Get The App

હિન્દુ અને શીખ રાજાઓએ અફઘાનિસ્તાન પર રાજ કર્યું હતું

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
હિન્દુ અને શીખ રાજાઓએ અફઘાનિસ્તાન પર રાજ કર્યું હતું 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ચો થી સદીમાં સમ્રાટ અશોકના સામ્રાજ્ય વખતે તક્ષશિલા અને કંદહાર શહેરો વેપાર અને શિક્ષણ માટેના મહત્ત્વનાં કેન્દ્ર હતાં. એ વખતે આજનું આખું અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન ગાંધાર તરીકે ઓળખાતું. અનેક સદીઓથી અફઘાનિસ્તાનમાં ભારતીય સંસ્કૃતિની ઘણી અસર જાવા મળે છે. અનેક ભારતીય હિન્દુ અને શીખ રાજાઓએ આ ધરતી પર રાજ કર્યું હતું. પંજશીર ખીણ નામ હકીકતમાં પંજાબી ભાષા પરથી જ પડયું છે જેનો અર્થ થાય છે, પાંચ સિંહોની ખીણ. મધ્ય અને પશ્ચિમ એશિયાના શાસકોને અફઘાનિસ્તાનમાંથી ભારત ઉપર આક્રમણ કરવાનું બહુ આસાન પડતું હતું. એલેકઝાંડર ધ ગ્રેટ અફઘાનિસ્તાન માર્ગે જ આવ્યો હતો અને ભારત ઉપર ચડાઈ કરી હતી. એવી જ રીતે, હુણ, તુર્ક અને આરબ રાજાઓએ પણ આ જ વિસ્તારમાં ઘૂસી આવીને ભારત પર આક્રમણ કર્યું હતું અને ત્યાં ઇસ્લામ ધર્મની સ્થાપના કરી હતી.

હજારો પ્રકાશવર્ષ દૂરના તારા પર પહોંચી જઈએ તો મહાભારતનું યુધ્ધ નીરખી શકાય? 

પ્રકાશની ઝડપ સેકન્ડના ૧,૮૬,૨૮૨ માઇલની છે એ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખબર હશે. આ ઝડપે પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે એને એક પ્રકાશવર્ષ કહેવાય. અવકાશી અંતરો પ્રકાશવર્ષમાં મપાય છે. પૃથ્વીથી સૌથી નજીકનો તારો (સૂર્ય સિવાયનો) ચાર પ્રકાશવર્ષ દૂર છે. આપણે અવકાશી દૂરબીનમાં એ તારાને જાઈએ ત્યારે ખરેખર તો એ તારાનું ચાર વર્ષ પહેલાંનું દ્રશ્ય જોતા હોઈએ છીએ, કારણ કે એના પ્રકાશને અહીં સુધી પહોંચતાં ચાર વર્ષ લાગે છે. આ તો થઈ નક્કર વિજ્ઞાનની વાત. હવે વિજ્ઞાનના પાયા પર થોડીક ફેન્ટસી ઊભી કરીએ. ધારો કે પ્રકાશ કરતાં ચાલીસ-પચાસની ઝડપે આપણે પ્રવાસ કરીને પાંચ હજાર પ્રકાશવર્ષ દૂરના તારા પર પહોંચી જઇએ (માત્ર ધારવાનું, કારણ કે ઘણા વૈજ્ઞાનિક કારણોસર અત્યારે તો એ શક્ય નથી) અને ધારો કે ત્યાંથી આપણે આપણી પ્યારી પૃથ્વીને નિહાળીએ તો પાંચ હજાર વર્ષ પહેલાંની પૃથ્વીનું દ્રશ્ય દેખાય. એટલે કે (મહાભારતનું યુદ્ધ પાંચ હજાર વર્ષ પહેલાં થયેલું એવું માનીએ તો) આપણે એ તારા પરથી પૃથ્વી પર ચાલતું મહાભારતનું યુદ્ધ જાઈ શકીએ.

વોશિંગ્ટનની શાળાના પ્રિન્સિપાલ શરત હારીને પણ જીતી ગયા

 પોતાના વિદ્યાર્થીઓ ભણવામાં સારો દેખાવ કરે એ માટે કોઈ પ્રિન્સિપાલ કેટલો ભોગ આપે? વોશિંગ્ટનની એડમન્ડ્સ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ લી એલન સમગ્ર સ્કૂલ માટે માથાનો દુખાવો બની ગયેલા વિદ્યાર્થી નીક લેવિન સામે શરત હારી ગયા હતા પરિણામે એમને પોતાના માથાના વાળ ગુલાબી રંગથી રંગાવવા પડયા હતા. જોકે તેઓ શરત હારવા છતાં જીતી ગયા હતા, કારણ કે પેલો તોફાની નીક હવે ભણવામાં એકદમ હોશિયાર થઈ ગયો છે અને વર્તનમાં પણ સુધરી ગયો છે. નીકે એના પ્રિન્સિપાલ સાથે શરત લગાવી હતી કે જા તે બધા વિષયમાં 'એ' ગ્રેડ લાવે તો તેઓ એમના માથાના વાળ ગુલાબી રંગથી રંગાવશે ખરા? એલને એ પડકાર ઝીલી લીધો હતો. એમના આશ્ચર્ય વચ્ચે નીકે જોરદાર મહેનત કરી અને બધાય વિષયમાં 'એ' ગ્રેડ લઈ આવ્યો. ''એનો દેખાવ જાઈને હું તો છક થઈ ગયો. હું હેરડ્રેસર પાસે ગયો અને મારા વાળ ગુલાબી રંગથી રંગાવ્યા,'' એમ એલને કહ્યું. એ પછી તેઓ શર્ટ અને પેન્ટ પણ ગુલાબી રંગનું પહેરીને નીકની સાથે ગર્વથી બધા ક્લાસમાં ફર્યા અને તેની સિદ્ધિને બિરદાવી.

ભારતનું ઇસબગુલ હવે વિદેશમાં પણ લોકપ્રિય

ઇસબગુલથી લોહીનું કૉલેસ્ટરોલ ઘટે છે અને હૃદયરોગ થતો નથી તેવી વૈજ્ઞાનિક શોધ થઈ છે. ગુજરાત - સૌરાષ્ટ્રના વૈદ્યો કબજિયાત, મરડા અને ધાતુપુષ્ટિ માટે ઇસબગૂલને દૂધમાં કે ખાંડ સાથે ખાવાની ભલામણ કરતા હતા. પણ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્ઝ ખાતાએ ઇસબગૂલને હૃદયરોગ માટે રાહતરૂપ માન્ય કર્યું છે. 

અમેરિકાના સવારના નાસ્તામાં દર ત્રીજા કે ચોથા ઘરે ઇસબગૂલમાંથી બનાવેલી પેદાશો બ્રેકફાસ્ટરૂપે ખવાઈ રહી છે. તેને હૅલ્થ ફૂડ ગણવામાં આવે છે. કોડલીવર ઓઇલની ઘેલછા શાંત થયા પછી અમેરિકામાં પ્રથમ વાર ઇસબગૂલની ઘેલછા શરૂ થઈ છે. સિદ્ધપુર વિસ્તારના ખેડૂતોને રાઈ અને જીરાના પાક કરતાં ઇસબગૂલની ખેતીમાં વધુ વળતર મળી રહે છે. સદીઓથી ભારતમાં મરડા અને કબજિયાત માટે વપરાતું ઇસબગૂલ હવે ફૅશનેબલ દવા જેવું બની ગયું છે. દેશી વૈદામાં તો કિડની અને પેટનાં ચાંદા માટે તેમ જ રક્તસ્ત્રાવ માટે પણ ઇસબગૂલ વપરાય છે. ઇસબગૂલને અમેરિકાના ઔષધખાતાએ મંજૂરી આપતાં વૈદ્યો બેધડક આ બધા રોગો માટે ઇસબગૂલની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભલામણ કરી શકે છે.

અમૃત ગણાતું દૂધ, રોગ ફેલાવવાનું માધ્યમ પણ બની શકે છે

દૂધમાં પાણી ભેળવવામાં આવે છે એ હકીકત આપણને પચી ગઈ છે, પણ ન પચે એવી વાસ્તવિકતા એ છે કે દૂધમાં જે પાણી ઉમેરવામાં આવે છે તે ઘણી વાર એટલું ગંદું હોય છે કે તેના વડે સ્નાન કરવાથી ચામડીના રોગો થઈ શકે. દૂધમાં પાણી ઉપરાંત યુરિયા, કોસ્ટિક સોડા, હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડિટરજન્ટ્સ, લોટ, સ્ટાર્ચ વગેરે જેવા અનેક પદાર્થો ઉમેરવામાં આવે છે. આ બધા પદાર્થો કેન્સર જેવી ભયંકર બીમારીઓથી માંડીને બીજી અનેક નાની-મોટી શારીરિક વ્યાધિઓના કારણ બની શકે છે. આ ઉપરાંત, ઝેરી જીવાણુઓને પણ પોષણ અને સંવર્ધન માટે દૂધ સૌથી પ્રિય હોય છે એટલે જરાક બેદરકારી રાખવામાં આવે તો દૂધ રોગ ફેલાવતું માધ્યમ બની રહે છે. વળી, ઘણા પશુ પાલકો વધુ દૂધ મેળવવા માટે દિવસમાં બે વાર, સહેજ પણ દયા ખાધા વગર ગાય-ભેદ્વસોને ઓક્સિટોસિનનાં ઇન્જેકશનો મારતા હોય છે. તેના પરિણામે ઢોરનું દૂધ તો વધે છે પણ એ દૂધમાં ઓક્સિટોસિનના જે અંશો હોય છે તે માણસની કિડની અને લીવર માટે જાખમી પૂરવાર થતા હોવાનું જાણવા મળ્યું છે. આટલાં જાખમો ઓછાં હોય તેમ, ગાય-ભેંશ જે ચારો ખાય છે તે ચારામાં જંતુનાશક દવાઓના અંશો હોય છે અને એ ઝેરી દવાઓ દૂધાળા ઢોરના શરીરમાં ગયા બાદ મળ-મૂત્રરૂપે નહીં, પરંતુ દૂધરૂપે જ બહાર આવી શકે છે.


Google NewsGoogle News