ભારતમાં સ્ત્રીઓની ઉચ્ચ કેળવણી કોર્નેલિયા સોરાબજીએ શરૂ કરાવેલી
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ભા રતમાં સ્ત્રીઓની ઉચ્ચ કેળવણી શરૂ કરાવનારી સ્ત્રીનું નામ મિસિસ સોરાબજી હતું. તેમને કોર્નેલિયા સોરાબજી નામની પુત્રી હતી. ૧૮૮૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં પ્રવેશ પામનારા તેઓ પ્રથમ મહિલા હતાં. ૩૦૦ યુવાનો વચ્ચે કૉલેજમાં તેઓ એકમાત્ર યુવતી હતાં. બૉમ્બે યુનિવર્સિટીમાં તે અંગ્રેજીના વિષયમાં પ્રથમ આવ્યાં હતાં. નવેમ્બર ૧૮૮૭માં મુંબઈ યુનિવર્સિટીના તેઓ પ્રથમ મહિલા ગ્રેજ્યુઅટ હતાં. અ પછી બંગાળની સરકારે પરદાનશીન સ્ત્રીઓનાં કોર્ટના કેસ લડવા કોર્નેલિયા સોરાબજીને નોકરીમાં રાખ્યાં હતાં. કોર્નેલિયા મરણ પર્યંત કુંવારા રહ્યાં હતાં.
વિટિલાઇગો શા માટે થાય છે?
વિટિલાઇગો ચામડીનો રોગ નહીં, પણ અવો એક વ્યાધિ છે જેમાં ચામડી પર એક અથવા અનેક સફેદ ચાઠાં પડી જાય છે. શરૂઆતમાં એક નાનકડું ચાઠું પડે છે જે ધીમે ધીમે મોટું થાય છે. આ વ્યાધિ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. જાકે મોટે ભાગે ચહેરો, હોઠ, હાથ, પગ અને ગુપ્ત ભાગોમાં થાય છે. તેમાં ત્વચા એનો સામાન્ય રંગ ખોઈ બેસે છે. આને એક પ્રકારનો લ્યુકોડરમા વ્યાધિ પણ કહે છે. લ્યુકો એટલે સફેદ અને ડરમા એટલે ત્વચા. ઘણાયને ૨૦ વર્ષની વય પહેલાં જ વિટિલાઇગો થતો હોય છે. મોટે ભાગે જેમને આ વ્યાધિ થયો હોય તેમનું આરોગ્ય અન્યથા સારું હોય છે. વિટિલાઇગો હઠીલો સ્કીન ડિસઓર્ડર છે. તેના દરદીઓ દુનિયાભરમાં જોવા મળે છે. ભારતમાં આનું પ્રમાણ ૮ ટકા છે. મોટે ભાગે કાળી ત્વચાવાળી વ્યક્તિઓમાં આ વ્યાધિ વધુ જોવા મળે છે. ગોરી ચામડીના લોકોના શરીરમાં એ ચાઠાં સફેદ હોવાથી ઝટ નજરે પડતા નથી. પુરુષ કે સ્ત્રી, કોઈને પણ આ તકલીફ થઈ શકે છે. બાળકો પણ આનો ભોગ બની શકે છે અને તે એમને કોઈ પણ ઉંમરે થઈ શકે છે. વિટિલાઇગો થવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને એવી જ રીતે એનો ચોક્કસ ઇલાજ પણ તબીબી વિજ્ઞાાન પાસે ઉપલબ્ધ નથી. આમ છતાં એવું મનાય છે કે હોર્મોન્સમાંના ફેરફાર તથા જિનેટિક ટેન્ડન્સીને કારણે આ થાય છે. આમાં વારસાગત સમસ્યાનું પ્રમાણ ૨૦ થી ૩૦ ટકા ગણી શકાય. જો માતાપિતાને વિટિલાઇગો હોય તો એમના એક સંતાનને એ થવાની શક્યતા રહે છે. જોકે દરેક પરિવારમાં આવું હોય જ એવુંય નથી. કોઈક વખત ચોક્કસ દવાઓ લાંબો સમય સુધી લેવાથી પિગમેન્ટેશન (ત્વચાના કુદરતી રંગની પ્રક્રિયા)માં ગડબડ ઊભી થાય છે. જોકે બાળકોને આ વ્યાધિ કેમ થાય છે એ તબીબી વિજ્ઞાાન માટે આજેય મૂંઝવતો પ્રશ્ન છે. આ વ્યાધિ દરદીના શરીરમાં ધીમી પણ સ્થિરગતિઅ આગળ વધતો હોય છે.
હોલીવૂડના વિકાસનો ઇતિહાસ અને કારણ
હોલીવૂડ નામની નાનકડી કોલોનીની (ગામની) સ્થાપના ૧૮૮૦ની સાલમાં હાર્વે ઍચ. વિલકોક્સ અને એની પત્ની ડેઇડાઅ ખેડૂતો પાસેથી ખરીદેલી જમીન પર કરી હતી. ડેઇડાએ આ કોમ્યુનિટીનું નામ હોલીવૂડલેન્ડ પાડયું હતું. ૧૯૦૩માં તેને નગર જાહેર કરવામાં આવ્યું હતું. એ દરમિયાન લોસ ઍન્જેલિસ શહેર ફેલાઈ રહ્યું હતું તેની બાંહોમાં એક પરા તરીકે હોલીવૂડલેન્ડ સમાઈ ગયું. પ્રારંભમાં હોલીવૂડના હવામાનને કારણે નિર્માતાઓ ત્યાં સ્થાયી થયા હતા. પ્રાકૃતિક દ્રશ્યો અને સાનુકૂળ હવામાનને કારણે નિર્માતાઓ ત્યાં વરસભર શૂટિંગ કરી શકતા હતા. બીજું મહત્ત્વનું કારણ હતું, થોમસ આલ્વા ઍડિસનનો ડર. મુવી કેમેરાની પેટન્ટો એડિસન પાસે હતી. આથી તેનો ગેરકાયદે વપરાશ કરનારને એડિસન નિયમિતપણે અચૂક નોટિસ મોકલતા અને કોર્ટમાં કેસ માંડતા. પણ લોસ ઍન્જેલિસ ન્યુ યોર્કથી ખૂબ દૂર હોવાને કારણે નિર્માતાઓ કેમેરા વાપરે તો પણ ઍડિસનના ધ્યાન પર એ બાબત આવતી નહીં. આમ બન્ને શહેર વચ્ચેનું અંતર હોલીવૂડના વિકાસ માટેનું આડકતરૃં કારણ બની ગયું.
હોલીવૂડનો પ્રથમ મોશન પિક્ચર સ્ટુડિયો, નેસ્ટર કોર્પોરેશન, ૧૯૧૧માં સનસેટ બુલેવાર્ડ ખાતે અક બારમાં શરૂ કરવામાં આવ્યો હતો. એકાદ વરસની અંદર તો શહેરમાં બીજા વીસેક જેટલા સ્ટુડિયો શરૂ થઈ ગયા. જે બધા મળીને વરસે ૬૦૦ ફિલ્મો તૈયાર કરતા. અમેરિકામાં લાઇવ થિયેટરો, પેની આરકેડ્સ અને વોડેવીલેનું સ્થાન સિનેમાઅ લઈ લીધા પછી ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં મોટી મહેલાતો જેવી ઇમારતો અને બંગલાઓ ડઝનોની સંખ્યામાં તોડી પાડવામાં આવ્યા હતા અને તેની જગ્યાઅ સ્ટુડિયો અને ઉદ્યોગના લોકો માટે નિવાસો બાંધવામાં આવ્યા હતા. મકાનોના વિસ્તાર માઉન્ટ લી પર વિશાળ કદનું 'હોલીવૂડ' નામ મૂકવામાં આવ્યું. જેના પ્રત્યેક અક્ષરની ઊંચાઈ પચાસ ફૂટની છે. અહીં 'હોલીવૂડલેન્ડ'માંથી લેન્ડ શબ્દ કાઢી નાખવામાં આવ્યો હતો અને માત્ર 'હોલીવૂડ' નામ રખાયું જે આજે પણ અમેરિકાનું એક મહત્ત્વનું સ્થળ છે.
ધાર્મિક વિધિઓમાં જળનું મહત્ત્વ ખૂબ રહ્યું છે
ધાર્મિક વિધિઓમાં જળનું મહત્ત્વ ખૂબ રહ્યું છે. હિંદુ ધર્મમાં પૂજા, આચમન કે ગંગાજીમાં સ્નાનની વિધિના કેન્દ્રમાં તો પાણી જ છે. ખ્રિસ્તીઓ બાપ્ટિઝમની વિધિ વખતે પવિત્ર જળનો ઉપયોગ કરે છે. મુસ્લિમોમાં ઝમઝમ પાણી પીવાની વિધિ પવિત્ર ગણાય છે. હિંદુઓ પાણીને એક દેવ (જળદેવતા) ગણે છે. જાપાનીઓ પણ સદીઓથી પાણીની પૂજા કરતા રહ્યા છે. પાણીનું ધાર્મિક મહત્ત્વ તો હતું જ, હવે વૈજ્ઞાાનિક મહત્ત્વ પણ ખૂબ સમજાઈ રહ્યાં છે. પાણીમાં ઊર્જા પેદા કરવાની અને વહન કરવાની અદ્ભુત શક્તિ છે. પાણી શરીર અને મન વચ્ચે સંવાદિતા જાળવવાની શક્તિ ધરાવે છે. શુદ્ધ પાણીમાં રહેલું કોઈ પણ સ્નાન પવિત્ર જ છે અને શરીરને તાજગી તો મળે જ છે, મનના વિચારોમાં પણ તંદુરસ્તી આવે છે. નાહ્યા પછીની પળો કે કલાકોમાં માનવીને સારા વિચારો જ આવે છે એ પાણીની કમાલ છે. પ્રાચીનકાળમાં ગ્રીક, રોમન અને તુર્ક લોકોમાં સ્નાનને લગતી વિગતવાર લાંબી વિધિઓ હતી. શુદ્ધ જળ વિશે ઝેન ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે, ''તમે પાણીનો અર્થ જાણવા માગતા હો, તો એક કામ કરો, તે પીઓ.'' પાણીનો ગ્લાસ માનવીને નવતાજગી, નવચેતના, નવશક્તિ આપે છે તો એ જ પાણી બગીચાના ઘાસ પર છીડકવાથી વાતાવરણમાં જાણે મોજે દરિયા છવાઈ જાય છે. બગીચામાં એક નાનકડું પોન્ડ હોય તો બગીચાની સમૃદ્ધિનો પાર રહેતો નથી. વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બની જાય છે. શુદ્ધ જળ માનવીને તન મનથી શુદ્ધ કરે છે, શુદ્ધ થવાની પ્રેરણા આપે છે. ફેંગ શુઈની વાસ્તુશાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે પાણીના કુંડને કે પાણિયારાને મકાનમાં યોગ્ય જગ્યાઅ સ્થાન આપવાથી ઘરની સુખાકારી વધે છે. ફ્રાન્સમાં મળતું ઍવિયાન નામનું મિનરલ વોટર આલ્પસની પહાડીમાં ભૂગર્ભમાંથી દસ હજાર ફૂટ કરતા પણ નીચેથી ખેંચવામાં આવે છે. આ જળ સંપૂર્ણ શુદ્ધ ગણાય છે, પણ તે ખૂબ મોંઘુ પડે છે.
સરેરાશ માનવી જીવનકાળ દરમિયાન કેટલું ચાલે છે?
* દુનિયાની વસતિના અગિયાર ટકા લોકો બાઈબલ ધરાવે છે જ્યારે ૨૧ ટકા લોકો બીટલ્સનું આલ્બમ ધરાવે છે. * ડીએનએના પુરાવાને કાનૂની રીતે સ્વીકારવામાં આવ્યા બાદ અમેરિકન જેલોમાં જેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી તેમાંના ૭૫ કેદીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. * સરેરાશ માનવી પોતાના જીવનકાળ દરમિયાન ૬૫ હજાર માઇલ ચાલે છે. * ગોલ્ફના દડાને સ્ટીકથી ફટકારીને સૌથી દૂર ફેંકવાનો વિશ્વનો (બ્રહ્માંડનો?) રેકર્ડ ઍપોલો-૧૪ના અવકાશયાત્રી ઍલાન શેપાર્ડના નામે નોંધાયેલો છે. એણે દડો ફટકારીને ૨૪૦૦ ફીટ દૂર મોકલ્યો હતો. એ સમયે એ ચન્દ્રમા પર હતો. ચન્દ્રમા પર તમે પૃથ્વીની સરખામણીમાં વસ્તુને છ ગણી વધુ દૂર ફેકી શકો છો. * અમેરિકા અને યુરોપમાં આજે એકસોથી વધુ એવી સ્ત્રીઓ છે, જે મેરેલીન મનરો જેવી વેશભુષા ધારણ કરીને આજીવિકા કમાય છે. * માત્ર એક પેન્સિલ વડે તમે ૫૦ હજાર શબ્દો લખી શકો છો.