બ્લ્યુ પોટરી ગૃહઉદ્યોગ ફરીથી કેવી રીતે રિવાઈવ થયો?

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
બ્લ્યુ પોટરી ગૃહઉદ્યોગ ફરીથી કેવી રીતે રિવાઈવ થયો? 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

જયપુરનો 'બ્લ્યુ પોટરી'નો ગૃહ ઉદ્યોગ પણ દેશ-દુનિયામાં જાણીતો છે. માટીનાં વાસણો પર વિવિધ અને ખાસ કરીને ભૂરા રંગની કલાત્મક ભાત કરવાની કળાને બ્લ્યુ પોટરી કહેવામાં આવે છે. મોગલ બાદશાહ હુમાયુના સમયથી આ કળા ભારતમાં અસ્તિત્વમાં હતી, પરંતુ ઘણાં વર્ષો સુધી તે કળાનો અસ્ત થઈ ગયો હતો. ક્રિપાલસિંહજીએ ૧૯૬૩થી ફરીથી જયપુરમાં બ્લ્યુ પોટરીને નવો જન્મ આપ્યો. જયપુર સિવાય બ્લ્યુ પોટરીનું કામ ઇરાનમાં થાય છે. આ કસબ ઇરાનથી ભારતમાં આવ્યો હોવાનું મનાય છે. દિલ્હીનો ભોલા નામનો કુંભાર એક ઇરાની કારીગર પાસેથી આ કસબ શીખ્યો હતો. જયપુરના રાજા રામસિંહે કાલુરામ અને ચૂડામણિ નામના જયપુરના બે કુંભારોને આ કસબ શીખવા દિલ્હી મોકલ્યા હતા. તેઓ આ કસબ શીખીને આવ્યા અટલે રાજા રામસિંહે તેમને જયપુરની આર્ટ સ્કૂલમાં નોકરીઅ રાખ્યા. આ કુંભારોના વંશજાઅ આ કલાકારીગરી બીજા કારીગરોને શીખવવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ક્રિપાલસિંહજી ૧૯૬૨ દરમ્યાન જયપુરની આર્ટ સ્કૂલમાં ડિરેક્ટર હતા ત્યારે તેમણે ત્યાંની અક નોકરાણી પાસેથી બ્લ્યુ પોટરીના કસબની વાતો સાંભળી. આ નોકરાણીએ બ્લ્યુ પોટરીના વિભાગમાં થોડો સમય કામ કર્યું હતું. નોકરાણી પાસેથી બધી વિગતો જાણીને ક્રિપાલસિંહ શેખાવતે ફરીથી બ્લ્યુ પોટરીના કસબને જન્મ આપ્યો.

ટ્રાફિકજામથી ત્રસ્ત લંડનમાં હવે બાઇસિકલ એમ્બ્યુલન્સ

ટ્રાફિકજામ દરેક મોટા શહેરની મોટી સમસ્યા છે. ઇમરજંસીમાં દર્દીને બને અટલો વહેલો હાસ્પિટલ પહોંચાડવા માગતી અમ્બ્યુલન્સોને શહેરનો ટ્રાફિક છાશવારે નડે છે. અને લીધે સમય પર સારવાર ન મળતા ક્યારેક દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. હવે લંડનની અમ્બ્યુલન્સ સર્વિસે એનો ઉપાય શોધી કાઢયો છે. એણે બાઇસિકલ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. સાઇકલસવારો હવે જીવનરક્ષક ઉપકરણો માઉન્ટન બાઇક્સ પર ગોઠવીને લંડનના વેસ્ટ અન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહેશે. સાઇકલ રિસ્પોન્સ યુનિટ તરીકે ઓળખાતી આ સેવા શરૂમાં લંડનના વેસ્ટ અન્ડ વિસ્તાર પૂરતી મર્યાદિત રહેશે. એને સફળતા મળ્યા બાદ આખા શહેરમાં આવી સર્વિસ મળે અવી વ્યવસ્થા કરાશે.

પક્ષીઓની તસવીરો લેવાની કળા અઘરી છે

ફોટોગ્રાફી એક મહેનત અને ધીરજ માગી લેતી કળા છે. એમાંય જ્યારે પશુ-પંખીની ફોટોગ્રાફી કરવાની હોય ત્યારે તો ખાસ ફ્રાંસના અન્જર્સ વિસ્તારમાં પૂરને કારણે મેદાની વિસ્તારોમાં રચાતાં નાના-નાના લેકમાં મેટીંગ (કામક્રીડા) કરતા ગ્રીબ પક્ષીની તસવીર લેવા લુઇસ-મારિ પ્રેઉ નામના ફોટોગ્રાફરને પૂરા બાર કલાક પાણીમાં રહેવું પડયું હતું. માથે કલગીવાળાં આ સુંદર પક્ષીઓ લેકમાં તરતા ઘાસના પૂળા પર કામક્રીડામાં મગ્ન હતાં ત્યારે લુઇસ એક તરતા લાકડાના પાટિયા પર બેસીને એમના ફોટા લેતો હતો. આ સુંદર ક્ષણને કચકડે કંડારવા માટે લુઇસે પૂરા બાર કલાક સુધી લેકના પાણી પર તરતા રહી ગ્રીબ પક્ષીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. એની આ મહેનત જાકે લેખે લાગી છે. બીબીસી વાઇલ્ડ લાઇફ મેગેઝિન અને ધ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમે યોજેલી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધાની બર્ડસ કેટેગરીનું પ્રથમ ઇનામ લુઇસને ફાળે આવ્યું હતું.

જાપાનની હોટલની અનોખી 'સર્વિસ'

અમુક લોકો પ્રભુએ દુનિયામાં એવા તૈયાર કર્યા છે જેમના માટે ખોટું બોલવું અને પ્રભુનું નામ સ્મરણ કરવું એ બન્ને બાબતો સરખી માત્રામાં સરળ હોય છે. ઘણી વખત કહેનાર અને સાંભળનાર બન્ને જાણતા હોય છે કે વાત ખોટી છે તો પણ કહેનારને તેની શરમ હોતી નથી. પણ દરેક જણ માટે ખોટું બોલવાનું અટલું આસાન નથી હોતું. તેમાં પણ આજના યુગમાં ઓથોન્ટિક લાગે તેવું ખોટું બોલો તો જ ચાલે. નહીંતર પકડાઈ જવાની શક્યતા ભારોભાર રહેલી હોય છે. જપાનની એક ચાલુ હોટેલે પોતાની દરેક રૂમમાં એક સાધન બેસાડયું છે. આ સાધનમાં પ્રિરેકોર્ડેડ ઘોંઘાટ છે. કોઈનો મોબાઇલ પર ફોન આવે અટલે જાઈએ તેવા ઘોંઘાટનું બટન દબાવવાનું એટલે રૂમની અંદર 

ભાજીપાલા ગલી જેવી અથવા ચર્ચગેટ સ્ટેશન જેવી રાડારાડ અને કિકિયારીઓ, વાહનોની ઘરેરાટીઓ શરૂ થઈ જાય. સામેવાળાને લાગે કે બોલનાર સાચુ બોલી રહ્યા છે. પછી ભલે ને એ કોઈના માથાની લટોમાં હાથ ફેરવી રહ્યા હોય.

વધુ પડતી ડંફાસ રેડિયો જોકીને ભારે પડી! 

આજકાલ અફઅમ રેડીઓ સ્ટેશનો વધી ગયાં છે અટલે રેડીઓ જોકી પણ વધી ગયા છે. જે કાલીઘેલી ભાષામાં, ઉટપટાંગ અને વાયડું વાયડું બોલે તે રેડીઓ જોકી કહેવાય છે આજકાલ તો અમુક ખરેખર પ્રતિભાસંપન્ન જોકીઓ અફઅમની રેસમાં ઊતર્યા છે. છતાંય વાતોનો વઘાર કરવામાં ક્યારે દાઝી જતા હોય છે. વઘાર કેટલી હદે ભારે પડે છે તેના દાખલાઓ ભારતમાં બનવાના છે, પણ અમેરિકાના ઇલિનોઇસ પ્રાન્તમાં 'શોકજાક' તરીકે ઓળખાતા બેન સ્ટોમબર્ગે જાહેરાત કરી કે જે માણસ એના કપાળમાં એના રેડીઓ સ્ટેશન ૧૩.૫ એફએમના લોગોનું છૂંદણું છૂંદાવશે તેને આજીવન રેડીઓ સ્ટેશન તરફથી દર વરસે સોળ લાખ રૂપિયા જેવી રકમ મળશે. બેન સ્ટોમબર્ગ નામના અ ભાઇને એમ હતું કે એની આ ઓફરને કોઈ સિરિયસલી લેશે નહીં. પણ ભાઇની અક્કલમાં ઊણપ હતી. આવડી મોટી રકમ માત્ર છૂંદણું છૂંદાવવાથી મળતી હોય તો માત્ર કપાળ શું, માણસ આવું માથું પણ આપી દે. વળતા જ દિવસે રિચર્ડ ગોડાર્ડ અને ડેવિડ વિન્કલમેન સહિત અનેક લોકો કાળા કપાળ કરીને આવી ગયા. રેડીઓ જોકી તો ડઘાઈ ગયો. એ ગેંગેં ફેંફેં થઈ ગયો અને કહેવા માંડયો કે આ તો એક મશ્કરી હતી. કોઈ પણ શાણો માણસ તેને ગંભીરતાથી લે નહીં. પેલા કપાળકર્મીઓઅ હવે રેડીઓ જોકી સામે કરોડો રૂપિયાના વળતરના દાવા માંડયા છે.

* * *

દરેક શીખ બાળકને નાનપણથી જ શ્રી ગુરુ ગ્રંથસાહિબ પ્રત્યે આદર શીખવવામાં આવે છે

 મોગલ સામ્રાજ્યની પડતીનાં વર્ષો હતાં એ સમયે શીખ પ્રજાને બૂરી યાતનામાંથી પસાર થવું પડયું હતું. મહારાજા રણજિત સિંઘ (૧૭૮૦-૧૮૩૯) એ શીખ રાજ્યની સ્થાપના કરી ત્યારે ખાલસાના નામે જ રાજ્ય ઊભું કર્યું હતું. દરેક શીખ બાળકને નાનપણથી જ શ્રી ગુરુ ગ્રંથસાહિબ પ્રત્યે આદર શીખવવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક પ્રસંગે અરદાસ પછી આ પવિત્ર ગ્રંથ પાસેથી 'હુકૂમ' લેવામાં આવે છે. હુકૂમ એટલે આ પવિત્ર ગ્રંથનું કોઈ પણ પાનું ખોલવાનું અને એ પાના પર જે 'શબ્દ' નજરે પડે તે વાંચવાનો. આ પવિત્ર ગ્રંથ હંમેશા કપડાંમાં ઢાંકીને રાખવામાં આવે છે. જે ઘરમાં 'ગ્રંથસાહિબ' હોય તેઓ આ ગ્રંથને બેત્રણ કપડામાં ઢાંકીને નાની પથારી પર મૂકી રાખે છે. મોટા ગુરુદ્વારામાં આ ગ્રંથ રાખવા આરસનું પ્લેટફોર્મ બનાવીને શણગારવામાં આવે છે. શ્રી ગુરુ ગ્રંથસાહિબનાં ૧,૪૩૦ પાનામાં શીખ સંપ્રદાયના ૩૬ જેટલા યશસ્વી ગુરુઓ અને ભક્તોનાં 'શબ્દ' તેમજ 'બાની'નો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૬૦૩-૦૪માં પાંચમા ગુરુઅ સંપાદિત કરેલા આ ગ્રંથનું દસમા ગુરુએ ૧૭૦૬માં ફરી સંપાદન કર્યું હતું. ગુરમુખીમા લખાયેલાં આ ગ્રંથના શબ્દનું ગાન કરવામાં આવે તેને કીર્તન કહે છે. ગ્રંથસાહિબમાં ૩૧ જેટલા જુદા જુદા રાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. શીખધર્મીઓ સવારની અને સાંજની પ્રાર્થના પછી અરદાસ અર્પણ કરે છે. દરેક ધાર્મિક વિધિ અને ક્યારેક તો મુસાફરી કે પરીક્ષા જેવા સમયે પણ અરદાસ અર્પણ કરવામાં આવે છે.


Google NewsGoogle News