Get The App

ગાયત્રીદેવીએ રાજાઓના તરંગી ખર્ચાઓ વિશે ઘણું લખ્યું છે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ગાયત્રીદેવીએ રાજાઓના તરંગી ખર્ચાઓ વિશે ઘણું લખ્યું છે 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

જય પુરનાં મહારાણી ગાયત્રીદેવીઅ 'ઍ પ્રિન્સેસ રિમેમ્બર્સ' નામના પોતાના આત્મકથાનક પુસ્તકમાં લખ્યું છે કે કલકત્તા અને દાર્જીલિંગનાં મકાનો વિશ્વભરમાંથી ખરીદીને લાવેલી ચીજવસ્તુથી લદાયેલાં હતાં. જામ-પેક્ડ રહેતાં હતાં. અપહોલેસ્ટર્ડ આર્મ ચેર્સ, ઇંગ્લેન્ડ- ફ્રાન્સનાં ટેબલ, કપડાં, ઇટાલીના સીલિંગ લેમ્પ, કાશ્મીરની કારપેટ, બેલ્જિયમના મિરર, કટગ્લાસ, જપાનની ક્રોકરીની આડેધડ ખરીદી કરતા હતા. કેટલાક રાજવીઓ ફ્રેન્ચ સ્ટાઇલની સીલિંગ્સ બનાવતા. ઘણા મહેલોની સીલિંગ્સની લાઇટો વિક્ટોરિયન પ્રકારની હતી. મહારાજાઓ લંડન કે પેરિસ જતા ત્યારે મોટી લક્ઝરી શોપમાં ખાસ ઓર્ડર મૂકતા. કેટલાક તો ઉડાવગીર જ કહી શકાય અ રીતે ખરીદી કરતા. અક તરંગી ઓર્ડર ૨ક્રિસ્ટોફલ નામની કંપનીને અપાયો હતો તેની વિગતો હમણાં બહાર આવી છે અને રસપ્રદ છે. અક મુસ્લિમ નવાબ માટે પલંગ બનાવવાનો હતો. તેના પર કોતરકામવાળું ચાંદીનું પતરું મઢવાનું હતું. તેના પર રાજ્યનાં પ્રતીકો, નિશાનો અને કોટ ઓફ આર્મ્સ ગોઠવવાનાં હતા. તેના ચારેય ખૂણે આદમકદની ચાર સ્ત્રીઓની પ્રતિમાઓ ગોઠવવાની હતી અને તેને ત્વચાના રંગથી રંગવાની હતી. તે પ્રતિમાઓનાં માથાં પર કુદરતી વાળ અને હલનચલન કરી શકે તેવી આંખો અને હાથ મૂકવાનાં હતાં. હાથમાં પંખાઓ ગોઠવવાના હતા. અ પલંગમાં હાર્મોફિન મ્યુઝિક બોક્સ ગોઠવવાનું હતું અને તેમાંથી આઠ તર્જ કે ધૂન નીકળે તેવી વ્યવસ્થા કરવાની હતી, જેમાંની છ ધૂન ઉત્સાહવર્ધક અને બે ધૂન ગમગીન કરનારી હોય. આ હતી પલંગ માટેની વરદી અને તેની શરતોની યાદી. ઓર્ડર મૂકનારે અ પણ શરત રાખી હતી કે ઓર્ડર મૂકનારનું નામ ગુપ્ત રાખવું. આ વરદી આપનારનું નામ છેક હમણાં સુધી ગુપ્તરખાયું હતું, પણ હવે   એ રહસ્ય ખૂલી ગયું છે. એ પલંગ તૈયાર કરાવનાર ભાવલપુરના નવાબ સાદિક મુહમ્મદ ખાન ચોથા હતા.

એક ડઝનથી વધુની હત્યા કરનાર કઈ રીતે પકડાયો?

ખ્રિસ્તીમાંથી મુસલમાન બનેલો અને લશ્કરમાં એક નિશાનબાજ તરીકે માનચાંદ મેળવી ચૂકેલો અમેરિકાનો અક કાળો માનવી ઝડપાઈ ગયો તે પૂર્વે તેણે હાહાકાર મચાવીને જગતભરમાં નામચીની મેળવી હતી. તેની લાંબી મોટરકારની પાછલી બેઠક કાઢી નાખીને તેણે એવી મોકળાશ કરી હતી કે પોતાની ટેલિસ્કોપવાળી બંદૂક સાથે લાંબો સૂઈને નિશાન તાકી શકે. મોટરની સામાન મૂકવાની ડીકીમાં તેણે બે અનુકૂળ કદના છેદ બનાવ્યા હતા, જેમાંથી તે કોઈપણ શિકાર ઉપર તાકીને ગોળીબાર કરતો અને પછી છૂ થઈ જતો હતો. અચાનક કોઈ રાહદારીની નજર અક પાર્કિંગ લોટમાં પડી ત્યારે આ મોટરમાં પાછલી સીટ ન હતી અને અક માણસ ત્યાં લાંબો થયેલો દેખાતો હતો. તેની પાસે ટેલિસ્કોપ રાઇફલ હતી. તરત તાળો મળી ગયો અને તેણે પોલીસને ખબર આપીને પકડાવી દીધો. અચાનક થતા ગોળીબારમાં અક ડઝન હત્યાઓ પાટનગર વોશિંગ્ટનમાં થવાથી ભારે ગભરાટ ફેલાયો હતો. આ માણસે ૫૦ લાખ ડોલર પણ માંગ્યા હતા અને ન મળે તો સ્કૂલે જતાં બાળકોને મારવાની ધમકી પણ આપી હતી એટલે સ્કૂલો પણ બંધ થવાની અણી ઉપર હતી, ત્યારે તે ઝડપાઈ ગયો.

પતંગની શોધ આર્કીટાસ ટરેન્ટમ નામના એક ગ્રીક વૈજ્ઞાનિકે કરી છે

મકરસંક્રાંતિનો તહેવાર ભલે અકલા ભારતમાં જ ઉજવાય છે, પરંતુ જ્યાં સુધી પતંગ ચગાવવાના આનંદનો સવાલ છે તો અમાં હવે આપણે અકલા રહ્યા નથી. પતંગ ભારતના આકાશના સીમાડાં પાર કરીને બીજા અનેક દેશોના લોકોને ઘેલું લગાડી રહી છે. ફ્રાન્સના બર્ક-સર-મેર ખાતેના બીચમાં પતંગ મહોત્સવ યોજાયો હતો અને તેમાં અનેક યુરોપીયનોઅ ભાગ લીધો હતો. ગરોળી જાતજાતના આકાર, કદ અને રંગની બનાવેલી પતંગોને કારણે આકાશ ભરાઈ ગયું હતું. વાસ્તવમાં, આ સ્થળે બે-ચાર નહીં, પણ ૧૫ વર્ષથી પતંગ મહોત્સવ યોજાઈ રહ્યા છે. વળી, તે એક કે બે દિવસ નહીં પણ ૧૦ દિવસ સુધી ચાલુ રહે છે. પતંગની ઘેલછા કોરિયા, ચીન, જાપાન અને મલેશિયાના લોકોને પણ લાગુ પડી છે. પતંગ ચગાવવાની મજા 

માણવામાં પણ આપણા તથા અન્ય દેશોના લોકો વચ્ચે ઘણા વિરોધાભાસ જોવા મળે છે. આપણે પેચ લગાડવામાં અને અકબીજાની પતંગ કાપવામાં આનંદ મેળવીઅ છીઅ જ્યારે બીજા દેશોના લોકો અમની વિવિધ રંગરૂપની ઍક્સક્લુઝિવ પતંગોનું પ્રદર્શન કરવામાં આનંદ માણે છે. આપણે ત્યાં ઉતરાણમાં પતંગ ચગાવવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે અટલે પતંગનો જન્મ ભારતમાં જ થયો અમ આપણે માનીઅ છીઅ, પણ યુરોપના લોકોના મતે પતંગનો ઇતિહાસ જુદો જ છે. એમની એવી માન્યતા છે કે પતંગની શોધ આર્કીટાસ ટરેન્ટમ નામના અક ગ્રીક વૈજ્ઞાનિકે કરી છે. પહેલવહેલી પતંગ તેમણે ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં આકાશમાં ચગાવી હતી અવું ત્યાં મનાય છે.

* * *

જાપાનીઓ જેવા અખતરા કોઈ કરે નહીં

જાપાનીઓ અવનવા અખતરા કરતા રહે છે. જાપાનની સોની કંપનીથી બધા પરિચિત છે. આ સોની કંપનીવાળાઓઅ ૧૯૮૫માં એક વિરાટકાય ટેલિવિઝન નામે જમ્બો ટ્રોન બનાવેલું. આ ટીવી સેટ ૪૨ મીટર એટલે કે ૧૩૮ ફુટ ઊંચો હતો અને અ કુલ ૧,૦૦૦ ચોરસ મીટર અટલે કે દસ હજાર ચોરસ ફુટની જગ્યા રોકતો હતો. આ જ જાપાનીઓએ દુનિયાનું સૌથી ટચૂકડું ટીવી પણ બનાવ્યું છે. આજ સુધીના સૌથી ટચૂકડા ટીવી સેટનો સ્ક્રીન માત્ર ૩૮ મિલીમીટરનો એટલે કે દોઢ ઈંચનો છે.

ભવિષ્યમાં વૈજ્ઞાનિકો કૃત્રિમ નેત્રપટલ બનાવી શકશે

સિદ્ધિઓમાં કૃત્રિમ આંખની ગણના થાય છે. ખાસ તો કૃત્રિમ નેત્રપટલ બનાવવાની દિશામાં ઘણી સફળતા મળી શકી છે. સંશોધકોને લાંબા સમયથી અટલી તો ખબર છે કે આંખના ફોટોરિસેપ્ટર્સ (પ્રકાશ ઝીલનારાં કેન્દ્રો) ખરાબ થઈ જાય તો પણ માણસ જોઈ શકે અવી ગોઠવણ શક્ય છે. થિયરીમાં જે વાત શક્ય છે તેને વાસ્તવિકમાં રૂપાંતરિત કરવા માટે વિજ્ઞાનીઓ એવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે જેના વડે નેટપટલના આગળના ભાગમાં સિલિકોન માઇક્રોચિપ મૂકીને અંધજનને દ્રષ્ટિ આપી શકાય. નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી અને હોપકિન્સ યુનિવર્સિટીઅ સાથે મળીને આર્ટિફશિયલ રેટિના કોમ્પોનન્ટચિપ (અઆરસીસી) બનાવી છે. આ સિલિકોન માઇક્રોચિપમાં પ્રકાશને પારખી શકતા કોષો તથા ઇલેક્ટ્રોડ્ઝ ગોઠવવામાં આવે છે. નેત્રપટલના દ્રષ્ટિ કેન્દ્ર પાસે આ ચિપ ગોઠવવામાં આવે છે. આંખની કીકી પર પડતો પ્રકાશ પહેલા ઍઆરસીસીની ઉપરની સપાટી પર પડે છે અને તેને કારણે ઍઆરસીસીની પાછળની સપાટી પર ગોઠવાયેલા ફોટોસેન્સર્સ આંદોલિત થઈને પ્રકાશ અને અંધકાર વડે રચાતા ચિત્રની માહિતીને વીજસંદેશમાં રૂપાંતરિત કરે છે. આ વીજસંદેશ આંખના અંદરના ભાગમાં આવેલા મજ્જાતંતુઓ વાંચીને તે માહિતી મગજ સુધી પહોંચાડે છે. આ ગોઠવણથી કુદરતી આંખ જેવું અકદમ સ્પષ્ટ ચિત્ર તો ન જોઈ શકાય પરંતુ આંખ સામે હલનચલન કરી રહેલા આકારોને ધૂંધળા સ્વરૂપમાં જોઈ શકાય.


Google NewsGoogle News