Youtube જોવાનું થશે મોંઘું, કંપનીના આ નવા પ્લાને સૌને ચોંકાવ્યા

કંપનીએ તેના પ્લેટફોર્મ પર Ad Blockersને પ્રતિબંધ કરવાનું શરુ કરી દીધુ

YouTube Premium ઉપયોગ કરતા યુજર્સને કંપનીએ ત્રણ મહિનાની છુટ આપી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
Youtube જોવાનું થશે મોંઘું, કંપનીના આ નવા પ્લાને સૌને ચોંકાવ્યા 1 - image
Image Youtube

તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર 

YouTube Premium Price Hike: યુટ્યુબએ હાલમાં જ Ad Blockers ને બેન કરવાનું શરુ કરી દીધુ છે. હકીકતમાં ઘણા લોકો YouTube પર ફ્રી એક્સપીરિયંસ માટે Ad Blockersનો ઉપયોગનો ઉપયોગ કરતા હોય છે. એડ બ્લોકર જ નહીં સબ્સક્રાઈબર્સથી વધારે પૈસા કમાવવા માટે હવે કંપની પ્રીમિયમ પ્લાનની કિંમત વધારી રહી છે. આવો જાણીએ કે, ક્યા યુજર્સ પર આ પ્રાઈસ હાઈકની અસર થશે.

કંપનીએ તેના પ્લેટફોર્મ પર Ad Blockersને બેન કરવાનું શરુ કરી દીધુ

YouTube Premium કેટલાય દેશોમાં મોંઘુ થવાનું છે, ગુગલ અધિકૃત વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સબ્સક્રાઈબર્સનું રેવન્યુ વધારવા માટે કોશિશ કરી રહ્યુ છે. હાલમાં જ કંપનીએ તેના પ્લેટફોર્મ પર Ad Blockersને બેન કરવાનું શરુ કરી દીધુ છે. રિપોર્ટ મુજબ કંપની કેટલાક દેશોમાં પોતાના પ્રીમિયમ સબ્સક્રાઈબર્સ મોંઘુ કરી રહી છે.

YouTube Premium ઉપયોગ કરતા યુજર્સને કંપનીએ ત્રણ મહિનાનો ગ્રેસ પીરિયડ આપ્યો છે

એવા કસ્ટમર્સ જે પહેલાથી જ YouTube Premiumનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ તેમને ત્રણ મહિનાનો ગ્રેસ પીરિયડ આપ્યો છે. એ પછી તેમને નવો માસિક સબ્સક્રિપ્શન લેવુ પડશે.  YouTube Premiumમાં યુજર્સને કેટલાય ફાયદા મળે છે, કંપની વીડીયોસ પર એડ ફ્રી એક્સપીરિયંસની સાથે સાથે કેટલાક બીજા ફાયદા પણ આપે છે. 

YouTube Premium ના ફાયદા

આ સિવાય પણ યુજર્સને  YouTube Music નું એક્સેસ મળે છે. તમે આ પ્લેટફોર્મ પર બેકગ્રાઉન્ડ ફીચર પણ વાપરી શકો છો. આ સિવાય તમને Full HD વીડિયો સ્ટ્રીમિંગની સર્વિસ મળશે. 


Google NewsGoogle News