Get The App

YouTube લાવશે ગૂગલ જેવું ફિચર, એક ક્લિકથી દરેક માહિતી ડીટેઇલમાં મળશે

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
youtube


YouTube New Feature: YouTube તેના યુઝર માટે  ગૂગલ લેન્સ બટન નામનું એક નવું ફિચર લાવી રહ્યું છે. જેની મદદથી યુટ્યુબ પર ગૂગલ લેન્સ જેવા વિઝ્યુઅલ લુકઅપ ટૂલનો ઉપયોગ થઈ શકશે. જેથી એ વિઝ્યુઅલની માહિતી ડીટેઇલમાં મળી શકશે. 

આ નવું ફિચર કેવી રીતે કામ કરશે?

ગૂગલ લેન્સ બટન એ વિઝ્યુઅલ લુકઅપ ટૂલ છે જેની મદદથી તમે કોઈપણ વીડિયો જોઈ રહ્યા હોય તેમાં કોઈપણ ઑબ્જેક્ટ અથવા સ્થળ વિષે જાણકારી મેળવવા માટે માત્ર ગૂગલ લેન્સ બટન પર ક્લિક કરીને જાણકારી મેળવી શકશો. ગૂગલ લેન્સ તે ઑબ્જેક્ટ અથવા સ્થળ વિષે તમામ જાણકારી આપી દેશે. 

ગૂગલ લેન્સ કેવી રીતે કામ કરે છે?

ગૂગલ લેન્સ પર કોઈપણ ઑબ્જેક્ટનો ફોટો અપલોડ કર્યા પછી, તે તમને તેની દરેક માહિતી આપી દે છે. આ ટૂલની મદદથી રિયલ ટાઈમમાં 100 થી વધુ ભાષાઓનું ભાષાંતર પણ કરી શકાય છે. તેમજ આ ફિચર ફોટોમાં પણ ટેક્સને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. યુટ્યુબનુમાં ગૂગલ લેન્સ બટન હાલ ટેસ્ટીંગ ફેઝમાં છે. ટૂંક સમયમાં જ દરેક યુઝર આ ફિચરનો લાભ લઈ શકશે. 

YouTube લાવશે ગૂગલ જેવું ફિચર, એક ક્લિકથી દરેક માહિતી ડીટેઇલમાં મળશે 2 - image


Google NewsGoogle News