Get The App

અજમાવી જૂઓ .

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


-   ટામેટાના ગરને ચહેરા પર લગાડવાથી ખીલ, ઝાંય, ડાઘ-ધાબા દૂર કરી ત્વચાની કાંતિ વધે છે.

- અડધો અડધો ચમચો દાડમની છાલનું ચૂરણ તથા મધ ભેળવી આપવાથી બાળકોને ખાંસીમાં રાહત થાય છે.

- નસકોરી ફૂટે ત્યારે સફેદ સરકામાં રૂનું પૂમડું ભીંજવી નાકના ફોયણાં પાસે રાખવાથી રક્ત વહેતું અટકે છે.

- વધારે પડતું ખવાઈ જવાથી અપચાથી   છૂટકારો પામવા પાકા દાડમનો રસ એક ચમચો, અડધો ચમચોે જીરાનો ભૂકો  તથા  ગોળ  ભેળવી દિવસમાં ત્રણ વાર ખાવાથી રાહત થાય છે.

- કોણી, ઢીંચણ પરથી કાળા ધાબા  દૂર કરવા અડધો ચમચો કોપરેલમાં  અડધા  લીંબુનોે રસ  ભેળવી લગાડી થોડીવાર બાદ ધોઈ નાખવું.

- મલાઈમાં એક ચમચી ખાંડ નાખી ફીણી  માખણ ઊતારવાથી માખણ વધુ પ્રમાણમાં  નીકળે છે.

- રક્તમાં  આર્યનની માત્રા વધારવા કાળી દ્રાક્ષના નાના ઝૂમખાનો જ્યૂસ, સંતરા , અડધો કપ લેમન જ્યૂસ, બે ચમચા મધમાં એક કપ પાણી  ભેળવી પીવું.

- કારેલાની પાતળી છાલનોે જ્યૂસ કાઢી નયણે કોઠે પીવાથી શરીર પરનો મેદ ઘટે છે. મીઠાશ ભેળવવી નહીં. વધુ  કડવાશ પી શકાતી હોય તો તેમાં લીમડાના પાન  પણ ભેળવવા. આ મિશ્રણથી ત્વચા પણ કાંતિમય  થાય છે.

- સાબુમાં મીઠું  ભેળવી ક્રોકરી સાફ કરવાથી ચમકીલી થાય છે.

- જમીન પર પડેલા કાચના ટુકડાને બ્રેડથી દાબીને ઉપાડવાથી  હાથમાં કાચ લાગતો નથી.

- લોખંડના ચાકુ,  કાતર અથવા કોઈ પણ વસ્તુ પર  લાગેલા કાટને દૂર કરવા તેના પર સરકો લગાડી  બે-ત્રણ કલાક ગરમ પાણીમાં  ડૂબાડી રાખવું.

- વાસણમાંથી ઈંડાની  દુર્ગંધ દૂર કરવા વોશિંગ  પાવડરમાં ચાની પત્તી ભેળવી રગડવું અથવા સરકામાં ભીંજવેલા કપડાથી સાફ કરવું.

- બુક શેલ્ફમાં  ચંદનનો એક ટુકડો રાખવાથી ઉધઈ નથી થતી.

- સાબુના બચેલા ટુકડાને ભેગા કરી ગ્લિસરીન ભેળવેળા ગરમ પાણીમાં ડૂબાડવા. પીગળી ગયા બાદ બોટલમાં  ભરી હેન્ડસોપ તરીકે ઉપયોગ કરવો.

 -  મીનાક્ષી તિવારી


Google NewsGoogle News