2023માં સૌથી વધુ ડિલીટ થનારી એપની યાદી આવી સામે, એક તો લોન્ચ થતા જ લોકોએ કરી દીધી અનઈન્સ્ટોલ!
વિશ્વમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 4.8 અબજને પાર કરી ગઈ છે, લોકો દરરોજ 2 કલાક 24 મિનિટનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે
2023માં સૌથી વધુ ડિલીટ થયેલી સોશિયલ મીડિયા એપ્સની યાદી પણ આવી ગઈ છે
Most Deleted App of the Year: વર્ષ 2023 પુરૂ થવામાં જ છે. આ વર્ષના ઘણા આંકડા પણ સામે આવી રહ્યા છે. જેમાં 2023માં સૌથી વધુ ડિલીટ થનાર સોશિયલ મીડિયા એપ્સનું લિસ્ટ પણ આવી ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા રિપોર્ટ મુજબ, સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 4.8 અબજને પાર કરી ગઈ છે. રિપોર્ટ અનુસાર, લોકો સોશિયલ મીડિયા પર દરરોજ 2 કલાક 24 મિનિટ વિતાવે છે.
Thread એપએ લોન્ચ થયાના પાંચ દિવસમાં જ ગુમાવ્યા 80 ટકા યુઝર્સ
અમેરિકી ટેક ફર્મ TRG ડેટા સેન્ટરના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે સૌથી વધુ ડિલીટ થયેલી એપ્સ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે Meta's Thread એપ, જેણે લોન્ચ કર્યાના 24 કલાકમાં 100 મિલિયન યુઝર્સ મેળવ્યા હતા, તેણે આગામી 5 દિવસમાં તેના 80 ટકા યુઝર્સ ગુમાવ્યા હતા.
સૌથી વધુ ડિલીટ કરવામાં આવેલી એપ
TRGના રિપોર્ટ અનુસાર, દુનિયાના લગભગ 10 લાખ લોકોએ ઈન્ટરનેટ પર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાની રીતો શોધી છે. તેમજ 10,20,000 થી વધુ યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એપ ડીલીટ પણ કરી છે. સૌથી વધુ ડીલીટ કરવામાં આવેલી એપની લિસ્ટમાં બીજા નંબરે સ્નેપચેટનો સમાવેશ થાય છે. સ્નેપચેટ 1,28,500 લોકો દ્વારા ડીલીટ કરવામાં આવેલી એપ છે. ત્યારબાદ X(ટ્વીટર), ટેલિગ્રામ, ફેસબુક, ટિકટોક, યુટ્યુબ, વોટ્સએપ અને વીચેટનો સમાવેશ થાય છે. 49,000 લોકોએ ફેસબુક એપ ડીલીટ કરી છે. વોટ્સએપ ડિલીટ કરનારા યુઝર્સની સંખ્યા 4,950 છે.