'લીવ-ઇન'નો ખતરનાક અંજામ
- રજનીગંધા-વિભાવરી વર્મા
- ઇન્ક્વાયરીનો પ્રોસિજર પુરો થયા પછી ઇન્સ્પેકટરે એફઆઈઆર બનાવવાની શરૂઆત કરી... પણ એ હજી મુંઝવણમાં હતા કે આમાં મોતનું કારણ શું?
પો લીસની જીપ ચાલીના ઉબડ ખાબડ રસ્તે પ્રવેશી ત્યારે ઓલરેડી અહીં મોટું ટોળું ભેગુ થઇ ગયું હતું. જીપને થોડે દૂર અટકાવીને ઇન્સ્પેકટર ઉતર્યા. હવાલદારોએ ડંડા વડે ભીડમાંથી માર્ગ કાઢ્યો. પરંતુ જેમ જેમ તે ઘટના સ્થળની નજીક ગયા તેમ તેમ અહીં કંઇ વિચિત્ર બની ગયાની ગંધ આવી રહી હતી.
એ ગંધ માત્ર શંકાની ગંધ નહીં, પરંતુ સડી ગયેલી લાશમાંથી આવી રહેલી દુર્ગંધ હતી. ચાલીની એક રૂમ આગળ ઇન્સ્પેક્ટર પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ હતો. ઇન્સ્પેકટરે ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં હવાલદારને રૂમનું બારણું તોડી નાંખવાનો ઇશારો કર્યો.
ત્રણ ચાર લાત મારતાં જ્યારે દરવાજો ખુલ્યો કે તરત જ અંદરથી જે તીવ્ર દુર્ગંધનો રેલો હવામાં ફેલાયો તે ભલભલાને ઉબકા આવી જાય તેવો હતો. ઇન્સ્પેકટર અને બે હવાલદારો નાક ઉપર રૂમાલ ધરીને અંદર પ્રવેશ્યા. અહીં એક ૧૪-૧૫ વરસનો લાગતો છોકરો પંખા ઉપર બાંધેલા પ્લાસ્ટિકના જાડા દોરડા વડે ફાંસો ખાઈને લટકી રહ્યો હતો.
આખું દ્રશ્ય અત્યંત જુગુપ્સા ઉપજાવે તેવું હતું. છોકરાનો ચહેરો ફાંસાના ફંદાને લીધે ફૂલી ગયો હતો. આંખોના ડોળા બહાર આવી ગયા હતા. એટલું જ નહીં, ડેડ બોડીમાંથી જે તીવ્ર દુર્ગંધ આવી રહી હતી તેના પરથી જ ઇન્સ્પેકટરના અનુભવી દિમાગે અંદાજ લગાવી લીધો કે આ ઘટનાને આજે ત્રણ દિવસ થઇ ગયા હોવા જોઇએ.
'એમ્બ્યુલન્સને બોલાવો... ફોટોગ્રાફરને ફોન કરો.. અને બોડીને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવો.' ઇન્સ્પેકટરે નાક ઉપર રૂમાલ રાખીને સુચનાઓ આપ્યા પછી ઉમેર્યું : 'અડોશ પડોશના લોકોની પૂછપરછ કરીને બને એટલી ઇન્ફરમેશન કઢાવો.'
ઇન્સ્પેકટરે રૂમમાં નજર ફેરવી. આખો રૂમ લગભગ ખાલી હતો. ના કોઈ રસોઈની સામગ્રી ન સૂવા માટે પલંગ... માત્ર એક મામુલી ગાદલું, એક બે ચાદર અને ઓશિકાં... ખૂણામાં એક બેગ હતી જેનાં આ છોકરાનાં કપડાં હતાં. રૂમની એકમાત્ર બારી અંદરથી બંધ હતી.
થોડા સમય પછી જ્યારે ઇન્સ્પેકટર જીપમાં બેઠા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલે પૂછપરછનો રિપોર્ટ આપ્યો : 'સાહેબ, છોકરાનું નામ સુરેશ છે. એ સાત આઠ મહિનાથી અહીં એક ૨૫-૨૬ વરસની મહિલાને ત્યાં રહેતો હતો. એ મહિલાનું નામ દમયંતી, એને બે સંતાનો પણ ખરાં. પરંત એ દસેક દિવસ પહેલાં આ ભાડુતી રૂમ ખાલી કરીને ક્યાંક બીજે રહેવા જતી રહી છે. પાડોશીઓ કહે છે કે આ છોકરો એનો દૂરનો ભત્રીજો છે, એવું એ બાઈ બધાને કહેતી હતી.'
'ઠીક છે.' ઇન્સ્પેકટરે કહ્યું બે તપાસ કરવી પડશે. એક તો આ છોકરો સાત આઠ મહિના પહેલાં ક્યાં હતો, અને બીજું, આ બાઈ, દમયંતી, અહીંથી ક્યાં રહેવા ગઇ છે...
***
ચોવીસ કલાકમાં જ છોકરાનાં માબાપનો પત્તો મળી ગયો. બિહારથી અહીં રોજીરોટી માટે આવેલાં એ લોકો શહેરના બીજા વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતાં હતાં. પોતાના દિકરાના સમાચાર સાંભળતાં જ એની મા ગુસ્સાથી ફાટી પડી : 'ઉસ ચૂડેલ ને હી મેરે બેટે કે ઉપર અપના પંજા ડાલા થા. વો હી હમારે બેટે કો જિન્દા ખા ગઈ, કમીની ! ઉસ કે બદન કી ખૂજલી મિટાને કે લિયે ઉસે કોઈ ઔર મરદ નહીં મિલા ? જો મેરે બેટે કો બરબાદ કર ડાલા ? કીડે પડે ઉસ ચૂડેલ કી કોખ મેં...'
ઇન્સ્પેકટરે સવાલ કર્યો : 'મગર દમયંતી તો કહતી થી કે સુરેશ ઉસ કા ભતીજા હૈ.' જવાબમાં છોકરાની મા આગ બબૂલા થઇને બોલી પડી 'કાહે કા ભતીજા ? કોઈ મૌસી અપને ભતીજે કો રોજ બિસ્તર મેં લેકે સોતી હૈ ક્યા? રાંડ સાલી... હરામજાદી...'
ઇન્સ્પેકટર સમજી ગયા કે આ મામલો કંઈ જુદો જ છે. વધુ તપાસ કરતાં ખબર પડી કે ૧૫ વરસનો સુરેશ જે ફેક્ટરીમાં મામુલી મજુરી કરવા માટે જતો હતો ત્યાં જ પેલી ૨૬ વરસની બે બાળકોની મા દમયંતી પણ લેબરનું કામ કરતી હતી. બન્નેની આંખ ત્યાં જ લડી ગઈ હતી.
***
'વો સાલા છછૂંદર ? વો મર ગયા ? તો મૈં ક્યા કરતી ?'
દમયંતી તો પોલીસની આગળ સાવ નફ્ફટ થઇને બોલતી હતી. એણે ઇન્સ્પેકટરને ચોખ્ખું કહ્યું :
'હાં ! મેરે બદન મેં ખુજલી હોતી થી ! ક્યોં કી મેરા મરદ તો મુઝે છોડકર ચાર સાલ પહલે ભાગ ગયા. તો ક્યા મૈં પુરી જિંદગી મેરે બચ્ચોં કી આરતી લેકર ફિરતી રહું ? ભરી જવાની મેં બૂઢી બન જાઉં ? ઔર વો છોરા... સુરેશ ? વો હી આયા થા મેરે પાસ આંખ મટક્કા કરને ! મૈં ને એક દો બાર ઉસ સે અપની આગ ક્યા સેક લી... વો મેરે પીછે હી પડી ગયા ! મૈં ને ભી કહા, મેરે સાથ ઐસે મુફ્ત મેં ના રહને દૂંગી ! તૂ જો પૈસા કમા કે લાયેગા, વો મૂઝે દેના હોગા...'
'અચ્છા, તો ઇસ તરહ વો તુમ્હારે ઘર મેં રહને લગા થા.'
'વો ખુદ આયા થા ચલ કે ! મૈં ઉસે ભગા કર થોડી લાઈ થી ? ઔર મેં ને સાફ કહ દિયા થા, જબ તક યે ઠીક સે ચલતા હૈ તબ તક ચલેગા. તબ ઠીક ના લગે, તો તૂ તેરે રસ્તે, મૈં મેરે રસ્તે ! તો પતા હૈ વો છોકરા હંસ કે ક્યા બોલા થા ?'
'ક્યા બોલા થા.'
'બોલતા થા, મેરી જાન, ઇસી કો તો બડે હાઈફાઈ લોગ લીવ-ઇન-રીલેસન કહતે હૈં !'
ઇન્સ્પેકટર આ સાંભળીને દંગ હતા. અડધું પડધું ભણેલા અને સાવ મજુરીની જિંદગી જીવી ખાનારાં આ લોકોમાં આ લીવ-ઇનનો કોન્સેપ્ટ આવ્યો શી રીતે ? પેલી દમયંતી નફ્ફટાઈથી કડવું હસતાં બોલી :
'વો મુઝે મોબાઈલ મેં સબ કુછ દિખા તા થા ! મુઝે મજા ભી આતા થા... મગર વો છછૂંદર બાદ મેં કહને લગા, મેરી જાન, મૈં તુજ સે શાદી કરુંગા !' મૈં ને કહા, પહલે બડા તો હો જા ? મગર વો બાદ મેં તુજ સે બહોત ઝિકઝિક કરને લગા. કહતા થા, તુ ફેકટરી કે દૂસરે મરદ કે સાથ હસ હસ કે બાત ક્યું કરતી હૈ ? નાઇટ ડયૂટી ક્યું કરને લગી હૈ ? તું મુઝે ધોખા દેગી તો મૈં જાન દે દૂંગા ? મૈં ને કહા, ઠીક હૈ, જાન દે કે દિખા !
ઇન્સ્પેકટર ચોંકી ગયા. 'મતલબ ? તુમને હી ઉસે આત્મહત્યા કરને કે લિયે ઉકસાયા થા ?'
દમયંતી ફરી હસી પડી 'વો તો મૈં ને ઐસે હી કહા થા... મગર ફિર વો બહોત ખિચખિચ કરને લગા થા... કહેતા થા યે રૂમ કા ભાડા તો મૈં દેતા હું... યે મેરા ઘર હૈ. તૂ છોડ કે નહીં જા સક્તી. તો મૈં ને કહા, લે રખ તેરા ઘર તેરે પાસ ! મૈં યે ચલી !'
ઇન્સ્પેકટરે દમયંતીનો મોબાઈલ કબજામાં લઇને તપાસ કરાવી એનાં છેલ્લા સાત દિવસમાં પેલા છોકરાના સેંકડો મિસ-કોલ હતા. એ જ રીતે સેંકડો મેસેજો પણ હતા. જે દમયંતીએ ખોલ્યા સુધ્ધાં નહોતા !
ઇન્ક્વાયરીનો પ્રોસિજર પુરો થયા પછી ઇન્સ્પેકટરે એફઆઈઆર બનાવવાની શરૂઆત કરી... પણ એ હજી મુંઝવણમાં હતા કે આમાં મોતનું કારણ શું ? આત્મહત્યાની દુષ્પ્રેરણા ? કે પછી પેલા મોબાઈલને લીધે છોકરાના દિમાગમાં ઘૂસેલો 'લીવ-ઇન'નો વિકૃત કન્સેપ્ટ ?
(સત્ય ઘટના પર આધારિત)