Get The App

સત્યાગ્રહ કે સ્વાર્થાગ્રહ? .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
સત્યાગ્રહ કે સ્વાર્થાગ્રહ?                                             . 1 - image


- સત્યાગ્રહની છ વિશેષતાઓ કઈ?

- એક જ દે ચિનગારી-શશિન્

'સત્યાગ્રહ'

કે સ્વાર્થાગ્રહ ?

જેમનું કાયમી અસ્તિત્વ છે તે સત્ય મુંડકોપનિષદમાં 'સત્યમેવ જયતે'નું સૂત્ર આપવામાં આવ્યું છે. ઋગ્વેદ કહે છે : 'જેના આશ્રયે દિવસ અને રાત્રિઓ બને છે, જે ચાલી રહ્યું છે અને જડપી ભિન્ન ચેતન પણ જેના આશ્રયે વસેલું છે, જેના આશ્રય પર નદી અને સમુદ્રો વગેરે તથા સમસ્ત પ્રજાઓ રહેલી છે, જેના આશ્રય પર સૂર્ય ઊદીયમાન થાય છે, તે સત્ય વચન મારું સર્વપ્રકારે રક્ષણ કરે સત્યની સરખામણી નેત્ર સાથે કરવામાં આવી છે તે માણસને ન્યાયી અને યથાર્થ રીતે જોવાની દ્રષ્ટિ આપે છે સત્ય જ ધર્મ છે. સત્ય જ તપ અને સત્ય જ યોગ છે. વેદવ્યાસ કહે છે જેના થકી સર્વ પ્રાણીઓનું અત્યન્ત હિત થતું હોય તે હકીકતમાં સત્ય છે. તેનાથી વિપરીત જેનાથી કોઈનું અહિત થતું હોય તે અધર્મ છે.'

સત્યનિષ્ઠાપૂર્વક પોતાની વાત કે માગણી રજૂ કરવી એનું નામ સત્યાગ્રહ. સત્યાગ્રહની છ વિશેષતાઓ :

૧. તેમાં અંત:કરણની શુદ્ધિ હોય સાત્વિક અને રચનાત્મક પ્રતિકાર હોય.

૨. સામેની વ્યક્તિના માનની રક્ષાની ભાવના હોય. માત્ર સ્વાર્થની વૃત્તિ ન હોય.

૩. તેમાં લોભ-લાલચ અને ક્રોધને સ્થાન ન હોય અહિંસાની ભાવના હોય.

૪. નિર્ભયતા હોય, મારઝૂડને સ્થાન ન હોય.

૫. સત્યાગ્રહી જૂલ્મ, અન્યાય કે અત્યાચાર સામે લડશે તેમ પોતાની કમજોરીની વિરુદ્ધ પણ લડશે.

૬. તોડફોડ, ખોટું દબાણ કે ત્રાસ દ્વારા પોતાની વાત સ્વીકારવાની વૃત્તિ ન જ હોય.

મહાત્મા ગાંધીજીને સત્યાગ્રહના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સત્ય એટલે કાયદાનો સવિનય ભંગ. વિનોબાજીએ એક વાત ઉદારતાપૂર્વક જણાવી છે કે સત્યાગ્રહ એટલે કેવળ કાનૂનભંગ નહીં, પણ હરકોઈ પોતાના જીવનમાં સત્યનો જ આગ્રહ રાખે. સત્યનો આગ્રહ રાખવા અહિંસા અનિવાર્ય બની જાય છે. આ વાત આજે સદંતર વિસરાઈ ગઈ છે. સત્યાગ્રહ માટેનાં સરઘસો ડંડા, મારઝૂડ, તોડફોડ, પત્થરબાજી અને હિંસાથી મુક્ત રહ્યા નથી. જે સત્ય હોય તે કરવું એનું નામ સત્યાગ્રહ. તેની સીમા કાંઈ સરકારને પ્રજાના સંબંધમાં સમાપ્ત નથી થતી. સંસ્કારી વ્યક્તિ માટે સત્યાગ્રહ એ જ અમૂલ્ય શસ્ત્ર છે. ગાંધીજી કહેતા કે પ્રજાની આર્થિક, સામાજિક અને રાજ્ય પ્રકરણીય ઉન્નતિ જેટલા અંશે સત્યાગ્રહમાં જોઉં છું. તેટલો બીજા કશામાં જોતો નથી. આજ લગી તેનો પ્રયોગ વ્યક્તિગત અને કુટુંબો પરત્વે રહ્યો હતો. વ્યક્તિમાંથી સમુદાય તરફ આપણે ગયા છીએ. સત્યાગ્રહનો અર્થ આપી અંતદર્શન પણ કરી શકાય. ગાંધીજીને ગોરા અમલદારે પ્રથમવર્ગના કમ્પાર્ટમેન્ટમાંથી પરાણે નીચે ઉતારી દીધા તેમાં સત્યાગ્રહનાં મૂળ રહેલા છે. દક્ષિણ આફ્રિકામાં એમણે શરૂ કરેલા સત્યાગ્રહને 'પેસીવ રેઝિસ્ટંસ' નામ આપવામાં આવ્યું. આ નામથી ગૂંચવાડો ઉભો થતો હતો. તેથી 'ઇન્ડિયન ઓપિનિયન'માં સત્યાગ્રહ માટે સારામાં સારો શબ્દ શોધી કાઢે તેને ઈનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું. આ હરીફાઈમાં મગનલાલ ગાંધીએ પણ ભાગ લીધો અને 'સત્યાગ્રહ' માટે 'સદાચાર' નામ મોકલ્યું. કોમની હિલચાલ માટે યોગ્ય છે અને શુભ છે તેથી આ 'સદાચાર' નામ પસંદ કર્યું છે.

એ નામ પસંદ તો પડયું પણ જે વસ્તુ હું સમાવવા ઇચ્છતો હતો, તેનો ઘોષ 'સદાચાર' શબ્દમાં નથી તેથી 'દ્'ને બદલે 'ત્' જોડી મેં સત્યાગ્રહ શબ્દ બનાવ્યો ત્યારબાદ ગાંધીજીએ ''પેસીવ રેઝિસ્ટંસ'' શબ્દ વાપરવાનું બંધ કરી 'સત્યાગ્રહ' શબ્દનો જ અત્ર-તત્ર-સર્વત્ર પ્રયોગ કરવાનું શરૂ કર્યું. અંગ્રેજી લખાણોમાં પણ ''પેસીવ રેઝિસ્ટન્સ'' બાદ સત્યાગ્રહ શબ્દ પ્રયુક્ત થવા માંડયા. છઠ્ઠી માર્ચને સત્યાગ્રહ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સરદાર વલ્લભભાઈએ ૧૨મી ફેબુ્રઆરી, ૧૯૨૮ને દિવસે બારડોલીમાં જ સત્યાગ્રહ ધ્વજ રોપ્યો.

સત્યાગ્રહી સેના અને સંઘનું કર્તવ્ય એ છે કે પોતે જેને નિષ્પક્ષ રીતે સાચું માનતા હોય તેને અમલમાં મૂકવું, અસત્ય સામે લડવું અને તેમ છતાં જે સહન કરવું પડે તે સહન કરવું. ગાંધી ફિલ્મનું એક દ્રશ્ય યાદ આવે છે. સત્યાગ્રહ કરવા ગએલાં ભાઈ-બહેનો શિસ્તપૂર્વક કતારમાં ઊભેલાં છે અનુક્રમે આગળ વધે છે અને અંગ્રેજ પોલિસ આગળ વધેલાના મસ્તક પર ડંડા ફટકારે છે. એ ઘાયલ સત્યાગ્રહીને સ્વયંસેવિકા બહેન ઉઠાવી બાજુ પર લઈ જઈ સારવાર આપે છે. તે દરમિયાન ક્રમે આવતો સ્વાતંત્ર્ય સૈનિક કશી જ બાંધછોડ કર્યા સિવાય અડગ અને નિર્ભય રહી અંગ્રેજ પોલિસનો માર ખાવા આગળ વધે છે.

આજે સત્યાગ્રહનું સ્વરૂપ બદલાઈ ગયું છે. સત્ય માટે નહીં પણ નર્યા સ્વાર્થ માટે મનસ્વી રીતે સત્યાગ્રહનો દુરૂપયોગ થઈ રહ્યો છે. અહિંસા હવે સત્યાગ્રહી કેન્દ્રમાં સત્ય નથી. સત્ય ને પણ કોરાણે મૂકી સામેના પક્ષ પર દબાણ કરવું, નિંદાત્મક શબ્દો ઉચ્ચારવા, પત્થરબાજી કરવી, પોલિસ પર હૂમલો કરવો, સત્યને બદલે સાંપ્રદાયિકતાને મહત્વ આપવું એવા અતિ સંકીર્ણ ઉપાયોને કારણે સત્યાગ્રહ પોતાનું ચારિત્ર્ય ગુમાવી બેઠો જોશીઆ ગિલ્બર્ટ (હૉલેન્ડ)ની ''ગોડ ગીવ અસ મેન''નો સ્વ. યશવંતભાઈ શુકલે કરેલા અનુવાદ યાદ આવે છે.

''હે પ્રભુ ! અમને એવાં માણસો આપ ! વખત જે આવ્યો છે. આજે, જોઈશે કાઠા મન, વિશાળ હૈયાં, સાચી શ્રદ્ધા અને ક્રિયાતત્પર હાથ. એવા માણસો, જેમને પદલાલસા હતવીર્ય બનાવશે નહીં. એવા માણસો જેમને અધિકાર સ્થાનેથી ફેંકેલા ટુકડા ખરીદી શકશે નહીં. જેમને હશે અભિપ્રાય અને સંકલ્પ શક્તિ, ઈજ્જત જેઓ જૂઠ્ઠું નહીં બોલે.'' (ટૂંકાવીને)


Google NewsGoogle News