યૂટ્યુબ પ્રીમિયમ વર્ઝન ખરીદવું છે, હવે ચૂકવવા પડશે વધુ પૈસા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
યૂટ્યુબ પ્રીમિયમ વર્ઝન ખરીદવું છે, હવે ચૂકવવા પડશે વધુ પૈસા 1 - image

Youtube Increase Price: યૂટ્યુબ પ્રીમિયમનો ભાવ ભારતમાં ખૂબ જ વધી ગયો છે. યુઝરે હવે આ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. યૂટ્યુબ પર એડ્સ વગર વીડિયો જોવા માટે પ્રીમિયમ વર્ઝન લેવું પડે છે. આ સબ્સ્ક્રિપ્શન માટે ઘણાં પ્લાન છે અને દરેક પ્લાનના ભાવ વધી ગયા છે. બાર ટકાથી લઈને પંદર ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જોકે ફેમિલી પ્લાનમાં 5.8 ટકાનો જ વધારો થયો છે.

યૂટ્યુબે આ ઇન્કમ તેની સર્વિસ ક્વોલિટી અને નવા ફીચર્સને ધ્યાનમાં રાખીને વધાર્યા છે. તેમણે હવે ફેમિલી પ્લાનના એક મહિનાના 299 રૂપિયા કરી દીધા છે જે પહેલાં 189 હતા.

યૂટ્યુબ પ્રીમિયમ વર્ઝન ખરીદવું છે, હવે ચૂકવવા પડશે વધુ પૈસા 2 - image

આ પણ વાંચો: માર્ચ સુધીમાં ભારતમાં છ લાખ જોબ ઊભી કરશે એપલ, ચીન થશે સાઇડલાઇન

સ્ટુડન્ટ્સ માટે 79નો પ્લાન 89માં થઈ ગયો છે. એક વ્યક્તિ માટે 129 રૂપિયા હતા એ વધીને 149 રૂપિયા થઈ ગયા છે. દરેક પ્રીપેડ પ્લાનમાં પણ વધારો થયો છે. એક વ્યક્તિ માટેના મહિનાનો પ્રીપેડ પ્લાન 139 હતો જે વધીને 159, ત્રણ મહિનાના 399 હતા જે વધીને 459 અને એક વર્ષના 1290 હતા જેના 1490 થઈ ગયા છે.

આ પ્રાઇઝ નવા અને જૂના બન્ને યુઝર્સ માટે છે. પ્રીમિયમ વર્ઝનમાં એડ્સ વગર વીડિયો જોઈ શકાશે. તેમજ વીડિયોને હાઇ ડેફિનેશનમાં સ્ટ્રીમ કરી શકાશે. ઓફલાઇન ડાઉનલોડ કરી શકાશે. તેમ જ યૂટ્યુ મ્યુઝિકમાં પણ એડ્સ ફ્રી એક્સેસ મળશે.

યૂટ્યુબ હવે મ્યુઝિક પર પણ ફોકસ કરી રહ્યું છે. જોકે મ્યુઝિકમાં યૂટ્યુબની સામે ખૂબ જ મોટી હરિફાઇ છે. ગાના, જિયો મ્યુઝિક, જિયો સાવન, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક અને સ્પોટીફાઇ ખૂબ જ ફેમસ છે.


Google NewsGoogle News