જયા બચ્ચનકો ગુસ્સા ક્યોં આતા હૈ?

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
જયા બચ્ચનકો ગુસ્સા ક્યોં આતા હૈ? 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

વ ર્ષો પહેલા ગુડ્ડી તરીકે ઓળખાતા મીઠડા જયા બચ્ચનની ઇમેજ આજકાલ 'એંગ્રી ઓલ્ડ વુમન' તરીકેની થઈ ગઈ છે. તેઓ કોઈ પણ પાર્ટીમાં જાય કે સમારંભમાં જાય ત્યારે એમની પાછળ દોડીને તસવીર લેતા પાપારાઝીઓ પર બરાડા પાડતા જયા બચ્ચનના વિડિયો વાયરલ થયા છે. સમારંભમાં ગયા પછી પણ તેઓ ભાગ્યે જ કોઈ તસવીરકારને પોઝ આપે છે. જયા બચ્ચન સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભામાં ચૂંટાયા છે. રાજ્યસભામાં પણ વારંવાર ટ્રેઝરી બેન્ચના સભ્યો સાથે તેઓ ગુસ્સે થઈને વાત કરે છે. કદાચ અમિતાભ બચ્ચનના સંબંધને કારણે ભાજપના સિનિયર નેતાઓ જયા સાથે દલીલબાજીમાં પડતા નથી. થોડા દિવસો પહેલા રાજ્યસભામાં તેઓ જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના એક જવાબ બાબતે પણ અકળાઇ ગયા હતા. રાજ્યસભામાં જ્યારે ઉપરાજ્યપાલે એમને જયા અમિતાભ બચ્ચન કરીને સંબોધ્યા ત્યારે તેમણે ઉપરાજ્યપાલને લાંબુ ભાષણ આપીને કહ્યું હતું કે, સ્ત્રીના નામની પાછળ હંમેશા પતિનું નામ બોલવું એવો કોઈ નિયમ નથી !

લોહીમાં કોલેસ્ટરોલ ભળવાનો આધાર શરીરના જિન્સ પર છે

ચરબીથી સંપૂર્ણપણે દૂર રહીએ તો શું થાય? જવાબ એ જ કે તે ખરાબ નિર્ણય કહી શકાય. કારણ કે શરીરને ચરબીની જરૂર પડે જ છે. એક તો અટલા માટે કે એ અને ડી જેવાં વિટામિનો શરીરમાં દાખલ થાય તે માટે ચરબીમાં ઓગળવાં જરૂરી છે. પણ ઍચડીઍલ, ઍલડીઍલ અને ટ્રીગ્લીસીરાઇટ્સથી આખી વાતનો બંધ બેસી જતો નથી, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન એક નવા પ્રકારની ચરબીની ભાળ મળી છે જેને બેડ કોલેસ્ટરોલ (ટુ)નું નામ અપાયું છે. આ બેડ કોલેસ્ટરોલ પણ શરીરમાં ઍલડીઍલની માફક વિનાશક વર્તન કરે છે, પરંતુ લોહીમાં કોલેસ્ટરોલ ભળવાનો આધાર શરીરના જિન્સ પર છે. ખોરાક પર તેનો આધાર નથી તેથી તેના પર આસાનીથી અંકુશ મૂકી શકાતો નથી. ડોક્ટરો માત્ર તેની ભાળ જ મેળવી શકે છે, તેને મટાકી શકતા નથી. આમ અગાઉ ખોરાકમાં ચરબીને આવકારદાયક ગણવામાં આવતી હતી પછી તે ખરાબ વસ્તુ બની ગઈ અને હવે નક્કી થયું છે કે કેટલીક સારી છે, કેટલીક ખરાબ છે અને કેટલીક તટસ્થ છે. આ પેટર્નના આધારે જ હવે હૃદયરોગનું જોખમ નક્કી કરવામાં આવે છે. દાયકાઓ અગાઉ સંશોધકોઅ નક્કી કર્યું કે લોહીનું ઊંચું દબાણ હૃદય માટે જાખમી છે. વધુ પડતું લોહીનું દબાણ લોહીની નળીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. બ્રિટિશ મેડિકલ જર્નલ લખે છે કે મીઠાનો વપરાશ ઓછો કરવાથી દરેક લોકોના લોહીનું દબાણ ઘટે છે. જ્યારે એ જ સપ્તાહમાં જર્નલ ઑફ ધ અમેરિકન મેડિકલ ઍસોસિયેશન દ્વારા બહાર પાડવામાં આવેલાં સંશોધનો કહે છે કે જેમનું બ્લડપ્રેશર નોર્મલ હોય તેમને ઓછું મીઠું ખાવાથી કશો ફાયદો થતો નથી. પછીથી એવું ફલિત થયું કે આ બન્ને અભ્યાસોમાં ક્ષતિ હતી. આમ છતાં સોડિયમનું લેવલ નીચું રાખવું એમ ઘણા ડૉક્ટરો સ્વીકારે છે, કારણ કે સોડિયમનો ઓછો વપરાશ શરીર માટે નુકસાનકર્તા છે એવું ક્યાંય ફલિત થતું નથી. જોકે તેમાં પણ એક અપવાદ છે. સખત કામ અથવા વ્યાયામના કારણે ઘણા લોકોના શરીરમાં સોડિયમ ઘટી જાય છે. ઉનાળાની ગરમીમાં સોડિયમ ઘટે તો આરોગ્યને ખતરો થઈ શકે છે. આમ કેટલું મીઠું ખાવું, મીઠું ખાવું કે ન ખાવું તેનો કોઈ પાકો નિષ્કર્ષ આવ્યો નથી.

મુંબઈના ચીનાઓનો ઇતિહાસ સો વરસથી વધુ જૂનો નથી

'ચીની માણસ અમુક ચોક્કસ પળે કેવું વર્તન કરશે એ તમે અગાઉથી કહી ન શકો. કારણ કે ચીની બાળકને જીવનમાં કોઈ ચોક્કસ નિયમો શીખવાડવામાં આવતા નથી. અમુક પ્રકારે જ ચાલવું જાઇએ. બોલવું જાઇએ વગેરે નિયમો એની પર ઠોકી બેસાડવામાં આવતા નથી. ચીનો જુવાન હોય કે ચીનો વૃદ્ધ હોય એનું માનસ બહારની અસરથી મુક્ત હોય છે. એ પોતાના મગજમાં જે તુક્કો આવે તે પ્રમાણે વર્તન કરે છે.' મુંબઈમાં અઢીથી ત્રણ હજાર અને ભારતમાં પંદરથી વીસ હજાર 

ચીનીઓ વસે છે. મુંબઈના ચીનાઓનો ઇતિહાસ સો વરસથી વધુ જૂનો નથી. જાકે, કલકત્તામાં ચારસો વરસ પહેલાં ચીનાઓ આવીને વસ્યા હતા. ૧૯૬૧માં મુંબઈમાં ચીનાઓની વસ્તી પાંચ હજારની આસપાસ હતી. એ બધા ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સુખલાજી સ્ટ્રીટ, ફોરસ રોડ અને ફોકલન્ડ રોડ પર વસ્યા હતા. ભારતમાં ચીની મહિલાઓ અને પુરુષો હાટેલ, બ્યૂટી સલૂન, બૂટ-ચપ્પલની કારીગરી અને નકલી ફૂલો બનાવવાના વ્યવસાયમાં વરસોથી જાડાયેલા છે.

સાલ્વાડોરમાં હિંસા ઘટાડવા નવતર યોજના

દક્ષિણ અમેરિકાના સાલ્વાડોરમાં આતંક અને હિંસા વધી પડયાં હતાં. પુષ્કળ લોકો પોતાનાં શસ્ત્રો ધરાવે છે. આ સ્થિતિ દૂર કરવા સાન સાલ્વાડોરના નાગરિકોઅ અક નવતર યોજના બહાર પાડી, જેમાં જે લોકો હથિયાર મૂકી જાય અને તેની સામે ચોક્કસ રકમની કૂપન લઈ જાય. આ કૂપનનો તેઓ કોઈ પણ જાતની ઘરવખરી ખરીદવામાં ઉપયોગ કરી શકે. પિસ્તોલના બદલામાં ૧૭૨ ડૉલરની અને રાઇફલ કે શોટગનના બદલામાં ૩૪૫ ડૉલરની કૂપન અપાતી હતી. પેટ્રીઓટિક મુવમેન્ટ અગેન્સ ડેલિન્કવેન્સી નામની સંસ્થાનીઍવી ધારણા હતી કે ૪૦૦ જેટલાં શસ્ત્રો એકત્ર કરી શકાશે. પણ એની સામે ૧૨૦૦ જેટલાં હથિયારો આવી પડયાં છે. આથી હવે સમસ્યા એ થઈ છે કે કૂપન માટેનાં નાણાં ક્યાંથી મેળવવાં?

બ્રિટિશની મહિલાઓને પ્રશ્ન 'તમે કદરૂપા અબજાપતિના પ્રેમમાં પડશો કે?'

કહે છે કે પૈસો, પ્યાર અને સેક્સનું ખતરનાક મિશ્રણ અનેક નૈતિક સમસ્યાઓ અને સવાલો પેદા કરી શકે છે. બ્રિટનના મેગેઝિને અક રસપ્રદ સર્વે હાથ ધર્યો હતો જેમાં વીસથી માંડીને ૬૦ વરસ સુધીની અકસો બ્રિટિશ મહિલાઓને 'તમે કદરૂપા અબજાપતિના પ્રેમમાં પડશો કે?'થી માંડીને લગ્ન પહેલાના સંબંધો વિશે સવાલો પૂછવામાં આવ્યા. પૈસાથી સુખ મળશે એવી કોઈ ગેરન્ટી નથી, પરંતુ સોમાંથી એંસી સ્ત્રીઓ માને છે કે પૈસા ખૂબ જરૂરી છે. અને પૈસો અમને એટલો બધો જરૂરી લાગે છે કે દસ લાખ પાઉન્ડના બદલામાં તેઓ કોઈપણની સાથે એક રાત માટે સૂઈ જવા તૈયાર છે. ઘણી સ્ત્રીઓ તો માત્ર પાંચ હજાર પાઉન્ડથી એક લાખ પાઉન્ડના બદલામાં પણ આ સાહસ કરવા તૈયાર છે. ૮૩ ટકા યુવતીઓને મા-બાપ પાસેથી પૈસા માગવાનું પસંદ નથી. પોતે કેવી રીતે પૈસા વાપરે છે કે ઊડાવે છે તે જાણવાનો એમના પતિઓને કોઈ અધિકાર નથી અવું માનનારી સ્ત્રીઓની સંખ્યા ૭૫ ટકાની છે. શોપિંગ વખતે પોતે કેટલા પૈસા વાપર્યા એ બાબતમાં ૬૭ ટકા સ્ત્રીઓ પોતાના પતિઓ સમક્ષ ખોટું બોલે છે. અત્યંત કદરૂપો હોય છતાં અત્યંત શ્રીમંત હોય અવા પુરુષ સાથે પરણવા માટે ૫૯ ટકા સ્ત્રીઓ તૈયાર છે.

સૂર્યનો કોમળ તડકો લેવાથી ઘણા રોગો સારા થઈ જાય છે

સૂર્યસ્નાનનો મહિમા નિસર્ગોપચારકોએ તો ગાયો જ છે પણ એક ડૉક્ટરે 'ડે-લાઇટ' નામનું પુસ્તક લખ્યું છે તેમાં સૂર્યનો કોમળ તડકો લેવાથી ઘણા રોગો સારા થઈ જાય છે. સૂર્યનો તડકો લેવાથી ઇન્ફેકશન ઓછુ થાય છે દાંતનો દુખાવો થતો નથી, વાળ કાળા થાય છે અને ડિપ્રેશનમાંથી બચાય છે. 'સાયન્ટિફિક અમેરિકન' નામના પ્રતિષ્ઠિત મેગેઝિનમાંય ડૉ. રિચાર્ડ વર્ટમેને સૂર્યસ્નાનનો મહિમા ગાયો છે. સૂરજનો તડકો લેવાથી માનસિક શક્તિ વધે છે. બાળકોમાં હાઇ પર ઍકટિવિટી ઘટે છે.


Google NewsGoogle News