Get The App

તુમ્હારે ઔર કિતને ઠીકાને હૈં .

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
તુમ્હારે ઔર કિતને ઠીકાને હૈં                                    . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- તન્મય ચોંકી ગયો : 'આર યુ શ્યોર? તારે પરણવું છે? એ પણ મને? તને ખબર છે, હું કેવો છું !'

ત ન્મય અને તન્વી બન્ને 'મેઇડ ફોર ઇચ અધર' હતાં. એટલા માટે નહિ, કે બન્નેનાં નામ 'ત' થી શરૂ થતાં હતાં, પણ એટલા માટે કે બન્નેના 'તન'માં જ એક પ્રકારની કશિશ હતી. કશિશ એટલે આકર્ષણ ! એવું આકર્ષણ કે સામેની વ્યક્તિ દૂરથી જ એની મેળે ખેંચાઈ આવે ! અને નજીકની વ્યક્તિ તો ગણતરીની મિનિટોમાં 'મોહપાશ'માં આવી જાય !

જો કે તન્મય અને તન્વી એકબીજાને મળ્યાં એ પહેલાં બન્નેની પોતપોતાની સ્પેશીયલ જર્ની રહી ચૂકી હતી. તન્મય સ્કુલમાં હતો ત્યારથી જ છોકરીઓ એની પાછળ દિવાની હતી. માત્ર છોકરીઓ જ નહીં, પ્રાથમિક સ્કલની શિક્ષિકાઓ તો તન્મયને કોઈના કોઈ બ્હાને ખોળામાં લઇને છાતીસરસો ચાંપી લેતી હતી !

એ જ રીતે તન્વીની પાછળ પણ સ્કુલના ડઝનબંધ છોકરાઓ દિવાના હતા. તન્વીએ પોતાની જુવાની પૂરેપુરી ફૂટે એ પહેલાં જ ગરબાના બહાને કે સ્કુલના એન્યુઅલ ડેના રિહર્સલોના બહાને ફાગણના ફાગ રમી લીધા હતા.

આ જ કારણસર બન્નેને કદી, જેને કવિઓ એ ફિલોસોફરો મોટી મોટી કવિતાઓ અને ઊંચી ઊંચી ફિલોસોફીઓ વડે 'પ્રેમ'ની મહાનતા દર્શાવતા હોય છે, એવા 'મહાન પ્રેમ'ની અનુભૂતિ થઇ જ નહોતી.

પરંતુ કોલેજમાં આવ્યા પછી એક સાંજે કંઇક બદલાયું. ઇન્ટર કોલેજ કોમ્પિટીશનમાં જ્યારે બન્ને કોલેજોની ટીમો સામસામી ટકરાઈ ત્યારે તન્મય અને તન્વીની આંખો પણ એકબીજા સાથે ટકરાઈ ! બન્નેના તન અને મનમાં એ જ ક્ષણે જાણે વીજળીનો કોઈ કરંટ લાગ્યો હોવાનો એહસાસ થયો !

કોમ્પિટીશન પતી કે તરત જ બન્ને કેમ્પસની કેન્ટિનમાં સામસામા ટકરાયા. આ વખતે આંખો ઉપરાંત જીભની ટક્કર થઇ. બન્નેએ એકબીજાને 'આઈ ડોન્ટ કેર' એટિટયૂડ બતાડયો. પણ બન્નેને ખબર હતી કે આ તો શારિરીક કુશ્તી પહેલાનું શબ્દિક 'વૉર્મ અપ' હતું.

એ જ રાત્રે કેમ્પસમાં 'બોન ફાયર' હતું. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં જ્યાં છોકરા-છોકરીઓનાં સર્કલની વચ્ચે આગ સળગી રહી હતી અને ગિટાર તથા સેક્સોફોનના સૂર રેલાઈ રહ્યા હતા ત્યારે બન્નેનાં શરીર એકબીજા સાથે ટકરાયાં. થોડી જ મિનિટો પછીબોન-ફાયરની આગથી દૂર જઇને એમણે પોતપોતાનાં શરીરની આગ સળગાવી લીધી હતી. પેલી બાજુ દૂર સૂરોનું સંગીત રેલાઈ રહ્યું હતું તો આ તરફ બન્નેનાં શ્વાસો એકબીજામાં ભળીને સંગીત બની ચૂક્યાં હતાં.

પછી પરિચય વધ્યો. મુલાકાતો વધી. બન્નેના ચોઇસ સરખા હતા. બન્નેને પાર્ટીઓમાં મહાલવું પસંદ હતું. બન્નેને હોટ મ્યુઝિક ગમતું હતું. બન્નેને ભણતરમાં ખાસ રસ નહોતો. બન્ને ધનવાન મા-બાપનાં સંતાનો હતાં અને બન્નેને કોઈપણ જાતનાં 'બંધનો'માં બંધાવું પસંદ નહોતું. ફ્રીડમ...ફ્રીડમ...ફ્રીડમ...

એટલે જ તન્મય અને તન્વીએ પોતાનો ભૂતકાળ કે વર્તમાન કદી છુપાવ્યો જ નહીં. ઉલ્ટું, બન્ને પોતપોતાના 'અનુભવો' એકબીજા સાથે શેર કરતા હતા. એટલું જ નહીં, ક્યારેક તન્મયને એની મનગમતી 'હરણી'નો શિકાર કરવાનું મન થાય તો સામે તન્વી ચાલીને છટકું ગોઠવી આપતી હતી ! એ જ રીતે તન્મય પણ તન્વીના મનપસંદ 'બકરા'ને ઘાસ નાંખીને તન્વી સુધી લઇ આવતો હતો.

ભણી લીધા પછી ચારેક વરસ લગી આમ જ ચાલતું રહ્યું. વચ્ચે વચ્ચે તન્મય ડેડીના કહેવાથી ફોરેનમાં 'ભણવા' ગયો. એ જ રીતે તન્વી પણ એના મોમ-ડેડને ખુશ કરવા માટે બીજા એક દેશમાં 'ફર્ધર એજ્યુકેશન' માટે જઇ આવી. છતાં બન્ને એકબીજાંને મળતાં રહ્યાં. ક્યારેક યુરોપની ટુરના બહાને, તો ક્યારેક આફ્રિકામાં 'એક્સપિડીશન'ના પ્રોગ્રામમાં.

પછી શી ખબર, તન્વીને શું સૂઝ્યું તે, એક સાંજે, સ્વીડનનની એક રેસ્ટોરન્ટમાં તેણે તન્મયને 'પ્રપોઝ' કર્યું ! તન્મય ચોંકી ગયો ઃ 'આર યુ શ્યોર ? તારે પરણવું છે ? 

એ પણ મને ? તને ખબર છે, હું કેવો છું !'

'એટલે જ !' તન્વી બહુ શ્યોર હતી. 'મને મારી ઓલ્ડ એજ લોન્લીનેસમાં નથી કાઢવી.

 આઈ વોન્ટ ચિલ્ડ્રન એન્ડ ગ્રાન્ડ ચિલ્ડ્રન ! કેમ, તારે મોસ્ટ રોમેન્ટિક નાના કે દાદા નથી બનવું ?'

તન્મયને આઇડિયા ગમી ગયો. બન્ને ફટાફટ પરણી ગયાં. મેરેજ રિસેપ્શનમાં તન્મય એ તન્વીએ પોતપોતાનાં બેસ્ટ બોયફ્રેન્ડઝ અને બેસ્ટ ગર્લફ્રેન્ડઝને ડઝનોની સંખ્યામાં ઇન્વાઇટ કર્યા ! બહુ ધમાલ મસ્તી અને ધામધૂમ સાથે બધી ઇવેન્ટસ સેલિબ્રેટ કરી. બધું પત્યું.

પછી તન્મય અને તન્વીને થયું, હવે શું ? આપણે બદલાઈ જઇશું ? પરંતુ હનીમૂનથી પાછા આવતી વખતે તન્વીએ તન્મયને સ્પષ્ટ રીતે કહી દીધું ઃ 'કશું જ બદલાયું નથી. મેરેજને આપણે 'બંધન'નહીં, 'સગાથ' માનીને જીવવાનું છે.'

બે વરસ સુધી તો આ સંગાથબિલકુલ અડોઅડ રહ્યો. પણ પછી ફરી કંઇક બદલાયું. આ વખતે તન્વી પ્રેગનન્ટ થઇ ગઈ. તન્વીને તો મોસ્ટ રોમેન્ટિક નાની અથવા દાદી બનવાનું સપનું હતું એટલે એ બેહદ ખુશ હતી. તન્મ્ય પણ રાજી હતો. પરંતુ...

તન્વી હવે મોટે ભાગે ઘરે રહેતી હતી. તન્મય ઇમ્પોર્ટ એક્સ્પોર્ટના બિઝનેસ માટે દેશ-વિદેશોમાં ફરતો રહેતો હતો. તન્મય કશું છૂપાવતો નહોતો, છતાં કોણ જાણે કેમ તન્વીને લાગ્યા કરતું હતું કે તન્મય એના વિદેશી છોકરીઓ સાથેનાં 'એન્કાઉન્ટરો' શેર કરે ત્યારે પણ કંઇ બનાવટ લાગતી હતી અને જ્યારે તે પોતાની 'લોન્લી ઇવનિંગ્સ' કે 'રિમ્મ્બરીંગ યુ નાઇટ્સ'ના ફોટા મુક્તો હતો ત્યારે પણ તન્વીને લાગતું કે તન્મય કંક છૂપાવી રહ્યો છે.

બીજી તરફ, તન્વીની લાડલી દિકરી 'મિતવા' મોટી થઇ રહી હતી. સમજણી પણ થઇ રહી હતી. એક મોડી રાત્રે જ્યારે તન્મય એના લેપ-ટોપમાં 'લાઈવ' રહીને એની બાજુમાં ઊંઘતી વિદેશી શૈયા-સંગિનીને બતાડીને તન્વી આગળ કંઇ જોક મારી રહ્યો હતો ત્યારે તન્વીની બાજુમાં સૂતેલી મિતવા અચાનક જાગી ગઈ. તેણે લેપ-ટોપમાં જોઇને પૂછ્યું ઃ 'મમ્મી આ પપ્પા સાથે પેલી કોણ છે ?'

એ જ ક્ષણે તન્વીને ભાન થયું કે 'ફ્રિડમ'ના નામે કોણ કોને છેતરી રહ્યું હતું ? તન્મય તન્વીને ? તન્વી પોતાને ? કે બન્ને મળીને મિતવાને ?


Google NewsGoogle News