જર્મનીની ગાડીઓમાં બળતણ તરીકે વપરાતું 'બાયોડીઝલ' શું છે?
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
જ ર્મનીના હેમબર્ગ શહેરમાં બટાટાની તળેલી પતરીઓની સુગંધ આવે તો તેનો અર્થ એવો નથી કે કોઈ ફાસ્ટફૂડ સ્ટોલમાંથી એ વાસ આવતી હશે. શક્ય છે કે કોઈ મોટરકારના ઍકઝોસ્ટ પાઇપમાંથી સરસવના તેલની વાસ આવતી હોય. સરસવનું તેલ (રેપસીડ), મિથાઇલ અને ઇસ્ટર મેળવીને 'બાયોડીઝલ' તૈયાર કરવામાં આવે છે અને હેમબર્ગની અનેક ગાડીઓમાં આ બળતણ વપરાય છે. બોન (જર્મની) ખાતેના યુનિયન ફોર ધ પ્રમોશન ઑફ ઓઇલ ઍન્ડ પ્રોટીન પ્લાન્ટ્સ (યુઍફઓપી)ના કહેવા પ્રમાણે કોમન રેપસીડનો છોડમાંથી મેળવેલું આ વૈકલ્પિક બળતણ પેટ્રોલિયમ આધારિત ડીઝલ જેટલી જ ઍન્જિનને તાકાત આપે છે અને ઍટલા જ માઇલેજ આપે છે વળી પેટ્રોલિયમ ડીઝલના ધુમાડાને કારણે પ્રદૂષણ ફેલાય છે અને પૃથ્વી પણ ગરમ બની રહી છે. રેપસીડના બળતણથી આ બન્ને જોખમમાંથી બચી શકાય છે. બાયોડીઝલથી પ્રદૂષણમાં ખૂબ જ ઓછી માત્રામાં વધારો થાય છે. એક સંશોધન પ્રમાણે એક કિલોગ્રામ રેપસીડ બાયોડીઝલની સરખામણીએ એક કિલોગ્રામ પેટ્રોલિયમ ડીઝલથી ચાર ગણો કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ગ્રીનહાઉસ ગેસ હવામાં ભળે છે.
ઇંગ્લેન્ડમાં કેદીઓ પણ અધધ કમાઈ શકે છે
ઇંગ્લેન્ડમાં અક પરગણામાં ગ્રેહામ ઇસ્ટોન નામનો એક માણસ જેલની સજા ભોગવી રહ્યા હોવા છતાં વર્ષે ૭૦,૦૦૦ પાઉન્ડ્ઝ કમાઈ રહ્યા છે. આવું કઈ રીતે શક્ય બને? શું તે જેલમાં બેઠો બેઠો નોકરીધંધો કરે છે? ના, તેને રોજ જેલની બહાર જવા દેવામાં આવે છે. એ પણ તેની પોતાની કારમાં. તેની પાસે પોતાનો સેલફોન પણ છે. તે જે ઍડ ઍજન્સીમાં નોકરી કરે છે ત્યાં તેનું કામ વખણાય પણ છે. નોર્થ યોર્કશાયરની વિલ્સ્ટન જેલમાં પુરાયેલા ૪૧ વર્ષના ગ્રેહામ ઍસ્ટોને અક બેન્ક સાથે ચાર લાખ પાઉન્ડ્ઝની છેતરપિંડી કરી હોવાથી તેને ૨૧ મહિનાની કેદની સજા થઈ છે. પરંતુ હાલમાં અમલમાં મુકાયેલી નવી રિસેટલમેન્ટ સ્કીમ હેઠળ ઓછા જાખમી એવા કુલ આઠ કેદીઓને આવી રીતે બહાર કમાણી માટે જવાની છૂટ આપવામાં આવી છે. આ કેદીઓની બધી જ કમાણી જેલમાં જમા થાય છે. કેદીઓ જ્યારે છૂટશે ત્યારે તેમની કમાણી તેમને પાછી આપવામાં આવશે. અત્યારે તો આ કેદીઓઅ આરામથી નોકરી કરીને રાત્રે જેલમાં આવીને સૂઈ જવાનું... એ રીતે જાઇએ તો આ કેદીઓ માટે જેલ એ ખરેખર એક સગવડદાયક ગેસ્ટ હાઉસથી વિશેષ કશું જ નથી. કદાચ એટલે જ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કેદીઓ આવી રીતે બહાર કામ કરવા જાય તેમણે અઠવાડિયાના ૮૦ પાઉન્ડ્ઝ જેલને રહેવા-જમવાના ખર્ચ પેટે ચૂકવી દેવા.
નેટ પર મિત્રતા બાંધી અને લૂંટાયો
ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે બહુ તકેદારી રાખવી પડતી હોય છે. ઘણી વેબસાઇટો પર તમારું ધ્યાન આકર્ષિત થાય એ રીતે તમને જાણ કરાય કે તમે ફલાણું ઇનામ જીત્યું છે અને ઢીકણું ઇનામ જીત્યું છે, 'તમે અહીંયા ક્લિક કરો.' શાણા લોકો એવી લાલચમાં પડતા નથી. અમેરિકાનો આલ્ફ્રેડ મેકમિલન નામનો યુવાન નેટ મારફત તે ગર્લફ્રેન્ડ બનાવવા ગયો અને લૂંટાઈ ગયો. એક રશિયન છોકરી એને આબાદ રીતે ઉલ્લુ બનાવી ગઈ. આલ્ફ્રેડ નેટ મારફત રશિયાની યુલિયા ડુબિનિનાના સંપર્કમાં આવ્યો અને તેની સાથે નિયમિત રીતે ચેટિંગ કરતો તથા પ્રેમનાં સંદેશાઓની આપ-લે કરતો. આખરે તે યુલિયાને મળવા બેતાબ બન્યો. પેલીએ એને મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું. આલ્ફ્રેડ હોંશે હોંશે લાંબી વિમાન મુસાફરી ખેડીને મોસ્કો પહોંચ્યો. યુલિયા મોસ્કો એરપોર્ટ પર એને તેડવા પણ આવી. તે આલ્ફ્રેડને એક પાર્કમાં લઈ ગઈ. હજી તો પ્રેમની વાતો શરૂ થાય ત્યાં જ બે મવાલીઓ આવી પહોંચ્યા અને આલ્ફ્રેડને માર મારી લૂંટી લીધો. આલ્ફ્રેડને વધુ આંચકો તો ત્યારે લાગ્યો કે યુલિયા પણ એ મવાલીઓ સાથે જોડાઈ.
ત્રિપુટી આલ્ફ્રેડનો પાસપોર્ટ, ૪૦૦ ડૉલર રોકડા, ગળામાં પહેરેલી સોનાની ચેઇન ચોરીને છૂ થઈ ગઈ. આલ્ફ્રેડે તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી. યુલિયા ક્યારે પકડાય છે અને એને શું સજા થશે એ જાણવાની ઇંતેજારી રાખ્યા વિના આલ્ફ્રેડ ઘરભેગો થઈ ગયો.
શરીર માટે દૂધ ઉપયોગી કે ઘાતક?
ફિઝિશિયન કમિટી ફોર રિસ્પોન્સિબલ મેડિસિન (પીસીઆરઅમ)ના પ્રેસિડેન્ટ ડો. નીલ બર્નાડ કહે છે કે દૂધ શરીર માટે સારું નથી! કેવી રીતે - બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું જાઇઅ કારણ કે ગાયના દૂધમાં માતાના દૂધ કરતાં ત્રણ ગણું પ્રોટીન અને ૫૦ ટકાથીય વધારે ચરબી હોય છે જે બાળકના નાજુક પાચનતંત્રને ભારે પડે છે. તેઓ તો કહે છે કે બાળકને બહારના દૂધની જરૂર જ નથી. - દૂધનું સેવન યુવાનોમાં હૃદયની બીમારીઓ પેદા કરે છે ધમનીઓમાં પેદા થતા અવરોધોના કારણે. - દૂધમાં કેલ્શિયમનું વધુ પ્રમાણ હોવાના લીધે હાડકાં પોતાનો મૂળ ગુણધર્મ ખોઈ બેસે છે તેથી ઓસ્ટીઓપાયરોસિસ (હાડકાંને લગતો એક રોગ) જેવી બીમારીઓ થવાનો ખતરો રહે છે. - આર્થરાઇટીસ (સંધિવા) જેવા રોગો માટે પણ દૂધ જવાબદાર બની શકે છે. - દૂધમાં રહેલાં તત્ત્વો ટયૂમર એટલે કે ગાંઠના વિકાસ માટે જવાબદાર હોઈ શકે છે અને તેથી જ તેનાથી બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. - માઇગ્રેન, ઍલર્જી અને ઍનિમિયા થવા માટે પણ દૂધ જવાબદાર હોઈ શકે છે. 'સંપૂર્ણ ખોરાક' તરીકેનો દરજ્જા જેને પ્રાપ્ત છે તે દૂધ વિશેનાં આવાં તારણો ચોકાવી મૂકે તેવાં છે. વિશ્વમાં દૂધ વિશે પરસ્પર વિરોધી માન્યતા ધરાવતાં બે જૂથો અસ્તિત્વ ધરાવે છે. એક ગ્રુપ દૂધ શરીર માટે ગૂણકારી છે તે સાબિત કરવા મથી રહ્યાં છે અને બીજું દૂધ શરીર માટે કેટલું નુકસાનકર્તા છે તે સાબિત કરવા ઉધામા કરી રહ્યાં છે!
ચીકણા વકીલે બર્ગર બનાવનાર નિષ્ણાતને બર્ગરનાં નામો બદલવાની ફરજ પાડી!
માઈકલ મોક્સન નામના એક રસોઇયાને અગાઉ કોઇએ ન બનાવ્યા હોય તેવા વિશિષ્ટ હેમ્બરગર બનાવવાનો બહુ શોખ. એકદમ નાના પાયે ધંધો કરતા માઇકલનો ધંધો છેવટે અટલો વધ્યો કે તેણે પોતાનું રેસ્ટોરાં શરૂ કયું. નામ રાખ્યું : ક્રેઝી બર્ગર કેફે. તેના અ રેસ્ટોરાની મુલાકાત લેનાર એક ચીકણા વકીલને માઇકલ સામે વાંધો પડી ગયો. થયું એવું કે માઇકલે તેના રેસ્ટોરાંની વાનગીઓનાં નામ ન્યુરોટિક બર્ગર, જસ્ટ પ્લેઇન નટ્સ બર્ગર વગેરે રાખેલાં. માનસિક રોગો અને મર્યાદાઓનાં નામ બર્ગર સાથે સાંકળનાર માઇકલ સામે એ વકીલે હવે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. અલ્પબુદ્ધિ ધરાવતાં બાળકોના કેસ લડવામાં નિષ્ણાત એવા આ વકીલે કોર્ટને વિનંતી કરી છે કે માઇકલને તેની રેસ્ટોરાંની વાનગીઓનાં નામ બદલવાની ફરજ પાડો.