વાચકની કલમ .
આવજે
ઊભો છું લઈને ગુલાબ વહેલી આવજે,
કરમાઈ જાય એ, એ પહેલાં આવજે.
ખીલી છે વસંત ગૂંજન સાથે ચમનમાં,
પથરાઈ જાય પાનખર,
એ પહેલાં આવજે.
આવ્યાં છે પૂર
નયનોમાં સોનેરી શમણનાં,
આવી જાય ઓટ ત્યાં,
એ પહેલાં આવજે.
ગુલાબી ગાલને રંગ ચઢ્યો છે
તોફાની આજ,
ઊડી જાય રંગ ઇંતજારે,
એ પહેલાં આવજે.
ઝરમર ઝરમર વરસાદ વરસે ને
કોયલ ટહુકે, છવાઈ જાય રણ ઉદાસીનું,
એ પહેલાં આવજે.
પ્રફુલ્લ આર. શાહ : (કાંદિવલી, મુંબઈ)
અમદાવાદ
વિકસિત અમદાવાદ
બની રહ્યું છે મેટ્રો સિટી
વિજ્ઞાાનના પ્રદર્શન માટે
પ્રસિધ્ધ છે સાયન્સ સિટી
ગાંધી આશ્રમ દ્વારા થાય છે આઝાદી
સમયે ગાંધીજીના યોગદાનનું સ્મરણ
કાંકરિયા તળાવ અને રિવરફ્રન્ટનું
કેવી રીતે કરાય વિસ્મરણ
કાંકરિયા તળાવની અદ્ભૂત
રાઇડોમાં છે બેસવાની મજા
લાખો લોકો આવે છે
અમદાવાદમાં માણવા તેમની રજા
અટલ બ્રિજ અને પતંગ
હોટલની શું કરીએ વાત?
ચમકતી લાઈટો વાળી
અમદાવાદની રાત
લો-ગાર્ડનની ચણિયા-ચોળી
પહેરવાનું છે દરેક છોકરીનું શમણું
આવું હસતુ-રમતુ મોજ મસ્તી
કરતું અમદાવાદ છે આપણું
પ્રજાપતિ વૃંદા એમ. (ચાંદલોડિયા)
મૃગજળ
તમે મળ્યા એવું આજ સુધી કોઈ મળ્યું નથી મને,
તમે જે મને ચાહ્યો ન કોઈએ એવો ચાહ્યો છે મને,
હમદમ, હમદર્દ મારોે એતબાર કોઈએ કર્યો છે યાદ નથી,
તમે જે કરી છે એક અજીબોગરીબ મહોબ્બત એ ભુલાતું નથી.
આમ તો જિંદગીમાં મળ્યાં કરે છે પાત્રો ઘણાં પરપોટા જેવા
પણ, નસીબમાં તમ સમા મહોબ્બત કરનારાં કઠીન હોય છે મળવા
તમે કોણ છો કે જેણે વરસોથી મચાવી છે હલચલ દિલમાં
શું ખબર, શું થશે, ક્યાં તુફાનો જાગશે ત્યારે તમારા મિલનમાં!
કંઈક તો લાગે છે અને કે આપણો કંઈક નાતો તો છે આ જન્મમાં
આશ છૂટતી નથી તમારી હજુય દિલ માગે સાથ તમારો જન્મોજન્મમાં!!
તમે જે જગાવી છે આશ મહોબત માટેની દિલે પ્રજ્ઞાા
મારે હવે થવું છે તરબતર તમારામાં થવું છે ઓ પ્રિયા જીજ્ઞાા.
- વિરાટ રાજવંશ
દાસ્તાન
ઇન્તેજાર સરિતાનો કરતો પેલો દરિયો
આંસુએ છલકાઈ આંખો સાગરની
સમજ્યા વિના દર્દને ઉંડી આંખથી
લોકોએ ભરતી ઓટ નામ દીધા પ્રેમથી
શ્યામ આંચલમાં મુખ છુપાવતી પેલી
નિશા પણ ક્યાં નથી રડતી વિરહીણી
મદમસ્ત બનેલી ઉષારાણી પ્રભાતની
શીદને મુખ મલકાવી રહી પગલી અહીં
આંસુ છલકાઈ તો અંધારે છલકાવજો
અજવાળું તો હાસ્ય વેરવા સાચવજો
કાંતાળી કેડી પ્રણયની સંભાળજો
વિરહની વેદના અહીં છૂપાવી રાખજો
કોઈએ હસાવ્યો કોઈએ મને રડાવ્યો
આંસુ તો વહાવ્યાં અદાથી મારા બન્નેએ
દોષ નથી જોતો હું નારાજ થઈ કોઈનો
આંખડી કેમ ન સમજી તું એ ચાલાકી
આરામ દે દર્દીલી કલમને ઓ પાગલ
'ઈશ્વર' જરા સમજીને શબ્દ કંડારજે
ઈશ્વર અંચેલીકર (સુરત)
મને નહીં ફાવો
ભલે રહેવું પડે મારે એકલું
નથી રહેવું દગાખોર સાથે
મારા મનમાં ભર્યા
દીન ઈમાન
કોઈ કપટ કરે તો નહી ફાવે
હું તો ભોળો બનીને
ભક્તિ રે કરું
સદાય લેવું હરિનું નામ
કોઈ લંપટ સાથે નહી ફાવે
મેં તો એશો આરામ
સર્વ ત્યજી દીધાં
નથી પહેર્યો
ભગવોભેખ
કોઈ ખોટું કરે તો નહીં ફાવે
મેં તો સંસારની
પણ માયા મેલી
કોઈ અંગત નથી મારું
દુશ્મન બને તો નહીં ફાવે
મેં કર્મ વચનથી
વૈરાગ્ય ધર્યા
ભલે મળે ન મળે કોઈ
પણ પ્રભુ વિના નહીં ફાવે
માતાએ ઝાલ્યો છે કર
ચાલવું સત્યના માર્ગે
તે લઈ જશે કૈલાસ ધામે
મને આ દુનિયા નહીં ફાવે
રામજી ગોવિંદ કુંઢડિયા (મુંબઈ)
પયગામ
શરાબી જેવું મળી ગયું ઉપનામ દોસ્તો
નહીંતર મારુંય હતું કોઈ નામ દોસ્તો
શરાબે સાવ સસ્તો કરી નાખ્યો છે મને
નહીંતર મોંઘાં હતા મારાંય દામ દોસ્તો
દવા આપો કે દુવા ફરક કૈં નહીં પડે
થઈ ગઈ જિંદગી મોતની સમાન દોસ્તો
જે હાથથી જામ ટકારવતા'તા આપણે
એ હાથની હવે આખરી છે સલામ દોસ્તો
જગતમાં જીવતા ના આવડયું મને ચેનથી
મળશે કબરમાં હવે સાચો આરામ દોસ્તો
હાલત યાદ આવી જાય કો'ક દી જો મારી
હાથમાં ભરેલો ઢોળી દેજો જામ દોસ્તો
મયખાનામાં આવી ચડે કોઈ 'અજનબી'
શરાબ ન પીવાનો દેજો પયગામ દોસ્તો
પ્રવિણકુમાર લવજીભાઈ પારઘી 'અજનબી' (વિરમગામ)
પરભવનની પ્રીત
નહોતા વસતા છતાં લાગ્યું એવું કે
દિલના દરવાજા ક્યાં સૂના છે
મળ્યા નયનો ને હૈયું હરખાયું
થયું એવું જાણે સાકર સપના સુહાના છે
ખૂલ્યા લબોને જાણે લાગ્યું એવું કે
હોઠ પર પ્રેમનો કોઈ તરાના છે
નજરમાં ન આવ્યું એક પણ અશ્રુ
તોય લાગ્યું જાણે એવું કે નયનો ભીના છે
થઈ પહેલીવાર મુલાકાત તોય
લાગ્યું એવું જાણે સંબંધો પુરાના છે
મણિલાલ ડી. રુધાણી (રાણાવાવ)
પડાવ
જિંદગીના આ માળામાં થોડા રહ્યાં
અને થોડાં ઉડયાં એક જ પડાવના પંખી હતા
છતાં કેમ તે દૂર રહ્યાં
એજ ફરી આવ્યા પવનની સાથે
ફરફરના ફોરાંની જેમ
દોડા-દોડી, ધક્કા મુક્કીના
આ પડધમ અવાજોમાં
એક ધીમું સંગીત તારું પણ
ઊભી છું તારે મજલે અડીખમ
સાક્ષી રહ્યો તું એક જ
કાળચક્રના આ પ્રવાહમાં
ભાસે હરદીને નીત-નવું
પૂરો થયો એક પડાવ
જ્યાં બીજો 'શીવા' શરૂ થયો
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
આરાધના....
જીવન કેરી મુજ આરાધના,
સદાય કરું સત્યની સાધના....
શુભ- લાભથી, થાય હરદમ વંદના,
પાપો ન કરીએ, દૂર થાય પ્રપંચના....
દિવસ-રાત્રિ થકી, ન થાય વિરાધના,
હૃદયમાં વસે ઈશ્વરની વંદના....
જગતનું સદાય કલ્યાણ થાય,
અંતર દ્વારે બસ એ મંગલકામના....
આનંદ- મંગલના બસ ગીતો ગવાય,
અન્યના ગુણોની કરું અનુમોદના....
નીજ દ્વારેથી ન જાય કોઈ ખાલી,
બસ દાન-પુણ્ય કરું તેવી ખેવના...
જીવન કેરી મુજ શુદ્ધ આરાધના,
નીત-નવા સુકૃત્યોની અભિનંદનના
વિશ્વમંગલના ગીતડાં હું ગાઉં,
દૂર- સુદૂર બસ હરિરસ પાઉ....