Get The App

અપવાદરૂપ લોકોને વીજળીનો શોક નથી લાગતો

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
અપવાદરૂપ લોકોને વીજળીનો શોક નથી લાગતો 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

દુનિયાના દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંતની જેમ વીજળીની બાબતમાં પણ કેટલાક વિસ્મયકારક અપવાદો પડયા છે. આવા અપવાદરૂપ લોકોને વીજળીનો શોક જ નથી લાગતો. અમેરિકાનો ઓસ્ટિન રિચર્ડસ નામનો યુવાન આવો જ એક અપવાદ છે. ઓસ્ટિન પાંચ વરસનો હતો ત્યારથી વીજળી સાથે રમતો આવ્યો છે. ભમરડા ફેરવવાની અને લખોટીથી રમવાની ઉમરે ઓસ્ટિન ઇલેક્ટ્રિસિટીથી રમતો હતો. બહુ નાની વયે જ એને વીજળીનો સંગાથ ગોઠી ગયો હતો. એ વારંવાર વીજળી સાથેની પોતાની દોસ્તીનું પ્રદર્શન જાહેરમાં કરે છે. છેલ્લે ઓસ્ટિને ઓગસ્ટ મહિનામાં જીવ સટોસટનો એક કરતબ દેખાડીને બધાને રાડ પડાવી દીધી હતી. એ કેલિફોર્નિયાના એક વેરહાઉસમાં બે જાયંટ કોઇલની વચ્ચે રૂઆબથી ઊભો રહી ગયો. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે આવી એક જાયંટ કોઇલમાંથી ૨૦-૨૦ ફૂટ દૂર સુધી વીજળીના ઝબકારા ફેંકાતા હતા. વ્યવસાયે ભૌતિકશાસ્ત્રી ઓસ્ટિન રિચર્ડસે ધસમસતી વીજળીને ભેટવાની પોતાની રીતે તૈયારી કરી હતી. એણે ઘરે જ ગેલ્વનાઇઝડ સ્ટીલમાંથી એક સૂટ તૈયાર કર્યો અને માથા ઉપર પક્ષીનું પાંજરુ હેલ્મેટ તરીકે ગોઠવ્યું. પછી બન્ને કોઇલ વચ્ચે ઊભા રહીને એણે વીજળી પુરવઠો ચાલુ કરવાનું કહ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં વીસ લાખ વોલ્ટ વીજળી લબકારા મારતી ઓસ્ટિનના શરીર તરફ ફેંકાઈ. છતાં ઓસ્ટિનને એની કોઈ અસર ન થઈ. ઓસ્ટિનનું એવું માનવું છે કે આવો કરતબ જો ચોકસાઇપૂર્વક કરવામાં આવે તો એ જરાય ખતરનાક પુરવાર નથી થતો.

મહાસાગરોની સપાટી પાંચ મિટર જેટલી વધી જાય તો દુનિયાનો પ્રલય થઈ જાય

પૃથ્વી પરનું વાતાવરણ પ્રદૂષણ અને ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે એટલું ગરમ થઈ રહ્યાં છે કે ધ્રુવ પ્રદેશોનો વધુ બરફ એ ગરમીથી ઓગળશે. પૃથ્વી પરના કુલ બરફનો ૯૧ ટકા બરફ માત્ર એન્ટાર્કટિક પ્રદેશમાં થીજેલો છે. હવે જો આ બરફનો થોડો વધુ હિસ્સો પણ પીગળે તો તેમાંથી વિરાટ જળરાશિ છૂટશે જેનાથી પૃથ્વીના અનેક વિસ્તારો પર જળબંબાકાર ફેલાશે. આથી વિજ્ઞાનીઓએ આ ખતરાને પામીને હાલમાં આ પ્રદેશ પરના બરફ અને પાણીનું માપ લેવાનું શરૂ કર્યું છે. બ્રિટિશ, ઍન્ટાર્કટિક સર્વે સંસ્થા નિયમિતપણે ધ્રુવ પ્રદેશોના બરફનો અભ્યાસ નાનકડાં વિમાનો અને ઉપગ્રહોની મદદથી કરી રહી છે. આ સંસ્થાએ સાત વરસ સુધી વેસ્ટ ઍન્ટાર્કટિક આઇસ શીટ (વાઇસ) નામના વિસ્તાર કે જે પાઇન આઇલેન્ડ ગ્લેસિયર તરીકે પણ ઓળખાય છે તેનો અભ્યાસ કર્યો હતો. સોળ વરસના ગાળામાં આ આઇલેન્ડ ગ્લેસિયર દર વરસે પોતાનો ૩૧ ઘન કિલોમિટર (૩૧ કિલોમિટર ટ ૩૧ કિલોમિટર ટ ૩૧ કિલોમિટર) બરફ ગુમાવતું રહ્યાં છે. વજનમાં કિલોમિટર) બરફ ગુમાવતું રહ્યાં છે. વજનમાં કહીએ તો તે બરફનું વજન ચાર ગીગાટન થાય. સાત વરસમાં ૨૮ ગીગાટન જૂનો બરફ ખતમ થયો છે. વિજ્ઞાનીઓની ગણતરી છે કે પાઇન ટાપુના ઓગળવાથી દુનિયાની સમુદ્રની સપાટીમાં માત્ર .૦૧ મિલિમિટરનો વધારો થશે, જે હાલ તુરત તો નગણ્ય છે અને તેની અસર દેખાય પણ નહીં. પણ બીજું એક સંશોધન કહે છે વાઇસ પ્રદેશ વરસના ૧૨૨ મિટરના હિસાબે ઘટી રહ્યા છે અને આ ઘટાડો ૭૫૦૦ વરસ (બરફ યુગ)થી થઈ રહ્યો છે, પણ જા આ સમગ્ર વાઇસ અરિયા ઓગળી જાય તો દુનિયાના સમુદ્રો અને મહાસાગરોની સપાટી પાંચ મિટર જેટલી વધી જાય અને રીતસર દુનિયાનો પ્રલય થઈ જાય. પણ એ સમય આવતા હજુ સેંકડો અને હજારો વરસ લાગી જશે.

દુનિયામાં એક જ સ્થિતિ એવી છે કે જેમાં વચ્ચે જમીનરૂપી અંતરાય આવતો નથી

 લેટિન અમેરિકાના છેક દક્ષિણના છેડા પર (ચીલીના છેડા પર) આવેલા કેપ હોર્ન બંદરેથી નીકળીને નાકની સીધી લીટીમાં પૂર્વમાં અથવા પશ્ચિમમાં દરિયાઈ સફર આગળ વધારો તો કેપ હોર્ન પછી કઈ ભૂમિ મળશે તે ખબર છે? 

કેપ હોર્ન જ મળશે! દુનિયામાં આ એક જ સ્થિતિ (પોઝિશન) એવી છે કે જેમાં વચ્ચે કોઈ જમીનરૂપી અંતરાય આવતો નથી અને માણસ જ્યાંથી નીકળે છે ત્યાં જ પાછો ફરે છે!

અમેરિકાના કોસ્ટ ગાર્ડના કબૂતરો દરિયામાં ડૂબતા માણસોને બચાવે છે 

એ જાણીને તમને આશ્ચર્ય થશે કે અમેરિકાના કોસ્ટ ગાર્ડના કબૂતરો દરિયામાં ડૂબતા માણસોને બચાવવા મદદ કરે છે. આમ જુઓ તો પક્ષીઓની આંખ આપણા કરતાં ઘણી તેજ હોય છે. તમારી બરાબર સામે, સાડાસાત મીટર દૂર કોઈ એક ચોપાનીયું હાથમાં પકડે તો તમે એને બરાબર જાઈ શકો. હવે જા આ ચોપાનીયું બે મીટર એક બાજુએ ખસેડાય તો તમે (સામે જાતાં) અના અક્ષર વાંચી ન શકો. એનું કારણ એ છે કે આપણી આંખો અઢી ડિગ્રી જેટલી જ શાર્પ ફોકસ કરી શકે છે અને એની બહાર રહેલી ચીજા દેખાય ખરી, પણ ઝાંખી (ફોકસમાં ન હોય તેથી). હવે કબૂતર, એનું ડોકું ફેરવ્યા વગર, બરાબર સામે જોતું હોય તો પણ દરેક બાજુ ૩૦ અંશથી ૩૫ અંશ સુધી આવેલી બધી ચીજા તેજ રીતે જાઈ શકે છે. આ કબૂતરોને ડૂબતા માણસને શોધવા માટે કેળવણી કેવી રીતે આપવામાં આવે છે? કબૂતરને થોડું ભૂખું રાખવામાં આવે છે અને એની સામે એક સ્વિચ હોય છે. થોડે દૂર એક નારંગી, લાલ યા પીળા રંગની પ્લેટ દેખાડવામાં આવે છે. આ પ્લેટને જાઈ કબૂતર એની સામેની સ્વિચને ચાંચ મારે તો એક કોથળીમાંથી થોડા દાણા બહાર પડે છે, જે કબૂતર શીખી જાય છે કે આ ત્રણમાંથી કોઈપણ એક રંગની પ્લેટ જાઈ ચાંપ દબાવે તો એને ખાવાનું મળશે. ધીરે ધીરે આ રંગીન પ્લેટ વધારે ને વધારે દૂર લઈ જવામાં આવે છે. પછીની ટ્રેનિંગ માટે કબૂતરને હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવે છે. દરિયામાં ૪૫ સેન્ટીમીટરનો એક નારંગી રંગનો કાચનો ગોળો તરતો રાખવામાં આવે છે અને હેલિકોપ્ટર ૩૦ મીટર ઊંચે ઊડી આ ગોળા આગળથી પસાર થાય છે. જા કબૂતર સામેની સ્વિચ દાબે તો ધીરે ધીરે વધારે ઉંચાઇએ ઊડી ૬૦૦ મીટર સુધી જાય છે. જેમ શાળામાં બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ નથી થતા, કોઈ નાપાસ પણ થાય છે તેવી જ રીતે બધા જ કબૂતરો સંતોષજનક રીતે કામગીરી બજાવી શકતા નથી. અંદાજે દર દસ કબૂતરોમાંથી ચાર બરોબર શીખી નથી શકતા અને એમને છોડી મૂકવામાં આવે છે.

માણસ જેટલી ઉંચાઈના જમ્બો બુટ 

અમુક લોકોને જીવનમાં બધું મોટું-મોટું જ ગમે છે. તેઓ કોઈક વસ્તુના સર્જન માટેય મોટી સાઈઝ જ પસંદ કરે છે. ફિલિપીન્સમાં આવા જ અમુક મોચીઓ વસે છે. એમણે તાજેતરમાં આસરે ૮,૬૦૦ પાઉન્ડના ખર્ચે એક જોડી જમ્બો સાઈઝનાં બૂટ બનાવી એને પ્રદર્શનમાં મૂક્યાં હતાં. આ જોડા એટલા મોટા છે કે એમાં ત્રીસ જણના પગ સમાઈ શકે છે. આ બૂટની ઊંચાઈ માણસ જેટલી છે.


Google NewsGoogle News