Get The App

ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું 2023, હવે આ વર્ષે ગરમીનો આ રેકોર્ડ પણ તૂટશે, જાણો શું છે કારણ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું 2023, હવે આ વર્ષે ગરમીનો આ રેકોર્ડ પણ તૂટશે, જાણો શું છે કારણ 1 - image
Image Envato 


Year 2024 Will be the hottest:  વર્ષ 2023 ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. આ વર્ષે આ રેકોર્ડ તૂટી શકે છે. વર્ષ 2024માં સૌથી વધારે ગરમ વર્ષનો નવો રેકોર્ડ બનાવી શકે છે. ગયા વર્ષે પૃથ્વી વિજ્ઞાનીઓની ગણતરી કરતાં પણ 0.2 ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ હતી. નાસાના ક્લાઈમેટોલોજીસ્ટ ગેવિન શ્મિટ કહે છે કે, ગયા વર્ષે વિજ્ઞાનીઓને આશ્ચર્યચકિત કર્યા હતા. અને આ વર્ષે પણ અમને એવી જ આશા છે.

ગેવિને કહ્યું, કે દુનિયામાં 40 વર્ષથી મોસમી ફેરફારો પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સેટેલાઈટ ડેટા મળી રહ્યો છે. આ ચાર દાયકાના ઈતિહાસમાં વિજ્ઞાનીઓને તાપમાને છેતર્યા છે, એવુ પહેલા ક્યારેય નથી થયું. ગયા વર્ષની તમામ ગણતરીઓ ફેલ ગઈ હતી, વર્ષ 2023ના દરેક મહિનો રેકોર્ડબ્રેક ગરમ હતો.અને તાપમાનનો પારો નીચે આવવાનો નામ નહોતો લેતો.

છેલ્લા ચાર વર્ષમાં બનેલી ઘટનાઓના કારણે પૃથ્વીના તાપમાન વધ્યું

ગેવિને કહ્યું કે, આની પાછળ મુખ્ય કારણ EL Nino અસર હતી. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે, આપણે ગરમી અને તાપમાન વિષયે આપણે એક અજ્ઞાન વિસ્તારમાં પહોંચી ગયા છીએ. વિજ્ઞાનીઓનું કહેવું છે કે અમને નથી ખબર આગામી સમયમાં તાપમાન કેટલું વધશે કે ઘટશે. છેલ્લા ચાર વર્ષમાં એવી ઘટનાઓ બની છે, જેણે પૃથ્વીના તાપમાનને વધાર્યું છે, જેમ કે, 2020 માં સપાટીને ઠંડી કરનારા એરોસોલ્સની માત્રામાં ઘટાડો થયો છે.

વર્ષ 2022 માં હંગા-ટોંગા જ્વાળામુખી ફાટવાના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. તે પછી 2023માં અલ નીનો આવવાથી સૂર્ય વધારે તપવા લાગ્યો. હાલમાં તે સૌથી વધારે ગરમ રહેતા સોલર સાઈકલમાં ચાલી રહ્યું છે. જેના કારણે પૂર આવવું, દુષ્કાળ, જંગલમાં આગ લાગવી, તોફાન વગેરે થાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે શું શું થશે...

અલ નિનો શું છે ?

અલ નિનો હકીકતમાં ENSO ક્લાઈમેટ સાઈકલનો એક ભાગ છે. આ ભૂમધ્ય રેથા (વિષુવવૃત્ત રેખા) પર પૂર્વ દિશામાં ફૂંકાતા ગરમ પવનો હોય છે. જે પ્રશાંત મહાસાગરની સપાટીને ગરમ કરે છે. આ ગરમ પાણી પછી અમેરિકાથી એશિયા તરફ જાય છે. અને જેમ જેમ ગરમ પાણી ઝડપથી આગળ વધે છે, તેમ તેમ ગરમીમાં સતત વધારો થાય છે. તેની જગ્યાએ નીચેથી ઠંડુ પાણી આવે છે. પછી તે ગરમ થાય છે અને આગળ વધે છે.

ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું 2023, હવે આ વર્ષે ગરમીનો આ રેકોર્ડ પણ તૂટશે, જાણો શું છે કારણ 2 - image
Image Envato 

અલ નીનો આટલો ગરમ કેમ છે?

અલ નીનોની હીટ મિકેનિઝમ એટલે કે ગરમીમાં વધારો થવાની પ્રક્રિયા સમગ્ર વિશ્વનું હવામાન બદલી નાખે છે. અને તેના કારણે દરિયાની સપાટીનું તાપમાન વધવા લાગે છે. દરિયો તેની ગરમી વાતાવરણમાં છોડે છે. અને વાયુમંડળનું તાપમાન વધવા લાગે છે. પરિણામે હવામાન બદલાય છે, જેના કારણે ભારે હવામાન અચાનક આપત્તિઓ સર્જે છે.

અત્યારે જે અલ નીનો ચાલી રહ્યો છે, તેની શરુઆત 2023 માં થઈ હતી. તે આ વર્ષે તેના મહત્તમ લેવલ પર રહેશે. તેથી સમગ્ર વિશ્વમાં ભયંકર ગરમી પડશે. અલ નીનોને માનવીઓ દ્વારા પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગેસ છે. જે જળવાયુ પરિવર્તન અને તાપમાન વધારવામાં મદદ કરી રહ્યા છે.

2024 વર્ષ સૌથી ગરમ રહેશે, જાણો કેમ?

આ વર્ષ ગરમીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે, જે ખૂબ જ ડરામણી છે. ક્લાઈમેટ મોડલ્સે એ વાતની આશંકા દર્શાવી રહ્યા છે કે, આ વર્ષ ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ થવાનું છે. જે અલ નીનોના કારણે છે. આ ઉપરાંત માણસો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી ગરમી. આ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા કરતાં 1.5 ડિગ્રી વધુ વધી રહ્યું છે. આ તાપમાન ઘણા દેશોના હવામાન, ઈકોસિસ્ટમ અને માનવ સમાજને બદલી નાખશે.

અલ નીનોની ભારત પર શું થશે અસર?

ભારતનું હવામાન સૌથી વધારે ચોમાસા દરમિયાન વધુ પ્રભાવિત થાય છે. અલ નીનોના કારણે આ વખતે ભારતના હવામાન પર મોટી અસર થવાની શક્યતાઓ રહેલી છે. અલ નીનોને કારણે ચોમાસું નબળું પડી રહ્યું છે. જોકે, હવામાન વિભાગે કહ્યું છે કે, આ સામાન્ય કરતાં થોડું સારું રહેશે. પરંતુ જો અલ નીનોની પ્રક્રિયાને જોઈએ તો વરસાદ ઓછો પડે છે અને દુષ્કાળ પડે તેવી પરિસ્થિતિ લાગી રહી છે. અને તેની વધુ અસર ખેતી પર પડશે. પાણીના સ્ત્રોત પર રહેશે. જેના કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ શકે છે. એટલા માટે આપણે અને સરકારે તેનું અત્યારથી જ આયોજન શરૂ કરી દેવું જોઈએ, નહિંતર ગરમીમાં દરેકની હાલત ખરાબ થઈ શકે છે.



Google NewsGoogle News