Get The App

જોજો, ભૂલ પણ અપડે ન કરતા Windows 10ની નવી અપડેટ, નહીં તો...

Updated: Feb 19th, 2020


Google NewsGoogle News
જોજો, ભૂલ પણ અપડે ન કરતા Windows 10ની નવી અપડેટ, નહીં તો... 1 - image

અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર

દિગ્ગજ આઇટી કંપની માઇક્રોસોફ્ટની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટ વિન્ડોઝ ટેનના અપડેટમાં ખામી સામે આવી છે. 11 ફેબ્રુઆરીના રોજ જારી નવી અપડેટમાં કરવામાં આવી. 

માઈક્રોસોફ્ટ ‘પૈચ ટ્યૂઝડે’ પ્રોગ્રામના ભાગ હેઠળ વિન્ડોઝ 10 યૂઝર્સને KB4532693 અપડેટની નોટિફિકેશન મોકલવામાં આવી હતી, પરંતુ આ અપડેટને ઈન્સ્ટોલ કર્યા બાદ યૂઝર્સને ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પેચ અપડેટથી ઘણા યૂઝર્સના વિન્ડોઝ એકાઉન્ટ ઓટોમેટિક ડિલીટ થઈ ગયા છે. સાથે જ ઓરિજિનલ એકાઉન્ટની જગ્યાએ ટેમ્પરરી એકાઉન્ટ એક્ટિવેટ થઈ રહ્યું છે. એટલે કે, કોઈપણ પ્રકારની વોર્નિંગ આપ્યા વગર જ યૂઝરનો તમામ ડેટા અને એપ્સ ડિલીટ થઈ રહી છે. જો કે, આ અપડેટને Uninstall કરીને કોમ્પ્યુટર/લેપટોપને વખત રિસ્ટાર્ટ કરવાથી કેટલાક યુઝર્સનું ઓરિજનલ એકાઉન્ટ રિસ્ટોર થઈ રહ્યુ છે, પરંતુ આ તમામ યૂઝર માટે આ તરકીબ કામ નથી કરી રહી.

સોશિયલ મીડિયા પર યૂઝર્સે બળાપો કાઢ્યો
વિન્ડોઝ 10 અપડેટમાં આવેલી આ ખામીને લઈને ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે. એક યૂઝર્સે લખ્યુ, લેટેસ્ટ અપડેટ માટે ધન્યવાદ માઈક્રોસોફ્ટ. જેણે મારા સિસ્ટમની બધી જ સેટિંગ્સને ડિલીટ કરી દીધી છે. હવે સિસ્ટમાં બધુ જ બેઝિક સેટિગ્સ પર આવી ગયુ છે. મારા દરેક પ્રોગ્રામની જાણકારી અને સેટિંગ્સ પણ ડિલીટ થઈ ગઈ છે. સિસ્ટમ એપ્સ માટે પ્રોગ્રામ પણ ડિલીટ થઈ ગયા છે. સાથે જ કીબોર્ડ સેટિંગ્સ, ભાષા, સ્ક્રીન રોજોલ્યુશન પણ રિસ્ટોર થઈ ગયુ છે અને અપડેટ પણ મળતી બંધ થઈ ગઇ છે.

યુઝર્સના રોષને જોઇ માઈક્રોસોફ્ટે સ્વીકારી ભૂલ
માઈક્રોસોફ્ટે એક સત્તાવાર નિવેદન જારી કરી પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. અને તેમના એન્જિનિયરો તેના પર કામ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં આ બગને સુધારી લેવામાં આવશે. 


Windows-10

Google NewsGoogle News