Get The App

'વિજય' અને સફળતાનું રહસ્ય .

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
'વિજય' અને સફળતાનું રહસ્ય                                       . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- સફળતાનો પહેલો સિદ્ધાન્ત છે સતત કાર્ય પરાયણતા

મા ણસને હંમેશા સાનુકૂળ પરિણામોમાં રસ હોય છે. એવા સાનુકૂળ અને લાભદાયક પરિણામો માટે તે ગમે તે કરવા તૈયાર હોય છે. પરિણામે વિજય કે સફળતા શુદ્ધ રહી શકતાં નથી. શુદ્ધ વિજય કે શુદ્ધ સફળતાનાં ૬ (છ) સોપાનો 

ક્યાં ?

૧. પવિત્રતા

૨. સન્નિષ્ઠ પ્રયત્ન

૩. સમર્પણ, અક્રોધ

૪. વિનમ્રતા, માનવતા

૫. શાન્તિમય, અહિંસક વિરોધ, કર્તવ્યનિષ્ઠા

૬. સત્ય, સજ્જનતા, આત્મશુદ્ધિ, આત્મદર્શન

સાચો વિજયાર્થી શાન્તિમય લડાઈ લડનારો અને વિજયથી ફૂલાતો નથી ગર્વમાં મર્યાદાઓનું ઉલ્લંધન કરતો નથી. કેવળ વાક્રપટુતા, ચાલાકી અને દંભથી કોઈની વિશ્વસનીયતા ટકતી નથી. એટલે શાન્તિથી ક્રોધને જીતવો જોઈએ. મૃદુતાથી અભિમાનને જીતવું જોઈએ. સરળતાથી માયા પર વિજય મેળવવો જોઈએ અને સંતોષથી લોભને જીતવો જોઈએ. નમ્રતા વગરના વિરોધનું આયુષ્ય લાંબુ નથી હોતું.

વિજયની ખાસિયત એ છે કે તે વિજેતાને એકાએક ઊંચે ચઢાવી દે છે. પબ્લિસિટી અને જનતાના દરબારમાં વિજયીના ભાવ વધી જાય છે. વિજય સમીપ પહોંચીને કાયર પણ વીર બની જાય છે. વિજય સ્વાર્થાગ્રહ પોષિત હોય તો તેની કીંમત વધી જાય છે. રાજતરંગીણીમાં કલ્હણ કહે છે વિજયની અભિલાષા પૂર્ણ કર્યા સિવાય મનસ્વી પુરુષોને ચેન પડતું નથી. એ પત્નીની પણ પરવાહ કરતો નથી. સૂર્યનો જ દાખલો લો ને. સૂર્ય સંપૂર્ણ જગત પર કબ્જો સિવાય સંધ્યાનું સેવન કરતો નથી. વિજય રક્તવહાવીને પણ મળે અને એકવાર માણસને રક્તપાત પ્રત્યે નફરત થઈ જાય પછી એ રક્તહીનતાનો પ્રચારક બની જાય છે. કલિંગ વિજયથી પ્રિયદર્શી અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને વિદેશ મોકલ્યાં હતાં. વેદવ્યાસજી કહે છે જે તરફ, સત્ય, ધર્મ, અને સરળતા છે, એ તરફ ભગવાન કૃષ્ણ રહે છે અને ત્યાં વિજય પણ હોય છે. સફળતા માટે ઉત્સાહ, સામર્થ્ય, મનમાં હિમ્મત ન હારવાની દૃઢતા- આ ત્રણે સફળતાનો રાજપથ તૈયાર કરનારાં તત્વો છે. મનોયોગ (સિદ્ધિ) અને પ્રારબ્ધને અનુકૂળ પુરુષાર્થ જ વિજયનો હેતુ છે.

'વિદ્વાનોએ મનોવાંછિત સફળતા માટે ચાર ઉપાય બતાવ્યા છે. ૧. રાગ (રાજા પ્રત્યે સૈનિકોની ભક્તિ. ૨. યોગ (સાધન સંપત્તિ) ૩. દક્ષતા (ઉત્સાહ, બળ તથા કૌશલ્ય. ૪. નીતિ.

જો કે આ બધું દૈવને અધીન છે એનો ઇન્કાર કરી શકાય નહીં. ક્યારેક એવું બને છે કે અમુક કાર્યનો આરંભ કરતાં જ સફળતા મળી જાય છે અને ક્યારેક સન્નિષ્ઠ પ્રયત્ન કર્યા છતાં સફળતા હાંસલ થતી નથી. તેથી નિરાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. પેલી કહેવતા યાદ રાખવી જોઈએ : 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય.' સૌંદનંદ માં અશ્વઘોષ કહે છે તેમ જો ઉત્સાહ છોડનાર માણસ પૃથ્વી (ધરતી) ખોદતો રહે છે, તો તેને પાણી મળી જ જાય છે. સતત ઘર્ષણ કરવાથી કાષ્ઠમાંથી પણ અગ્નિ પ્રગટે જ છે. યોગ સાધનામાં સમર્પિત વ્યક્તિને તેના પરિશ્રમનું ફળ અવશ્ય મળે જ છે. નિરંતર તે જ(તીવ્ર) ગતિથી વહેનારી નદીઓ ખડકને પણ તોડી જ શકે છે. નૌકા મજબૂત હોય પણ તેના કર્ણધાર ન હોય તો લક્ષ્ય સુધી પહોંચી શક્તી નથી. તેમ સાધનો ગમે તેટલાં મજબૂત હોય પણ એનો સંચાલક નબળો હોય તો સફળતા પ્રાપ્ત થતી નથી. મહાન કાર્યો મહાન ત્યાગ, બલિદાન અને સંપૂર્ણ સમર્પણ વગર સિદ્ધ થતાં નથી.

લોકો કામયાબી એટલે સફળતાને વખાણે છે. ગમે તેવો ડાહ્યો કે શાણો માણસ નિષ્ફળ નીવડે તો લોકોની નજરમાંથી પડી જાય છે. અકબર ઇલાહાબાદીના એક શેર મુજબ,

'કામયાબી હો ગઇ

તો બેવકૂફી (મુર્ખતા)

પર ભી નાજ (ગર્વ)

ઔર જો નાકામી હુઈ

તો અકલ ભી શરમિંદા હૈ.

સફળતાનો પહેલો સિદ્ધાન્ત છે સતત કાર્ય પરાયણતા ૩૬૫ દિવસોને વિજયાદશમી માને એ જ જીવનમાં સફળ થઈ શકે. ખરું પૂછો તો સફળતા માટે આંધળી દોડ અને અમર્યાદ ભૂખે સફળતાની ચારિત્ર્યશીલતા ખંડિત કરી છે. મૈથિલી શરણ ગુપ્તે દુનિયાના મતલબીપણા પર વ્યંગ્ય કરતાં કહ્યું છે,

જગતી વણિકવૃત્તિ હૈ રખતી,

ઉસે ચાહતી જિસસે ચખતી

કાચ નહીં પરિણામ નિરખતી,

યહી મુઝે ખલતા હૈ.

સફળતાની સાધના માટે માણસે સ્થળ, સમય, સંજોગો, સાધનોની ક્ષમતા વગેરે અનેક બાબતો લક્ષમાં લઈને પોતાનું જ્ઞાાન તથા અનુભવ તથા ચિંતન અને માર્ગદર્શન આપતી સામગ્રીનો ઉચિત ઉપયોગ કરીને માણસે પોતાના કામની પેટર્ન નક્કી કરવી જોઈએ. એમાં પોતાનો પરિશ્રમ, નિષ્ઠા, ચીવટ અને દીર્ધદૃષ્ટિ વગેરેનું સતત ઉમેરણ કરવું જોઈએ. એટલે બીજાના અનુકરણ અને અનુસરણને જીવનમંત્ર બનાવી 

શકાય નહીં. આગવી કેડી કંડારીને એને રાજમાર્ગની શાન અર્પવામાં જ સાચી સફળતા સમાએલી છે. તમે અનુકરણ કર્તા નહીં. પણ બીજા માટે ઉદાહરણ બનો એનું નામ સાચી સફળતા. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં પ્રત્યેક સફળ મનુષ્યના જીવનમાં અતૂટ નિષ્ઠા અને તીવ્ર પ્રામાણિકતાનું કોઈને કોઈ કેન્દ્ર અવશ્ય હોય છે. એજ એના જીવનમાં એણે મેળવેલી સફળતાનું મૂળ સ્રોત હોય છે. એક માણસ ઊંડા પાણીમાં તરી શક્યો માટે હું પણ તરણકુશળતા કેળવ્યા વગર ઊંડા પાણીમાં કૂદી પડું તો મારા નશીબે ડૂબવાનું જ લખાશે. ઉદ્દેશની નિષ્ઠામાં જ પોતાના કાર્યમાં પ્રસન્નતા પૂર્વક સમર્પિત રહે છે. એના મનમાં નિષ્ફળતાનો વિચાર કદી ઉદ્દભવતો જ નથી. મનને નિષ્ફળતાનાં કારણો અને ગણતરીઓનું કારખાનું ન જ બનાવી શકાય.  REST Will come When the deatn will come નો પડકાર જ સફળતાને પોતાના તરફ ખેંચી લાવે છે. સારાસારનો વિવેક કરીને કદમો ભરનાર જ જીવનમાં સફળ બને છે.


Google NewsGoogle News