12 ડિસેમ્બરે 12 સેકન્ડ માટે ગાયબ થશે અંતરિક્ષમાં સૌથી વધુ ચમકતો તારો, જાણો શું છે કારણ
12 ડિસેમ્બર, 2023ના દિવસે આકાશમાં સૌથી વધુ ચમકતો તારો 12 સેકન્ડ માટે ગાયબ થઇ જશે
સૌથી પ્રખ્યાત લાલ સુપરજાયન્ટ સ્ટાર બેટેલગૂસ છે, જેને ક્યાં અને કેવી રીતે જોવો તે જાણીએ
Brightest star in sky: આકાશમાં દેખાતો સૌથી પ્રખ્યાત તારો બેટેલગૂસ છે. તે લાલ સુપરજાયન્ટ છે. તેનો અર્થ એ કે તે હવે તે તેના અંતના આરે છે. પરંતુ 12 ડિસેમ્બરે આ તેજસ્વી તારો 12 સેકન્ડ માટે અદૃશ્ય થઈ જવાનો છે. જેનું કારણ ઉલ્કા છે. 12 ડિસેમ્બર, 2023ના દિવસે આ અદભુત ઘટના ઘટશે. આમ તો આપણે ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ વિષે સાંભળ્યું જ હોય. પરંતુ હવે બેટેલગૂસનું ગ્રહણ પણ જોવા મળશે. 319 લિયોન નામની ઉલ્કા આ તારને ઢાંકી દેશે. જેથી તેને બેટેલગૂસ ગ્રહણ પણ કહી શકાય છે. આ નજારો 12 સેકન્ડ સુધી જોવા મળશે. બેટેલગૂસ તારો ઓરિયન નક્ષત્રમાં આવેલો છે.
વૈજ્ઞાનિકો માટે દુર્લભ ઘટના
રાત્રિના આકાશના 10 સૌથી તેજસ્વી તારાઓમાં બેટેલગૂસ સૌથી છેલ્લા નંબરે આવે છે. પરંતુ 11મી અને 12મી તારીખની વચ્ચેની રાત્રે, ઉલ્કા 319 લિયોના આ તારા અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે. જેના કારણે આ તારો પૃથ્વી પરથી 12 સેકન્ડ સુધી દેખાશે નહીં. આ તકે વૈજ્ઞાનિકો બેટેલગૂસનો અભ્યાસ કરવાની તક ગુમાવશે નહીં.
આ નજારો જોવા માટે યોગ્ય સ્થળે હોવું જરૂરી
વૈજ્ઞાનિકોનું માનવું છે કે રાત્રિના આકાશમાં આ પ્રકારનો નજારો ખૂબ જ દુર્લભ છે. કોઈ પણ પદાર્થ આવા તેજસ્વી ચમકતા તારાને કેવી રીતે ઢાંકી શકે? એક રીતે, આ બેટેલગૂસ ની રીંગ ઓફ ફાયર એન્યુલર ગ્રહણ છે. પરંતુ કેટલા લોકો આ નજારો જોવા મળશે, તે યોગ્ય જગ્યાએ હાજર રહેવાની અને નસીબની વાત છે. આ નજારો એશિયા, દક્ષિણ યુરોપ, ફ્લોરિડા, પૂર્વી મેક્સિકોથી જોઈ શકાશે. ઇન્ટરનેશનલ ઓક્યુલેશન ટાઈમિંગ એસોસીએશને આ ઘટનાના કવરેજ માટે એક પેજ બનાવ્યું છે. જે પરથી નજારો જોવા માટે પ્રોપર ટાઈમિંગ અને પોઝિશન જાણી શકાશે.