બ્રેડમેન કઈ રીતે ક્રિકેટના 'ડોન' બન્યા
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
૧૯ ૪૯માં જ્યારે બ્રેડમેને નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના ઓબ્ઝર્વર અખબારે લખ્યું હતું : ''બ્રેડમેન હવે ગયા છે ત્યારે ક્રિકેટમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે.' અને ખરેખર, બ્રેડમેનની ચીરવિદાય સાથે જ ક્રિકેટની રમત જાણે અનાથ બની ગઈ હોય અવું ઘણાને લાગ્યું હતું. ૧૯૧૧ની ૨૭મી ઓગસ્ટે ન્યુ સાઉથ વેલ્સના કુટામુન્દ્રા ગામમાં જન્મેલા બ્રેડમેન ૧૨ વર્ષની ઉંમરે તેમના પિતા એમને પહેલી જ વાર ટેસ્ટમેચ જાવા લઈ ગયા હતા એ વખતે ચાર્લી મેકાર્ટની તથા એમના ફેવરિટ જાન ટેલરને બેટિંગ કરતા જાઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે એમના પિતાને કહ્યું : 'જ્યાં સુધી હું મેદાનમાં નહીં રમું ત્યાં સુધી ખુશ રહી શકીશ નહીં.' બ્રેડમેને ૧૯૧૧માં ૧૨ વર્ષની વયે બોવરાલ ક્રિકેટ ક્લબ વતી પોતાની પહેલવહેલી સ્પર્ધાત્મક મેચમાં ૧૧૫ રન કર્યા હતા અને બોલિંગમાં ૮ વિકેટ પણ ઝડપી હતી. ૧૯૩૨ની સાલમાં તેઓ સિડનીમાં સ્થાયી થયા હતા અને સેન્ટ જ્યોર્જ ક્લબ વતી ક્રિકેટ રમવાનું તેમણે શરૂ કર્યું હતું. ત્રણ મહિનાની અંદર જ તેમની પસંદગી ન્યુ સાઉથ વેલ્સની ટીમમાં થઈ, જે પ્રવાસી સાઉથ આફ્રિકા સામે મેચ રમી હતી. એ મેચમાં જ તેમણે સદી ફટકારી હતી જે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે ફટકારેલી કુલ ૧૧૭ સદીમાંની પહેલી હતી. તેઓ અમની પહેલી ટેસ્ટમેચ ૧૯૨૮ના નવેમ્બરમાં રમ્યા હતા અને ત્યારથી એમની ૨૦ વર્ષની ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ થયો હતો. તેઓ એમની છેલ્લી ટેસ્ટ ૧૯૪૯ના માર્ચમાં રમ્યા હતા. બીજા દાવ લેવા તેઓ મેદાનમાં ઊતર્યા ત્યારે સ્ટેડિયમમાં હાજર મેદનીએ એમનું અભિવાદન કર્યું હતું. તેઓ એમની કારકિર્દીનો અંત વધુ એક ફાંકડી સદી વડે લાવે એવું સૌ ઇચ્છતા હતા, પણ ઇંગ્લેન્ડના ગુગલી બોલર એરિક હોલીઝે બ્રેડમેનને ઝીરો પર ક્લીન બોલ્ડ કરીને સૌને અચંબામાં મૂકી દીધા. એને કારણે જ તેઓ સરેરાશના આંકને ૧૦૦ પર પહોચાડવામાં નિષ્ફળ રહ્યા. ટેસ્ટ ક્રિકેટમાં અમના જેટલી ૯૯.૯૪ની સરેરાશ બીજા કોઈ બેટ્સમેન ક્યારેય મેળવી શકશે કે કેમ અવી શક્યતા જણાતી નથી. ૨૨ વર્ષની કારકિર્દીમાં તેમણે બાવન ટેસ્ટમાં કુલ ૬૯૯૬ રન કર્યા હતા. તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ૩૩૪ રનનો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં અમનો હાઇઅસ્ટ સ્કોર ૪૫૨ રન હતો. પ્રથમ કક્ષાની મેચોમાં તેઓ ૩૩૮ દાવ ખેલ્યા હતા જે દરમિયાન તેમણે ૨૮,૦૬૭ રન ફટકાર્યા હતા અને એમાંય તેમની સરેરાશ હતી, ૯૫.૧૪.
ઍપેન્ડિટાઇટિસ કયારે ખતરનાક થઈ શકે?
ઍપેન્ડિક્સનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પણ ઍવું મનાય છે કે જ્યારે ન પચેલો ખોરાક ઍપેન્ડિક્સના પોલાણની અંદર ફસાઈ જાય ત્યારે એમાં દુખાવો થાય છે. આ તકલીફ કોઈ ચેપ, ખાસ કરીને ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ વાઇરલ ઇન્ફેકશનને કારણે પણ થાય છે. એમાં બેક્ટેરિયાની સંખ્યા ઝપાટાબંધ વધવા માંડે છે પરિણામે એપેન્ડિક્સમાં સોજા આવે છે અને તેમાં રસી ભરાવા માંડે છે. જો એ વખતે તાબડતોબ સર્જરી ન કરાય તો ેઍપેન્ડિક્સ ફાટી શકે છે. ઍપેન્ડિક્સનું નિદાન કરવા માટે ડૉક્ટર તમારા શરીરનું તાપમાન માપે છે અને પેટની ચકાસણી કરે છે. દુખાવો થતો હોય એ ભાગને હળવેકથી દબાવ્યા બાદ દબાણ ઝડપથી પાછું લેવાથી દરદીને ત્યાં અત્યંત દુ:ખાવો થાય છે. વધુમાં ડૉક્ટર લોહીની ચકાસણી કરાવવા પણ કહે છે જે દ્વારા અમને લોહીમાંના સફેદ કણની સંખ્યા અને અના પરથી ચેપનો પ્રકાર જાણવા મળે છે. કોઇક ડૉક્ટર યુરિનનો ટેસ્ટ કરાવવા પણ કહે છે. તમને પેટમાં દુખાવો અપેન્ડિક્સનો જ છે કે કોઈ બીજા કારણસર છે અની ખાતરી કરવા માટે ડૉક્ટર પેટનો ઍક્સ-રે અથવા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવા પણ કહે છે. ઍપેન્ડિટાઇટિસનું વહેલું નિદાન થાય અને તે હળવા પ્રકારનું હોય તો ઍન્ટિબાયોટિક્સનું વહેલું નિદાન થાય અને તે હળવા પ્રકારનું હોય તો ઍન્ટિબાયોટિક્સથી ઍનો ઇલાજ થઈ શકે છે, પણ ગંભીર પ્રકારમાં સર્જરી જ એકમાત્ર વિકલ્પ હોય છે.
બેંગકોંકના કટ્ટર સંગીત પ્રેમીઓનું અનોખું ઝનૂન
આજથી બે ત્રણ દાયકાઓ અગાઉ ગામડામાં રમાતી ભવાઈઓમાં રસિયાઓ 'ફરમાઇશ' પર ઊતરી આવતા. એક વ્યક્તિ દસ રૂપિયાની ઓફર કરીને 'જૂઠ બોલે કૌઆ કાટે...' ગવડાવે એટલે બીજી વીસ રૂપિયા આપીને તે કટ કરાવે અને 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...' ગવડાવે. વાત વટ પર અને અનેક વખત ખૂનખરાબા પર ઊતરી આવતી. થાઇલેન્ડના બેંગકોંક શહેરમાં આધુનિક સમયમાં જૂના વટને નવું સવરૂપ મળ્યું છે. બેંગકોંકમાં 'કરાઉકે' બાર મોટી સંખ્યામાં ખૂલ્યાં છે. તમે ત્યાં તમારું મનપસંદ ગીત તેના મૂળ સંગીત સાથે ગાઈ શકો છો. પણ દરેકને ગાવું હોય છે અને ઘણાંને પ્રથમ ગાવું હોય છે.
કોનો વારો છે તે નક્કી કરવામાં મારામારી થઈ પડે છે, અને તેમાં આજ સુધીમાં છ ખૂન થઈ ગયાં છે. જેની પાસે આવા ફાલતુ શોખ માટે પૈસા હોય અ જ આવાં ખૂન ખરાબા કરે. અને કોની પાસે ફાલતુ પૈસા હોય છે? સીધો અને સરળ જવાબ છે, 'પોલીસ પાસે.' હાજી, બેંગકોંકના પોલીસઅધિકારી સાંગેવોમને કરાઉકે ગાવાનો જબરો નાદ લાગ્યો. અક પછી એક ગીત ગાવા માંડયા. બારના માલિકોને ખબર હતી કે સાહેબ પોલીસ ઓફિસર છે. અમને કોણ રોકે? પણ જાણતા ન હોય તેવા ગ્રાહકોનું શું? એમણે ત્રીજા ગીત બાદ સાંગવોમનો હુરિયો બોલાવવા માંડયો. સાહેબ પાસે પિસ્તોલ તૈયાર હતી. એકનું ઢીમ ઢાળી દીધું અને બીજા અકને ગંભીર રીતે ઘાયલ કર્યો. સંગીતની આ પણ એક દુનિયા છે!
ઈઝરાયલમાં શ્વાનો માટેનું અનોખું પબ!
ઇઝરાયલના તેલ અવીવમાં પાળીતા શ્વાનો માટે એક એવું પબ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કૂતરાઓ તેમના અન્ય શ્વાનમિત્રોને મળી શકે. અલબત્ત એ પબના માલિકોએ કૂતરાના માલિકોને પણ પબમાં પ્રવેશવાની છૂટ આપવાની ઉદારતા દાખવી છે. આ પબ બીજા કોઈ નહીં પણ મ્યુનિસિપાલિટીએ સ્પોન્સર કર્યું છે. અહીં કૂતરાંઓ માટે સ્વચ્છ પીવાના પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્વાનમિત્રો ત્યાં ખાય-પીવે. નાચે-ગાય અને ગેલ કરે. પરંતુ એટલો સમય તેમના માલિકોનું શું? મ્યુનિસિપાલિટીઅ અનો પણ વિચાર કર્યો છે. કૂતરાંઓ તેમના મિત્રોની સાથે ગેલ કરતાં હોય તે સમયમાં તેમના માલિકોનાં 'પાર્કિંગ'માં પાટલીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરના કાઉન્સિલર કૂતરાઓ માટે આવું સંકુલ ઊભુ કરવાનો વિચાર આવ્યો હતો. તેઓ કહે છે, 'બાળકો પાર્કમાં રમતાં હોય ત્યારે કૂતરાંઓ તેમને કનડે નહીં એક એ હેતુથી આ પાર્ક બનાવવામાં આવ્યો છે.' પાર્ક પછીનો તેમનો બીજા પ્રોજેક્ટ છે : કૂતરાંઓ માટેનો બીચ.
રજવાડાના સમયમાં રજપૂતોની અૂત સામાજિક વ્યવસ્થા!
મોટે ભાગે રજવાડામાં રજપૂતોનાં લગ્ન બે પ્રકારે થતાં હોય છે. ઉતાવળિયાં લગ્ન યોજાયાં હોય કે કન્યાના પિતા બહુ મોટું કરિયાવર આપી શકે તેવા ન હોય ત્યારે વરરાજાની જાન પરણવા માટે કન્યાને ઘરે આવતી નથી. રજવાડી કન્યાને ઘરે વરરાજાના પ્રતિનિધિ તરીકે એક ખાંડુ (તલવાર) મોકલવામાં આવતું. એ તલવાર સાથે જ રજપૂત કન્યા પિતાને ઘરે બાંધેલા મંડપમાં ફેરા ફરતી. એ પછી કન્યાને ઘોડા ઉપર બેસાડીને વાજતેગાજતે વરરાજાને ગામે લાવવામાં આવતી. તે વખતે કન્યાને લઇને આવેલું ગાડું (વેલડું) વિધિ ખાતર ક્યાંક છુપાવી દેવામાં આવતું અને વરરાજાએ કન્યાના વેલડાને શોધી કાઢવું પડતું. વેલડાને શોધી કાઢે એ પછી જ કન્યા સાસરામાં પધારતી. અહીં અક વાત રહી જાય છે. કન્યાનું જે વેલડું (ગાડું) હોય તે સસરાના રાજ્યનો મુખ્ય પટેલ ચલાવતો. એ પટેલ પછી નવવધૂનો ભાઈ બની જતો. તે 'વેલવાણભાઈ' કહેવાતો. અ સમયના રજપૂત સમાજની કેવી સરસ સામાજિક વ્યવસ્થા હતી. કન્યા પરણીને નવી નવી રજવાડામાં આવે ત્યાં માબાપ, ભાઈ અને સગાંવહાલાંને છોડીને આવતી. રજપૂત કન્યાને સાસરામાં વર તો મળે પણ તેની કાંઈ મૂંઝવણ હોય તો તત્કાળ કોને કહે? તે માટે સાસરામાં જ વેલવાણભાઈનો સંબંધ ઊભો કરાયો હતો. વેલડું ચલાવનારો ખેડૂત-પટેલ રજપૂત કન્યાનો કાયમ માટે માનેલો ભાઈ બની રહેતો. રજપૂતાણી વહુ બને ત્યારે સાસરામાં તમામની લાજ કાઢે પણ વેલવાણભાઈની લાજ ન કાઢે.