ગણપતિના ઉદ્ભવની સંભાવના દ્રાવિડ સંસ્કૃતિ સાથે કઈ રીતે વધારે?
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
દક્ષિણમાં દ્રાવિડોની વસતી ધરાવતા ભારતખંડમાં ઉત્તર તરફથી આર્યોનું આક્રમણ થયું. આર્ય અને દ્રાવિડો વચ્ચે શરૂઆતમાં સંઘર્ષ થયો પછી સમન્વય રચાયો. ભારતીય સંસ્કૃતિનાં ઘડતરમાં આર્યોનો તેટલો જ દ્રાવિડોનો પણ ફાળો છે. ગણપતિના ઉદ્ભવની સંભાવના દ્રાવિડ સંસ્કૃતિ સાથે વધારે છે. દ્રાવિડ જાતિના લોકોમાં હાથીનો દેહ ધરાવતા દેવની પૂજા, અર્ચના કરવામાં આવતી હતી. દ્રાવિડ સંસ્કૃતિમાં સૂર્ય શક્તિને હાથીની શક્તિ સાથે સરખાવવામાં આવતી. નેપાળમાં જે ગણપતિની પૂજા કરવામાં આવે છે તે કર્ણની જેમ સૂર્યપુત્ર છે. ત્યાં ગણેશને સૂર્યપુત્ર તરીકે પૂજવામાં આવે છે. આ રીતે ગણપતિને સૂર્યની માફક તેજામય ગણવામાં આવે છે. વેદકાળમાં 'દંતિન' નામના દેવની પ્રાર્થના જોવા મળે છે. તેને આધારે તે હાથીદાંત ધરાવતા ગણપતિનો ઉલ્લેખ થયાનું અનુમાન કરવામાં આવે છે. ગણપતિને વક્રતુંડ તરીકે પણ ઓળખાવાય છે. અભ્યાસીઓનું એવું તારણ છે કે વેદોમાં જે ગણપતિનો ઉલ્લેખ થયો છે તે શિવને અંગે હોવાનું શક્ય છે. કારણ શિવ પોતાની આસપાસ રક્ષકો તરીકે ગણોને સાથે રાખીને ફરતા હતા. આ ગણો કુશળ યૌદ્ધાઓ હતા તથા નૃત્યકારો અને સંગીતકારો હતા. યક્ષની જેમ તેમને પણ માનપાન મળતાં. કુબેરના તેઓ મદદનીશ હતા. અલબત્ત યક્ષ અને ગણેશ વચ્ચે આમ કોઈ સામ્યતા નથી જણાતી. પશુમાંથી દેવત્વમાં થતી ઉત્ક્રાંતિનું પ્રતીક તે બની રહ્યા છે.
શું દૂધ ખરેખર શાકાહારી નથી ?
દૂધ શાકાહારી ખોરાક નથી અવું મેનકા ગાંધીઅ વિધાન કર્યું તેથી ઘણાનાં ભવાં ઊંચાં ચડી ગયાં. લોકોની સમજદારીઓમાં પરિવર્તનો આવતાં જશે તેમ આહાર માટેની યાદી નાની બનતી જશે? શાકાહાર અને માંસાહાર, પાપ અને પુણ્ય એ ખૂબ જ પેચીદા વિષયો છે. જે કોષનું પ્રજનન થાય, વિસ્તાર થાય તેમાં જીવ છે. નમક સિવાય એવી કોઈ ખાદ્ય ચીજ નથી જેનો વિસ્તાર થતો નથી. ઘઉં ખાઓ છો તે એક દાણામાંથી અનેક બને છે. તેને પણ પાણી, ખોરાક, હવા અને પ્રકાશ જાઇએ છે. તેમને રોગ થાય છે અને દવાથી સારા થઈ જાય છે. જિનેટિક અન્જિનિયરિંગ દ્વારા અમનાં રૂપ, રંગ, આકાર, બંધારણમાં ફેરફાર થઈ શકે છે, જેમ માણસજાત સાથે થઈ શકે છે. છતાં શાકાહાર અને માસાહારમાં ફરક અટલો કે માસ મેળવવા માટે માનવી પ્રાણીઓને અસહ્ય ત્રાસ અને યાતના આપે છે, કદાચ વનસ્પતિનાં ચેતનાતંત્ર અને પીડાજગત વિશે આપણે અજાણ હોઈશું. એમને પીડા નહીં થતી હોય, કદાચ ખૂબ થતી હશે. તો આપણે શાકાહારી છીએ કે માંસાહારી છીએ તે નક્કી કરવું મુશ્કેલ છે.
હવે શ્વાન પણ ડૉક્ટરનું કામ કરશે !
પોલીસે કૂતરાઓ પાસે ચોરને પકડાવ્યા છે. નશીલા પદાર્થો અને ડ્રગ્સની પણ ભાળ મેળવી છે. શ્વાનની સેવાવૃત્તિમાં એક વધુ પ્રવૃત્તિ જોડાઈ છે. શ્વાન વધુ સારા ડૉક્ટરની ગરજ સારશે. અત્યંત ખર્ચાળ ટેસ્ટ દ્વારા જે પરિણામ જાણી શકાય તે શ્વાન માત્ર દરદીને સૂંઘીને જણાવી શકશે. અમેરિકાના ફલોરિડા રાજ્યમાં જ્યોર્જ નામનો શ્વાન આ ભૂમિકા કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. ડૉ. અરમાન્ડ કોગ્નેટા અને ડોગ ટ્રેઇનર ડયુઆની પીકેલે શ્વાન જ્યોર્જને અવી તાલીમ આપી છે કે કોઈ પણ વ્યક્તિને ચામડીનું કન્સર છે કે નહીં તેનું જ્યોર્જ સો ટકા સાચું નિદાન કરી જાણે છે. ત્વચાના કેન્સરના જીવલેણ સ્વરૂપને અંગ્રેજીમાં મેલિગ્નન્ટ મેલાનોમાં કહે છે. જે રીતે વિસ્ફોટકો શોધી કાઢવાની જ્યોર્જને તાલીમ આપવામાં આવી હતી અ જ પદ્ધતિથી મેલિગ્નન્ટ મેલાનોમા પકડી પાડવાની તાલીમ અપાઈ છે. અક વખત ડૉ. કોગ્નેટાઅ એક અહેવાલ વાંચ્યો. જેમાં પોલીસે તળાવમાં ફેંકાયેલી લાશ શોધી કાઢવા માટે તળાવ પર કૂતરા સાથેની હોડી ફેરવી હતી. અ કૂતરો હવા સૂંઘીને તળાવના તળિયે મૃતદેહ છે કે કેમ તે જાણી શકતો હતો. આ અહેવાલથી ડૉ. કૉન્ગેટાના મગજમાં ઘંટડી વાગવા માંડી. અમણે તબીબી સાહિત્યનો અભ્યાસ કરવા માંડયો લાન્સેટમાં છપાયેલાં અક આર્ટિકલ અમના હાથમાં આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ચુમાલીસ વરસની અક સ્ત્રીના શરીર પર ઘણી ગાંઠો હતી. પણ તેનો પાળેલો શ્વાન માત્ર કેન્સરવાળી ગાંઠ સૂંઘ્યા કરતો હતો. કૂતરો વારંવાર આમ કરતો હતો તેથી ચેતી જઇને એ સ્ત્રી નિદાન કરાવવા ગઇ તો ખરેખર પેલી ગાંઠ કેન્સરવાળી જણાઈ હતી. બીજી નિર્દોષ ગાંઠોને એ કૂતરો સૂંઘતો પણ ન હતો. લાન્સેટનો આ અહેવાલ વાચીને ડૉ. કોન્ગેટાએ પોતાની રીતે તેમાં વધુ સંશોધનો કરવાનું નક્કી કર્યુ અને ૫૩ વરસના ડોગ ટ્રેઇનર ડયુઆને પિકેલનો સંપર્ક કર્યો. મેલાનોમા કેન્સરનું ટિસ્યુ સેમ્પલ (નમૂના) મેળવીને તેની વાસ પકડી પાડવાની પિકેલે શ્વાનને તાલીમ આપી.
મેલેરિયાના અડિયલ મચ્છરોને શક્તિહીન કરતી અનોખી શોધ
માત્ર સંખ્યાની દ્રષ્ટિએથી જ જાઇએ તો દુનિયાનું સૌથી ખતરનાક જંતુ મચ્છર છે. દર વર્ષે ૫૦ કરોડ લોકોને મેલેરિયા લાગુ પડે છે અને તેમાંથી ૧૦ કરોડ મૃત્યુ પામે છે. વળી, તેમાં ડેન્ગ્યુ ફીવર, વાઇરલ વાઇરલ એન્સીફેલાઇટીસ, વેસ્ટનાઇલ વાઇરસ, યેલો ફીવર અને બીજી કેટલીક બીમારીઓ ઉમેરો તો દુનિયાના આ સૌથી નાના ખલનાયકો દુનિયાની અડધા કરતાં વધુ વસ્તી માટે જીવનું જાખમ બની જાય છે. તેમની સામે લડવાના પ્રયત્નો કાં તો નાકામ થયા છે અને કાં તો બંધ કરી દેવામાં આવ્યા છે. છેક ૧૯૫૦માં વિજ્ઞાાનીઓને ખબર પડી ગઈ હતી કે કેટલાક મચ્છરો તો ડીડીટીથી પણ મરતાં નથી અને જેનાથી ખતરનાક મેલેરિયા ફેલાય છે તેવા પ્રોટોઝોન પર હવે દવા પણ અસરકારક રહી નથી. મચ્છરો અટલા વ્યાપક રીતે ફેલાયેલા છે અને અટલા નાના કદમાં છે કે તેઓ આપણને લોથપોથ કરીને જ જંપે છે. હાર્વર્ડથી હવાઈ સુધીની લગભગ ડઝનેક યુનિવર્સિટીઓના વિજ્ઞાાનીઓ આ રક્તભૂખ્યા જીવને તેમની શારીરિક પ્રકૃતિના સ્તરે જ નિસહાય કરી દેવા માગે છે. તેના જીન્સમાં ફેરફાર કરવામાં આવી રહ્ના છે. મિશિગન સ્ટેટના બે સંશોધકો - ઍલેકઝાંડર રીખેલ અને વ્લાદિમિર કોકોઝા મચ્છરોની રોગપ્રતિકારક શક્તિને ઉંચે લઈ જઈ રહ્યા છે. જેથી તે રોગના જંતુઓ સામે ઝીંક ઝીલી શકે. અન્યથા આ મચ્છરો રોગના જંતુનો શિકાર બનીને તે જીવાણુઓને માણસના લોહીમાં પણ ઘૂસાડી દે છે. બીજા વિજ્ઞાાનીઓ એવા મચ્છરો વિકસાવી રહ્યાં છે જે પોતાના શરીરમાં મેલેરિયા સામેની પ્રતિરોધક શક્તિ (એન્ટીબોડીઝ) વધુ પેદા કરે જેથી મેલેરિયાના જંતુઓ મચ્છરોના શરીરમાં જ મૃત્યુ પામે.