Get The App

રામત્વ અને રાવણત્વ .

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
રામત્વ અને રાવણત્વ                               . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- રામના સવિશેષ પરિચય સાથે જેનું નામ રામ સાથે 'અમર' થઈ ગયું એવા રાવણની કથાથી પણ આપણે વાકેફ થવું જોઈએ

ના રાયણે પોતાને ચાર સ્વરૂપોમાં વિભક્ત કરી રાજા દશરથના ઘરમાં જનમ લીધો. રામે વિશ્વામિત્રના યજ્ઞામાં વિઘ્ન નાખનાર સુબાહુ, મારીચ તથા દેવશત્રુઓનો નાશ કર્યો હતો. એ કાર્ય માટે પ્રસન્ન થઈ વિશ્વામિત્રે રામને એવાં એવાં દિવ્ય અસ્ત્રો પ્રદાન કર્યાં કે જે દેવોને પણ દુર્લભ હતાં. શ્રીરામે રાજા જનકને ઘેર શિવધનુષ્ય તોડી સીતાજીને પ્રાપ્ત કર્યાં હતાં. અપર માતા કૈકેયીએ દશરથ પાસેથી માગેલા વચનને ખાતર રામને વનવાસ વેઠવો પડયો. વાસ્તવમાં આ વનવાસ પણ રાક્ષસોના હનન માટે સંપન્ન થયો હતો. ચૌદ વર્ષ દરમ્યાન રામે મારીયા, ખર, દૂષણ, ત્રિશિરા વગેરેનો વધ કર્યો હતો. શૂર્પણખાનું નાક કપાવ્યું હતું. જેને પ્રતિષ્ઠાનો વિષય ગણી આપણે રામ સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો. રામે પોતાના ભક્તો માટે અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માએ તેમને કાળપુરુષ દ્વારા સંદેશો પાઠવી વૈકુંઠ પરત આવવા માટે જણાવ્યું હતું. કાળપુરુષ એક મુનિના રૂપમાં રામ પાસે પહોંચ્યો અને તેણે કહ્યું કે આપણા બન્નેની વાતચીત દરમિયાન જે કોઈ આવે રામે તેનો પરિત્યાગ કરી દેવો. એ દરમ્યાન દુર્વાસા રામની પરીક્ષા માટે જઈ પહોંચ્યા. દુર્વાસાને નારાજ કરવાનાં પરિણામ લક્ષ્મણ જાણતા હતા. તેથી તેમણે દુર્વાસાના આગમનની જાણ કરી. અને પૂર્વ નિર્ધારિત શરત મુજબ રામે લક્ષ્મણનો પરિત્યાગ કર્યો. લક્ષ્મણે યોગબળથી શરીરનો ત્યાગ કર્યો.

ભગવાનના હજારો અવતારોમાં શ્રીરામ મુખ્ય છે. શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. તેમણે ઉત્તમ પુરુષની વ્યાખ્યા સાર્થક કરી. ભગવાન રામનું ચરિત્ર વાલ્મીકિએ આલેખ્યું છે તથા હિન્દીમાં તુલસીદાસે 'રામ ચરિત માનસ' રચી શ્રી રામની કથા વિસ્તારપૂર્વક રજૂ કરી છે. માણસે સમાજની રચના કરી ત્યારથી આદર્શ રાજ્યની કલ્પના સેવવાનું શરૂ કર્યું હતું. આદર્શ રાજ્ય એટલે રામરાજ્ય, જેમાં સહુ સર્વ રીતે સુખી હોય, કોઈને કશી વાતે તંગી ન નડે. કોઈને કશી વાતે તંગી ન નડી. કોઈ કોઈનું શોષણ ન કરે ઝઘડા ના થાય. સર્વત્ર શાન્તિ પ્રસરેલી હોય. કોઈ-કોઈને અન્યાય ન કરે. કોઈ ઈર્ષ્યા ન કરે. સહુ પોતપોતાનો ધર્મ બજાવે અને લાંબુ સ્વસ્થ આયુષ્ય ભોગવે. શ્રીરામના સ્વર્ગારોહણ પ્રસંગે પ્રજાજનો પણ તેમની સાથે હતા. એમને એવું વરદાન પ્રાપ્ત થયું કે મૃત્યુ સમયે રામ નામનું સ્મરણ કરશે તેને સંતાનક નામે સ્વર્ગમાં જગા પ્રાપ્ત થશે. આને કારણે જ સ્મશાનયાત્રા દરમ્યાન 'રામ બોલો ભાઈ રામ'નું સ્મરણ કરવામાં આવે છે. રામ એક વિશ્વવિખ્યાત અવતારી પુરુષ હતાં. વાલીવધ જેવી ક્ષતિઓ બાજુ રાખીને રામનું યતોચિત મૂલ્યાંકન કરવું જોઈએ. સાથે-સાથે રામના ચરણસ્પર્શથી શીલામાંથી અહલ્યા નામની સ્ત્રી પ્રગટ થઈ એવી ચમત્કારિક વાતોને બહેલાવી. બહેલાવીને કહેવા પર મર્યાદા રાખવી જોઈએ. ડોંગરે મહારાજે બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે રામ મર્યાદા પુરુષોત્તમ હતા. કોઈ નારીને સ્પર્શ કરે જ નહીં. રામે શીલાને સ્પર્શ કર્યો ત્યારે પવનથી ધૂળ ઉડીને શીલા પર પડી હતી રામ એટલે રામ. તેમના વ્યક્તિત્વની છ વિશેષતાઓ :

૧. એકવચની

૨. પ્રતિજ્ઞાબદ્ધતા

૩. મન-હૃદયની પવિત્રતા

૪. કથની-કરણીમાં સામ્ય

૫. આદર્શપુત્ર

૬. પરોપકાર, સ્વાર્થ ત્યાગ, પ્રજાકલ્યાણ અને મર્યાદા પાલન એ જ સર્વસ્વ.

રામના સવિશેષ પરિચય સાથે જેનું નામ રામ સાથે 'અમર' થઈ ગયું એવા રાવણની કથાથી પણ આપણે વાકેફ થવું જોઈએ.

રાવણ વિશેની જાતજાતની કથાઓ પ્રાપ્ત થાય છે એક કથા મુજબ બ્રહ્માના પુત્ર 'પુલસ્ત્ય' હતા. તેઓ બ્રહ્મા સમાન તેજસ્વી અને સર્વ લોકોના પૂજ્ય હતા. તેમનો આશ્રમ ખૂબ જ સુંદર હતો. કન્યાઓ ત્યાં આવીને રમતી હતી. તેથી પુલસ્ત્યને પોતાની સાધનામાં ભંગ પડતો હતો. પુલસ્ત્યે જાહેર કર્યું કે જે કોઈ કન્યા મારા સમક્ષ આવશે તે ગર્ભવતી થઈ જશે. પરિણામે કન્યાઓ આવતી બંધ થઈ ગઈ.

પરંતુ મુનિ તૃણબિંદુની કન્યાએ એ વાત ગણકારી નહીં. અને શાપ મુજબ તે ગર્ભવતી થઈ ગઈ. તૃણબિંદુને આ વાતની જાણકારી પ્રાપ્ત થતાં તેઓ પુલસ્ત્ય મુનિ પાસે પહોંચ્યા અને તેમને મનાવી પોતાની પુત્રીને તેમની રખેવાળીમાં મૂકી આવ્યા. કન્યાએ પુલસ્ત્યની ખૂબ જ સેવા કરી. તેથી તેમણે કહ્યું : ''હે સુંદરી, તારી કૂખે મારા જેવો તેજસ્વી પુત્ર જન્મશે. વિશ્રવાના ગુણોથી રીઝીને ભારદ્વાજે પોતાની દેવવર્ણિની કન્યાનું લગ્ન વિશ્રવા સાથે કરાવ્યું. રાક્ષસોના રાજા સુમાલીની એક પુત્રી હતી જેનું નામ કૈકસી હતું. તેના લગ્ન માટે સુમાલી ચિંતિત હતા. તપસ્યાલીન વિશ્રવાને જોઈને તેમણે કૈકસીનું લગ્ન વિશ્વવા સાથે કરવાનું નક્કી કર્યું. 

તેમની સૂચના અનુસાર કૈકસી વિશ્વવા પાસે પહોંચી અને પુત્રપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. વિશ્રવા કહ્યું કે આ પ્રદોષનો સમય છે તેથી તે સમયે ગર્ભિણી બનનારાનો પુત્ર આકાર-પ્રકારની દ્રષ્ટિએ ભયાનક હશે. એટલે મારા થકી તારી કૂખે જન્મેલો પુત્ર પણ એવો જ હશે. કૈકસીએ ધર્માત્મા પુત્ર તરીકે વિશ્રવાને વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું : ''તારો સૌથી નાનો પુત્ર ધર્માત્મા હશે. સૌથી મોટો પુત્ર દશગ્રીવ (દશાનન) હશે જે રાવણ કહેવાશે. બીજો પુત્ર કુંભકર્ણ, ત્રીજી કન્યા શૂર્પણખા તથા ચોથો પુત્ર વિભીષણ કહેવાશે. એક વાર કુબેરનું પોતાના પિતાને મળવા ગયો કુબેરનું ઐશ્વર્ય જોઈ કૈકસીએ રાવણને કુબેર જેવો બનવાની પ્રેરણા આપી. રાવણે દસ હજાર વર્ષ તપ કરી બ્રહ્માને રિઝવવાની કોશિશ કરી. દર એક હજાર વર્ષે રાવણ પોતાનું એક મસ્તક હોમ કરી દેતો હતો. બ્રહ્માએ પ્રગટ થઈને તેને વરદાન આપ્યું કે ગરૂડ, નાગ, યદ્ર, દૈત્ય, દાનવ કે દેવતાઓ પૈકી કોઈ તેને મારી શકશે નહીં. રાવણે ગર્વમાં રાચી મનુષ્ય દ્વારા અવધ્ય રહેવા વિશે બીજું વરદાન માગ્યું નહીં.''

રાવણ પુષ્પક વિમાનમાં બેસીને મૂંજ નામના વનમાં ગયો ત્યાં તેનું વિમાન અટકી ગયું. ત્યારે નંદીએ ત્યાં આવીને કહ્યું : આ શંકર ભગવાનની ક્રીડા થઈ છે. તેથી અહીં કોઈપણ પ્રાણી કે રાક્ષસ કે યક્ષ આવી શકશે નહીં. રાવણ એ વાતની ઉપેક્ષા કરી શિવ પાસે પહોંચ્યો અને કહ્યું કે મારા વિમાનને પર્વતે રોક્યું છે એટલું હું પર્વતને પણ ઉખાડીને ફેંકી દઈશ ? એણે પર્વતને ઉઠાવીને ફેંકવાની કોશિશ કરી તો શિવે પોતાના અંગૂઠાથી પર્વતને દબાવ્યો. પરિણામે રાવણના બન્ને હાથ દબાઈ ગયા. એણે ભયંકર રાડારાડ કરી મૂકી. રાવણના મંત્રીઓના સૂચનને માન્ય રાખી રાવણે શિવસ્તુતિ કરી. એક હજાર વર્ષ સ્તુતિમાં લીન રહ્યો. શિવે પ્રસન્ન થઈને કહ્યું. તારી રાડ એટલી ભયંકર હતી કે એ રાડને કારણે તું 'રાવણ' કહેવાઈશ. શિવે રાવણને ચંદ્રહાસ નામની તલવાર પણ આપી.

રાવણ મર્યો નથી. ત્રેતાયુગથી માંડી આજ સુધી કોઈને કોઈ રીતે રાવણત્વ જીવતું જ રહ્યું છે. એને બાળનારા ભસ્મીભૂત થઈ ગયા પણ દશેરાને દિવસે રાવણ હસીને જાણે કહે છે : મને પછી બાળો, પણ તમારા દેશને-વિશ્વને બાળનારાઓને તો પહેલાં ખતમ કરો. આપણી પાસે છે રાવણના પડકારનો જવાબ ?


Google NewsGoogle News