Get The App

સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ, NASA એ VIDEO કેપ્ચર કર્યો, દુનિયાના ઘણાં ભાગોમાં બ્લેકઆઉટ

સારી વાત એ છે કે પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઇ હતી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ, NASA એ VIDEO કેપ્ચર કર્યો, દુનિયાના ઘણાં ભાગોમાં બ્લેકઆઉટ 1 - image

image : Twitter



Year 2024 First Solar Flare Eruptted: સૂર્યમાં ફરી એકવાર સૌર વિસ્ફોટ થયો છે. જેનો વીડિયો નાસા (NASA) એ શેર કર્યો હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ચાલુ વર્ષ 2024 નો પ્રથમ સૌર વિસ્ફોટ હતો જેના લીધે શુક્રવારે દુનિયાના ઘણા ભાગોમાં રેડિયો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. 

કેટલા વાગ્યે બની આ ઘટના? 

આ વિસ્ફોટ 9 ફેબ્રુઆરીએ સવારે 8 વાગીને 10 મિનિટે બની હતી પણ સારી વાત એ છે કે પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઇ હતી કેમ કે પૃથ્વી આ સૌર જ્વાળાની સીધી ફાયરિંગ લાઈનમાં નહોતી પરંતુ આ સૌર જ્વાળાને કારણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકમાં શોર્ટવેવ રેડિયો કમ્યુનિકેશન ઠપ થઇ ગયું હતું. 

ક્યાં થયો વિસ્ફોટ? 

અહેવાલ અનુસાર આ સૌર જ્વાળા સન સ્પોટ AR3576 માં થયો હતો. આ સનસ્પોટ 5 ફેબ્રુઆરીએ  M કેટેગરીની સૌર જ્વાળા અને પ્લાઝ્મા વિસ્ફોટથી બન્યું હતું પણ 8 ફેબ્રુઆરીએ આગળ નીકળી ગયું જેના લીધે પૃથ્વી આ સનસ્પોટની સીધી ફાયરિંગ લાઈનથી બહાર થઇ ગઇ હતી. 

સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ, NASA એ VIDEO કેપ્ચર કર્યો, દુનિયાના ઘણાં ભાગોમાં બ્લેકઆઉટ 2 - image


Google NewsGoogle News