જ્ઞાનતંતુઓનો ભેદી રોગ : મલ્ટીપલ સ્કલેરોસિસ
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
જ્ઞા નતંતુઓને લગતા અનેક ભેદી રોગો છે જેમાંનો એક છે મલ્ટીપલ સ્કલેરોસિસ જેને તબીબો ટૂંકમાં એમએસ કહે છે. આ રોગ ઝટ મટતો નથી અને ગંભીર રૂપ ધારણ કરે તો દરદીને પાંગળો બનાવી દે છે. તેનાથી દરદીના મગજ અને સમગ્ર મજજાતંત્રને માઠી અસર પહોચે છે. દરેક વ્યક્તિના શરીરમાં જ્ઞાનતંતુઓની આસપાસ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ હોય છે, પણ એમએસના દર્દીઓના શરીરના મગજ તથા કરોડરજ્જુમાં અનેક ઠેકાણે અ કવચ નુકસાન પામતું હોવાથી રોગને મલ્ટીપલ સ્કલેરોસિસ નામ અપાયું છે. અને કારણે શરીરના ચોક્કસ ભાગમાં બળતરા થાય છે, સ્નાયુઓના સંકલનમાં અવરોધ ઊભો થાય છે અને દરદી સતત ગભરાટની લાગણી અનુભવ્યા કરે છે. એમએસના ચાર પ્રકાર છે - બિનાઇન (હળવા પ્રકારનું), રીલેપ્સિંગ, પ્રાઇમરી પ્રોગ્રેસિવ અને સેકન્ડરી પ્રાગ્રેેસિવ. પહેલા પ્રકારના એમએસમાં દરદીને કાયમી અપંગતા આવતી નથી. બીજા પ્રકારમાં, દર એક યા ત્રણ વર્ષે દરદીને શરીરમાં એક કે બે જગ્યાઅ એમએસનાં લક્ષણો નજરે પડે છે અને પછી અમુક અઠવાડિયાં બાદ આપોઆપ દૂર પણ થઈ જાય છે. પ્રાઇમરી પ્રોગ્રેસિવમાં, રોગનાં લક્ષણો નજરે પડયા બાદ દરદીની તકલીફોમાં ધીમે ધીમે વધારો થાય છે. સેકન્ડરી પ્રોગ્રેસિવમાં, દરદીની તબિયત વધુને વધુ બગડતી જાય છે.
ઓસ્કારની નવાજેશ બાદ ત્રણ એ-લિસ્ટની પાર્ટીઓ
હોલીવૂડમાં ઓસ્કાર સમારંભ માટેનું આમંત્રણ મળવું તેને જ લાખો રૂપિયાની લોટરી ગણવામાં આવે છે. જેમને ઍવોર્ડ મળવાની શક્યતા છે તે નોમિનીને પણ ટેક્નિકલી અક ટિકિટ જ ફાળવવામાં આવે છે. જે દિવસે સમારોહ હોય ત્યારે હોલીવૂડનો સમાજ સવારથી જ તૈયાર થવા માંડે છે. સમારોહ સાંજના પાંચ વાગ્યે શરૂ થાય, પણ ઓડિયન્સને કાર પાર્ક કરવામાં અને વ્યવસ્થિત ગોઠવાઈ જવામાં જ બે કલાક લાગે છે. અ દિવસે હોલીવૂડમાં લિમોઝીન ગાડીઓ પૂરી પાડવાનો કોન્ટ્રેક્ટ 'ચાર્લી ધ કાર' નામની કંપનીને અપાય છે. ચાર્લીની લિમોમાં શ્રેષ્ઠ દારૂનો બાર હોય છે. રસ્તામાં કાર બંધ પડી જવાથી માંડીને બીજી સંભવિત મુશ્કેલીઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થા આ લિમોઝીનમાં જ હોય છે. એ દિવસે લોસ ઍન્જિલિસ પોલીસ ડિપાર્ટમેન્ટ (એલએપીડી) વધારાનો ૫૦૦ જણનો સ્ટાફ કામે લગાડી દે છે. નોમિની અથવા પ્રેઝન્ટર તરીકે આમંત્રણ મળે તે નસીબદારને અનેક ભેટસોગાદોથી ભરી દેવામાં આવે છે. એક વરસે નોમિનીઓ અને પ્રેઝન્ટરોને ટેગ અવરની વોચ, અરમાની ટાઈ, ફેરાગામો સ્કાર્ફ, રે બેન્સના ગ્લાસ, શેમ્પેનની બોટલો, ગોડિવાની ચોકલેટ અને અનેક ગિફ્ટ વાઉચરો સાથે ઘરે મોકલવામાં આવ્યા હતા. ઓસ્કરની નવાજેશ બાદ ત્રણ એ-લિસ્ટની પાર્ટીઓ યોજવામાં આવે છે. મતલબ કે તેમાં હોલીવૂડના અ-લિસ્ટમાં હોય અ જ કલાકારો અને કસબીઓને આમંત્રણ મળે છે. પ્રારંભ ગવર્નરની બોલ પાર્ટીથી થાય છે. આ પાર્ટીમાં પાંચથી છ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં ૧૨૦ શ્રેષ્ઠ દરજ્જાના રસોઈયા (શેફ) દ્વારા વીસ હજાર જેટલી ડીશો રાંધવામાં આવે છે. તેઓ ૧૭૦૦ જેટલા ચોકલેટના મિનિ-ઓસ્કર તૈયાર કરે છે. હોલીવૂડની ઝાકઝમાળને ગણતરીમાં લઈએ તો પરંપરાગત રીતે તો આ એક શુષ્ક મેળાવડો બની રહે છે. અ પછી મોર્ટન રેસ્ટરાં ખાતે 'વેનિટી ફેર' મેગેઝિન દ્વારા ભવ્ય મિજલસ ગોઠવવામાં આવે છે. આ રેસ્ટરાં દુનિયાના ટોચના ધનાઢયો માટેની રેસ્ટરાં છે. આ પાર્ટી માટેનાં ૧૨૦૦ આમંત્રણો બુલેટ-પ્રૂફ આર્મર્ડ ગાડીઓ દ્વારા મોકલવામાં આવે છે, જેમાં બેસીને કલાકારો સ્થળ પર આવી શકે છે. દરેક કલાકારો-કસબીઓને અલગ અલગ સમય ફાળવવામાં આવે છે.
૭૬૧ વર્ષ પછી કોર્ટ કેસનો ચૂકાદો આવ્યો
ભારતમાં સૌથી લાંબો કોર્ટ કેસ ચાલ્યો તેનો ગિનેસ બુકનો રેકોર્ડ હજી કોઈઅ તોડયો નથી. ૨૬-૪-૬૬ના રોજ પૂનાના બાલાસાહેબ થોરાટે તેના કેસનો ચુકાદો મેળવ્યો હતો. બાલાસોબના વડવાઓઅ ૧૨૦૫ની સાલમાં અટલે કે ૭૬૧ વર્ષ પહેલાં કેસ દાખલ કર્યો હતો. કેસ માત્ર અવો હતો કે અમુક મંદિરોમાં બાલાસાહેબના વડવાઓ પૂજાપાઠ અને વિધિ કરાવવાના હકદાર હતા તે પુરવાર કરવા આ લાંબો કેસ ચાલ્યો હતો અને તેઓ જીત્યા હતા.
કતારના મુસ્લિમો આધુનિક અને લિબરલ છે
કતાર અને સાઉદી અરેબિયાના બન્નેમાં વહાબી ઇસ્લામ પાળવામાં આવે છે, પણ સાઉદી અરેબિયામાં ધર્મઝનૂન અને કટ્ટરતા વધુ જોવા મળે છે. અમેરિકા પર ત્રાટકેલા અલ-કાયદાના ૧૯માંથી ૧૫ અંતિમવાદીઓ સાઉદી અરેબિયાના હતા. તે સામે કતારમાં ધાર્મિક સ્વતંત્રતા ઘણી છે. કતારના પાટનગર દોહામાં સુંદર ચહેરાવાળી આરબ સ્ત્રીઓને કાર હંકારતી જોઈ શકાય છે. તેઓએ સ્વેચ્છાઅ બુરખો પહેર્યો હોય છે. બુરખો પહેરવાનું ફરજિયાત નથી. સ્ત્રીઓને મતદાનનો અને ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર છે. રસ્તાઓ પર પોલીસ કે સૈનિકોની હાજરી ભાગ્યે જ દેખાશે. જ્યારે બીજાં આરબ રાષ્ટ્રોમાં ઠેકઠેકાણે સૈનિકો અને પોલીસ જ દેખાતા હોય છે. કતારની આધુનિક હોટેલોમાં શરાબ છૂટથી મળતો હોય છે, જ્યાં ઘણા આરબો પણ શરાબ પીતા જોવા મળે.
ઓસ્ટ્રેલિયનોએ પક્ષીઓ માટે ૧૦ હજાર સ્વેટરો ગૂંથ્યા
માનવજાતિઅ કરેલી કહેવાતી પ્રગતિની ખતરનાક અસરોથી છેક ઓસ્ટ્રેલિયાની દક્ષિણ છેડે આવેલા ટાસમાનિયા ટાપુનાં પેંગ્વિન પક્ષીઓ પણ સલામત નથી રહ્યાં. વારંવાર ટેન્કરો ફૂટવાથી દરિયામાં ફેલાતા ક્રૂડ ઓઇલને કારણે આ પક્ષીઓનું જીવન ખતરામાં મુકાઈ જાય છે. પણ ટાસમેનિયન કોન્ઝર્વેશન ટ્રસ્ટે તેનો એક હાથવગો ઉપાય શોધી કાઢયો અને મદદરૂપ પણ આ માનવજાતિ જ થઈ છે. જ્યારે તેલનો કદડો સમુદ્ર પર રેલાય ત્યારે આ પક્ષીઓની પાંખોનું સુરક્ષાકવચ તેલમાં લપટાઈને નકામું બની જાય છે. પક્ષી તરી શકતાં નથી અને ઠંડીથી ઠૂંઠવાઇને મરણ પામે છે. આવું ન થાય તે માટેનો ઉપાય છે આ પક્ષીઓને ઊનનાં સ્વેટરો પહેરાવવાનો. કોન્ઝર્વેશન ટ્રસ્ટે લોકોને આવાં સ્વેટરો ગૂંથીને ટ્રસ્ટને પહોંચાડવાની અપીલ કરી અને ઓસ્ટ્રેેલિયન લોકોએ આવાં દસ હજાર સ્વેટરો ગૂંથીને ટ્રસ્ટને મોકલી આપ્યાં. સ્વેટરો કેવી રીતે ગૂંથવા તેની પેટર્ન પણ ટ્રસ્ટે લોકોને પૂરી પાડી હતી.
વોલ સ્ટ્રીટના માનસશાસ્ત્રી શેરદલાલની ટાઇના રંગ પરથી પર્સનાલિટી નક્કી કરે છે
ન્યુ યૉર્કની શૅરબજારમાં ઘણા લોકો માનસિક રીતે અસ્થિર થઈ જાય છે અટલે શૅરબજારવાળાએ (વૉલ સ્ટ્રીટવાળા) બે માનસશાસ્ત્રી રાખ્યા છે. આ માનસશાસ્ત્રીઓ શૅરદલાલો જે રંગની નેક ટાઈ પહેરે તે ઉપરથી તેમની પર્સનાલિટી નક્કી કરે છે : (૧) પીળા રંગની નેક ટાઇ કે પીળા રંગવાળાં વસ્ત્રો પહેરનારા પુરુષ દલાલ કે સ્ત્રી દલાલ બેઠક વગરના લોટકા જેવા છે. પીળો રંગ જેને ગમે તે વધુ પડતા વિકારી હોય છે! (૨) ગુલાબી અને લીલા રંગની નેક ટાઇ કે વસ્ત્રને પસંદ કરનારા માણસો મહત્ત્વાકાંક્ષી હોય છે અને પીઠમાં પાછળથી ખંજર ભોંકનારા હોય છે. (૩) લાલ રંગની ટાઈ પહેરનારો માણસ શું પગલું ભરશે તે અગાઉથી પારખી શકાય. લાલ રંગ પસંદ કરનારો માણસ જવાબદાર અને વિશ્વાસપાત્ર છે.