ્રાપ લાગવાથી દેવતાઓની તમામ શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. પોતાની શક્તિ પાછી મેળવવા માટે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીઅ દેવતાઓને એવી સલાહ આપી કે સમુદ્રમંથન કરીને એમાંથી પ્રાપ્ત થતા અમૃતનું તમે સેવન કરો તો તમને તમારી શક્તિ પાછી મળશે. જાકે આમ તો સમુદ્રમંથન કરવું એ જ કંઈ 'ખાવાનો ખેલ' નહોતો. એ માટે પણ આખરે તો શક્તિની જ સૌથી પહેલી જરૂર પડે. છતાં દેવતાઓ સમુદ્રમંથન કરવા તૈયાર થયા. ત્યારે તો દેવો અને અસુરોમાં કોઈ લડાઈ-ઝઘડા પણ હતા નહીં. એટલે દેવતાઓઅ દાનવોનો આ મહાઅભિયાનમાં સહયોગ માગ્યો. દાનવો પણ અમૃત પીને અમર થઈ જવાની લાલચે રાજી થઈ ગયા અને દેવો અને દાનવોઅ મળીને અમૃતમંથન કર્યું. પણ જેવો અમૃતસુવર્ણકળશ બહાર આવ્યો કે અની આભાથી અંજાઈ જઇને અ આખોય કળશ મેળવી લેવા દેવો અને દાનવો આપસમાં જ કૂટનીતિ અજમાવવા માંડયા. આ મોકો જાઇને દેવરાજ ઇન્દ્રએ પોતાના પુત્ર જયંતને ઇશારો કર્યો કે અમૃતકળશ લઇને ભાગી જા. જયંત કળશ લઈને ભાગ્યો. અસુરો તેની પાછળ પડયા. જયંત બાર દિવસ બાદ સ્વર્ગમાં પહોંચ્યો. એ દરમિયાન ચાર જગ્યાઅ કુંભ છલકાયો. અ ચારેય સ્થળો એટલે આજના પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, દેવોનો અક દિવસ માણસના એક વરસ જેટલો હોય છે. એ હિસાબે, જયંતની બાર દિવસની મુસાફરીમાં ચાર વાર કળશ છલકાયો તે ઘટનાને દર બાર વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ કુંભમેળા તરીકે ઊજવવામાં આવે છે.
ગરૂડ પક્ષી જીવતા ઘેટાને ઊપાડી જઈ શકે?
શિકાર કરવાની રીતભાતમાં બાજ, શકરો કે સમડીને મળતા આવતા, પણ તેમનાથી કદમાં મોટા અને પાંખોનો વધુ ફેલાવો ધરાવતા ગરૂડ પક્ષીઓ યુરોપમાં વધુ જોવા મળે છે. આ ગરૂડ અથવા ઇગલ જમીન પરથી મધ્યમ કદના જીવતા ઘેટાને ઊપાડી જઈ શકે છે. ઇંગ્લેન્ડના ન્યુહેમ્પશાયરના દરિયા કાંઠે ઘટેલી આ ઘટના પછી કોઈના મનમાં શંકા નહીં રહે. નાનકડી કાયલા અને એના પિતા બીચ પર નહાઈ રહ્યા હતા ત્યારે પક્ષીરાજ ગરૂડ શિકાર કરવાના ઇરાદાથી ત્યાં ત્રાટક્યા. કાયલાના પિતાએ જાયું કે ઇગલ કાયલા પર ત્રાટકી રહ્યાં હતું એટલે અ તુરંત કાયલાને બચાવવા દોડયા. ઇગલ એ જાઈને ત્યાંથી ભાગ્યું, પણ જતા જતા કાયલાનો દરિયાની રેતીમાં રમવાનો દડો (બીચ બોલ) સાથે લેતું ગયું. આ દડો એણે ઉતાવળમાં ઝડપી લીધો હતો જે દૂર જઈને તેણે પડતો મૂકયો. કહે છે કે અક સપ્તાહમાં આ ગરૂડે ચાર બાળકો પર હૂમલા કર્યા હતા. ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યું અને વાઇલ્ડ લાઇફ સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યું. તેને ૨૦૨૧ સુધી રાખવાનો અધિકારીઓએ હૂકમ કર્યો છે.
ચીનને અફીણ આપીને બદલામાં ચા અને સિલ્ક લઈ અંગ્રેજો ધૂમ કમાયા
અંગ્રેજાઅ ચીનને અફીણ વેચવાની પ્રવૃત્તિ ઘણી વધારી મૂકી. ચીન પાસેથી અફીણના બદલામાં ચા અને સિલ્ક લઈ તેને પશ્ચિમના દેશોમાં વેચી અંગ્રેજા ખૂબ કમાયા. ૧૭મી સદીમાં અમેરિકાથી તમાકુ ચીન ગઈ અને ચીનના લોકો તમાકુમાં અફીણ મેળવીને પીવા લાગ્યા. ચીનમાં અફીણનું સેવન એટલી હદે વધી ગયું કે અઢારમી સદીમાં ચીનના રાજા યુંગ ચેન્ગે અફીણ પર પ્રતિબંધ મૂકી દીધો. અહીંથી અફીણની દાણચોરીની શરૂઆત થઈ. અંગ્રેજા હવે ચીનમાં સીધેસીધું અફીણ વેચી શકતા નહોતા એટલે અમણે ચીન સાથે ધંધો કરતા ભારતીય વેપારીઓ મારફતે દાણચોરીથી ચીનમાં અફીણ ઘુસાડવાનું શરૂ કર્યું. દાણચોરીનો આ ધંધો બંગાળની ખાડીમાંથી જતાં વહાણો દ્વારા શરૂ થયો.
બ્રિટનમાં ગામડામાં ફરે છે, સોફા-કમ-કાર
બ્રિટનના એક ગામમાં સોફાસેટ ફરવા નીકળ્યો છે. કારણ કે તેને પેડાં પણ છે, તેમાં પેટ્રોલ પણ છે, તેનો ડ્રાઇવર પણ ઍક્સપર્ટ છે. આ સોફાસેટનો ૨૬ વર્ષનો ડ્રાઇવર ઍડ
ચીના પોતે જ સોફા-કારનો સર્જક છે. તેણે સોફા-કારનું નામ સોફી રાખ્યું છે. તેણે મિનિ-કારનાં ચેસીસ અને ઍન્જિન સોફાના માળખામાં બેસાડયાં છે. સ્ટીઅરિંગ તરીકે કડાઈ (કે તાવડી, જે કહો તે) રાખી છે. બ્રેક જમણા હાથમાં છે. બ્રેક લીવર તરીકે કોકા કોલાનું ખાલી ડબલું છે. ગીઅર ચોકોબાર જેવું અને ડેશ બોર્ડ, કોફી ટેબલ જેવું છે. ઍડ ચીના તેની સોફીમાં હજુ તો ઘણા બધા ફેરફારો કરીને તેને અકદમ ભવ્ય બનાવવાનો છે.
આ હેરસ્ટાઇલર 14 કાતરો વડે વાળ કાપે છે
ગિન્નેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે ઘણાને ધંધે તો ઘણાને અવળે ધંધે ચડાવી દીધા છે. સ્ટેનલી જાર્ડન નામનો જાઝ ગિટારિસ્ટ બે હાથે બે ગિટાર અક સાથે વગાડી શકે છે. આ જાઈને મૂળ ચાઇનીઝ વંશના હેરડ્રેસર બુ્રસ ચોયને થયું કે મારે પણ જિંદગીમાં કંઈક કરી બતાવવું છે. અણે વધારે કાતરોથી વાળ કાપવાની શરૂઆત કરી. ધીમે ધીમે એ ૧૪ પર પહોચ્યો. આજે અ બે હાથમાં કુલ ચૌદ કાતર વડે વાળ કાપી આપે છે અને હવે ફેશનેબલ બનેલી એ સ્ટાઇલને 'ફલાઇગ શીઅર્સ' તરીકે દુનિયા ઓળખવા માંડી છે. બુ્રસનું નામ ગિન્નેસ બુકમાં તો નોંધાયું છે, પણ અની પાસે વાળ કપાવવા માટે લોકો વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવી રહ્યા છે. કોઈ પંદર કાતરવાળો જ બુ્રસન રેકોર્ડ તોડી શકશે.