માઉન્ટ 'એવરેસ્ટ' નામ કેવી રીતે પડયું?
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
આ જથી ૧૬૩ વર્ષ પહેલાંની વાત છે. ભારત બ્રિટિશ હકૂમત હેઠળ હતું. તે વખતે હિન્દુસ્તાનના સર્વેયર જનરલ સર ઍન્ડ્રુ વૉગ, ઉત્તર દિલ્હીની તેમની ઑફિસમાં બેઠા હતા. તે સમયે અક આસિસ્ટન્ટ દોડતો દોડતો આવ્યો. આ આસિસ્ટન્ટે કહ્યું, ''સર, મેં જગતના સૌથી ઊંચા પર્વતને શોધી કાઢયો છે.'' આ વ્યક્તિએ જે પર્વત શોધી કાઢયો તે તો નેપાળ બાજુ આવેલા હિમાલયનું એક શિખર હતું. તે વખતે તો આ શિખરનું કોઈ નામ પડયું નહોતું. તેને રોમન સંખ્યા પ્રમાણે પંદરની (xv) સંજ્ઞાા અપાઈ હતી. ગણતરી પ્રમાણે એ શિખર સમુદ્રની સપાટીથી ૨૯,૦૦૨ ફૂટ ઊંચે હતું. ભારતના ઉત્તર ભાગમાંથી ૧,૮૪૯ અને ૧,૮૫૦ વચ્ચે આ શિખરનું અવારનવાર સર્વેક્ષણ થયું હતું. પરંતુ સર ઍન્ડ્રુ વૉગનો નિષ્ણાત પૂરી ગણતરી કરીને પાછો ફર્યો ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે તે શિખર જગતમાં સૌથી ઊંચું છે. સર્વેયરોએ જ્યાંથી માપ કાઢયું હતું તે આ શિખરથી ૧૦૦ માઇલ દૂર હતું. એ લોકોએ ઊંચી કક્ષાના ટેલિસ્કોપને ઇધરઉધર કરીને આ ઊંચાઈ માપી હતી. એ પછી સર વૉગે પૂર્ણ રીતે આ કૉમ્પ્યૂટરની ગણતરીની ચકાસણી કરી અને તે પછી પંદર નંબરના આ શિખરને તેમણે 'ઍવરેસ્ટ' નામ આપ્યું. સર ર્વાગ પહેલાંના હિન્દુસ્તાનના સર્વેયર જનરલનું નામ જ્યોર્જ એવરેસ્ટ હતું એટલે તે ઉપરથી આ હિમાલયા શિખરનું પરદેશી નામ પડયું હતું. જોકે બિચારા બ્રિટિશ સર્વેયરને ખબર નહોતી કે તિબેટ નિવાસીઓએ આ ઉચ્ચતમ શિખરનાં ઘણાં નામો પાડયાં હતાં. તેમાં 'ચોમોલુંગમા' નામ સૌથી પ્રચલિત હતું.
સ્ત્રીની આંખે નારી ઇતિહાસ
રોસેલિન્ડ માઇલ્સ નામની લેખિકાની થિયરી એવી છે કે આરંભમાં માત્ર નારી જ હતી. સ્ત્રી એ ઇશ્વરનું મૌલિક સર્જન છે. સ્ત્રી પ્રાથમિક જાતિ છે. પુરુષ તો ઈશ્વરને પાછળથી આવેલો વિચાર છે. નારી એ પાયાનો એકસ ક્રોમોઝોમ છે. નર બાળક જન્માવવા માટે ભિન્ન એવા વાય ક્રોમોઝોમનું વક્રીભવન થાય છે. નર એ કુદરતની જીવશાસ્ત્રીય ભૂલ છે. ઇસવી સન પૂર્વે ૨૩૦૦માં સુમેરિયાના વડા ધર્મગુરુએ સર્વશક્તિમાન દિવ્ય તત્ત્વની સ્તુતિમાં એક પ્રાર્થના રચી હતી. તેમાં ઇશ્વર અને આ ધર્મગુરુ બેઉ નારી છે. સુમેરિયા (હાલ ઇરાક)ના લોકો ઈશ્વરને નારીરૂપે ભજતા: તેઓ પ્રાર્થનામાં ઈશ્વરનાં રેશમી ઝુલફાં, તેનો મધ જેવો ખોળો, સ્વર્ગીય હોડી જેવી તેની ભવ્ય કૂખ અને તેના અનુપમ સૌંદર્યની ભક્તિ કરતા હતા. આજે આપણે શક્તિની પૂજા કરીઅ છીએ. આપણે અંબા, બહુચરા, કાલિ વગેરે દેવીઓની ભક્તિ કરીએ છીએ. પાંચ હજાર વર્ષ પહેલાં શાળાની છોકરીઓ માત્ર એક જ દેવીને પિછાણતી હતી. ઇશ્વરનું સ્વરૂપ અક દેવીનું હતું. રોમન ધારાશાસ્ત્રી લ્યુસિયસ ઍપ્યુલિયસે લખ્યું છે : હું પ્રકૃતિ છું, હું સૌની માતા છું, હું તમામ તત્ત્વોની સ્વામિની છું, હું તમામ આધ્યાત્મિક ચીજાની સાર્વભૌમ માલિકી ધરાવું છું. હું અનેક નામોથી ઓળખાઉં છું. પ્રાચીન કાળમાં નારી રાજકીય સત્તા પણ ધરાવતી હતી. બાયઝૅનાઇન સામ્રાજ્ઞાી ફુલચેરિયા (ઇ.સ. ૩૯૯-૪૫૩) સત્તાની સાઠમારીના દાવપેચ સારી રીતે ખેલી જાણતી હતી. સરકસની કળાકાર થિયોડોરા પણ નાનુંશું રાજપાટ ચલાવતી હતી. રોમન સામ્રાજ્ઞાી ડ્રુસિલા લિવિયા રાજમહેલના કાવાદાવા રમી જાણતી હતી. જરૂર પડે ત્યારે તે ઝેરનો પણ ઉપયોગ કરી જાણતી હતી. સ્કિધિયન યોદ્ધાઓની રૂપાળી રાણી ઝનોબિયાએ રોમન સમ્રાટને હરાવીને ઇજિપ્ત તથા એશિયા માઇનોર જીતી લીધાં હતાં. છેવટે અઘરી પરિસ્થિતિમાં આ રાણીએ એક રોમન સેનેટરને લોભાવીને તેની સાથે લગ્ન કર્યું હતું. મહિલા ઇતિહાસકાર નવલ અલ સાદાવીઅ નોંધ્યું છે કે આરબ સ્ત્રીઓ ઍક કરતાં વધુ પતિઓ રાખતી હતી આ વાત ઇસ્લામ પૂર્વેની છે. બેદુઇન નારી જ્યારે પોતાના અનેકમાંના એક પતિને છૂટાછેડા આપવા માગતી ત્યારે તે પોતાના તંબુનું પ્રવેશદ્વાર ઊંધી દિશામાં ફેરવી નાખતી હતી.
મધ્યપ્રદેશના કૃષિપંડિતનો અવનવો પ્રયોગ
મધ્ય પ્રદેશના સિહોર જિલ્લાના કૃષિપંડિત શેઠ ગોવિંદ દાસે પોતાની ખેતીવાડી સમૃદ્ધ થાય અ માટે અક નવતર પ્રયોગ કર્યો હતો. ગાય-ભેંસ સંગીત સાંભળીને વધુ દૂધ આપે છે એ વાત જૂની થઈ. વાત સાચી છે કે ખોટી એ ગાય અને ભેંસ જાણે. સાચી હોય તો બાળકને સ્તનપાન કરાવતી માતાએ પણ કેસેટ રેકોર્ડ પ્લેયર ચાલુ કરીને બેસવું જાઇએ. શેઠ ગોવિંદ દાસ એક કદમ આગળ વધ્યા. એમણે એમના ખેતરમાંનો ઘઉંનો પાક સંગીત સાંભળીને પુલકિત થાય એ માટે ખેતરમાં જ સંગીતસભાનું આયોજન કર્યું હતું. આ કૃષિપંડિતના અગાઉના પ્રયોગો સફળ રહ્યા છે. એમણે પોતાના ખેતરમાં બાવીસ ફીટ ઊંચા શેરડીના સાંઠાનો પાક અગાઉ લીધો છે. આ વખતે એ ઘઉંનું વિક્રમસર્જક ઉત્પાદન લેવા ધારે છે. કૃષિપંડિતે એ જણાવ્યું નથી કે એમણે શાસ્ત્રીય સંગીત, સુગમ સંગત કે ફિલ્મ સંગીતમાંથી કયા પ્રકારના સંગીતનું આયોજન કર્યું હતું.
છેવટે ચિત્તા સાથે સ્પર્ધા
નામિબિયાના એથ્લેટ ફ્રેન્કી ફ્રેડરિક્સે ઓલિમ્પિક્સ સ્પર્ધામાં સૌથી તેજ દોડવીર તરીકે નામના મેળવી ત્યાર બાદ તેને ચિંતા થઈ પડી કે તેના મુકાબલાનો બીજા કોઈ દોડવીર દુનિયામાં છે જ નહીં, તો પછી તે પોતાની ક્ષમતા વધારવા હવે કોની સાથે સ્પર્ધા કરશે. છેવટે તેને એક ઇલાજ સૂઝયો. તેની પાસે અક પાળેલો ચિત્તો છે. એ ચિત્તો નાનો હતો ત્યારે તો મંદગતિઅ ચાલતા કાચબાની પીઠ પર બેસીને લટારે નીકળતો. પણ હવે અ મોટો થઈ ચૂક્યો છે. ફ્રેન્કીને લાગ્યું કે હવે તેની સાથે દોડની સ્પર્ધામાં ઊતરવાથી પોતાની ક્ષમતા વધારી શકાશે. એટલે હવે તેણે ચિત્તાને 'ઓન યોર માર્ક, સેટ, ગો' બોલાય કે તરત બધી તાકાત કામે લગાડીને દોટ મૂકવાની તાલીમ આપી છે.
માટીમાંથી કમાણી
ઍડ લોવે નામનો યુવાન ૧૯૪૭માં મીશીગનમાં ઇન્ડસ્ટ્રીયલ ઍબ્સોર્બન્ટ (પ્રવાહી શોષી લે તેવા પદાર્થો)નો ધંધો કરતો હતો. એક દિવસ એમની પડોશણ એમને ત્યાં આવીને કહે કે હુ બધાની માફક મારી બિલાડીને રાખ પર કુદરતી હાજતે બેસાડું છું, પણ તેનાથી ઘર અને ટાઇલ્સ ખૂબ ગંદા થાય છે, તો મને થોડી રેતી આપશો? અડ લોવેએ કહ્યું કે રેતીને બદલે માટી વાપરો. અને પડોશણને તે આઇડિયા ગમી ગયો. માટી વધારે અનુકૂળ પડતી હતી. એ જાઇને ઍડ લોવેઅ પોતે જ 'કીટી લીટ્ટર' નામના માટીના પેકેટ બજારમાં મૂક્યાં. અનેક વેપારીઓઅ દલીલ કરી કે લોકોને મફતમાં રેતી કે રાખ મળતી હોય તો ૬૫ સેન્ટમાં કોઈ માટી શા માટે ખરીદે ? પણ અડ લોવે નિરાશ ન થયો. માટીની અનુકૂળતાની વાત ફેલાતી ગઈ તેમ એનો ધંધો વિકસ્યો. ઍડ લોવેની કંપની વરસના ૨૧ કરોડ ડોલરનો ધંધો કરતી હતી. બીજા યુવાન સાહસિકોને ધંધો કરવાની પ્રેરણા મળે તે માટે ઍડ લોવેએ એક ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે.